January 01, 2015

બાળકના દિલમાં થઇ દિમાગ સુધી...

U બાળકના દિલમાં થઇ દિમાગ સુધી...

મિત્રો, શૈક્ષણિક કાર્ય માટેની પ્રક્રિયામાં મુખ્યત્વે ત્રણ બિંદુ મહત્વનો ભાગ ભજવે છે 1. શિક્ષકનું બાળક પ્રત્યેનું લાગણીપૂર્વકનું વર્તન 2. બાળકની શિક્ષક પ્રત્યેની શ્રધ્ધા 3. પ્રવૃત્તિ અને પ્રયુક્તિઓ સભર વર્ગખંડ. શિક્ષણવિદોનું પણ માનવું છે કે જો બાળકના દિમાગ સુધી કોઈ વસ્તુ પહોંચાડવી હશે તો તે એક માત્ર વાયા “દિલ” થી જ જશે. જ્યાં સુધી કોઈ બાળક તમારી સાથે લાગણીના સંબંધોથી નહિ જોડાય ત્યાં સુધી તમારા વર્ગખંડમાંની હાજરીનું પ્રતિબીંબ અને પરિણામ પત્રકના પ્રતિબીંબ વચ્ચે નિરિક્ષકોને અસમાનતા ખાઈ નજરે ચઢશે ! શું આપે આપના વર્ગખંડમાંના બાળક સાથે વાતચીત અને વર્તન ધ્વારા એટલી નિકટતા કેળવી છે કે બાળક તમને પૂરક પ્રશ્ન પુછી શકતો હોય કે “સાહેબ, આ મને ન સમજાયું જરા Once More”. મિત્રો, તમે કહો તેવું ને તેવું જ અને ખુબજ સરળતાથી બાળકો તમારા શિક્ષણ કાર્યને સમજી જાય તે માટે તો આપે પ્રાથમિક શાળાના બાળકો માટે તેમના પ્યારા અને ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો માટે તેમના આદર્શ બનવું જ પડશે. ઉદાહરણ કહું તો આપણે આપણા પ્રિય/આદર્શ નેતા – અભિનેતા કે લેખકની વાતો કેટલી રસ પૂર્વક સાંભળીએ- અથવા તો વાંચીએ છીએ, અને મનોવિજ્ઞાન કહે છે કે રસ પૂર્વક જોયેલું સાંભળેલું કે વાંચેલું તરત જ યાદ રહી જાય છે, ટૂંકમાં બાળકો તમને રસપૂર્વક સંભાળશે/જોશે ત્યારે તમે તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ મેળવી શકશો. અને અમે કહ્યું તેમ બાળકો ત્યારે જ તમને રસપૂર્વક સાંભળશે જ્યારે તમે તેમના પ્યારા કે આદર્શમાંના એક હશો !!!      -:અમારા ધ્વારેથી....
ચાલો, કાગળમાંથી "સ્ટાર" બનાવીએ! >જુઓ નીચેના વિડીયોને... 

2 comments:

Unknown said...

Exactly...બાળક અને શિક્ષક વચ્ચે તાદાત્મ્ય હોવુ જરૂરી છે..

Priti Rajput said...

પૂછે તો પામે