May 28, 2023

સોળે સાન અને વીસે વાન !

સોળે સાન અને વીસે વાન

સમાજમાં કેટલીક પ્રચલિત કહેવતોમાંની એક કહેવત છેસોળે સાન અને વીસે વાન ! એટલે કે બાળકો ઊછરતાંરમતાંભણતાંસાંભળતાંબોલતાંઅનુભવતાં - આવી પ્રક્રિયાઓ કરતાં કરતાં સોળ વર્ષની ઉંમરે પરિપક્વ ગણી શકાય તેવી સમજ મેળવતાં હોય છે. જ્યારે વીસ વર્ષની ઉંમરે વાન એટલે કે શરીરનો બાંધો અને દેખાવ કેળવી લેતાં હોય છે.

આપણા પૂર્વજોએ જ્યારે આ કહેવત કહેવાની શરૂઆત કરી હશે ત્યારે ફક્ત ઉંમરને ધ્યાને લઈને નહીં પણ સમયગાળાને અને તેટલો સમય બાળક સાથે થનાર અનુભવોને ધ્યાને રાખ્યા હશે. કોઈ વ્યક્તિ જન્મથી 16 વર્ષ સુધી સમયાંતરે કેળવણી માટેની જરૂરી પ્રક્રિયાઓમાંથી પસાર ન થાય તેવી વ્યક્તિમાં સાન એટલે કે સમજ આવવી એ અશક્ય વાત છે. તેના કારણે જ કદાચ સમયાંતરે અન્ય એક કહેવત પણ તેની પૂરક તરીકે પ્રચલિત બની હશે કે  - વ્યક્તિઓ અનુભવે ઘડાય છે!

અગાઉના સમયમાં બાળકોને અનુભવ આપીને ઘડવાનું કામ કરતી વ્યવસ્થા આશ્રમ જીવન તરીકે પ્રચલિત રહી છે. અત્યારની સામાજિક વ્યવસ્થામાં તે શાળાકીય વ્યવસ્થા તરીકે નિર્માણ પામી છે. જન્મથી લઈ પ્રચલિત સામાજિક કહેવતની ઉંમર સુધી સમાજ અને શાળા બંને સાથે મળી બાળકોને સોળે કળાએ ખિલવવાની જહેમત ઊઠાવે છે. અપવાદરૂપ બાળપણથી લઈ કિશોરાવસ્થા સુધી ક્યારેય શાળા સાથે ન જોડાયેલ વ્યક્તિઓ પણ સારી સમજ સાથે સમાજ વચ્ચે ખૂબ સારી રીતે જીવે છે. તેમાં નસીબજોગે સામાજિક જીવનમાં તેઓને મળેલા સારા અનુભવો કારણભૂત હોય છે. જે દરેકના નસીબે ન હોય, માટે જ જ્યારે બાળકને સોળે [ ઉંમરે ] સમાજની વચ્ચે વ્યહવારિક્તા સાથે જીવવાનુંસમજવાનું થાય ત્યારે તે સાન સાથેનોએટલે કે સમજ સાથેનો [ કેળવણી પામેલ ] હોય તેવો જરૂરી છે. અને તેના માટે શાળા સમાજે એ વાત પણ સમજવી પડશે કે બાળપણથી શરૂ થતી કેળવણી માટેની પ્રવૃત્તિઓ એ જ શાણપણની બાલ્યાવસ્થા છે.

સઘળા સાર રૂપેજે બાળકોનું પ્રાથમિક શિક્ષણ [ પૂર્વ અને ઉચ્ચ પ્રાથમિક સાથેનું 6 થી 14 વર્ષયોગ્ય રીતે વિન્ડોઝ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જાય છે, તે બાળકમાં આગામી જીવન વ્યવસ્થામાં જીવવાસમજવા માટેની દરેક એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. એટલે જ એને સાન આવી ગઈ કહેવાય છે ! સમાજના ઘડતર માટેસામાજિક વ્યવસ્થાઓ માટેના મહત્ત્વના વ્યક્તિ તરીકે આપણને ગણવામાં આવતા હોય છેઅને હા, ચાણક્યએ આ દૃષ્ટિએ જ આપણા સૌનું મહત્ત્વ સમજાવતાં સમાજને કહ્યું હતુંનિર્માણઅને પ્રલય આપણા ખોળામાં રમે છે !








































May 22, 2023

ઝરણાં મળીને નદી થાય !

ઝરણાં મળીને નદી થાય !

એકબીજાને મળવું, શેર કરવું કુદરતી રીતે આપણામાં સતત વહેતું તત્વ છે. મંદિરમાંથી મળેલો પ્રસાદ હોય કે ક્રિકેટ રમીને મળેલો આનંદ,આપણે જોયેલું ઝરણું હોય કે વાંચેલું પુસ્તક, અનુભવેલી મુશ્કેલી હોય કે તેનો મળી ગયેલો ઉકેલ - બધું આપણે કહેવું હોય છે - સાંભળવું હોય છે. (માર્ક ઝુકરબર્ગની સફળતાનુ રહસ્ય ટેકનોલોજી નહિ આપણો સ્વભાવ છે.)

પ્રકારે પરસ્પર વહેંચવું આપણી વિવિધતામાં એકતાની સરવાણી રાખવા માટે જરૂરી પણ છે. જુદા જુદા લોકોને નજીક લાવે છે, એકબીજા માટેની તેમની સમજણ સઘન બનાવે છે. શેરિંગ આપણા મગજમાં બનેલા જુદા જુદા બેરિયર્સને તોડવાનું કાર્ય કરે છે. (ક્યારેય અફઘાનિસ્તાન ગયા હોઈએ તો આપણા મનમાં ત્યાંના લોકો વિશેની સમજ - સારી અને નરસી - આપણી સમજ નહિ પરંતુ જુદા જુદા મીડિયા દ્વારા રચાયેલી દુનિયા માત્ર હોય છે. કોઈપણ કારણસર એમને મળવાનું થાય તો આપણા મનના બેરિયર તૂટે ! શેરીંગ આપણી અને બીજાઓની કોઈપણ બાબતની સમજણ વિકસાવવામાં મદદરૂપ છે. આપણે આપણી વાત કોઈકને કહેતા હોય ત્યારે આપણાને આપણા ખ્યાલોની વધુ સ્પષ્ટ સમજ આવે છે. રીતે આપણી વાત પર મળેલા પ્રતિભાવો પણ આપણી દૃષ્ટિને બહેતર બનાવવામાં મદદરૂપ થાય છે. શેરિંગ વ્યક્તિઓ અને સમુદાયો વચ્ચે બંધન બનાવે છે. ભલે તે વ્યક્તિગત વાર્તાઓ, સંસાધનો અથવા કૌશલ્યોની વહેંચણી હોય, તે સંબંધોના ફેબ્રિકને મજબૂત બનાવે છે. જ્યારે આપણે આપણી ખુશીઓ, દુ: અને આકાંક્ષાઓને વહેંચીએ છીએ, ત્યારે આપણે બીજાઓને આપણા જીવનનો એક ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ. સહિયારા અનુભવો મજબૂત જોડાણો બનાવે છે અને એકતાની ભાવના કેળવે છે જે સીમાઓને ઓળંગી જાય છે.

આપણી શાળા અર્થમાં વધુ નસીબદાર છે. કારણકે તેના બાળકો જુદી જુદી પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને મુલાકાતીઓમાં પણ વૈવિધ્ય રહેલું છે. આશરે 2006 કે 2007 આસપાસ એક શાળાએ આપણી મુલાકાત  લીધી હતી અને ત્યારે એમનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે શાળાના બાળકો મેદાનમાં થોડીવાર રમે, નાસ્તો કરે અને પછી આગળ પ્રવાસે જાય. સમયે પરસ્પર બંને શાળાઓના બાળકો સાથે થયેલી વાતચીત - શિક્ષકો એકબીજા સાથે કરેલી ચર્ચા શરૂઆત માત્ર હતીસમય જતાં રાજ્યભરમાંથી ખૂણે ખૂણેથી શાળા વ્યવસ્થાપન સમિતિ, શિક્ષકો, આચાર્યો, ખાનગી શાળાના સંચાલક મંડળો, નગરપાલિકા - મહાનગરપાલિકાના અધિકારીઓ, રાજ્યના અધિકારીઓસિવિલ સોસાયટી, જાગૃત નાગરિકો, રાજ્ય બહારથી શિક્ષણ સાથે જોડાયેલા અને સીધી રીતે શિક્ષણ સાથે જોડાયેલા હોય એમ છતાં પણ જેમને બાળકો સાથે સમય પસાર કરવાનો આનંદ મળતો હોય તેવી વ્યક્તિઓ, બહારના દેશમાંથી આવેલા ડેલિગેશન્સ બધા સાથે શાળા અને ગામની બાબતોનું શેરિંગ થતું રહ્યું ! આપણા કિસ્સામાં જ્યારે એમનો કોઈ કિસ્સો ભળી જાય અને પછી જે હિસ્સેદારી નોંધાય છે તેને કદાચ સૌને વધુ સારું કરવાની પ્રેરણા આપી હોય એમ બની શકે.

(કેટલાક ફોટોઝ અહીંયા જોઈ શકશો - .  there should be more masti ki pathshalaa  2. visitors  ) )

શાળાની વાત શાળા સિવાય બહાર જઈને પણ કરવાની થતી રહે છે તે પૈકી વેકેશનમાં શાળા- ગામની વાતો મહારાષ્ટ્રના ખૂણેખૂણેથી આવેલા શિક્ષકો સાથે વહેંચવાની થઈ. તમામ પોતાના ખર્ચે, કોઈપણ સરકારી પરિપત્ર વિના માત્ર પોતાની શાળા અને બાળકો વિશે ચર્ચા કરવા માટે વેકેશનમાં ભેગા થયા હતા ! કેટલાકને કોલ્હાપુર પહોંચવામાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો.

એક્ટિવ ટીચર્સ ઓફ મહારાષ્ટ્ર (ATM) માં જોડાયેલા શિક્ષકો બીજી ઘણી બધી રીતે પ્રેરણાદાયી છે. સૌ રીતે દર વર્ષે એકવાર શૈક્ષણિક અધિવેશન માટે મળે. કોઈ તાલીમ જેવો માહોલ નહિ - ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ હોય. સૌ તહેવાર હોય તેમ મળે.

સવારે નવ વાગ્યાથી રાત્રિ ભોજન સુધી શાળાની પ્રવૃત્તિઓ, બાળકોની સમસ્યાઓ, ગામ સાથેના સંબંધો વિશે ચર્ચા કરે. વિધિસરના ચર્ચા સત્રો હોય. બપોરે માત્ર ભોજનનો બ્રેક લે. રાત્રિના ભોજન પછી બારેક વાગ્યા સુધી પોતાના પ્રદેશની સંસ્કૃતિની ઝલક આપતા કાર્યક્રમો યોજે નૃત્યવેશભૂષા અને કાવ્યોની  - રજૂઆત થાય. વાતો થાય અને સૌ બીજા દિવસે મળવા છૂટા પડે.

અધિવેશનમાં રાજ્યના શિક્ષણ કમિશનર, એસ.સી..આર.ટી. પુણેના અધિકારીઓ, કોલ્હાપુર ડીડીઓ, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાચાર્ય અને બીજા પણ કેટલાક અધિકારીઓય હાજર હતા. (વક્તવ્ય આપવા નહિ પરંતુ શિક્ષકોની રજૂઆત સાંભળવા!) અને વાત પણ જાણવી જોઈએ કે શિક્ષણ કમિશનરને મુંબઈથી કોલ્હપુર આવવાનુ હતું અને એસ.સી,,આર,ટી,ના અધિકારીઓને પુણેથી કોલ્હપુર ! (અંતર વિશે ગૂગલ મેપ કરશો એમાં આપણને તેમની સહજતા અને સરળત સમજાઈ જશે. ) શિક્ષણ કમિશનર શ્રી સુરેશ માંઢરેની સરળતા પ્રેરણાદાયી ! શિક્ષકો વચ્ચે પહોંચ્યા અને વક્તવ્ય અથવા સવાલ જવાબ પૈકી સવાલ જવાબ પસંદ કર્યા. અને તેમના વ્યક્તિગત શિક્ષણ વિશેના સવાલોથી લઈ શિક્ષકોને અપાતી અન્ય જવાબદારીઓ વિશે તેમણે આપેલા સ્પષ્ટ જવાબો શિક્ષકોમાં પોતાના માણસ છે એવો ભરોસો જગાવી ગયા. યોગેશભાઈ જેઓ એસ..આર.ટી. માં આઇ.ટી. વિભાગમાં હેડ છે બંને દિવસ તેઓ શિક્ષકો સાથે વાતચીત કરતા અને દરેક સત્રમાં સામે બેસી સાંભળતા જોવા મળ્યા !

(આવા ઉદાહરણરૂપ માણસો દરેક જગ્યાએ હકારાત્મકતાની જ્યોત જલાવી રાખે છે!)

ઓડીટેરિયમમાં  ચર્ચાઓ ઉપરાંત બહાર બુક સ્ટોલ, પોસ્ટર રજૂ થયા, પેપર રજૂ થયાં (બોલીને નહિ - ચાર્ટ સ્વરૂપે) એક રૂમમાં લગાવ્યા હોય - અને મુલાકાતી તે વાંચે અને પછી વન ટુ વન તેની ચર્ચા થાય !

સિવાય સમગ્ર વાતાવરણમાં ખુશ્બૂ આવતી હતી કે અહીંયાં દરેક બીજાને આગળ કરી - બીજાની પ્રસંશા થાય એનાથી રાજીરાજી હતાં.

ઉત્સવનું વાતાવરણ હતું - માથાની વેણી, નવાં કપડાં, એકબીજાને ભેટવું - જાણે એક મોટો પરિવાર એક વર્ષે મળે અને કોઈ પ્રસંગ ઉજવાતો હોય તેવો માહોલ.

આપણી વાત ત્યાં કરી ! ગ્રામોત્સવ વિશેની વાત કરી ત્યારે એમની આંખોમાં આવેલી ચમક અને રજૂઆત પછી એમણે સૌએ બાબત વિશે જાણવા જે ઉત્સાહ બતાવ્યો છે હજુય આશા જગાવે છે કે શિક્ષક વિશે સમાજની અપેક્ષાઓ આપણે પૂરી કરી શકીશું.

અધિવેશન વડે આપણી શાળાને કેટલાક નવાફ્રેન્ડ્સ ઓફ નવા નદીસરમળ્યા. સૌ સાથે મળી શેરિંગની સરવાણી જીવંત રાખીશું.










ત્યાં થયેલી વાતોનો વિડીયો !