April 14, 2018

ડો.બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી - નિયમો અને તેના કારણો !ડો.બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી  - નિયમો અને તેના કારણો !

🙋-:"રજા કહેલી ને ?"
😎 -: "અરે, આજે એક ખાસ વ્યક્તિનો જન્મદિવસ છે"
🙋 -: "આંબેડકરનો એ તો ખબર જ હતી !"
😎 -: "એટલે, એમ કે શાળામાં બધા મળીએ તો ઉજવીએ !"
🙋 -: "પ્રાર્થનાનું સેટિંગ તો અમે પાડી દઈએ, બીજું શું કરીએ ?"
😎 -:"જોઈએ, થોડુક મે વિચાર્યુ છે બાકી તમે કહેશો એમ !"
૧૪ મી એપ્રિલે આ સંવાદો પછી..પ્રાર્થનામાં આંબેડકરને "હેપ્પી બર્થ ડે" વિશ કરાયું. શાળામાં જેનો જન્મ દિવસ હોય તેનો કોઈ મિત્ર એના વિશે બધાને કહે.. હવે, આંબેડકરનો મિત્ર ?
😎-: "કોણ કહેશે આંબેડકર વિશે ?"
એક સાથે અવાજ આવ્યો, "તરૂણ"
અને એ બોલ્યો.. છેલ્લે ગૂંચવાઈ પણ ગયો કે હવે શું કહું ! "સામાન્ય રીતે તો કહેવાય કે એ સારું ભણે, સારું જીવન જીવે એવી શુભેચછાઓ!" એના મો પર ગૂંચવણ હતી અને મલકાટ પણ !
ત્યારબાદ વિગતે સમજાવ્યું કે આંબેડકર, ગાંધી, સરદાર, કલામ આ બધા આપણા માટે પ્રેરણારૂપ છે કારણકે તેઓ જ્યાં જન્મ્યા તે જગતને વળતું કૈક આપીને ગયા !
માત્ર એમને પૂજવાથી કઈ ના વળે, એના માટે આપણે આપણી આજુબાજુ જોતા રહેવું પડે જે તેમણે જોયા કર્યું અને થાય એટલું સુધાર્યા કર્યું..
ચહેરા થોડા મુંઝવાયેલા લાગ્યા તો ભાથીજીનું ઉદાહરણ આપ્યું ! આપણામાંથી કોણ પોતાનું લગ્ન છોડી ગામની ગાયો બચાવવા જાય ? અરે, છોડો પોતાનું નહિ... બીજાનું લગ્ન હોય અને નાચતા નાચતા છૂટી ગયેલી ભેંશ બાંધવા ય ના જાય ..અને એમના મોં પર એ વાતે ચમકેલી પ્રજ્ઞા !
"તો આંબેડકરે ખાસ શું કરેલું ?"
"બંધારણના ઘડતરમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવેલી પણ તમારે જો એમની પાસેથી ખાસ કૈક શીખવાનું હોય તો એક તો વાંચવાનું શીખો, બીજું તાર્કિક રીતે નિયમો બનાવતા !"
અને એ જ વાક્યથી શાળાના નિયમો અને તેના પાછળના કારણો વિશે ચર્ચવા નું નક્કી થયું.. એમને જૂથમાં બેસી ચર્ચા કરી.. પછી આવીને બધા સમક્ષ કહી. અમારા માટે નવાઈ એ વાતની કે અમે ધારેલા એકેય નિયમ એમાં નહોતા.. (જેમ કે પ્રાર્થનામાં આ બાબતો હોવી જોઈએ, અથવા તો નાગરિક ઘડતરમાં કરવાની કામગીરી ના નિયમો) એના બદલે સામાન્ય નિયમો જેવા કે સવારે શાળામાં આવવાનો સમય, છૂટવાનો સમય, દરરોજ બધા પીરીયડ લેવાવા જોઇએ.. વગેરે... ટિપિકલ નિયમો આવ્યા..એના વિશે વિચારતા સમજાયું કે પેલા બીજા નિયમો તો સમયાંતરે એમનામાંથી અથવા એમની મદદથી બન્યા છે જે એમને નિયમ ક્યાંથી લાગે ? શાળાના આ પ્રકારના જે નિયમો ઉપરથી લદાયેલાં છે એમને જ એ બાળકોએ નિયમ તરીકે ગણ્યા !
રજૂઆત ખૂબ રસપ્રદ રહી જેમકે શાળા 5:00 છોડી દેવી જોઈએ તેના કારણમાં તેમણે જણાવ્યું કે જેથી બાળકો ઘરે જઈ શકે અને પોતાને મળેલું ગૃહકાર્ય કરી શકે આવી કેટલીક ચર્ચા બાદ જમ્યા અને કેટલાકનું જમવાનું ચાલુ હતું ત્યાં જ છૂટવા માટે ની સભા મળી ગઈ તો ઍક ગુજરાતી ગીત સંભળાવવાનું નક્કી કર્યું એ પૂરું થયું ત્યાં જ બૂમ આવી કે ભાથીજીની વાત કરી હતી તો કોલર ટાઇટ તો સંભળાવો અને પછી જે થયું એ જ કદાચ આંબેડકર જયંતિનું સાચું સેલિબ્રેશન હતું...

ઉજવણીના અંતની આનંદની પળો ને માણીએ > મારો કોલર ટાઈટ રાખજોNo comments: