March 27, 2022

ભાષાનું અર્ક – તર્ક !

ભાષાનું અર્ક – તર્ક ! 

બાળકોનો અવાજ અને પક્ષીઓનો કલરવ સમાજનો પ્રિય ધ્વનિ છે. બાળકોને ભાષા આપવાનું કામ સમાજ તેના જન્મથી શરૂ કરી છે. જન્મ પછી તરત બાળકના કાન ભાષા સાંભળવાનું અને સમયાંતરે સમજવાનું શરૂ કરી દે છે. શરૂઆતની ભાષા બાળક માટે સાંકેતિક ભાષા હોય છે. રડતા બાળકને તેની માતા જો હુલૂલું કહી છાનો કરાવે તો, હુલૂલું તેના છાના થવા માટેનો સંકેત બની જતો હોય છે. સંકેતો વડે બાળક સમજતું થઇ જાય છે અને સમાજ પણ રીતે સમજાવતો હોય છે. આગળ વધતાં બોલ તો બેટા બા.. દાદા.. જેવા શબ્દો અને સતત સંવાદની પ્રક્રિયા વડે બાળક બોલવા માટે પ્રેરાતો હોય છે.

તો થઈ વાત બાળકોમાં ભાષાની એપ ઇન્સ્ટોલ થવાની. એપ રન  કેવી રીતે થાય ? કાર્ય પણ ખાસા પ્રમાણમાં સમાજમાં થાય છે. તો શાળાએ શું કરે છે ?

  ભાષા વડે પોતાને રજૂ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

  લેખન શીખવાવનું શરૂ કરે છે. [ તું જે બોલે છે તે આવો દેખાય છે. એવું બતાવે - સમજાવે અને લખાવે છે. ]

  ભાષાના જે શબ્દો બાળકોના કાને પહોંચ્યા હોય તે પહોંચાડે છે.

  બાળકને પોતાને આવતા વિચારોને રજૂ કરવાની તક આપે છે.

  જુદા જુદા પરિવેશમાંથી આવતા બાળકોને સાથે મળી સંવાદ કરી ભાષાની નવી નવી રચનાઓ કરવાની તક પુરી પાડે છે.

  આડાઅવળા અને દોડાદોડી કરતા વિચારોને બીજા સામે કેવા ક્રમમાં મૂકીએ તો પણ સમજી શકે તે માટેની પ્રેકટીસ કરવાની જગ્યા બને છે.

  જે વિષયો વિષે સમાજમાં વાતો કરવા નથી મળતી વિષે વાતો કરવાની તક આપે છે.

  ઘરમાં ધીમે ધીમે ગા…” સાંભળતા બાળકનેખુલ કે ગા, તને મજા પડે એમ ગા..અને ગાતાં ગાતાં નાચવું હોય તો પણ છૂટ છે.” એવો મજેદાર અહેસાસ આપે છે.

  જુદી જુદી સમસ્યાઓના જૂથમાં કે જોડીમાં બેસી ઉકેલ શોધવા માટેનો ચોતરો બને છે.

  વાર્તા/ ગીતો / કવિતાઓમાં જુદા જુદા ભાવોને ઝીલી તેના આધારે ભાષાનું સૌષ્ઠવ વધારવા માટેનો અખાડો બને છે.

કલશોર અને કુહુમાં આવતી પ્રવૃતિઓ પૈકી કેટલીક ઝલક જોઈ જાઓને પહોંચી જાઓ આપણે ભણતા હતા વર્ગોમાં