બાળકોની પ્રબળ ઇચ્છાશક્તિના દર્શન-- જય હો...!!!
શાળામાં આજે સ્વાતંત્ર્ય દિનની તૈયારી ચાલતી
હતી, ૬૭મા સ્વાતંત્ર્યદિને પણ વાતાવરણ એવું સર્જાયું હતું કે જાણે ૨૦૧૩ નહિ પણ
૧૯૪૭ છે, જેમ આઝાદી સમયે પોતાને બુદ્ધિજીવી ગણતાં સામાન્ય માણસોના મનમાં આઝાદીના
વિશાળ આનંદની પાછળ ક્યાંક જરાક જેટલો પણ સંતાપ હતો “ અરે ! આગળ ? હવે શું કરીશું,
કેવી રીતે કરીશું ?? ત્યારે આઝાદીના એ લડવૈયાઓનાં મનમાં આનંદ....અને મુખે એક જ
વાક્ય હતું “અમે કરીશું – હવે જ કરીશું ! દરવર્ષની જેમ બાળકો આજે પણ પોતે તૈયાર
કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રૂપરેખાંકન સાથે આઝાદીના આનંદને પૂર્ણ રીતે માણવા
ઠનીને તૈયાર હતાં. પરંતુ ચોમાસાએ બનાવી રાખેલા પોતાના પ્રભાવને કારણે મારા જેવા
પોતાને જ બુદ્ધિશાળી ગણતાં લોકો - “શું લાગે છે ?? સાંસ્કૃતિક કાર્યક્રમ થશે?? મજા
નહિ આવે... વરસાદ અડધેથી જ હેરાનગતિ કરશે જેવા ડાયલોગો સંભળાવવા લાગ્યા. ત્યારે
બાળ-કલાકારોનું નેતૃત્વ અને કાર્યક્રમનું સંચાલન કરતો કુલદીપ બોલ્યો ....
“સાહેબ,
કાર્યક્રમમાં વચ્ચેથી વરસાદ આવશે તો કદાચ બહુ મજા નહિ આવે,પણ જો કાર્યક્રમ બંધ
રાખશો તો થોડીક પણ મજા અમને નહિ મળે. બધાં છોકરાંનું કહેવું એવું જ છે કે “કાર્યક્રમ
તો આજે જ કરવો રહ્યો!!”” બાળકોના નિર્ણયને કદી ન પડકારવો” તેવા સૂત્રનો દર વખતની જેમ અમે આજે
પણ અમલ કર્યો. હા, ચોમાસું સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના સ્ટેજની વ્યવસ્થામાં
ફેરફાર કરાવવામાં સફળ રહ્યું, પરંતુ કાર્યક્રમોની રૂપરેખા - બાળકોનો ઉત્સાહ અને
અડગતા સામે એવું ભાસ્યું કે જાણે ચોમાસાએ પણ પોતાના કાર્યક્રમમાં ફેરફાર ન કર્યો
હોય.... ત્યારે અમને પણ એવું લાગ્યું કે સ્વાતંત્ર્યતાના ઉત્સાહને કોરાણે મૂકી શું
થશે ? શું થશે ? વાળા સામાન્ય બુદ્ધિજીવી જેવાં અમે અને “- હવે જ થશે ? બધું જ થશે
? વાળા
સ્વાતંત્ર્ય-સેનાનીઓ જેવાં આ બાળકો વચ્ચે ૬૭ વર્ષે પણ સમાનતા છે. ચાલો, જોઈએ તેમનાં સરાહનીય ઉત્સાહને
કેમેરાની આંખ વડે....
No comments:
Post a Comment