Showing posts with label બાલવાટિકા. Show all posts
Showing posts with label બાલવાટિકા. Show all posts

October 31, 2024

ટેસ્ટ ઓફ ટંગ, ટેસ્ટ ઓફ માઈન્ડ!

ટેસ્ટ ઓફ ટંગ, ટેસ્ટ ઓફ માઈન્ડ!

પ્રશ્ન પૂછું ?  -  વાંચવું  ગમે ? લખવું  ગમે ? - મોટાભાગના વ્યક્તિઓનો જવાબ શું હશે ? મારા અનુભવો કહે છે કે મોટેભાગે જવાબ નકારમાં હશે ! જેઓનો જવાબ હા હશે તેમાં પણ મોટેભાગે ગમે તો ખરું પણ ન વાંચી શકવાનાં કારણો સાથે  ! આમાં અમારા મત ઓગણીસ વીસ હોઈ શકે છે. પરંતુ વાત બાળકોની કરીએ તો તેઓને તેમાં વીસે વીસ છીએ કે બાળકોને વાંચવું લખવું એટલું તો  ન જ ગમે - જેટલું તેઓને પ્રવૃત્ત થવું ગમે. 

આપણું કામ બાળકોને વર્ગખંડમાં નિષ્પત્તિ આધારિત અધ્યયન કાર્ય કરાવવાનું હોય છે. તેવામાં બાળકોનો સ્વભાવ વર્ગકાર્ય પ્રક્રિયામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. ઉદાહરણ તરીકે બાળકો માટે દવા બનાવતી ફાર્મા કંપની બાળક માટે જ્યારે કોઈ દવા ગોળીઓનું નિર્માણ કરતી હોય છેત્યારે તે બાળકના મૂળ સ્વભાવને  ધ્યાને રાખી પ્રોજેક્ટ હાથ ધરતી હોય છે. અને તેના કારણે જ તે દવા ગમે તેટલી કડવી હોય પરંતુ કંપની તેને બાળકના સ્વાદે ચોકલેટી બનાવવાનો સંપૂર્ણ યત્ન કરી લેતી હોય છે. વિચારો કે બાળકનોટેસ્ટ ઓફ ટંગને ધ્યાને રાખ્યા  વિના જ પોતાની અનુકૂળતા મુજબ ટેબ્લેટ કે દવા બનાવે તો ? - ગમે તેટલી અસરકારક દવા પણ માતાપિતા એમ કહીને ન ખરીદે કે આ તો અમારો બાળક પીતો જ નથી - અથવા તો આ દવા પીવાની/ગળવાની આવે એટલે બહુ મહેનત પડે !  આપણે સૌએ આ બાબતમાં ખૂબ શીખવા અને સમજવા જેવું છે. બાળકોના મૂળ સ્વભાવને જાણ્યા કે સમજ્યા વિના ગમે તેટલું વર્ગકાર્ય કરીએ તે બાળકના મન સુધી નથી પહોંચતું. 

બાળકો ચંચળ હોય છે એવું આપણે શા પરથી કહેતા થયા ? - તો જણાશે કે બાળકોને સતત પ્રવૃત્તિમય રહેવું હોય છે. આપણે કામ સોંપીએ કે ન સોંપીએ તેઓ કઇંક ને કઇંક કામ શોધી લેતાં હોય છે - જેને વાલીઓ અને આપણે પણ ક્યારેક કંટાળા સ્વરૂપે - આ તો એક મિનિટ જપતા જ નથી ! એવા ડાયલોગ વડે નવાજતા હોઈએ છીએ ! આજપતા નથીનો બારીકાઈથી અભ્યાસ કરો તો સમજાશે કે તેનું મન જપતું નથી. મન સતત વિચારશીલ અને તેને અનુસરતું શરીર સતત પ્રવૃત્તિશીલ રહેવા મથતું હોય છે. તેથી જ તો શાળા હોય કે ઘર - તે કઈં જ પ્રવૃત્તિ ન મળે તો આમથી તેમ દોડવું - કૂદવું - મસ્તી તોફાન કરવું વગેરે વગેરે.. 

આવા સ્વભાવ સતત પ્રવૃત્ત રહેવાના સ્વભાવ સાથે વર્ગખંડમાં બેઠેલાં બાળકોને જ્યારે પ્રવૃત્તિ વિનાનું એટલે કે તેને તેના મનને મથામણ ન કરવી પડે તેવું ચીલાચાલુ લખવા -વાંચવાનું કાર્ય સોંપી દો તે તેના ટેસ્ટ ઓફ માઇન્ડ - ની વિરુદ્ધ દિશા છે ! આવા શૈક્ષણિક કાર્યથી કદાચ આપણી હાજરીને કારણે બાળક પ્રવૃત્ત દેખાય ખરો પણ હોતો નથી. 

 બાળકોની પ્રવૃત્તિઓમાં આપણા શૈક્ષણિક ઉદેશ્યને જોડી દેવા એ જ શાણપણ છે, આવું શાણપણ પણ જ આપણા બાળકોનું બાળપણ બચાવતું રહેશે અને આપણા બાલવાટીકામાં આપણે સૌએ કરેલા પ્રયત્નોનું સોનેરી ફળ આપતાં રહેશે.. 

બાલવાટિકામાં શાળાના શિક્ષકે બાળકો સાથે વાર્તા સ્વરૂપે કરેલ સંવાદ કે પછી કોડિયાંનું રંગરોગાન .. ભીંડા વડે છાપ.. રંગ વડે રંગોળી કે પછી કાગળમાંથી બનાવવાનો હોય કૂતરો.. આ બધું જ પેલી દવા કંપનીની જેમ ઉદ્દેશ્ય શૈક્ષણિક હતો પણ ફ્લેવર બાળકના ટેસ્ટ ઓફ માઇન્ડ મુજબની કરી.. ચાલો માણીએ તેમાંથી એક એવી વાર્તારૂપી સંવાદને કે રેતી બનતી કેવી રીતે હશે ?  વિડીયો >>>  વાર્તા અને વાતચીત



August 21, 2023

“વો દેખો બદલ રહા હૈ રંગ આસમાન કા !”

વો દેખો બદલ રહા હૈ રંગ મા કા !”

બાળકોને મન શાળા એટલે ? – એવું પૂછીએ તો બહુ સારી છાપ  છાપ નથી હોતી ! એમાં બધો દોષ શાળાઓનો હોય છે તેવું માની શિક્ષક તરીકે દુખી થવાની જરૂર નથી. તેમજ બાળકોને ભણવું પડે એટલેએવું બોલેએમ વિચારી બધો દોષ બાળકોનો છે –  એમ માની ખુશ થવાની પણ જરૂર નથી. કારણ કે બાળકોની પોતાની રસ રુચિ મુજબ તેઓની શાળા અંગેના અભિપ્રાય અલગ અલગ હોઇ શકે છે. આજનું મંથન છે કે સંસ્થા તરીકે શાળાએ બાળકોની મનગમતી બનવા શું કરવું જોઈએ ?

જો એક વાક્યમાં કહેવું હોય તો - આપણે તેમના અને શીખવા વચ્ચેથી દૂર થઈ જવું જોઈએ.”

શીખવા અને શીખવવા વિશેના આપણા પરંપરાગત ખ્યાલો હવે મરવાના વાંકે જીવી રહ્યા છે. શિક્ષક તરીકે આપણે કહીએ તેવું બાળકો કરશે અને તેમાંથી તેઓ શીખશે તેવો ખ્યાલ હવે શીખવા માટે ભારરૂપ છે તે આપણે સમજવું જોઈએ. ક્લાસિક રીતે કહીએ તો શીખવાની વાતોમાં ત્રણ પ્રક્રિયાઓ છે 1. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી 2. વિદ્યાર્થી અને વિદ્યાર્થી વચ્ચે થતી 3. વિદ્યાર્થી અને કોઈ સામગ્રી વડે થતી પ્રક્રિયાઓ ! - તેમનું શીખવાનું નિશ્ચિત કરે છે. હવે આપણે સૌએ આપણા વર્ગ કાર્યને ત્રણ ભાગમાં જોઈ જવું જોઈએ ! માત્ર વર્ગ કાર્ય શા માટે કેમ્પસમાં વિષય સિવાયની શીખવાની જે પણ બાબતો છે તેમાં પણ જોઈશું તો આપણને જણાશે કે સતત આપણે ડ્રાઇવિંગ સીટમાં બેઠેલા છીએ અને તેમની શીખવાની ગાડી આપણે ઈચ્છીએ છીએ તે મુજબ વળાંકો આપ્યા કરીએ છીએ. જો ખરેખર શીખવાની જવાબદારી વિદ્યાર્થીઓની કરવામાં આવે તો શાળા બાળકોને ગમતી પણ થાય - તેમનું શાળામાં આવવું સાર્થક પણ લાગવા લાગેતેમજ શીખવા વિશે તેઓ જાતે વધુ સભાન થાય. હવે બીજો પ્રશ્ન એમ થશે કે આવું કરવા માટે શું કરવું ? તો એના વિશે એક વાક્યમાં કહેવું હોય તો, “ચપટીક હિંમત કરવી !”

 આપણે આપણા કાર્યોને જોઈશું તો જણાશે કે આપણાથી પણ ઘણી બધી ભૂલો થાય છે: ભૂલો થાય તેના વિશે આપણે વિચાર કરીએ છીએ અને એમાંથી આપણે શીખીએ છીએ. શું આપણે મોકો આપણા બાળકોને આપવો જોઈએઆપવાનો હોય ! કેવી રીતે આપીશું ? શાળાના નાના મોટા નિર્ણયોમાં તેમનું મંતવ્ય પૂછવામાં આવે/ મંતવ્યો ને કોઈ પણ મોટેરાના જેટલું (શરૂઆતમાં એનાથી વધુ) મહત્વ આપવામાં આવે. જે બાબતોના નિર્ણય લેવામાં તેમને ગુંચવણ થતી હોય ત્યાં આપણે એના વિશે કેવી રીતે નિર્ણય લઈએ છીએતે તેઓ જોઈ શકે, સાંભળી શકે, સમજી શકે તે રીતે તેના અંગે લાઉડ થીંકીંગ કરવું જોઈએ. જેથી તેઓ નવી બાબતોમાં નિર્ણયો કેવી રીતે લેવાય ? તેની કાર્ય યોજના કેવી રીતે તૈયાર થાય ? તેનો અમલીકરણ કેવી રીતે કરવામાં આવે ? તે જોઈ શકે - સમજી શકે અને તે મુજબ કરી પણ શકે.

  વખતના બાળમેળામાં અમને સતત જુના બાળમેળાઓથી એવું થયા કરતું હતું કે એક સ્ટોલ પર ઘણા બધા બાળકો ભેગા થઈ જાય છે ત્યારે બાળમેળાનું જે ઉદ્દેશ્ય છે તે કદાચ વધારે સારી રીતે નીકળીને આવતો નથી. પ્રશ્ન નાગરિક ઘડતરના ગ્રુપના લીડર - ઉપલીડર - અમે સૌએ એક સહિયારું આયોજન કર્યું કે : સાંજે ચાર થી પાંચમાં ચાર સ્ટોલમાં ધોરણ થી આઠ ના ચારેય જૂથના બાળકો વહેંચાયેલા હશે. તેઓ એક કલાક સુધી જે તે સ્ટોલ પર કાર્ય કરશે અને ત્યારબાદ તેઓ પોતાના ગ્રુપમાં પરસ્પર તેનું શેરિંગ કરશે. રીતે બીજા દિવસે ચાર જૂથોમાં ધોરણ ત્રણ થી પાંચ ના બાળકો વહેંચાયેલા હશે. આમ દરેક જૂથમાંથી દરેક બાળકને તેની પસંદગીનું ક્ષેત્ર મળ્યું. તેઓએ પરસ્પર ચર્ચા કરી આયોજનો કર્યા. તેઓ જુદા જુદા કૌશલ્ય શીખ્યા અને અમારી પાસે એક એવી યાદી આવી કે કયા જૂથના કયા બાળકની પસંદગીનું ક્ષેત્ર કયું છે! તેનામા ક્યું કૌશલ્ય વિશેષ છે ! બાળમેળાના આઉટપુટ તરીકે અમને અમારા વિજ્ઞાન મેળા માટેની કૃતિઓ તેમજ ઇન્સ્પયાર એવોર્ડ માટેના મોડેલ્સ મળી આવ્યા.

.           રીતે કમ્પ્યુટર શીખવવાનું કામ પણ  તેઓ જૂથમાં કરી રહ્યા છે અને એના કારણે તેમનામાં સતત શીખવાની અને બીજાને શીખવવાની તાલવેલી બનેલી રહે છે. સાંજે ચાર થી પાંચમાં જુદી જુદી રમતો રમવાનું નક્કી કર્યું ત્યારે પણ તેઓ છે કે જેમણે પોત પોતાના જૂથની ટીમ બનાવી, રમવા માટેના સમય નક્કી કર્યા અને તે માટેના મેદાનો તૈયાર કર્યા. હા, મેદાન તૈયાર કરવામાં એમને જ્યાં જ્યાં અમારી જરૂર લાગી ત્યાં ત્યાં અમને સૂચન જરૂર કર્યું છે

આમ શિક્ષક તરીકે આપણું કામ તેમની સામે રહેવાનું નથી પરંતુ તેમની સાથે રહીને : જેમ આકાશમાં કોઈ સુંદર દ્રશ્ય રચાયું હોય ત્યારે અંગુલી નિર્દેશ કરીએ છીએ તેમ શીખવાની સુંદરતમ ઘટના તરફ અંગુલી નિર્દેશ કરવાનું છે અને કહેવાનું છે..... 

 વો દેખો બદલ રહા હૈ રંગ આસમાન કા !”