Showing posts with label charity. Show all posts
Showing posts with label charity. Show all posts

June 16, 2012

કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨

કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨ 
 પહેલા ધોરણની નવી ટીમ..... કેપ્ટન [બેનશ્રી] સાથે  
                              શાળાકીય પર્યાવરણમાંનો મોટો ઉત્સવ એટલે જ આપણો શાળા પ્રવેશોત્સવ’. શિક્ષક/શાળા અથવા તો અધિકારી તરીકે તો ઠીક પણ એક પ્રવેશ મેળવનાર બાળકને મન પણ પ્રવેશોત્સવનું કેટલું મહત્વ હોઈ શકે છે  તે તમે જાણવા માગો છો? તો થોડીવાર માટે બધું જ ભૂલી જાઓ અને વિચારો કે તમે એક પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવનાર બાળક છો, બાળક તરીકે  શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છો ત્યારે આખા ગામના લોકો તેને પ્રોત્સાહિત કરવા માટે શાળાના પટાંગણમાં હાજર હોય છે....
ઊંટગાડી અથવા તો બળદ-ગાડામાં ઢોલ-નગારા સાથે તમને ગામમાં ફેરવવામાં આવે છે......તમારા કપાળે રાજ્યાભિષેકની જેમ તિલક-ચાંલ્લો અને ચોખા લગાવી તમને સ્પેશ્યલ બનાવવામાં આવ્યા છે.......એટલું જ નહી રાજ્ય સરકારશ્રીથી પોતે ન આવી શકાતાં મોટા અધિકારીશ્રીઓને સરકારશ્રીએ પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા છે.............અને પોતાના પ્રતિનિધિના હસ્તે/હાજરીમાં આપનો શાળા પ્રવેશ થઇ રહ્યો છે...........આખું ગામ તાળીઓ વડે આપના શાળા પ્રવેશને  વધાવી  રહ્યું છે...શાળામાં ભણતાં મોટા ભાઈ-બહેનો સાંસ્કૃતિક કાર્યક્રમ અથવા તો આગવા કૌશલ્યોની રજૂઆત વડે આપને ખૂશ કરવા પ્રયત્ન કરી રહ્યા છે......., બસ....સ.....સ....,હવે સપનામાંથી બહાર આવી વિચારો કે આવું વાતાવરણ જયારે પ્રવેશોત્સવ સમયે સર્જાય છે ત્યારે તે બાળકનો રૂઆબનો અંદાજ લગાવી શકો છો.......?? તે બાળકોનો રૂઆબ કોઈ મહારાજા જેવો જ હશે......
 ..........મિત્રો પ્રવેશોત્સવ ધ્વારા જયારે બાળકને  આપણે શાળામાં મહારાજના રૂઆબમાં પ્રવેશ આપી લાવીએ છીએ ત્યારે તેનો આ રૂઆબ સતત ટકી રહે તેવો આપણે પ્રયત્ન કરવો જ રહ્યો, માટે અમે પણ એવો જ સંકલ્પ કર્યો છે કે બાળકોનો આવો જ રૂઆબ આગળના સમયમાં પણ ટકાવી રાખીશું અને બાળકો પણ આવા જ રૂઆબ સાથે શાળાકીય પર્યાવરણમાં માર્ગદર્શન મેળવી એક નીડર અને સમાજ ઉપયોગી નાગરિક બને તે માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું...........આવો કેમેરાની આંખે નિહાળીએ અમારો “કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨”

લેજીમ સ્ટેપ સાથે મુખ્ય મહેમાનશ્રીનું  સ્વાગત કરતી બાળાઓ....... 
દીપ પ્રાગટ્ય વડે કાર્યક્રમની શરૂઆત કરતાં મહેમાનશ્રીઓ.... 
વચ્ચે મુખ્ય મહેમાનશ્રી આર.જે.સવાણી [ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ ,રેલ્વે,ગાંધીનગર] સાથે શ્રીમતી વસંતી સવાણી તેમજ શ્રી આર.એમ પટેલ [ક્રાઈમ બ્રાન્ચ ઈન્સપેક્ટર ,અમદાવાદ] 
 તિલક કરી -તેમજ પેંડા વડે મોં મીઠું કરાવી બાળકોને  શાળાકીય જીવનમાં આવકારતા મહેમાનશ્રીઓ   



















જીલ્લા માહિતી ખાતા શિક્ષણ જાગૃતિ માટે "શૈક્ષણિક ભવાઈ" નો કાર્યક્રમ કરતાં કલાકાર મિત્રો  
પ્રસંગને અનૂરૂપ માર્ગદર્શન...
શાળા તરફથી યાદગીરી રૂપે શાળા મુખપત્ર આપતા  smc અધ્યક્ષશ્રી 




નવીન વર્ગખંડનું લોકાર્પણ..................


                                         મિત્રો, દરેક નાગરિક... ભલે ને તે શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ હોય કે ન હોય.....ભલે ને તે નાગરિક બાળકના વાલી તરીકે પણ ન હોય...છતાં પણ તે પોતાની  નૈતિક જવાબદારી સમજી....થોડું ધ્યાન રાખે કે પોતાની શેરી-મહોલ્લો કે ગામનો દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે.......દરેક બાળકને ભણવા માટેની પૂરેપૂરી તક મળે.....અને તે માટે બાળકને મદદરૂપ પણ બને...... તો અમે માનીએ છીએ કે એ દિવસો દૂર નહી રહે કે જયારે  “શિક્ષણમાં અગ્રેસર રાજ્યની વાત  નીકળતાં જ લોકો “ગુજરાત" રાજ્યનું નામ લેશે....    

January 16, 2012

"મારો ચગે રે પતંગ કેવો..."



બાળકો અને ઉત્તરાયણ.....મારો ચગે રે પતંગ....!!!

આમ તો  ગત વર્ષે શાળા પતંગોત્સવની ઉજવણી માટે  બાળકો સાથેની શરત અમારી એવી હતી કે, દરેક બાળકે પોતે પોતાના ઘર પાસે કપાઈને આવેલા અથવા તો મળેલા પતંગો વડે જ ઉજવણી કરીશું...પરંતુ આ વખતે અમારી શરત જરા હટકે હતી, અમે આ વર્ષના શાળા-પતંગોત્સવનું આયોજન ઉત્તરાયણના આગલા દિવસે જ નક્કી કર્યું..નક્કી એવું થયું, કે દરેક બાળકે ઘરેથી ફક્ત દોરી અને પોતાની આસપાસ અથવા તો શાળામાં આવતા રસ્તામાં જેટલી ફાટેલી-તૂટેલી પતંગો મળે તે લેતાં આવવી...તે ફાટેલી-તૂટેલી પતંગોમાંથી કમાન [ ચીપ્સ ]નો ઉપયોગ કરી આપણે અહિં જ નવી પતંગ બનાવીશું...અને તેના વડે જ ઉજવીશું આપણે આપણો શાળા-પતંગોત્સવ...આખા દિવસનું આયોજન કંઈક આ મુજબનું હતું...સવારે પ્રાર્થના...પ્રાર્થના બાદ ઉત્તરાયણ દરમ્યાન જે કોઈ બાળકોને નાની-મોટી ઈજા પહોંચી હોય તે ઘટના કહે અને તેવી ઘટના ન બને તે માટે પતંગોત્સવની ઉજવણીમાં શું-શું કાળજી રાખીશું તેની ચર્ચા...ત્યારબાદ મોટી વિશ્રાંતિ સુધી પતંગો બનાવવાનો શાળા-ઉદ્યોગ.....બપોર પછી શાળા-પતંગોત્સવની ઉજવણી...સાંજે ૪ વાગે ઉત્તરાયણ વિશે બાળકોને માર્ગદર્શન અને ઘરેથી ઉત્તરાયણ વિશે નિબંધ લેખન...અને છેલ્લે મેદાન સફાઈ.., 
         અમારો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો પતંગો બનાવતા શીખે...જરૂરિયાતમંદ બાળકોને પણ શાળા-પતંગોત્સવની ઉજવણીમાં પતંગો અને આનંદ મળે અને સૌ બાળકો સાથે મળી ખૂબ-ખૂબ આનંદ કરે....બાળકોના ચહેરા પરની રેખો તો અમારા આયોજનની સફળતા તરફ અંગુલિનિર્દેશ કરતી હતી,છતાં પણ જો તમને જો આયોજનમાં કઈંક ખામી દેખાય તો ચોક્કસ અમારૂ ધ્યાન દોરજો...
ચાલો,અમારી શાળાના શાળા-પતંગોત્સવમાં,અમારા બાળકોની વચ્ચે,કેમેરા ધ્વારા ... 
 ઘરેથી અથવા તો રસ્તા પરથી ચીપો લઈને  આવતાં બાળકો.....

 કેવી રીતે બનાવીશું પતંગ???-નમૂનારૂપ માર્ગદર્શન 


ગ્રુપ પ્રમાણે પતંગો બનાવતા બાળકો   


 સાથે-સાથે દરેક ગ્રુપને માર્ગદર્શન અને મદદ પણ....
 
 પોતાને ગમતી અને પોતાને અનુકૂળ માપ મુજબની પતંગોનું નિર્માણ 
 પતંગોને સુકાવવા માટેની વ્યવસ્થા..
 પતંગો બનાવવા માટે ધમધમતા શાળા-ઉદ્યોગનું એક દ્રશ્ય...
 અમે તૈયાર છીએ અમારી પતંગો સાથે....


મોટી વિશ્રાંતિ બાદ
 પતંગોત્સવ સમયના દ્રશ્યો આવા હતા...

 
  
 


 અમારા બાળ-મિત્રોની સાથે-સાથે પક્ષીઘરના અમારા આ મિત્રોને નુકશાન ન પહોંચે તેની પણ અમારે કાળજી રાખવી જરૂરી  હતી !!

 ઘણા બાળકોને બસ આમાં જ રસ હતો.....

 પતંગોત્સવ પૂર્ણ થયા પછી તે ચીપ્સોનો ત્રીજી વાર ઉપયોગ..ધોરણ૧-૨ ના શિક્ષિકાબેનને પૂછતાં ખબર પડી કે હવે નાના બાળકો આમાંથી સરસ ધજાઓ બનાવશે
 ઉત્તરાયણ વિશે ધોરણ ૧થી૪ અને ૫થી૮ નાબાળકોને વય મુજબ માર્ગદર્શન 
અને છેલ્લે મેદાન સફાઈ....







October 02, 2011

અમારી પ્રેરણા સમુ અમારું “પ્રકાશ પક્ષીઘર’

બાળકોમાં પ્રિય અને જેમને બાળકો જ પ્રિય છે તેવા શિક્ષક પ્રકાશભાઈ.......
                                                     શાળાના વિકાસ માટે સદાય પ્રયત્નશીલ અને તે માટેની અથાક મહેનત કે જેમાં ફરજ નિભાવવાના કલાકોનો કોઈ હિસાબ નહી..એમ કહી શકાય કે શાળા અને બાળકો માટે 24 કલાક અને ૩૬૫ દિવસ ફાળવી શાળાને આ સ્તર સુધી લાવવામાં પાયાની જેમ ખડે પગે રહી પરિશ્રમ કરનાર એવા અમારી શાળાના શિક્ષકશ્રી પ્રકાશભાઈ કે. પટેલની અત્રેની શાળામાંથી બદલી થતા નવાનદીસર શાળા પરિવાર દુઃખની લાગણી પ્રગટ કરે છે, અત્રેની શાળાના બાળકોમાં તેમના કાર્યોની પૂર્તતા કદાચ અમે વધારે પ્રયત્નો ધ્વારા કરી શકીશું પણ તેમના વ્યક્તિત્વની પૂર્તતા કરવી અમારા માટે પણ અશક્ય છે. શાળા પરિવારે આવા  પ્રયત્ન રૂપે સ્વખર્ચે એક પક્ષીઘરનું આયોજન કરેલ છે..જે પ્રવૃત્તિને પ્રકાશ પક્ષીઘરનામ આપી તેમના વ્યક્તિત્વની ખોટ પૂરવાનો પ્રયત્ન કરેલ છે,અમે આ પ્રકાશ પક્ષીઘરને શાળા કમ્પાઉન્ડમાં એવી જગ્યાએ સ્થાન આપ્યું છે કે જે હંમેશ અમારી નજર સામે આવ્યા કરે અને તેના ધ્વારા અમને તેમના બાળકો માટે કરેલ પ્રયત્નોની યાદ અને તે માટે જરૂરી વ્યક્તિત્વની પ્રેરણા રૂપી વેવ અમને મળ્યા કરે...નવાનદીસર શાળા આપ સૌની સામે પ્રેરણા રૂપી પ્રકાશ પક્ષીઘરને ખુલ્લા મુકતાં આનંદની લાગણી અનુભવે છે.....

"પ્રકાશ પક્ષીઘર"