July 31, 2020
પરિણામ કરતાંય પ્રયત્નો આનંદાયી !
અસ્તિત્વની -: પહેલી શરત અને બીજી શરત !
અનુકૂલન સાધવું એ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પહેલી શરત છે. ડાયનાસોરની
વાત નીકળે ત્યારે આ વાક્ય અચૂક બોલાય. અનુકૂલનનો અર્થ તે સ્થિતિને શરણે થવું એવો
લેશો તો મુશ્કેલી વધી જશે. અનુકૂલન માટેની વ્યાખ્યા કરીએ તો પ્રતિકૂળ સંજોગોમાં
સ્વ-હિત અથવા તો વર્તમાનના ધ્યેયને સિધ્ધ કરવા માટેના પ્રયત્નોને વિપરીત સ્થિતિને અનુકૂળ બનાવી દઇએ તો ફક્ત આપણું અસ્તિત્વ ટકાવી
રાખવામાં જ નહીં દુર્દશા થી બચી આગળ વધવામાં પણ ઉપયોગી બને. આને કહેવાય ખરી
અનુકૂલનતા ! વિપરીત પરિસ્થિતિમાં ફક્ત તેને અનુકૂળ બનવાથી અસ્તિત્વ ટકી રહે છે
પરંતુ અસ્તિત્વ પછી બધુ શૂન્ય થઈ જાય છે. જેને મોબાઈલ ટેકનોલોજીની ભાષામાં ફેકટરી
રીસેટ કહી છીએ.
કોરોનાના કહેરે બાળકો, શિક્ષકો અને વાલીઓ માટે વિપરીત સ્થિતિ ઊભી કરી દીધી
છે. ભગવાન કરે અને શાળાઓમાં શિક્ષણ માટે સ્થિતિ
જલ્દીથી કિલકિલાટ વાળી બની જાય. પરંતુ જ્યાં સુધી શક્ય નથી ત્યાં સુધી તે સ્થિતિના અનુકૂલન માટેની દિશામાં આપણા સૌના
પ્રયત્નો શરૂ થઈ ગયા છે. આપણા સૌની ચિંતા અને ચિંતન એ જ દિશામાં ચાલી રહ્યું છે કે
આવી સ્થિતિમાં શાળામાં બાળકોને ન બોલાવવા. તો પછી શું કરવું ? અને કેવી રીતે કરવું
?
આપણે સૌ શિક્ષકો છીએ એટલે બાળકોને વર્ગખંડમાં શીખવવાની પ્રક્રિયા વડે આપણે
પણ ઘણું શીખ્યાં છીએ. માટે જ અલગ અલગ બાળકો સાથે અલગ અલગ પ્રક્રિયા વડે બાળકોને
શીખવવાનું કામ એ આપણા સૌ માટે નવી બાબત નથી. નવી બાબત ઉમેરાઈ છે તે બાળકોની
શીખવાની અને આપણી તેઓને શીખવવાની સ્થિતિ. હવે આંગણું એ વર્ગખંડ બની ગયો છે. જેમાં
શૈક્ષણિક પ્રક્રિયા દરમ્યાન બાળકો/વાલીઓ
આપણી સાથે ક્યારેક ઓનલાઇન ક્લાસમાં સામે છે, તો ક્યારેક રૂબરૂ મુલાકાતમાં
સાથે છે, તો વળી ક્યારેક ફોન પર ફક્ત તેમના કાન એટલે કે શ્રવણ જ શૈક્ષણિક પ્રક્રિયાનું માધ્યમ છે. શૈક્ષણિક
પ્રક્રિયાને જીવંત રાખવા આવા ઉપાય આપણે સૌએ શોધી કાઢ્યા છે ! જે ખરેખરા અનુકૂલન
સાધવાની વ્યાખ્યામાં આવે છે.
કામ આરંભીએ અને સ્થિતિ પ્રતિકૂળ
હોય ત્યારે સ્વભાવિકપણે વિઘ્નો ન આવે તો ચિંતા ! અને તેમાંય સારા કામમાં સો વિઘ્ન –
કહેવત આપણને ખબર જ છે. માટે જ આવી સ્થિતિમાં જ્યારે કામ કરવાનું થાય છે ત્યારે
કેટલાક પ્રશ્નો અને ફરિયાદો પણ સૌની સામે છે જેમાં પહેલો પ્રશ્ન ટેકનોલોજી અને
બીજા નંબરનો પ્રશ્ન તો સામા પક્ષે ક્યાંક વાલીઓમાં ઉત્સાહનો અભાવ ! કેટલીકવાર આ બે
પ્રશ્નો આપણા ઉત્સાહને હતાશા તરફ વાળી દેતા હોય છે. પરંતુ આવી સ્થિતિમાં પણ જો
આપણે અનુકૂળતાઓ શોધવાની શરૂ કરીએ તો જ આપણે એ બધુ બચાવી શકીશું, જે જીવનની સાથે
સાથે બચેલા જીવન માટે જરૂરી છે.
આપણા પ્રશ્નોમાં ટેકનોલોજીનો અભાવ એવો શબ્દ પ્રયોગ કરું છું ત્યારે અમને બે
પ્રશ્નવિધાન સામે દેખાય છે
પ્રશ્ન
1. જેમાં વાલીઓ પાસે ટેકનોલોજી છે પરંતુ શિક્ષણ માટે ઉપયોગ કરવો એનું શિક્ષણ નથી [
જેને મહદ અંશે આપણા જેવી જ સ્થિતિ કહી શકાય કારણ આપણે પણ ટેકનોલોજી વડે શીખવવાની
વાતમાં નવા છીએ ]
****
પ્રશ્ન 2. બીજો “ટેકનોલોજીના સંશાધનનો અભાવ.” હવે આ કારણ એ સીધો જ
વાલીઓના આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે [હા આપણે સૌ જાણીએ છીએ કે લોકડાઉન વડે
અસરગ્રસ્ત બની પરંતુ ફરી આપણે સૌ પાટે ચડી રહેલા છીએ અને આ વાલી પણ તેમાંનો એક છે
] ત્યારે તેમાં આપણે કઈ જ કરી શકતાં નથી.
આપણે બાળક સાથે રૂબરૂ થવાના અન્ય ઉપાયો શોધ્યા જ છે. સાચું કહું તો આ
પ્રયત્નો જ આપણા સૌનું શિક્ષક તરીકેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું સૌથી મોટું
પરિબળ સાબિત થશે. બની શકે કે પ્રયત્નો પછી વર્ગખંડ જેવુ જ ધાર્યું પરિણામ ન મળે
! કારણ કે જે રીતે બાળકોને શીખવવા માટેની આ સ્થિતિ આપણા
માટે નવી છે તેમ વાલીને પોતાના બાળકના અભ્યાસની કાળજી માટે અને બાળકોને પોતે શીખવા
માટે પણ આ સ્થિતિ નવી છે. આવા સમયમાં બાળકોના હિતમાં જેટલું પણ બચાવી શકાશે તે
ફક્ત આપણા પ્રયત્નો દ્વારા જ બચાવી શકશે તે ગાંઠે બાંધી લેવા જેવી વાત છે .
થોડો સમય બાળકો ન શીખે તો શું થાય ? આવા કેટલાક મિત્રોના પ્રશ્ન સામે
પ્રશ્ન એ પણ થાય છે કે થોડો સમય એટલે કેટલો સમય ? એનો જવાબ તો પૂછનાર પાસે પણ નથી.
અને હા થોડો
સમય બાળક ન શીખે તો શું થાય ? તેનો જવાબ એ જ છે કે ભણાવી દેવું તેના કરતાંય
આપણા રૂબરૂ કે દૂરવર્તી પ્રયત્નોથી તેનામાં શીખવાની પ્રક્રિયા ચાલુ રહે તે છે !
માટે ફરીથી કહી કે..
અનુકૂલન સાધવું એ પહેલી શરત છે અને બાળકો સાથે પ્રક્રિયા રૂપી પ્રયત્નો ક્રમશઃ ટકાવી રાખવા એ બીજી શરત !
July 30, 2020
બાળકના બાળપણના ભોગે કંઈ જ નહિ !
બાળકના બાળપણના
ભોગે કંઈ જ નહિ !
શાળા માટે આજે સ્થિતિ જેવી ઊભી થઈ છે તેવી ક્યારેય નહોતી થઈ. કોરોના અંગેનો ખતરો દુર ન થાય અને બાળકો જ્યાં સુધી શાળામાં કિકિયારી કરતાં ન થાય ત્યાં સુધી મોટાભાગે વાત આવી લાગણીઓથી જ શરુ કરવી એ મજબૂરી છે.
અત્યારે બાળકો સાથે સાથે વાલીઓની પણ વ્યસ્તતા વધી ગઈ છે. સૌથી વધારે વ્યસ્ત અને મસ્ત હોય તો તે ધોરણ પહેલાંના બાળકોના વાલીઓ છે. આ વાલીઓમાં બાળકોની શૈક્ષણિક કારકિર્દી શરુ થયાનો આનંદ અને જુસ્સો સામેલ છે. સાથે સાથે તે વાલીઓ પહેલીવાર શાળાઓ સાથે ડીલ કરી રહ્યાં હોઈ તેઓને શાળા કેવી રીતે કામ કરતી હતી ? આવી બાબતો અંગે કોઈ પુર્વાનુભવ નથી. માટે જ શાળાના તમામ વાતો એટલે કે બાળકોના અભ્યાસ માટેની સૂચનાઓ તેઓ એ જ ફોરમેટમાં અનુસરે છે જે એક શિક્ષક શાળામાં અનુસરે છે. આવા સમયમાં શાળાની જવાબદારીઓ ખુબ વધી જતી હોય છે. કારણ કે શાળાએ બાળકો સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે. તેમજ શાળામાં કોઈ બાળક જલ્દીથી ન શીખતો હોય ત્યારે શિક્ષક તરીકેનો આપણો અનુભવ આપણને ધીરજ ધરવા અને નવીન પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરતો હોય છે. પરંતુ વાલીઓ પાસે આવા અનુભવો નથી હોતા. બાળક ધીમેથી શીખે છે – એવો સ્વિકાર એ વાલીઓ માટે ખુબજ મહત્વનો બની જાય છે.
પહેલું ધોરણ એટલે શિક્ષણની નિસરણીનું પહેલું પગથીયું હોય છે. આવા સમયે
જયારે બાળકમાં શીખવા પ્રત્યેનો અભાવ પેદા
થવો અથવા તો વાલીઓમાં બાળકને શીખવવા પ્રત્યે હતાશા આવી જવી બંને ખતરનાક સાબિત થઇ
શકે છે. આવા સમયે શાળા અને તેમાંય ધોરણ પહેલાના શિક્ષકનું મુખ્ય કામ એ - બાળકોના
શિક્ષણ કાર્ય પ્રત્યેના વાલીના થનગનાટને સંતોષવી પરંતુ, સાથે સાથે બાળક પર - જલ્દી
શીખી લે – જેવા ચાબખા ન પડે તેનું ધ્યાન રાખવું – એ મહત્વનું છે. બાળકોને ઘરે
પ્રવૃત્તિ કરવા માટેનું ઘરકામ પણ વાલીઓ જો ચાલો ભણી લઈએ- વાળા ટોનમાં શરુ કરે તો
ત્યાંથી જ શિક્ષણ પ્રત્યે બાળકની વિમુખતા શરુ થાય અને કદાચ વાલીને ખ્યાલ પણ ન આવે.
અને આને તો ભણવું જ નથી. આવા ચાબખા શરુ થઇ જાય.
આવા સમયમાં શાળા ધ્વારા શરૂઆતના દિવસોમાં બાળકોનું ઘરકામ એવા મેસેજ સાથે
બાળકોને ઘરે શું કરાવવું તે માટેના મેસેજ અને રૂબરૂ વખતે ખાસ નોંધ – ના નામે અમે
નીચે મુજબની વિનંતીઓ વારંવાર કરવાની શરુ કરી.
- આ પ્રવૃત્તિ બાળકને કંઈક શીખવી દેવાના ઉદેશ્ય સાથે
ન કરવી.
- બાળકને મજા આવે તે રીતે પ્રવૃત્તિઓ કરાવવી. બાળક
કંટાળો કરે તે સમયે તેની ઈચ્છા મુજબની વાતો કરવી અથવા કરવા દેવી.
- એક જ વારની પ્રવૃત્તિના અંતે બાળક તે બધું જ શીખી
જશે તેવી અપેક્ષા ન રાખવી.
- કેટલીકવાર તમને લાગે કે એક મૂળાક્ષર નથી યાદ રહેતો?
– આવા સમયે ગુસ્સો કરવો નહિ શાળામાં આ માટે એક સપ્તાહની પ્રવૃત્તિઓ હોય છે.
- તમારો બાળક બધું જ શીખશે – પરંતુ તે તમારી ધીરજ પર આધારિત છે.
શરૂઆતની આવી સુચના સાથે અપાતા ઘરકામથી ફાયદા પણ ખુબ થયા છે. શાળાને તેઓ ઘરે જે પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે તેના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ મળવા લાગ્યા. તે સોશ્યલ મીડિયા અને શાળાએ બનાવેલા વાલીઓના ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યાં છે. ઉદેશ્ય એ જ કે બાળક બાળક ને જોઈ શીખશે [ ઈ-પીઅર લર્નિંગ હા..હા.. હા. ] વાલી ધ્વારા બાળકને કરાવાતી પદ્ધતિ જોઈ વાલી શીખશે. અને જ્યાં જ્યાં શાળાની જરૂર પડશે ત્યાં શાળા પણ શીખવશે.
મોટો ફાયદો શું થયો ખબર છે ? બધાં બાળકો શીખે છે એ ? –
અરે એ તો થશે જ પણ વર્ગખંડમાં એકપણ દિવસ સાથે ન ભણ્યાં હોવા છતાં મોટાભાગનાં બાળકો
એકબીજાને ઓળખે છે !
અને
હા......
લોકડાઉનમાં ઘરે
બાળકો સાથે શૈક્ષણિક કાર્ય કરતાં વાલીમિત્રો માટે ઉપયોગી આ ત્રણ વિડીયો..
ક્લિક કરો અને જુઓ
વાંચન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?
ગણન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?
June 30, 2020
"ગેપ ઊભી કરો"
આફત નથી,બાળકના આંગણિયે આવેલો અવસર છે !!
























