શાળાથી સમાજ બનાવીશું!

નવા નદીસર ગામ...પંચમહાલ જીલ્લાના મુખ્યામથક ગોધરાથી ૩૦ કિલોમીટર અંદર...નદીસર ગામનું એક નાનકડું મુવાડું(વસાહત)..
આ ગામમાં રહેતું દરેક કુટુંબ અહીનું નથી તે બધા જુદા જુદા ગમાંમોમાંથી આવીને વસ્યા...વસતા ગયા..વસતા રહે છે...ગામનો આકાર મળતો જાય છે પણ..અહી કમાવું તે એક અચોક્કસ ગેમ્બલ છે..છુટક મજુરી/કડીયાકામ/થોડાક વ્યક્તિઓની ખેતી(જેઓ નદીસરના વતની છે).
વાતાવરણ એવું બનેલું રહે કે જ્યાં અને જયારે કઈ કામ ના હોય ત્યારે શાળા!
વાલીઓ અશિક્ષિત્ અને નબળી આર્થિક પરિસ્થિતિ..
બંનેના કારણે બાળકોને શાળાએ મોકલવા કરતાય વ્યવસાયમાં મદદ કે પછી ઘરે તેની રમવાની ઉંમરે તેના નાના ભાઈ બહેનને રમાડવાની જવાબદારી..
તો મિત્રો, અમારી સૌની અડધી શક્તિ તો વિદ્યાર્થીઓને શાળા સાથે સંધાન કરી આપવામાં જ જાય છે..તેમાંય
ભરવાડ કોમના વિદ્યાર્થીઓ જયારે ડેરા દૂર જતા રહે ત્યારે...
ગામના કુટુંબના સભ્યો સાથે વિદ્યાર્થીઓ ય રાતો રાત અન્ય સાથે કામ ધંધે જતા રહે ત્યારે..(ક્યાં છે? પડોશી ને ખબર ના હોય!)
ખેતીની સીઝન...
આ બધા વખતે અમે શાળાને અમારા ૫૦૦% મુકીએ તો જ હરીભરી રાખી શકીએ છીએ...
અંતે એમ પણ થાય કે આનો કોઈ ઉકેલ ખરો?
સરકાર મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો લાવે પણ...છેવાડાની સામાજિકતાનું શું?
એને તો અમારે જ બદલાવી પડશે ને...(આમેય સામા પવને જવાની આદત થઇ ગઈ છે..તમને નવાઈ લાગશે પણ એ સત્ય છે અમારી શાળામાં કમ્પુટર નથી, કેટલીક વાતો સરકારી કાનથી નથી સાંભળી શકાતી ને!! અમારા બાળકોનો જે કિલ્લોલ તમે જોપી શકો છો તે પોતે કે તેમના માતા-પિતા ક્યારેય જોઈ શક્યા નથી! તોય અમારી જીદથી અને આપના સૌના આશીર્વાદથી આ બ્લોગ અને વિદ્યાર્થીઓનું નાગરિક ઘડતર ચાલે છે..ચાલશે!
અહી તમને થાય કે આ વાતો અહી કેમ?
તો...અહી અમારી સૌથી મોટી સમસ્યા મૂકી છે...
તમે તેના માટે ઉપાય/મદદ આપી શકો?
બાકી...અમારું લક્ષ્ય ફરથી..યાદ કરી લઉં...
સમૃદ્ધ શાળાથી સમૃદ્ધ ગામ અને સમૃદ્ધ ગામથી સમૃદ્ધ ગુજરાત- સમૃદ્ધ રાષ્ટ્ર!
વધુ વિગતો માટે ક્લિક કરો :.. ગામનો ઈતિહાસ