August 13, 2011

તહેવારો અને આપણી શાળા.........

પ્રાથમિક શાળમાં તહેવારોની ઉજવણી  શા માટે......????

ક્યારેક  કેટલાક માણસો ભેગા મળે અને જો તહેવારોની વાત નીકળે તો પહેલું વાક્ય મોટાભાગે “પહેલાં તો  ફલાણા તહેવારના દિવસે તો જૂઓ તો એટલો બધો તહેવારોનો માહોલ રહેતો કે અમે આમ કરતા...અમે તેમ કરતા. અને અત્યારે તો ઠીક.....લાગે જ નહિ કે જાણે આજે કોઈ તહેવાર છે........ઘણા માણસોના મોંઢે આપણે આ ફરિયાદ સાંભળીએ છીએ...કે દિવસે-દિવસે તહેવારોનું મહત્વ ઘટતું જાય છે.....તેના માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે તેમાંનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે છે કે તે માણસ કદાચ અભ્યાસકાળ દરમ્યાન  તહેવારોની ઉજવણીને  ઓછુ મહત્વ આપતી પ્રાથમિક શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય..........જેના પરિણામ રૂપે આજના તે નાગરિકમાં  બાળ-કક્ષાએ જ, તહેવારો કેવી રીતે ઉજવવા??? શા માટે ઉજવવા??? તેનું ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક તર્ક શું હોઈ શકે છે??? આવા તો કેટલાય પ્રશ્નોનું મનમાં ને મનમાં જ તે સમયે બાળ-મરણ નીપજ્યું હોઈ શકે છે અને તેના પરિણામ સ્વરૂપે તે  નાગરિક તહેવારોની ઉજવણીથી ધીમે-ધીમે અળગો થતો ગયો હોય.......સમાજ  તહેવારો પ્રત્યેની ઉજવણી ધૂમધામથી અને તે પણ શા માટે કરવી જોઈએ?[જે તે તહેવારની ધાર્મિક અને બને તો વૈજ્ઞાનિક તર્ક સાથેની જાણ]ની સભાનતા સાથેની ઉજવણી કરતો થાય તે માટે તો પ્રાથમિક કક્ષાએથી જ બાળકોને તેની સમજ આપવાની શરૂઆત કરવી રહી કારણ કે બાળકક્ષાએથી યુવા અવસ્થાની સફરમાં જ જો બાળકો તહેવારોની ઉજવણીમાં નહિ ભળતા થાય તો પછી તે બાળકો યુવાવયે તહેવારોથી અળગા રહેશે..........અને પરિણામે ઉજવણી કેવી રીતે તેનાથી અજાણ સમાજમાં કેટલાય તહેવારોમાં ઉજવણીની ખોટી રસમો ઘર કરી ગયેલી આપણને જોવા મળે છે,જો આમને-આમ ચાલ્યા કરશે તો તહેવારોની દશા અને દિશા પણ બદલાઈ જાય તો નવાઈ નહિ.....  
                  માટે જ પ્રાથમિક કક્ષાએ પણ આપણો એવો જ પ્રયત્ન હોવો રહ્યો કે જેથી બાળકો તહેવારોને માણે, તેની ઉજવણીના  મહત્વને જાણે અને પરિણામે કેટલાક તહેવારોમાં પાછળથી ઘુસી ગયેલ કેટલીક ઉજવણીની ખરાબ રસમો પ્રત્યે જાગૃત બને અને તે ખોટી રસમોના ખોટા પરિણામોથી પોતે બચે.....સમાજને બચાવે...અને તહેવારોને પણ............
આવો આ વિષે વિચારતા-વિચારતા અમારી શાળામાં ઉજવેલ “રક્ષાબંધન”ને માણીએ...........

રક્ષાબંધન વિશે તમે  શું જાણો છે??? તેના જવાબમાં બાળા......
      છોકરાઓને કંકુ-ચોખા વડે  તિલક........ 
 Gરક્ષાબંધનની ઉજવણી અને તેની મજા.......H

                          રાખડી બાંધ્યા પછી એકબીજાને  મોં મીઠું કરવતા બાળકો 
પ્રજ્ઞા વર્ગ
ખૂશ-ખૂશાલ..........

અમારી  સાથે રક્ષાબંધનની ઉજવણી કરતી અમારી દિકરીઓ......





August 01, 2011

My history by My People !

                                                  F  શા માટે જાણવો જરૂરી છે ગામનો ઇતિહાસ???                               
                                                  ઇતિહાસ વિષય પેઢીઓને જોડતો / જણાવતો અને આધુનિક સમાજ સાથે સંકલન કરતો ખૂબ જ અગત્યનો વિષય છે. સામાજિક વિજ્ઞાનનો વિષય આમ તો બાળકો સામાજીકતાને જાણે અને તેના મુજબ પોતાની ટેવોનું અનુકૂલન કરે તે માટેનો ધ્યેય હોઈ શકે છે, પણ કોઈ પણ વસ્તુના ભૂતકાળને જાણ્યા વિના આપણે તે વસ્તુ સાથે ભવિષ્યના સંબંધોને આકાર આપી શકતા નથી,અને કદાચ આપી પણ દઈએ તો પણ તે સહવાસ ખૂબ જ ઓછું આયુષ્ય ધરાવતો સાબિત થાય છે, ગામનો ઇતિહાસ જાણવો એટલે ગામના સમાજને સમજવો...ભૂતકાળમાં ગામના સમાજ ધ્વારા થયેલ કોઈ મોટી ભૂલમાંથી બાળકો શીખ લે અથવા તો સમાજમાંથી ભૂતકાળમાં કરેલ કોઈ મોટા સામાજિક ઉત્થાન માટેના કાર્ય વિષે જાણી બાળકો તેમાંથી પ્રેરણા મેળવે...ગામનો ઇતિહાસ બાળકોને જણાવવો એ ઇતિહાસ  શીખવવાનું પ્રથમ પગથિયું અથવા તો આગળના ઇતિહાસ વિષય રૂપી ઈમારતના પાયા સમાન છે,સાથે-સાથે જયારે બાળકોને તેના જ ગામનો ઇતિહાસ જાણવામાં ખૂબ જ રસ પડશે [જેમ આપણને વર્તમાન પત્રમાં સ્થાનિક સમાચાર વાંચવામાં રસ પડે છે] કારણ કે તેને તેની આંખો સામેના વ્યક્તિઓ સંબંધિત વ્યક્તિઓની અને જેના ખોળામાં રમીને મોટો થયો છે તેવા પરિચિત પર્યાવરણને સંબંધિત વાતો હશે. અને આમ ધીમે-ધીમે બાળક કોઈ પણનો ઇતિહાસ જાણવા ઉત્સુક/આતુરક બની રહેશે..પરિણામે આપણા ઘણા મિત્રોની એવી ફરિયાદ કે અરે!!! યાર આ ઇતિહાસમાં બાળકોને રસ જ નથી હોતો, પછી કેવી રીતે ઇતિહાસ શીખવવાનું??? ઇતિહાસના શિક્ષણ દ્વારા બાળક/વ્યક્તિ ઇતિહાસમાં બનેલી મોટી ઘટનાઓ એ વર્તમાનમાં શું અસરો છોડી છે તે જાણી તેના ઈતિહાસનીમાંની ખૂબીઓનો ઉમેરો અને ઈતિહાસમાંની ભૂલોનો સુધારો કરી ભવિષ્યના સમાજનું નિર્માણ કરવાનો સતત પ્રયત્ન કરે છે.   

ü કોણ ખૂબ જ સારી રીતે શીખવી/જણાવી શકે છે ‘ગામનો ઇતિહાસ’??


આમ તો કહેવાય છે કે કોઈ જે  વિષયમાં પ્રવીણ હોય તે જ સારી રીતે તે વિષય બાળકોને શીખવી શકે છે, પણ જયારે ગામના ઇતિહાસ એકમ વિષે જાણવાની વાત આવે છે ત્યારે ઉપરોક્ત બાબત જરા બદલાય છે.કારણ કે આપણે વિષય શિક્ષક તરીકે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ ગ્રામજનોમાંથી અને જો શક્ય હોય તો મોટા એવા કોઈ વડીલ જ આવા એકમને પૂરેપૂરો ન્યાય આપી શકશે તે ચોક્કસ બાબત છે,અમે પણ આવી જ રીતે અમારા ગામના ઇતિહાસથી વાકેફ થવા/જૂના ગામ નદીસરમાં મુકેલ પાળીયાના દર્શન કરવા અને તેના વિશેની વાત જાણવા જૂના નદીસર ગામના વડીલ એવા શ્રી મોતીદાદાની મુલાકાત લીધી.                                    દાદાએ પણ ગામની વાત ગામને ચોતરે જ કરીશું તો જ તેનો રંગ જામશે અને બાળકોને પણ સાચો આનંદ થશે તેવું કહી આ ઉંમરે પણ બાળકો માટે ગામના છેવાડે પાળિયા સુધી આવવા બદલ શાળા પરિવાર પણ તેમનો ખૂબ આભાર માને છે,૩ કિલોમીટર દૂર ચાલીને ગયા પણ બાળકોના હમસફર બનવાથી અમને  તે છ કિમી છ સેમી જેવા લાગ્યા હતા.....
દાદાજીની વાત સાંભળ્યા પછી પાળિયાનું મહત્વ સમજી તેની પૂજા કરતા બાળ-મિત્રો 
 સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને વંદન કરતા બાળકો..
નદીસર ગામમાં આવેલ અતિ પૌરાણિક શિવ મંદિરની મુલાકાતે...
બાળકોની સાથે-સાથે ગામ  વિશેની અન્ય જાણકારી મેળવતા શિક્ષક શ્રી 
બાળકો સાથે ગામ વિશેની અન્ય રસપ્રદ વાતચીતો કરતા અને સાથે-સાથે "ગામના ઇતિહાસ" ફોર્મેટની માહિતી આપતા  અમારા સૌના વડીલ એવા શ્રી બાબુકાકા 
અત્રેની શાળાએ બનાવેલ ફોર્મેટ ગામનો ઇતિહાસ   

  કેવો લાગ્યો અમારો આ પ્રોજેક્ટ અને હજુ શું વધારે સારૂ કરી શકાય તે કોમેન્ટમાં ચોક્કસ લખજો.

Traffic Sense !!

l

l

l 

ટ્રાફિક સેન્સ.....


અત્યારે આપણા દેશમાં ઘરની બહાર નીકળતાં જ દરેકને સૌથી પહેલી ચિંતા થાય છે ટ્રાફિકની.દરેક માણસ આજે ટ્રાફિક વ્યવસ્થાપનથી પરેશાન જોવા મળશે. કારણ કે તેને ખ્યાલ છે કે પોતે ગમે તેટલો સાવચેત હોવા છતાં પોતે જાહેરમાર્ગો પર સુરક્ષિત નથી..અને તે માટેના ઘણા કારણોમાંનું એક છે... નાગરિકોમાં ટ્રાફિક સેન્સનો અને બાળકોમાં ટ્રાફિક નિયમો અંગે ખાસ માર્ગદર્શનનો અભાવ..
         ૧૮ વર્ષની ઉંમર એટલે મતદાન કરી શકવાના હક મેળવવાની સાથે-સાથે જાહેર રસ્તાઓ પર વ્હીકલ્સ ચલાવવા માટેની મંજૂરી મેળવવા માટેની ઉંમર પણ ગણાય છે, પણ સામાન્ય આપણા દેશમાં જોઈએ તો બાળકો સરેરાશ ૧૪ વર્ષ કે તેથી ઘણી નાની ઉંમરમાં પણ સાયકલ કે મોપેડ જેવું વાહન ચલાવતા થઇ જાય છે, આવા સમયે બાળકોને ટ્રાફિક સેન્સ માટેનું કોઈ પણ જાતનું ખાસ માર્ગદર્શન મળેલ હોતું નથી,પરિણામે આવા બાળકો અજાણતા જ વાહન હંકારવામાં ટ્રાફિક અંગેના નિયમો તોડતા રહે છે અને પોતે તથા પોતાની  સામે અને સાથે-સાથે  નિયમાનુસાર વ્હીકલ ચલાવાનારનું પણ જીવ જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી કરી દે છે, બાળક અજાણતા જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે,પણ જયારે આ જ બાળક ૧૮ વર્ષની ઉંમર સુધીમાં તો તેની આ અજાણતા કરેલી ભૂલોનું પુનરાવર્તન થઇ-થઇને ટેવમાં પરિણમી ચુકી હોય છે, માટે જ બાળકોને પ્રાથમિક કક્ષાએથી જ ટ્રાફિક સેન્સ અંગેનું વધારાનું માર્ગદર્શન મળે તે માટેનો હેતુ સહ ટ્રાફિક સેન્સ નામની એક થીમ BALA અંતર્ગત શાળામાં ઉભી કરી,જેમાં શાળામાં આવન-જાવન માટેના મુખ્ય રસ્તા પર ટ્રાફિક સેન્સને લગતી સંજ્ઞાઓનો સમાવેશ કર્યો જેને બાળક જોઈ શકે...એકબીજાને બતાવે અને જયારે બાળકનામાં વધારે જાણવાની ઉત્સુકતા જાગે ત્યારે દરેક પાઠ્યપુસ્તકોમાં મુખપૃષ્ઠના અંદરના પાને આપેલ સંજ્ઞાની વિસ્તૃત ચર્ચા કરી બાળકોને માહિતગાર કરી શકીએ.........
માઈલ-સ્ટોન્સ..










વાહનવ્યહવાર અંગેની સંજ્ઞાઓ /સંકેતો...
















 રેલ્વે-ફાટકનો આભાસ ઉભો કરવાનો એક પ્રયત્ન 

હજુ વધારે સારૂ કેવી રીતે કરી શકાય અને કેવો લાગ્યો અમારો આ પ્રયત્ન કોમેન્ટમાં ચોક્કસ લખો..


CCE- Continuous and comprehensive evolution


æCCE તરફ સરળ દૃષ્ટિકોણ............


Ñશિક્ષકની દ્રષ્ટીએ.....

·     શું હું, વર્ગખંડમાં એવું કરી શક્યો  કે મેં જેવું કરવા ધાર્યું હતું?
  ·  શું મેં જે પ્રવૃત્તિ કરી તે વિદ્યાર્થીઓ સુધી પૂરા પ્રમાણમાં પહોંચી?
  ·  હવે પછી વર્ગને કરાવવાની પ્રવૃત્તિ કઈ-કઈ છે?
  ·  વ્યક્તિગત રીતે કયા બાળકને કેવી મદદની જરૂર છે?
Ñઆયોજનની દ્રષ્ટીએ CCE.........
  ·  કયા શૈક્ષણિક હેતુ પર ધ્યાન આપવાનું છે?
  ·  કઈ શૈક્ષણિક પ્રક્રિયાનો ઉપયોગ થશે?
[ શક્ય તેટલો આયોજનમાં સંકેતોનો ઉપયોગ કરો જેવા કે r/s/a  જેનાથી આયોજન સાથે મૂલ્યાંકનનો પણ રેકોર્ડ રાખી શકાશે]
Ñવર્ગખંડની પ્રક્રિયામાં CCE......
  · આપણા વર્ગમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની પ્રવૃતિઓ થતી હોય છે 
=મૌખિક પ્રવૃતિઓ  
=સામગ્રી આધારિત પ્રવૃતિઓ    
=જૂથમાં કરવાની પ્રવૃતિઓ
  · મૌખિક કાર્ય વખતે જે બાળકો શૈક્ષણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા તેમની જ નોંધ રાખો.
  · જૂથકાર્ય વખતે પણ સરળ ફોર્મેટ  [જે તમને અનુકૂળ લાગતું હોય] તેમાં નોધ રાખો કે કયા બાળકો ભાગ નથી લેતા....
  ·સંદર્ભિત શૈક્ષણિક સામગ્રી સાથે કાર્ય કરતા હોય ત્યારે કયા બાળકને મુશ્કેલી છે અને શી મુશ્કેલી છે તેની નોંધ કરો...
      ટૂંક સારમાં જે બાળકો કાર્યન્વિત હોય તે  તમારા આયોજન મુજબ શીખી રહ્યા છે, પણ જે બાળકો નથી શીખી રહ્યા તે બાળકોને બીજા દિવસના આયોજનમાં વધારે મહત્વ મળે તે મુજબની પ્રવૃત્તિઓ/આયોજન આપણે બદલવું પડશે....
Ñરેકોર્ડમાં CCE…

 · આયોજન-    તમારા આયોજનમાં જ CCE નો રેકોર્ડ હશે...
 · પોર્ટફોલિયો-  CCE માટે દરેક બાળકે કરેલા પ્રવૃત્તિ કે અન્ય સ્ત્રોતો ધ્વારા કરેલ સર્જનનું સંગ્રહિત થવું જરૂરી છે- જે તમને તેની સાથે હવે શું કરી શકાય તેની દિશા આપશે.
   · હેતુઓની સિદ્ધિ –  અભ્યાસક્રમમાં target કરેલ હેતુઓ કયો બાળક સિદ્ધ કરી શક્યો અને કેટલા પ્રમાણમાં તેની નોંધ. 
[અહિં પણ આંકડાની માયાજાળ કરતાં symbol વધુ ઉપયોગી થશે]
ÑCCE…વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ...
   વિદ્યાર્થીઓને તેમનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે..તેનાથી અવગત કરો [બાળકો ઉત્સાહભેર દરેક અભ્યાસિક પ્રક્રિયામાં ભાગ લે તે હેતુસર-જરૂરી પ્રમાણમાં]
 તેમના કાર્યને સ્પષ્ટ શબ્દોમાં અને પ્રોત્સાહિત ભાષામાં ફીડબેક આપો..
તો ...કરી જૂઓ તમારૂ....

Continuous and comprehensive evolution”

     તમારા CCE ના અનુભવો અહિં કોમેન્ટમાં લખો,જેના આધારે અમારા વાચકો નવું જાણે..