September 30, 2025

શિક્ષણના ટેકા 

શિક્ષણના ટેકા é



દરેક વ્યક્તિ સતત શિખતો રહે છે. એવું આપણે સાંભળ્યું છે. અને જો શિક્ષક તરીકે તમે કાર્યરત હશો તો અનુભવ્યું પણ હશે. શાળા બહાર રહેલ બાળક પણ તેના પહેલા દિવસે તમે કરેલી કોઈ વાતમાં ઊછળી ઊછળી ને પોતાના અનુભવો કહેતો હોય છે.


ત્યારે મનમાં થાય કે બ્રહ્માંડમાં શીખ્યા વગર કોઈ રહી શકતું નથી. [ [ હવે જો તમને તમારા વર્ગખંડમાંના એ બાળકો યાદ આવ્યાં હોય કે તમે જે શીખવો છો તે તેઓ શીખ્યાં નથી - તો તમે આજે શીખી લો કે કેમ ન શિખાય એવું એ શીખી રહ્યાં છે. 😀 ] આસપાસમાં દેખાતું - અનુભવાતું - સંભળાતું - આ બધું સજીવને [ સજીવ એટલા માટે કહું છું કે દરેક જીવ પોતાની પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવા જીવે છે. અથવા તો એમ કહીએ કે જીવવા અનુકૂલન કરે છે. - હવે આ અનુકૂલન સાધવાનું પણ તે ક્યાંકથી તો શીખ્યો હોવો જોઈએ ને

ત્યારે હવે સૌને પ્રશ્ન થાય કે શીખવું નેચરલ છે તો પછી કુત્રિમ પ્રક્રિયાઓ શૈક્ષણિક સંસ્થાઓ શા માટે ઊભી કરાઇ  ?

હા, પ્રશ્ન વ્યાજબી પણ છે. વિચારો..

સજીવ સૃષ્ટિ કેટલા અબજ  વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી. તેમાંય માનવ અસ્તિત્વ લગભગ ૩ લાખ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. તો તેની સામે શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે કોઈ પ્રક્રિયા આધારિત શિક્ષણ કાર્ય કરાવવું - આ બધુ  હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું. હવે અસ્તિત્વ આવ્યા પછીના સમય થી લઈને જ્યારે આપણે શીખવા શિખવવાનું અનૌપચારિક ફોર્મેટ પહેલીવાર ક્યાંક શરૂ થયું હશે તે સમય સુધીના ગાળામાં પણ માનવ વિકસતો રહ્યો છે. એનો સીધો અર્થ થાય છે કે તે ઔપચારિક રીતે નવું નવું શિખતો રહ્યો છે. તો જ શક્ય છે કે આપણે આવું કઈક શીખવું જોઈએ અથવા તો શીખવવું જોઈએ એવું વિચારવા સમર્થ બન્યો હોય ને ?

તો ફરી પ્રશ્ન ત્યાં જ ઊભો કે - તો પછી શૈક્ષણિક સંસ્થાઓ શા માટે શરૂ થઈ હશે ? - રૂકો જરા સબર કરો 😀

પાછા ફરી અત્યારની શૈક્ષણિક પ્રક્રિયાઓ અને સંસ્થાઓ તરફ - અત્યારની સામાજિક સ્થિતિઓ તરફ જઈએ ! એક જમાનો એવો હતો જે જાણવા - જોવા માટે કેટલોય પ્રવાસ કરવો પડે. જ્યારે હાલની સ્થતિમાં ટેકનોલોજી કહીએ પછી ટેકનોલોજી ને કારણે ખૂબ બહોળો અનુભવ ધારક સમાજ - બંને આજે બાળકના જન્મ પૂર્વેથી તેનામાં એટલો બધો આનુભાવિક માહિતી ઈનપુટ કરી રહ્યાં છે કે જેને મેળવવા માટે માણસની અડધી ઉંમર વહી જતી અને તો પણ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડયા પછી મળતો - આજે આપણી સામેની આ જ પેઢી છે કે જે રોજેરોજ અઢળક શીખી રહ્યો છે. તેને જો આપણે વિઝયુંલાઇઝ કરવું હોય તો “વેલ” સાથે કરી શકો છે. જેમ વેલાની વૃધ્ધિ દિવસે ન વધે તેટલો રાત્રે અને રાત્રે ન વધે તેટલો દિવસે વધતો જાય છે તેવું જ બાળકનું શીખવું રાત દિવસ વધતું રહેતું હોય છે. હા પેલા વેલની જેમ જ !

ફરી તમે પૂછશો - તો શૈક્ષણિક સંસ્થાઓ....   હવે સબર કરવાની જરૂર નથી 😀

વેલ સૌથી ઝડપથી વધતી વનસ્પતિ છે - પરંતુ યાદ કરો કે આપણા બગીચામાં વેલની વધુ વૃધ્ધિ [ સમૃધ્ધિ ] અને  આકર્ષકતા માટે આપણે તેને જ્યાં ત્યાં નીચે ગૂંચાળાઈ જવાને બદલે તેને ટેકા આપીએ છીએ. એનું કારણ શું ? કારણ કે તેને આપણે ઇચ્છિત આકાર આપવા માટે અને તેના વૃધ્ધિમા ઝડપ માટે તેને ટેકા કરીએ છે. શિક્ષણનું પણ આવું જ છે. શૈક્ષણિક સંસ્થાઓ તરીકે આપણું કામ આવું જ કઈક છે. બાળકોના આનુભાવિક જ્ઞાન રૂપી વેલને વર્ગખંડની પ્રક્રિયાઓ પર જેમ જેમ ટેકતા જઈશું બાળકોનું શીખવાનું - સમજવાનું ખૂબ સમૃધ્ધ બનતું જશે !

યાદ રાખી કે વર્ગખંડની પ્રક્રિયાઓ દરમ્યાન ધીમે વાંચતો હોય કે આપણે ઉકેલ માટે ફેંકેલ કોયડામાં દર વખતે મુંજાતો હોય ! - આ વેલને આપણા ટેકાની ખૂબ જરૂર છે !

રીડિંગ રીલ્સ:

v શિક્ષકની ભૂમિકા: શિક્ષકનું કામ માત્ર જ્ઞાન આપવાનું નથી, પરંતુ વિદ્યાર્થીના કુદરતી શીખવાના વેગને ટેકો આપવાનું અને માર્ગદર્શન પૂરું પાડવાનું છે.

v શિક્ષકને એક માળી સાથે સરખાવવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીને તેના પોતાના જ્ઞાન રૂપી વેલાને આગળ વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને જ્યારે તે મુશ્કેલી અનુભવે.









No comments: