Showing posts with label photo. Show all posts
Showing posts with label photo. Show all posts

January 07, 2013

રાજ્યનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, રાજકોટ



ગુજરાત શૈક્ષણિક નવીકરણ આયોગ [G.E.I.C.] ધ્વારા આયોજિત
શૈક્ષણિક નવીકરણ પ્રદર્શન--૨૦૧૩


આ વર્ષે G.C.E.R.T ગાંધીનગર દ્વારા યોજાતા ગણિત-વિજ્ઞાન પ્રદશનમાં એક સ્પેશિયલ વિભાગ જોડાયો હતો - "શૈક્ષણિક નવીકરણ " જેમાં રાજ્યભરમાંથી ઇનોવેટીવ રીતે શૈક્ષણિક કાર્ય કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓને પોતાની વિગતો સાથે હાજર રખાઈ. કુલ ત્રીસ પૈકી ની એક સંસ્થા એટલે આપણી "મસ્તી કી પાઠશાલા"


આકર્ષક ડોમ અને બેનર્સ 











રાજકોટ ના વડીલોએ પણ પ્રોત્સાહિત કર્યા..
શ્રી રંગલાલ - આગવી છટામાં
" ભાઈ, તુમ સબ અચ્છા કામ કાર રહે હો.. 







તેમને શુભેચ્છા લખી નીચે નામ લખ્યું ત્યારે ખબર પડી -
શ્રી કૃષ્ણકાંત ધોળકિયા 
પોરબંદર (?) ના ડી.પી.ઈ.ઓ.શ્રી 
શિક્ષક મિત્રો સાથે 
એક પિતા-
તેમના બાળકોને આપણી શાળાના ફોટોગ્રાફ્સની
મદદથી શીખવવાનું શરૂ કર્યું..


ટી.એસ.જોશી સર અને હરેશભાઈ વાર્તા લાંબી થશે એમ લાગતા સીધા સ્ટોરની અંદર 

શ્રી વિજયભાઈ પટેલ ,
વિજ્ઞાન મેળા  માટે જી.સી.ઈ.આર.ટી. ના
રીસર્ચ એસોસિયેટ 
ફેસબુક પર શાળા સાથે જોડાયેલા -
મુકુલ જાની ...ખાસી વિસ્તારથી શાળા-શિક્ષકોના
અભિગમ વિષે ચર્ચા થઇ.


ઈન્ટરનેટ થી સતત
 જોડાયેલા રહેતા કે.જી.પરમાર
બાળકોને પણ મજા પડી..

ગાર્ડી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ઈન્ટરવ્યું..



જય વસાવડા - સોસીયલ સાઈટ્સ
અંગેની ડીબેટ દરમ્યાન 


વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ 










અને અંતે... - સલામ ઉપરોક્ત આ વાલીઓનેકે જેઓ આ બંનેની શારીરિક ખામીઓને તેમના આ પ્રકારના આનંદ વચ્ચે નથી આવવા દેતા !

November 29, 2012

આનંદ સહ ગૌરવ....



ગુજરાત રાજ્યના બી.આર.સી. અને સી.આર.સી. કૉ. ઓર્ડીનેટર સજ્જતા તાલીમી મોડ્યુલમાં આપણી નવાનદીસર શાળાની પ્રવૃત્તિઓ દર્શાવતા ફોટોગ્રાફ્સને સ્થાન મળતાં શાળા પરિવાર આનંદ સહ ગૌરવની લાગણી અનુભવે છે...














July 23, 2012

ઐતિહાસિક સ્મારકો અને આપણા બાળકો-1



ઐતિહાસિક સ્મારકોની મુલાકાતે......

બાળકો ઐતિહાસિક સ્થાપત્યોને જોવે જાણે અને તેનું મહત્વ સમજે તે માટે બાળકોને આપણે  ઐતિહાસિક સ્થાપત્યોની મુલાકાતે લઇ જઈએ છીએ. પરંતુ આમાં હવે વધારે એક કડી ઉમેરવી જોઈએ કે....બાળક જોવે-જાણે અને તેની સાથે સાથે તે ઐતિહાસિક સ્થાપત્યને અનુભવે અને પછી આપણે નહિ કહેવું પડે કે બાળક તેનું મહત્વ સમજે. બાળક જ્યાં સુધી તમે મુલાકાત લેવડાવેલ સ્થાપત્યને અનુભવી નહિ શકે ત્યાં સુધી તે તે સ્થાપત્ય સાથે સંકળાયેલ ઈતિહાસને જાણવા માટેની ભૂખ તેનામાં નહિ જાગે. હવે તમને થશે કે સ્થાપત્યને અનુભવવાની વાત..... કેવી રીતે???
બાળપણનો ફોટોગ્રાફ્સ જોતાં તમારું રીફ્લેક્શન્સ કેવાં હોય છે? શું તે ફોટોગ્રાફ્સ જોઈ-જાણી અને પછી તેનું મહત્વ સમજો છો? ના તમારા માટે તે ફોટોગ્રાફ્સ એટલાં માટે મહત્વનો બની જાય છે કે તે તમારા ઇતિહાસ સાથે સીધો જોડાયેલો છે, અને તેને કારણે તમારી લાગણીઓ તેની સાથે જોડાયેલી છે અને પરિણામે તમે ફક્ત તેને જોતાં નથી ....તે ફોટોગ્રાફને અનુભવો પણ છો.હવે વિચારો કે તમારા દાદાના દાદાના દાદાના દાદાની લાકડી તમને જોવા મળે તો...???
 મિત્રો સ્થાપત્યોને જોવાથી કે જાણવાથી બાળકો થોડો સમય તેનાથી વાકેફ થઇ શકશે પરંતુ બાળકોને તે અનુભવાવવા માટે તો તે સ્થાપત્યનો ઇતિહાસમાં આપણા સાથે કેવી રીતે જોડાયેલાં હતાં તેની સમજ આપવી પડશે...એટલે કે તે સ્થાપત્યના ઇતિહાસનો એક છેડો જેટલો બને તેટલો બાળકના ગામના/જીલ્લાના/રાજ્યના કે દેશના ઈતિહાસની નજીક લાવવો પડશે. એટલે કે તે સ્થાપત્યનો ઇતિહાસ તે બાળકના ગામના/જીલ્લાના/રાજ્યના કે દેશના ઈતિહાસ સાથે કેવી રીતે જોડાયેલો છે તેની સમજ આપવી પડશે. પછી આપણે સ્થાપત્ય વિષે બાળકને મહત્વ સમજાવવું નહિ પડે,બાળક માટે તે સ્થાપત્ય જ મહત્વનું બની જશે...અને તેની જાળવણી પણ કરતાં થશે...તે માટે બાળકોને ફક્ત એક જ પ્રશ્ન કરવો પડશે કે બાળકો,વિચારો કે તમારા પહેલાં જે લોકો આ સ્થાપત્ય જોવા આવ્યા તેઓએ મહત્વનું સમજી જાળવણી ન કરી હોત તો શું આ સ્થાપત્ય આપણને અનુભવવા મળત???  મિત્રો,૬૦ વર્ષની આઝાદી પછી પણ આપણા સ્થાપત્યોને નુકશાન ન પહોંચાડીએ તેવી જાહેરાતો આપવી પડે છે તેનું કારણ આ જ છે કે મોટાભાગના લોકો પોતાના સ્થાનિક ઇતિહાસ અને સ્થાપત્યોના ઇતિહાસથી અજાણ છે,અને પરિણામે તેમને ખબર નથી કે સ્થાપત્યો તેમની સાથે કેવી રીતે જોડાયેલાં.....માટે જ બાળકો સ્થાપત્યોની મુલાકાત લઇ આનંદ માણે પણ સાથે-સાથે તેનું મહત્વ સમજાવવા એક આવો પ્રયત્ન કરવો જ રહ્યો .....





















ઐતિહાસિક સ્મારક “રત્નેશ્વર” વિશે ધાર્મિક માન્યતા 

ભારત સરકારશ્રી ધ્વારા રક્ષિત આ સ્મારક પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના રતનપુર[કાંટળી]ગામની નજીક આવેલું છે.કહેવાય છે કે તે સમયે રત્નેશ્વર- ગળતેશ્વર[ઠાસરા,ખેડા]-નંદકેશ્વર[નદીસર,પંચમહાલ]-કલેશ્વરી [પંચમહાલ] આ ચાર સ્થાનના દર્શન ચારધામ સમાન ગણાતાં...