December 31, 2016

પ્લાસ્ટિક કી છુટ્ટી !


પ્લાસ્ટિક કી છુટ્ટી !

         ૮ ડીસેમ્બર,૨૦૧૬ 
 ઘણા સમયથી અમારા ધ્યાનમાં આવતું કે વર્ગખંડોની કચરાપેટીઓમાં પેન્સિલના છોલ ના બદલે પ્લાસ્ટીકની થેલીઓ વધુ મળી આવતી ! રેડીમેડ ફૂડ પેકેટનું ફૂડ (?) પેટમાં અને તેના ખાલી પેકેટ શાળાના કચરામાં ઉમેરતા જતા ! બંને સ્થિતિઓ ચિંતાજનક હતી. એક બાજુ વાલીઓ પાસે આવક મર્યાદિત એમાં બાળકોને આવા પેકેટ માટેના ખર્ચ ! સ્થિતિને ગામ સાથે જોડીને સમજાયું કે વાલીઓ પાસે તેમના બાળકો  માટે સમય નથી – એટલે એ ખિસ્સામાંથી કાઢીને પાંચ રૂપિયા પકડાવી દે છે ! આવું, સતત ચાલવાથી બાળકોને હવે લત પડી ગઈ અને બ્લેકમેલીંગ ચાલુ થઇ ગયું કે “પૈસા આપો તો શાળાએ જાઉં !” અને એ પૈસાના પેકેટ ખરીદાય-ખવાય-અને શાળામાં પ્લાસ્ટિક ઉમેરાય !
        સંધ્યા સભામાં તેમની સામે પ્લાસ્ટીકના ખતરા વિષે ટૂંકમાં તેમની ભાષામાં સમજાવ્યું ! અને આંખોનો કેમેરો ફેરવતા ડેટા પ્રાપ્ત થયો કે તેઓ તૈયાર છે ! છતાં, અમને એ સમજાય છે કે જો પેકેટ ખાવા જ નહિ તેવું ફરમાન કરીશું તો તેઓ ખાશે – પણ અમારાથી સંતાડીને ખાશે અને શાળામાં જુઠું બોલવાનો રોગ ફેલાશે ! એમની પર જ છોડ્યું કે આપણી શાળામાંથી પ્લાસ્ટીકના પેકેટ હટાવવા હોય તો શું કરવું જોઈએ ? તે કાલની સવારની સભામાં જણાવજો – વિચારજો !
        બીજે દિવસ પૂછ્યું તો મોટાભાગના વિદ્યાર્થીઓ તો એ વિષે વિચારવાનું જ ભૂલી ગયા હતા ! બે સુચન મેહુલે આપ્યા કે શાળા કેમ્પસમાં પેકેટ નહિ ખાવાના – ચોકલેટ પણ કેમ્પસમાં નહિ ! અને પછી શરૂ થઇ પેટા નિયમોની છણાવટ – એમ તો કેમ ચાલે ? જન્મદિનની ચોકલેટ તો ખાવી પડે ! વૈભવે ઉકેલ આપ્યો કે ચોકલેટ સવારને બદલે સાંજની સભામાં આપવી ! એટલે કેમ્પસમાં તો પ્લાસ્ટિક દેખાય જ નહિ.    
        બીજા જ દિવસે અમારા ટીફીન પર વિટળાયેલી કોથળી હાથે ચડી – કોઈક મસ્તીથી પેકેટ ખાતું ખાતું આવે અને કોઈક એનને ટોકે – એ ઉલટા પગે બહાર ! મેહુલ ટહુકો કરી ગયો કે, “પેકેટને બદલે ચણા લાવ્યો !”
પ્લાસ્ટિક હટાવો – બે દિવસ થયા છે ! જોઈએ અમે ક્યાં સુધી જાગતા રહીએ છીએ ! – અને કેટલા સફળ થઈએ છીએ !
૩૧ ડીસેમ્બર,૨૦૧૬ 
        માસના અંત સુધીમાં સમજાઈ ગયું છે કે જો બાળકોને એમની સ્થિતિએ જઈ સમજાવવામાં આવે તો એ કોઈપણ જાદૂ કરવા માટે સક્ષમ છે ! અને એમની એ શક્તિથી જ આખા માસમાં શાળામાં પ્લાસ્ટિક નહીંવત – એકાદ ચોકલેટનું રેપર સિવાય કઈ જોવા મળ્યું નથી ! અને એવું કૈક દેખાય એટલે બોમ્બ ડીફ્યુઝ કરવાની ટીમ જેમ કામે લાગે એટલી ઝડપથી પ્લાસ્ટિક દૂર કરી દેવાય છે !
તમારી પાસે આ મુહીમને જાળવી રાખવાના કોઈક પ્રેકટીકલ સૂચનો હોય તો આપજો !

December 28, 2016

And That’s How We Learn!



Before entering the Auditorium at RIE, Bhopal, I was in the past – thinking what we – The Team NavaNadisar had done with ICT! Even feel proud for what we had done.
The early days when we fondly used Tape Recorder to record dramas, cricket commentary, even the talk we did in the class. Listen them back and reflect over that ! The Questions of children and we tried to do something else! We played with the Tape recorder. Played the poem on it and I mute the audio as the line picked up by the children – and so on! A television has been arrived through a programme for villagers named “Nirantar Shixan” – We had  many learning experiences  with that Magical Box! The children guessed what the characters in that box might speak – we laughed – we created dialogues – we wrote -  All the things imported in the same way when we had the android phones in our pockets. Our journey had a rich input as eleven computers added with a new LCD TV! We were proud to manage the things also – As most of the students could do basic computing! The inbuilt exercise of Language and maths were a boon for us in our classroom process! We had some confusions as the speakers of all computers created chaos and the children could not concentrate what they were listening! We had fixed Headphones on their heads – and the journey kept moving!
We were much excited for the videos we created for classroom – that could help us – the video that can be substitute of the teacher! The child can learn herself. They can watch in peer or in groups and can reflect over it! We had given cell phones in their hands! We tried our level best to put the things in their reach!
And all the pedagogy we have attained from the blog nvndsr.blogspot.com and the social media! We were in the illusion that we had used it in the best way! We thought we had done a marvelous job by creating a whatsapp group of villagers! So the villagers started being ONE forgetting the caste and religious! (Before they had no connection as they all are migrated from various parts of Gujarat, Maharashtra and Madhypradesh. The School is the only reason to make them sing in tune)  We thought we had made wonderful video channel on YouTube by sharing more than 250 videos of school activities! We amazed with the numbers of subscribers and the viewers and the comments we got for improvement.I have received “The Srusti Sanman” for Nagarik Ghadatar Activity that reached to IIMA from our blog. Our students were invited in the children’s creativity workshop at IIMA because of we keep writing about their day to day creative activities. Without a blog or social media a small school of a rural part cannot have even a dream to take part in such workshops !
            So on… There were many things in the mind –we had done THIS and THAT !
On the 19th of December 26, 2016, the participants started their presentations and in the first hour was like NOTHING! The only thing resounding in mind is Geogebra!
 But then I got curious for each presentation! Not only for what the nominee is saying, but for my own thoughts that, how might the jury reflect over it. And that’s the interesting quest for all the five days. At the end, I realized that we can do many more things – like we can use other software in our school. Before we had used ICT for learning only,  I met some friends there and got the ideas of evolution part also.  Specially the Applications – they are easy to track record of the children’s progress! I am now aware of the use open source applications! I collect the idea of making the administrative tasks easier by creating a LAN! The Last I have heard about but not used - What a wonderful platform NROER is!
And I admit in the end that as a teacher, I have grown my wings with the help of technology and made the wings stronger during the exercise we have done almost 10 hours a day at Jury meeting!
Thank you All who have supported me in the journey!



December 24, 2016

ગણિતની ગમ્મત – પરંતુ તે પહેલાં “ગમ્મતની સાથે ગણિત”


ગણિતની ગમ્મત – પરંતુ તે પહેલાં “ગમ્મતની સાથે ગણિત”

                       આપણે સમજી શકીએ એ પહેલેથી જ બાળકોમાં ગણિત વિકસવા લાગ્યું હોય છે ! નાનાં બાળકને પૂછો કે  તારે એક ચોકલેટ જોઈએ કે બે ? તો તે બે જ કહેશે ! તેને બે એટલે કેટલી (?) તે જાણ નથી હોતી પરંતુ બે એટલે વધારે એટલું ગાણિતિક જ્ઞાન તેનામાં આવી જાય છે. પ્રાથમિક કક્ષાએ ગણિત શીખવવા બાળકોને મૂર્ત વસ્તુઓની ગણતરી તેમજ તેની આસપાસના પર્યાવરણનાં ઉદાહરણો ધ્વારા જ સમજ આપવામાં આવતી હોય છે. જેમાં બાળમાનસને મજા પણ આવતી હોય છે, પરંતુ જેમજેમ ગણિત સ્લેટ કે નોટ પર ઉતરતું જાય છે અથવા કહીએ તો આગળ વધતું જાય તેમ તેમ કોણ જાને કેમ પણ મોટાભાગે બાળકની ગણિતમાંની રસરૂચી ઘટતી જાય છે. તેમાનું કદાચ એકાદ કારણ એ હોઈ શકે કે જેમ જેમ ગણિત ઉપલાં ધોરણ તરફ આગળ વધતું જાય છે તેમ તેમ મૂર્ત વસ્તુઓ [ કે જે ગણતરી માં ઉપયોગી અને બાળકોની ગમતી ] ઓછી થતી જાય છે, પર્યાવરણનાં ઉદાહરણો અદ્રશ્ય થતાં જાય છે, અને સામાજિક ઉદાહરણો ઉમેરાતાં જતાં હોય છે... એક સમય એવો પણ આવે છે કે ગણિતમાં ગાણિતિક ઉદાહરણોથી જ ચલાવાતું હોય છે, અને પરિણામે ગણિત સમયે વર્ગખંડ શૈક્ષણિક સહભ્યાસિક પ્રવૃત્તિ વિનાનો બની જાય છે. પરિણામે પરોક્ષ શિક્ષણ અને પ્રત્યક્ષ પ્રવૃત્તિ ની જગ્યાએ - લખવું અને ગણવું કે જે ખરેખર આપણું પરોક્ષ ઉદેશ્ય છે તે ગણિતમાં પ્રત્યક્ષ થઇ જાય છે. અને આપણે તો ચંચળ બાળકોને જાણીએ જ છીએ - પ્રવૃત્તિ વિનાના વર્ગખંડોમાં બાળકની માનસિક હાજરીની સ્થિરતા કેટલી ? – બાળમાનસ જ નહિ કોઈપણ વ્યક્તિ  તમે તેને ભણાવો છો ત્યારે જ ભણે છે તેવું માનવું ભૂલ ભરેલું છે, હા 100% ખાતરીપૂર્વક કહી શકીએ કે તમે જયારે તે એકમ અનુરૂપ કઈંક પ્રવૃત્તિ કરાવો છો ત્યારે તે કૈક શીખી રહ્યા જ હોય છે – માટે ગણિતને બાળકોની રસરૂચી મુજબની પ્રવૃત્તિઓ વડે રસિક બનાવવું જ રહ્યું -નહિ તો આપણી  ચર્ચા Chalk to Talk  વાળી પદ્ધતિથી તો અથાક મહેનત છતાં પણ સત્રાંતે બાળકોનું પરિણામ આપણા માટે આ વાક્ય સાચું પુરવાર કરશે કે – “मेथ्स में डब्बा गुल ! ચાલો, જોઈએ શાળા પરિવારે ગુણોત્સવ દરમ્યાન ઉપચારાત્મક કાર્યમાં ઉપયોગ કરી શકાય તેવી ધોરણ પાંચમા બાળકોને સ્થાનકિંમત સમજાવવા કરેલી પ્રવૃત્તિને, અને સાથે સૂચિત પણ કરીએ કે આમાં બાળકોને વધુ મજા પડે તેવું શું ઉમેરી શકાય? -    
મારી પાસે આવ્યા પાંચ - તેની કિંમત પાંચ જ થાય ! - : એકમ 
તેની કિંમત 100  થાય ! - : સો 
તેની કિંમત 30000  થાય  - :  દસ હજાર
4 મારી પાસે આવે ત્યારે તેની કિંમત 4000000 થાય-:દસ લાખ 

December 01, 2016

શિક્ષક – એક ઉદ્દીપક તરીકે !!!

                 
 શિક્ષક – એક ઉદ્દીપક તરીકે !!!

        મિત્રો, દ્વિતીય સત્રની શરૂઆત થઇ ગઈ છે, પ્રથમ સત્રાંત કસોટીનું પરિણામ બાળકોને જણાવ્યું પણ હશે ! આમ તો, જો ખરેખર કહીએ તો તે પરિણામ બાળકોનું નહિ પણ પ્રથમ સત્રમાં બાળકો માટે આપણે કરેલી મહેનતનું હોય છે !!! આપણે બાળકોને સમજવામાં અને અભ્યાસક્રમમાંની માહિતી બાળકોને સમજાવવામાં કેટલાં સફળ થયા તેની પારાશીશી હોય છે. ત્યારે તેમાંના કેટલાંક બાળકોનું પરિણામ આપણને આંચકો આપનાર આવ્યું હોય ત્યારે આપણામાં  હતાશાનો ઉભરો સ્વાભાવિક છે,  પણ એ ઉભરાની દિશા કોના તરફ કરવી તે સમજવા એક બાળક સાથે ઘટેલ ઘટનાને જાણીએ.
               એક બાળકે પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો. ત્યાર પછીના થોડા દિવસોમાં શાળાએથી છૂટી ઘરે આવી તેણે તેની માતાને કહ્યું મારા શિક્ષકે આ ચિઠ્ઠી આપી છે, એમ પણ કહ્યું છે કે તારી મમ્મી ને જ આપજે. ચિઠ્ઠી વાંચતા જ માતાની આંખમાંથી પાણી ટપકવા લાગ્યું ! બાળકે પૂછ્યું કે મારા શિક્ષકે શું લખ્યું છે? – ત્યારે માતાએ કહ્યું કે એમાં લખ્યું છે કે “તમારો બાળક બહુ હોંશિયાર છે, અને તેને ભણાવી શકવા અમે અસમર્થ છીએ, માટે તેને કોઈ સારી શાળામાં ભણવા મોકલો જ્યાં અમારાથી વધુ હોંશિયાર શિક્ષકો હોય !” – વર્ષો પછી આ બાળક મોટો વૈજ્ઞાનિક બન્યો. નામ હતું થોમસ આલ્વા એડીસન. તેની માતાના અવસાન પછી તેની માતાની સંગ્રહાયેલ જૂની વસ્તુઓ ફેંદતા ફેંદતા તેને વર્ષો પહેલાંની તેના શિક્ષકે લખેલી ચિઠ્ઠી મળી આવી ! ચિઠ્ઠી વાંચતા જ તેને મોટો આંચકો અનુભવ્યો – તેમાં લખ્યું હતું – તમારો બાળક ભણવામાં બહુ જ નબળો છે, તેને કોઇપણ વિષય સમજવામાં બહુ જ વાર લાગે છે, જેનાથી અમારા બીજા હોંશિયાર બાળકો પણ તકલીફ અનુભવે છે, તેનો બુદ્ધિઆંક જોતાં તે ભણી શકશે નહિ, માટે તેને કાલથી શાળાએ  મોકલશો નહિ.”
               મિત્રો, આ વાતને આપણી જ શાળા કે વર્ગખંડોના પર્યાવરણ સાથે જો સરખાવવામાં આવે તો દરેક બાળકની ગતિ માટે આપણો પ્રયત્ન થોમસની માતા જેવો હોવો જોઈએ, બની શકે છે કે દરેક કૌશલ્યો બાળકમાં નથી હોતાં તેમ આપણામાં પણ ન હોય, તો પણ થોમસના પૂર્વ શિક્ષક જેવું વલણ તો ન જ હોવું જોઈએ. ઉદ્દીપક બની બાળકમાં દરેક પ્રકારની સ્કીલ્સ નો વિકાસ કરવાનું કામ જો આપણું હોય તો પછી આપણા પોતાનામાં ખૂટતી સ્કીલને વિકસાવવા માટે અન્ય કોની પાસે આશા સેવાય ?? 
       અગાઉના અંકોમાં પણ અમે કહ્યું છે તેમ અહીં ફરીથી કહીએ છીએ કે – મારા વર્ગનો આ બાળક તો મારી વાતને/ મારી શિક્ષણ પદ્ધતિને  સમજતો જ નથી !!! - એવું માની લીધા પછી શિક્ષણકાર્યના આગળના બધા જ રસ્તાઓ બંધ થઇ જાય છે – જયારે “હું તેને આ વાત સમજાવી શકતો નથી“ – વૈચારિક આ પાસું “બાલાનુકુલ શિક્ષણ પદ્ધતિઓ” અથવા કહીએ તો “બાલાનુકુલ વર્ગખંડો” માટેના અઢળક રસ્તાઓ ખોલી દે છે !!!!!  

November 30, 2016

ગીવ મી ધ વિંગ્સ ટુ ફ્લાય !!!


ગીવ મી વિંગ્સ ટુ ફ્લાય
ઘટના - :

             જયારે એને શાળા કક્ષાએ ગોળાને સૌથી દૂર ફેંક્યો ત્યારે તેના માતા પિતા ઘરમાંથી ભૂખ દૂર કરવા ઘરથી ૨૦૦ કિલોમીટર દૂર મજુરીકામ માટે ગયેલા હતા, જયારે એને ક્લસ્ટર કક્ષાએ ગોળો સૌથી દૂર ફેંક્યો અને તાળીઓનો ગુંજારવ થયો ત્યારે પણ ઘરમાં કોઈને ખબર નહોતી. ગોધરા જેવા પ્રમાણમાં મોટા કહી શકાય તેવા તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંકે રહી, ત્યારે પણ ઘરે રહેતા તેના દાદીને માત્ર તેગોધરે રમવા જઈ !” એટલી ખબર હતી. ખેલમહાકુંભમાં જીલ્લા કક્ષાએ ભાગ લેવાના પણ એની દાદી માત્ર એટલું સમજતા હતા કે કાલે ગોધરે રમવા જવાની !
        
એના ઘરમાં માત્ર હંસા જાતે સમજતી હતી કે જીલ્લામાં ગોળા ફેંકમાં ત્રીજા નંબરે સંયુક્ત રીતે આવી એટલે શું !” ઘરે રહેતી દાદી, પરણાવી દીધેલી મોટીબેન અને કામ અર્થે બહારગામ રહેતા માતા-પિતા માટે તો સાહેબે જે શીખવાડ્યું બરોબર હશે ! અને બરોબરમાં અમે માત્ર એના હાથમાં ગોળો આપ્યો અને કેવી રીતે ફેંકવો શીખવ્યું બાકી મહાવરો તો એનો ગોળો એના ઘેર આપી દીધો કે ઘેર પ્રેકટીસ કરજે ! એના ઘરની સ્થિતિ જોતા અમને હતું કે ઘરે જઈ એને ક્યાંથી સમય મળવાનો ? પણ આપણી નકારાત્મક ધારણાઓને જો હકારાત્મક આશાઓથી હરાવી શકીએ તો દરેક જગ્યાએહંસા નાયકમળવાની ! એનું પોતાનું આકાશ છે , આપણે જો આકાશમાં ઉડવાની પાંખો આપી શકીએ તો !!!
                                               ઘટના :
                  
શોર્ટ નોટીસમાં મોર્નિંગ એસેમ્બલીમાંઆઈડિયા કોમ્પીટીશનનો આઈડિયા આપ્યો સાંજે શાળા છૂટતા પહેલા તમારા આઈડીયાઝ આપી દેવાના શરત સાથે ! 
છઠ્ઠા ધોરણના વૈભવને :૦૫ પૂછ્યુંલખ્યો ?” બેફિકરાઈના, નથી લખ્યો પણ આઈડિયા છે !” “છે ? તો લખી નાખ લખી ને ઘેર જજેઉભડક લખેલો આઈડિયા આપી ગયો. શાળાના ૩૦ જેટલા  વિદ્યાર્થીઓએ ૫૦ જેટલા જુદા જુદા આઈડીયાઝ આપ્યા. બધા સ્કેન કરી આઈ.આઈ.એમ. અમદાવાદ મેઈલ કર્યા. અને બીજા દિવસે વળતો જવાબ મળ્યો કે ૧૫/૧૦ ડૉ. .પી.જે. અબ્દુલ કલામની યાદમાં ઉજવવાના ચિલ્ડ્રન ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન ડે નિમિતે આઈ.આઈ.એમ. અમદાવાદ ખાતે આઈડિયા શેરીંગ માટે ધોરણ- વૈભવપૂરીની પસંદગી થઇ છે !”
અમને સમજાતું હતું કે ગૌરવશાળી તક છે. એના ઘરે જઈ વાત કરી તો એમને માટે તોસાહેબ જોડે અમદાવાદ જવાનો છે !” પૂરતું છે !  બંને ઘટનાઓ અમને અમારી જવાબદારી સમજાવી ગઈ કે વિદ્યાર્થી જેવી પણ આર્થિક-સામાજિક વિષમતામાંથી શાળામાં આવે પછી અમારે એના કૌશલ્યને ઓળખવું રહ્યું !
જાણે કહી રહ્યા છેગીવ મી વિંગ્સ ટુ ફ્લાય, આઈ હેવ માય ઓઉન સ્કાય !