April 18, 2012

NCF-2005
વર્ગખંડોમાં બાળકેન્દ્રી શિક્ષણની અનિવાર્યતા...
NCF-2005
[ National Curricullam Framework- 2005/રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું-૨૦૦૫]
NCF-2005 [ national curricullam framework ] રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું વર્ષ -૨૦૦૫માં જાહેર કરાયું, આશ્ચર્ય સાથે જણાવવાનું કે તેના પછી ૨૦૦૯માં RTE[ Right To Eduction] વધુ ચર્ચામાં છે... NCF-2005 નહી...!!  જૂન ૨૦૧૨થી   NCF-2005ને ધ્યાનમાં રાખીને રચાયેલા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક આપણી પાસે આવી રહ્યા છે. ત્યારે તેમાંની કેટલીક બાબતો આપના સમક્ષ મુકીએ છીએ..
1.     પ્રત્યેક બાળક મહત્વપૂર્ણ છે.
2.     પ્રત્યેક બાળકની શીખવાની પોતાની ગતિ હોય છે.
3.     બાળક પોતાના જ્ઞાનનું સર્જન કરે છે. [The child is not the consument of the knowledge,she is the creator of the knowledge.]
4.     જ્ઞાનને શાળા બહારના વાતાવરણ સાથે જોડવું .
5.     ગોખણપટ્ટીવાળી પરિક્ષાનો ત્યાગ કરવો.
6.     વિષયો વચ્ચે સંકલન સ્થાપિત કરવું જેથી વિદ્યાર્થી સમગ્ર જ્ઞાનનો આનંદ મેળવી શકે.
7.     શિક્ષણ ખરા અર્થમાં બાળકેન્દ્રી બને.[શિક્ષણ-વિષય ભણવા માટે નહી ... બાળકનું,બાળક માટે બાળક ધ્વારા હોય...]
8.     બાળક પોતાને મહત્વ પૂર્ણ સમજે તેવું વાતાવરણ પૂરૂં પાડવું.
આ સિવાય NCF-2005માં આપણી બાળકો વિશેની  માન્યતાઓ-વિશ્વાસ શૈક્ષણિક પ્રક્રિયાઓ,પ્રવૃત્તિઓ  કેવી હોવી જોઈએ??? જેવા મુદ્દાઓ પણ છે. આ સંદર્ભે આપશ્રી ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લઈ વર્ગખંડો થી માંડી શાળા કક્ષાએ,ક્લસ્ટર કક્ષાએ,જિલ્લા કક્ષાએ અથવા તો ઘરમાં શું-શું ફેરફાર કરવા પડશે તેનું ચિંતન કરી આવો,વિચારને વાલોવિએ..કારણ કે વલોણું નવનીતનું જન્મદાતા છે…અને તેમાંથી નિકળેલ નવિન વિચાર/સુચન  અમને જરૂર મોકલજો...

No comments: