June 27, 2016

याद करके आगे बढे – સ્મૃતિધારા !!!


याद करके आगे बढे સ્મૃતિધારા

કહેવાય છે કે શીખેલું ભૂલાઈ જવાય પછી બાકીનું જે યાદ રહે તેનું નામ શિક્ષણ
                      પરંતુ આ વાત શિક્ષણ પ્રક્રિયાના અંતની હોઈ શકે છે, કારણ કે નિરંતર ચાલુ ચાલતી શિક્ષણ પ્રક્રિયામાં ભૂલવાની ક્રિયા બાધક બને છે કારણ કે તે સળંગ પ્રક્રિયા છે !! પહેલું વર્ષ એ દ્વિતીય વર્ષનો પાયો છે અને દ્વિતીય એ તૃતીય વર્ષનો ! બાળકોને ચીર સ્થાયી શિક્ષણ આપવાનો આપણા સૌનો સદાય પ્રયત્ન રહેલો હોય છે,પરંતુ વિવિધ કારણોસર બાળકો શીખેલું વેકેશન દરમ્યાનમાં વિસરી જાય છે. પરિણામે પાઠ્યક્રમમાંની ક્રમિકતા મુજબ જો કાચા પાયા ઉપર જ ઈમારત ચણવાનું શરુ કરી દઈએ અથવા કહીએ તો આગળના ચણેલા થરની લાઈન લેન્થ વ્યવસ્થિત કર્યા વિના જ તેના ઉપર દિવાલ માટેના આગળના થર ચણવા લાગી પડે તો તે કડીયાની કુશળતા  અને દીવાલની મજબૂતાઈની  વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ તો ઉઠે જ  ! સાથે સાથે ચાલુ વર્ષની આપણી મહેનતનું પરિણામ પણ અપેક્ષા મુજબ નું  ન મળે તે પણ સ્વાભાવિક છે ! આવા બધાનો ઉપાય મળ્યો સ્મૃતિધારા કાર્યક્રમ વડે !  આપણા વર્ગના બાળકો અગાઉના ધોરણના અભ્યાસક્રમમાં કેટલા અંતરે છે તે જાણવા માટેનો પ્રયત્ન અને ત્યારબાદ દુર રહી ગયેલ બાળકો માટે ૧૦ દિવસ સુધી મહાવરો, જેમાં જે બાળકો જે જે મુદ્દાઓ ભૂલી ગયા હોય તેઓને ફરીથી યાદ કરાવી અભ્યાસક્રમની મેઈન સ્ટ્રીમમાં જોડવા અને જે બાળકોને હજુ યાદ છે તેઓને પુનરાવર્ત કરાવી તેમના પાયાની મજબૂતાઈ વધારવાનો ઉત્સવ ! શાળા કક્ષાએ ઉજવાયેલ સ્મૃતિધારા માં એક સબળ પાસું એ પણ જોવા મળ્યું કે નવીન વર્ષની શરૂઆત અગાઉના વર્ષના જ્ઞાનના અનુસંધાનથી શરુ કરવામાં આવે છે ત્યારે બાળકની  બોડી લેન્ગવેજ કહેતી હોય છે કે અરે ! આ તો મને આવડે જ છે  અથવા તો આ તો સહેલું છે !! અને જયારે બાળકના મનમાં કોઇપણ અભ્યાસ બાબતમાં મને આવડે છે અથવા આ તો સહેલું જ છેએવું અનુભવે છે ત્યારે તેનામાં આત્મવિશ્વાસ ભરાય છે. જે આગામી વર્ષ માટે બાળકમાં ઉદ્દીપક નું કામ કરે છે. વર્ષની શરૂઆત આવા સબળ આત્મવિશ્વાસ સાથે થાય ત્યારે અ-સફળતાનો કોઈ અવકાશ હોતો જ નથી !
આમ જો સ્મૃતિધારાને એક વાક્યમાં વર્ણવું હોય તો કહી શકાય કે याद कर के आगे बढे

June 25, 2016

આપણા વિદ્યાર્થીઓ માટે ! – www.inshodh.org


આપણા વિદ્યાર્થીઓ માટે ! – www.inshodh.org

www.inshodh.org 
               રાજ્યભરના શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ માટે પ્રયત્ન કરે છે. રાજ્યના વિસ્તાર મુજબ, વિદ્યાર્થીઓની સામાજિક, આર્થિક સ્થિતિ અનુસાર દરેક શાળાને જુદી જુદી સમસ્યાઓ હોય છે. તેના ઉકેલ માટે કરેલા પ્રયત્નોને એક સુત્રે બાંધી રાખવા – IIAM માં એજ્યુકેશન ઇનોવેશન બેંક બની ! જે હવે આપણા બધા માટે ઉપલબ્ધ છે. www.inshodh.org ની મુલાકાત લેતા જ તેમાં શિક્ષકોને પડેલી અડચણ અને તે માટે તેમણે કરેલા પ્રયત્નોની માહિતી મળશે. ક્યાંક એ બધું વાંચતા વાંચતા જ આપણા મનમાં ઉગશે કે “આ પ્રવૃત્તિ/પ્રયોગ મારી શાળામાં પણ કરવા જેવો છે !” ક્યારેક તેના આધારે તમને તમારી કોઈક સમસ્યાનો ઉકેલ પણ મળી જાય ! –
ઈન્ટરનેટથી કનેક્ટ થવાનો આ મોકો ચૂકવા જેવો નથી ! 
તમે પણ આપણી મસ્તી કી પાઠશાલાનાં બાળકોએ IIM ક્રિએટીવીટી વર્કશોપમાં ભાગ લીધો હતો તે પળોને નીચેની લીંક ધ્વારા માણી શકો છો !!!

June 10, 2016

નવા ભવનનો પહેલો પ્રવેશોત્સવ !


નવા ભવનનો પહેલો પ્રવેશોત્સવ !

અજબ રોમાંચક સમયગાળો હોય છે, વેકેશનમાં ઘરમાં ગોઠવાઈ ગયેલી જીંદગી હવે બીજા ઘરને શણગારવા થનગનતી હોય ત્યારે...
નવા મકાનમાં શાળાની વસ્તુઓ પહોચે એ પહેલા “ઘડો” મૂકી અમારા સૌનામાં શિક્ષણનું પાણી ક્યારેય ના ખૂટે તેવી કામના તો વેકેશન પૂર્વે જ કરી હતી. હજુ વર્ગખંડોમાં સજીવારોપણ થવાનું બાકી હતું. શાંતિલાલ અને શાંતાબેનના હસ્તે શાળામાં બાળકોની ધમાચકડી વચ્ચે શિક્ષણની શાંતિ વહેતી રહે એટલે શ્રદ્ધાનુસાર “સત્ય નારાયણની કથા” પણ કરાઈ. કેટલાકે કથા સાંભળી, કેટલાક બીજે દિવસ શાળાના ઈમારતનું “વિધિ-સર” લોકાર્પણ અને પ્રવેશોત્સવની ઉજવણી માટેની તૈયારી કરી રહ્યા હતા– તો કેટલાકની નજર કથાના પ્રસાદ પર રહી.
            જૂની ઈમારતમાં પ્રવેશોત્સવ સાંજના સમયે જ આવતો એટલે વૃક્ષોના છાંયડે ઉજવણી થઇ જતી. આ વખત સમય બદલાયો અને ઈમારતની લોબીમાં પણ સ્ટેજ મળવું અશક્ય લાગ્યું. બાળ રંગમંચની સામે નવ વાગતામાં ધખી જતા સૂરજદાદા ! – ઉપાય – મંડપ !
          ગામમાં નગીનભાઈને મંડપનું કહ્યું અને શાળામાં પહેલીવાર મંડપ બંધાયો – પ્રેક્ટીસ દરમ્યાન શાળાના પાડોશી – નટુભાઈ બેન્ડવાળા આવ્યા- તેમણે પૂછ્યું તો કહ્યું કે “પ્રવેશોત્સવ અને લોકાર્પણ કાર્યક્રમ બંને છે. !” તેમણે  અમારો ઉત્સાહ જોઈ તેમના બેન્ડની આખી સાઉન્ડ સીસ્ટમ જમાવી દીધી –
          ટીમ નવાનદીસર તો સંસાધનો વિના – પરિણામની ચિંતા કર્યા વિના ૧૦૦% મુકવા ટેવાયેલી – એમાં આવો ઢાળ મળે – સ્થાનિક ધારાસભ્ય, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રમુખ શ્રી, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી, બી.આર.સી.કૉ.શ્રી, જુના નદીસરના આગેવાનો – અને મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનો – ભરચક મેદાન – અને ત્રણ દિવસથી સવાર થી સાંજના ત્રણ-ચાર વાગ્યા સુધી કરેલી કવાયત – રંગ જામે જ !
           કાર્યક્રમના બીજા દિવસે ગામમાં નટુભાઈ અને નગીનભાઈ બંનેને ભાડું આપવા ગયા – તો એમના જવાબોથી અમારી રગોમાં નવી ચેતના ભરાઈ – “અરે, સાહેબ આ અમે ગોમવારાથી બીજું તો કઈ નેહાર હારું કરાતું નથી.. તો આટલું કરવા મલ્યું – એ બહુ સે !”
-ગામ જોડાયાના આનંદ સાથે આપ પણ તસવીરોથી જોડાઓ તેવી અપીલ !
मनुष्य तू बड़ा महान है .... કાર્યક્રમની શરૂઆત !!!

દીપ પ્રાગટ્ય ......

મનિષા મહેરા [ધોરણ-7 ] - કાર્યક્રમ સંચાલક 

बेटी बचाओ, बेटी पढ़ाओ - અભિનય ગીત વડે સંદેશ પાઠવતી અમારી દિકરીઓ 


વિડીયો- बेटी बचाओ, बेटी पढ़ाओ
આંગણવાડી નાં બાળકોનું સ્વાગત અને ફળની ટોપલી અર્પણવિધિ !!
ધોરણ પહેલાનાં બાળકોનું સ્વાગત અને પ્રવેશ પ્રક્રિયાનો ઉત્સવ !!! 
बेटी बचाओ, बेटी पढ़ाओ - વક્તુત્વ આપતો અમારો જયપાલ 
જયપાલના વક્તુત્વ થી પ્રભાવિત થયેલ મહેમાનો પોતાને વિડીયોગ્રાફી કરતાં ન રોકી શક્યા. નીચેના વિડીયો વડે આપ પણ જયપાલને માણી શકો છો. 

 યોગ.... 
વંદે માતરમ્ - બાળકોએ ભજવેલ આ ગીતથી આપ પણ તાળી પાડતાં પોતાને નહિ રોકી શકો , નીચેના વિડીયો ધ્વારા આપ અમારાં આ બાળકોને માણી શકો છો !!! 



તેજસ્વી તારલાઓનું સમ્માન...



માનનીય ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ ના હસ્તે નવીન શાળા ભવનનું લોકાર્પણ 
પ્રજ્ઞા વર્ગને સમજતાં ધારાસભ્યશ્રી
અત્રેની શાળાના બાળકોને સુવિધા સભરનું નવીન શાળા ભવન આપવા બદલ ધારાસભ્યશ્રી મારફતે મુખ્યમંત્રીશ્રી ગુજરાતને આભાર-પત્ર મોકલાવતાં SMC નવાનદીસર નાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ !!!  
ગ્રામજનોને સંબોધતાં ચૌધરીમેડમશ્રી [ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, પંચમહાલ]
સંબોધન કરતાં મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ 
આભારવિધિ......
વિકસિશું , વિસ્તરીશું.... જ્યાં સુધી શાળા જેવો બદલાવ ગામ સુધી ન પહોંચે  ... પ્રયત્નો. અમે છોડીશું નહિ ! નીચે વિડીયો ધ્વારા સાંભળી શકશો 


મગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમને આ વિડીયો ધ્વારા જોઈ શકશો 

આ ઉપરાંત અમારા ગત વર્ષોના ઉત્સવો નિહાળો ... “ પ્રવેશોત્સવ ”

June 01, 2016

Will you be my friend?


Will you be my friend?
Dear Friends, as we all know the new academic year has begun! The cute little darlings are coming down to the new world with some mixed feelings like excited and enthusiastic or apprehension, anxiety, and sometimes confusion or shyness also. As a response to the friend request sent by school at the time of admission survey, their parents are conforming our friend request by signing permission slip. At the same time, Nervous nellies will not accept our friend request until they feel better, comfortable and trust us completely. They will be like some of inactive friends of Facebook’s list of friends. They will accept the request but will never converse with us. All in all, a relationship between child and teacher is quite different. Here at each step we need to initiate to get into their heart by being their close friend. As per many psychologists and philosophers, friendship is the best relationship to convey a message fastest and the way we want to convey it. Friendship gives us courage to open up and to show what we generally keep hidden from rest of the world. So, as we always say our lesson should be memorable, involving and fascinating for a child. We can get the best output of our efforts in a classroom by being their best friend only. Only our behavior with them will decide that weather a child accepts our friend request and make us his “Close Friend” or they will “Close” our Friend Request.

-:Translated By Chintan Pathak

અન-ઔપચારિક પ્રોફાઈલ !!


U અન-ઔપચારિક પ્રોફાઈલ કેવીરીતે બનાવી શકીએ ?


મિત્રો, ૬ જૂનથી શરુ થનાર નવીન શૈક્ષણિક સત્રની શુભેચ્છા !

                                 હવે તો દરેક શાળામાં નવીન શૈક્ષણિક સત્રની શરૂઆત શાળાના નવા મહેમાનોને આમંત્રિત કરી પ્રવેશ આપવાના ઉત્સવથી જ થાય છે. ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર આ આપણા બાળકોમાં કેટલાક બાળકો એવા હશે કે જે ઘણા સમયથી પોતાનાં મોટા ભાઈબહેન સાથે શાળામાં આવવાની જીદે ચડતાં હશે પરંતુ તેના ઘર રૂપી સમાજ પ્રવેશોત્સવની રાહમાં બેઠો હશે, તો કેટલાક બાળકો એવા હશે કે જે પ્રવેશોત્સવમાં પણ વાલી સાથે તણાઈને આવતાં હશે.  ત્યારે આવા વિવિધ સ્વભાવ ધરાવતાં બાળકો માટે આપણે વર્ગ અને શાળા પર્યાવરણને અનુકુળતા સભરનું બનાવવા માટે કેવો અને કેટલો પ્રયત્ન કરવો પડશે, તેનો એક્શન પ્લાન અત્યારથી જ વિચારી લેવો પડે. બની શકે તો એવું પણ થઇ શકે કે નવીન પ્રવેશ બાળકો અને  ઉપલા ધોરણમાં ભણતાં તે બાળકોના ખાસ મિત્રો [ભાઈ-બહેન નહિ ] કે જેમની સાથે તે બાળક શેરી મહોલ્લામાંનો પોતાનો સમય ગાળે છે, જેઓ આ બાળકોની રસ રુચી સુ ટેવો કુ ટેવો પસંદગી ક્ષમતા વગેરેથી વાકેફ છે તેને સાથે રાખી એક આખો દિવસ ગાળીએ- વાતચીતો કરીએ કોઈ એવી પ્રવૃત્તિ કરાવીએ કે બાળકોને અંદર અંદર સંવાદની જરૂરિયાત ઉભી થાય અને તે સમયમાં સંવાદના આધારે આપણા ધ્વારા નિભાવેલ જે તે બાળકની પ્રોફાઈલ તૈયાર થઇ જાય. જેને આપણે અનૌપચારિક પ્રોફાઈલ કહી શકીએ. જેના વડે આપણે બાળકોને ઓળખી શકીએ . અહી બાળકોને ઓળખીએનો મતલબ થાય છે બાળકોને સમજી શકીએ. ટૂંકમાં કહું તો ચાલો વર્ષની શરૂઆતમાં જ એવું કંઇક કરીએ કે નવીન પ્રવેશ મેળવનાર બાળકોને પણ લાગે કે હા આપણે યોગ્ય [મજા પડી જાય તેવી ] જગ્યાએ જ આવ્યા છીએ અને તે દરમ્યાન આપણો આગામી વર્ષ માટેનો નકશો તૈયાર કરવા માટેની દિશાઓ, રૂઢસંજ્ઞાઓ અને પ્રમાણમાપ મળી જાય ! તેના માટે કેવી પ્રવૃતીઓ કરાવી શકાય તેનું અનુસંધાન આપણા સૂચનો પર છોડીએ છીએ.