January 30, 2015

ચિત્ર- એક ભાષા !!


ચિત્ર- એક ભાષા !!
           “આપણી લાગણીઓને પ્રગટ કરવાનું અથવા તો એકબીજા સાથે લાગણીઓને શેર કરવાનું માધ્યમ એટલે આપણી ભાષા” – ભાષાની આવી વ્યાખ્યા કરીએ તો સૌથી જૂનામાં જૂની ભાષા ચિત્રો ગણાય.. જયારે ભાષા ફક્ત બોલાતી હતી એટલે કે લેખિત સ્વરૂપ ન હતું ત્યારે પણ ચિત્રો ભરેલી દિવાલ ધ્વારા એકબીજાને સંદેશાઓ આપવાનું કાર્ય ચાલતું હતું ! ચિત્ર તો આમેય મોટાં – નાનાં- વૃદ્ધ દરેક વ્યક્તિને ગમતી વસ્તુ છે. વર્ગકાર્ય દરમ્યાન વિષય તરીકે - ચિત્રકળા બાળકોને રોમાંચિત કરતો રહ્યો છે. શાળાઓમાં પણ જયારે જાહેરાત કરવામાં આવે કે કાલે ચિત્ર સ્પર્ધા છે ત્યારે બાળકના ચહેરાની લાલી અને આંખોની ચમકમાં એક નવીન રંગ ઉમેરાય છે. કેટલીકવાર આપણને એવી વાતો કાને પડે છે કે “ચિત્ર દોરતાં આવડવું એ તો કુદરતી કૌશલ્ય છે.” – 

ચાલો એકવાર માની પણ લઈએ કે હશે પરંતુ જેમ આપણે ક્રિકેટ શીખવી બધાને સચિન નથી બનાવવા પરંતુ આપણા પ્રયત્નો વડે એક ક્રિકેટર અથવા તો ક્રિકેટનો અનુભવી/જાણકાર તો બનાવી શકીએ ને ! બસ, આ વાત આપણા ચિત્ર વિષયના વર્ગકાર્ય દરમ્યાન વિચારએ. શું આપણા વર્ગકાર્ય દરમ્યાન ચિત્ર માટેનો બાળકોને કેટલો સ્કોપ આપીએ છીએ. કેટલીકવાર એવું બને છે કે વર્ગખંડો ધ્વારા શારીરિક શિક્ષણ – ચિત્ર – સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય વગેરેનું વિષયોનું અથવા તો તાસોની ઉપેક્ષાઓ પણ થતી જોવા મળે છે. તેને જ કારણે બાળક જયારે ચિત્રસ્પર્ધામાં જે ચિત્રો દોરે છે તે જોઈ નવાઈ લાગે છે કે અરે! મારા વર્ગના બાળકોએ તો મેં ધાર્યા કરતાં પણ ઘણો સારો દેખાવ કર્યો છે ને ! – ત્યારે પુરક વિચાર એ પણ કરવાનો થાય છે કે તેને જો આ બાબતનું પૂરું માર્ગદર્શન અને સતત મહાવરો મળ્યો હોત તો ?
                       ગાંધી નિર્વાણ દિને “ગાંધીજી અને સફાઈ” – બેનર હેઠળ રાજ્યની તમામ શાળાઓએ ચિત્રસ્પર્ધા યોજવાનો ઉદેશ્ય હતો- બાળકોને ગાંધી બાપુના સ્વચ્છતા પ્રત્યેના પ્રેમનો  પરિચય કરાવી બાળકો તેમના પોતાના જીવનમાં સ્વચ્છતાને વણવા માટેનો. આપણી શાળાએ પણ સ-ઉદેશ્ય આગવા આયોજન અને નિયત સમય મુજબની સ્પર્ધા યોજી. નવાઈ એ હતી કે બાળકો ચિત્રમય...-શિક્ષકો ચિત્રમય  – આઈ વિટનેસ ચિત્રમય... –મુલ્યાંકનકારો ચિત્રમય એ તો ઠીક શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કે જેઓને બાળકોને પ્રોત્સાહિત કરવા આમંત્રિત કર્યા હતાં તે પોતે પણ ચિત્રમય... ત્યારે થતું કે બાળકો સાથે જ જાતે ચિત્ર દોરવા બેસી જવું તેનાથી વળી વધુ પ્રોત્સાહન શું હોઈ શકે ? - ચાલો કેમેરા વડે નિહાળીએ સ્પર્ધા સમયના અમારી શાળાના પટાંગણના આનંદિત પર્યાવરણને...
સ્પર્ધાના આઈ વિટનેસ - મિતેશભાઈ અને બાબુકાકા 

શાળા પરિવારને મૌન પડાવી સ્વચ્છતા અંગેના શપથ લેવડાવતા શ્રી રાકેશભાઈ પ્રજાપતિ 

હું શપથ લઉં છું કે ...... 
મૌન.....

સ્પર્ધકોને મટીરીયલ વિતરણ......

ધોરણ-1/2 માટે રંગપુરણી....
ધોરણ-1/2 માટે એવા સ્કેચ જેમાં બાળકોને નખ - વાળ -દાંત -શૌચાલય વગેરેનો સંદેશ મળી રહે....

વિભાગ-1 માં પ્રથમ અંકિત..
વિભાગ-૨ માં પ્રથમ વિશાલ
સ્પેશ્યલ બાળક માટે સ્પેશ્યલ મદદ કરતાં અમારા શિક્ષકશ્રી સ્વપ્નીલભાઈ 
બાળકો અને શિક્ષકોની સાથે સાથે SMC અધ્યક્ષશ્રી પણ ચિત્રમય.... 

શિક્ષકશ્રીઓ...
આઈ વિટનેસ પણ ચિત્રમય...

મૂલ્યાંકનકાર ગોપાલભાઈ  પણ .... 
ચાલો  વિડીયો ધ્વારા આ ઇવેન્ટને માણીએ.....

No comments: