મુલ્યોની શક્તિ હજુ પણ જીવંત છે...
રોજ વસ્તી વધારતું અને
ઘટાડતું એક ગામડું...ગામને છેવાડે સરકારી પ્રાથમિક શાળા !
શનિવારે વહેલા શિક્ષક આવી શાળાનો ગેટ ખોલે
છે...વિદ્યાર્થીઓ ઓફીસ રૂમમાંથી પોતાના જૂથ મુજબ વર્ગખંડોની ચાવીઓ સાથે જાય
છે..અને એક વિદ્યાર્થીની બુમ આવે છે-“ અરે ! આ છઠ્ઠાનો રૂમ તો ખુલ્લો
છે ! સાહેબ કોઈકે તાળું તોડ્યું !” ટાબરિયા સી.આઈ.ડી. અને સૌ એકત્ર થાય – જુએ તો
બીજું બધું અકબંધ એક ‘સીલીંગ ફેન’ ગાયબ
! નિરિક્ષણકર્તાઓએ શોધી કાઢ્યું કે “સાહેબ, અઈ
જુઓ...કોવાડો મારી’ન તારું તોડ્યું.. અહી ટચાકો લાગ્યો સ !”
શાળાના પડોશીઓ, વી.ઈ.સી. ના અધ્યક્ષ, કેટલાક વાલીઓ..બધા ભેગા થઇ ગયા ! મોટાભાગે સામુહિક કાર્યોમાં મતમતાંતરવાળા
લોકો આ ઘટનાના પ્રતિઘાત રૂપે એકજૂટ થયા ! “ એક જ રૂમ તોડ્યું...અને
બીજે અડ્યો ય નહિ..બહારના ના હોય..સાહેબ કો’ક ગોમનો જ હોય !” આટલા વરહથી આ સાહેબો અઈ’સ..કોઈ
દાડો આવું નહિ થ્યું !”
શિક્ષકોના મન પણ ઉભરાયા ! જે શાળાને નિર્જીવ સ્થાન
નહિ પણ જીવંત “ ‘માં”’ ગણી - શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ
સમાજ અને તેના વડે શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ ! ને ધ્યેય મંત્ર બનાવ્યો !
અહી સરકારી નોકરી કરવાની છે એમ નહિ પણ જીવનમાં ફક્ત આ એક જ કાર્ય બચ્યું હોય તેમ
બાર-તેર વર્ષ પસાર કર્યા ! વિદ્યાર્થીઓના અભ્યાસને ખલેલ કરે તેવા રંગકામ અને
બાંધકામ વેકેશન દરમિયાન –બળબળતા બપોર અહી પસાર કરીને કરાવ્યા ! ઘરે સહેજે
શારીરિક શ્રમ ના કરનારા શિક્ષકો-વિધાર્થીઓ સાથે મહેનત કરી શાળાને બાગમાં ફેરવી !
વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ રાખી. ગામડામાં જન્મવું એ તેમને માટે અસામાન ના
રહે તે માટે “ પ્રોફેશનલી ક્રિએટીવ
રાઈટીંગ-ડ્રામા-નૃત્ય-કરાટે-વિગેરે...
“શાળાનું સંચાલન તમારા
બાળકો જ કરે છે અને ત્યારે આવી ઘટના ! ભાઈ..અહી હવે નોકરી કરવામાં અમને સંકોચ થશે
કે હજુ અમારા પ્રયત્નોમાં શું ખામી રહી ગઈ ?”
-:.... “અરે...એમ જીવ ના
કચવશો..અમે શોધી કાઢશું...એ કયો હતો !” “દોના જોવાડાયશું !” “ તમાર ફરિયાદ શેની
નોધાવવાની? અમે નોધયાશું..તમ તમાર
મનમાં ઓછું ઓન્યા વગર જેમ ભણાવો શો એમ ભણાવો ! “ “કાલે જી ન પોલીસવારા
લાઈશું ન આખા ગોમમાં ફેરવી ન હોધાયશું..” જેટલા મુખ તેટલા આશ્વાસન
!
“અરે ! કશું ના કરશો, અમારે તો ચોર નથી જોઈતો, ખાલી કાલે સવારે જો શાળાના દરવાજે એ પંખો મૂકી જાય તો અમને લાગશે કે આ
ગામે અમારી કદર કરી ! અમને જેટલો પ્રેમ આ શાળા પ્રત્યે છે, એટલો
જ આ ગામને પણ અમારા પ્રત્યે છે !”
રાત્રે ગામ આપમેળે
શિક્ષકોની ગેરહાજરીમાં ભેગું થાય છે-……?????……… બીજે દિવસે-રવિવારે સવારે
છ વાગ્યે આચાર્યનો ફોન રણકે છે.
“હલ્લો..સાહેબ, શાળાના દરવાજે પંખો પડ્યો’શ ! હન્ધુય મૂકી ગ્યા’શ. પંખો, પાંખીયા
અને જોડે ઝભલામાં ફીટ કરવાના સ્ક્રૂ ય વેટી’ન મેલેલા’શ !”
ગાંધી-સરદાર અને રવિશંકર મહારાજ તો મહાન હતા કે તેમને કહ્યે ચોર-ડાકુ
સુધરતાં ! શાળા પર આવી પડેલી
સમસ્યામાં તેમને સૂચવેલ હથિયારો હજુય કેટલા પ્રસ્તુત છે ! તે વિચારી સૌની આંખમાં
ચમક આવી જાય છે !
શાળા માટે તો – અભાનાતામાં
કરેલી ભૂલ કરતા, સભાનાતામાં કરેલું પ્રાયશ્ચિત વધુ મહત્વનું
હતું.
(શાળા સાથે ઘટેલ
સત્યઘટના પર આધારિત)
14 comments:
gr8 work sir,
Students have also seen result of, hence they will also behave like this in future....great work
1 of heart touching
Jay ho
Jay ho
Great and unbelievable
મૂલ્યોનું સિંચન તમે કર્યુ..........જે દેખાયુ.....બાકી તો.....અેના ઇન્જેકશન ન હોય! કે માત્ર ભણતરથી ન સિંચાય....સરસ..ગમ્યુ.
મૂલ્યોનું સિંચન તમે કર્યુ..........જે દેખાયુ.....બાકી તો.....અેના ઇન્જેકશન ન હોય! કે માત્ર ભણતરથી ન સિંચાય....સરસ..ગમ્યુ.
Nice, True
Nice, True
wahhhhhh sir...
Jordaar
Jordaar
jordar,very inspirational
jordar,very inspirational
Post a Comment