March 09, 2010

Thank you sparrow!


શાળામાં બાળકોને અનુરૂપ વાતાવરણ બનાવવું પહેલાં અમને મુશ્કેલ લાગતું અને સાચું કહું તો કેટલીક વાર તો કંટાળાજનક પણ !
    કેમ કે આપણા માટે શાળાના બધા બાળકો એ સમૂહ છે, પણ દરેક બાળક્ને પોત-પોતાના ગમતા વાતાવરણની જરૂર હોય છે. કેટલાક બાળકો એવા હોય છે કે તેમને રમતોમાં વધારે રસ હોય છે, રમતો રમવા મળે છે માટે તેઓ શાળામાં આવે છે અને શૈક્ષણિક અભ્યાસક્રમને સહન કરે છે, તો કેટલાક બાળકોને ફક્ત ભણવામાં જ રસ હોય છે, તો કેટલાક બાળકોને સ્પર્ધાઓમાં, તો કેટલાક બાળકોને ચિત્ર કે સંગીતમાં, તો કેટલાકને બાગકામની કે મેદાનમાંની સામુહિક પ્રવ્રુત્તિમાં રસ હોય છે, અને તે બાળક પણ શાળામાં આવા પોતાને અનૂકૂળ વાતાવરણની શોધમાં હોય છે,જો તેને પોતાને અનૂકૂળ વાતાવરણ ન મળે તો ધીમે-ધીમે તેઓ પોતાને ન ગમતા પર્યાવરણમાં[શાળામાં] આવવાનું ટાળે છે, અને આપણે પણ શાળા રૂપી જમીનને સુધારવાને બદલે બાળક રૂપી છોડ ઉપર “અનિયમિત”, “સતત ગેરહાજર” અને પછી “ડ્રોપ આઉટ” જેવા લેબલ લગાવી છોડને જડમૂળમાંથી ઉખાડી નાખીએ છીએ. હવે તમે જ કહો કે આવા કારણોને કારણે શાળાથી વિમૂખ થયેલ બાળકને “ડ્રોપ આઉટ” ગણવું કે “પુશ આઉટ[push-out].
આપણે જો આપણી[શિક્ષકોની] જ વાત કરીએ તો? આપણે શાળામાં શા માટે જઇએ છીએ? તે માટેના દરેક શિક્ષકોના અલગ –અલગ કારણો હોઇ શકે છે, જેમ કે આકર્ષક પગાર ધોરણ અથવા તો શૈક્ષણિક કામગીરી કરવાનો શોખ કે પછી બાળકો પ્રત્યેનો લગાવ વગેરે....વગેરે....! હવે ધારો કે તમને શૈક્ષણિક કામગીરી કરવામાં વધારે રસ છે અને તેના જ માટે જ તમે શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી છે પરંતું તમારી શાળામાં  તમારી પાસે બિનશૈક્ષણિક કામગીરી  જ કરાવવામાં આવે તો ?[હવે તમે જ વિચારો આ ઉદાહરણમાં આપણે “ડ્રોપ આઉટ” ગણાઇ એ કે “પુશ આઉટ[push-out] “].  આકર્ષક પગાર ધોરણને કારણે તમે શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી હોય અને કોઇ કારણસર તે પ્રમાણેનું પગારધોરણ વહીવટીતંત્ર ન આપે તો ?
‘બાળકોનું પણ આવું જ હોય છે, “શાળમાં ગમતું ન મળે તો ગેરહાજર’.
 શાળામાં દરેક બાળક્ને ગમતું વાતાવરણ ઉભું કરવું મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી,
તે માટેની પ્રેરણા અમને અમે બનાવેલા આ ચકલીઓ અને તેમના માળાએ આપી.જો અમે ચકલીઓને તેમને પોતાને શાળામાં ગમતી જગ્યાએ માળો બનાવવા દઇએ તો અમારા વર્ગખંડના શૈક્ષણિક કામમાં ખલેલ પડતી અને જો સ્વચ્છતા અને શૈક્ષણિક કાર્યમાં દખલના નામે માળો ન બનાવવા દઇએ તો ચકલીઓ........... “ડ્રોપ આઉટ”.
  આ બંને માંથી એક પણ નુકશાન અમને પોસાય તેમ ન હતું. ન તો ખલેલયુક્ત શિક્ષણ કાર્ય, ન તો ચકલીઓનું ડ્રોપઆઉટીંગ.તે માટે અમે નક્કી કર્યુ કે ચકલીને માળો બનાવવા માટેનું પર્યાવરણ વર્ગખંડની બહાર જ ઉભું કરીએ. અને આ વિચારો અને બાળમેળાનો અમે સમન્વય કર્યો. બાળમેળાની પ્રવ્રુત્તિ દરમ્યાન ચકલીના માળા બનાવ્યા અને વર્ગખંડની બહાર વર્ગકાર્ય અને ચકલીને અનૂકૂળતા મુજબ ટીંગાવ્યા.અમારી ધારણા કરતાં પણ વહેલા સમયે ચકલીઓએ અમને સહકાર આપી ઇશારો કર્યો કે જો તમે આ રીતે અમને અનૂકૂળ વાતાવરણ બનાવી આપશો તો અમે કદી ડ્રોપ આઉટ નહી થઇએ.
   માટે જ અમે દરેક બાળકને અનૂકૂળ પર્યાવરણ ઉભું કરવા માટે તેમજ બાળકોની રસ-રૂચિ  મુજબની પ્રવ્રુત્તિ કરાવવી અને તેઓનો અન્ય પ્રવ્રુત્તિમાં રસ કેળવવા માટે અમે અમારી તમામ શક્તિ કામે લગાડી દીધી છે.




ચકલી  ઘર બનાવતા પહેલા...
 


ચકલી ઘર બનાવ્યા પછી!

  
ચાલો બનાવીએ એક એવી જગ્યા જ્યાં વિદ્યાર્થી અને શિક્ષકો માટે આનંદમય વાતાવરણ હોય...બંનેમાંથી કોઈ પુશ આઉટ ના થાય!
આ વિચારની ભેટ આપવા બદલ.....Thank you Sparrow!

March 08, 2010

સ્વર્ણિમ ગુજરાત- The 50 Golden years of My State!


ઉત્સવ એટલે મોજ મજાનો દિવસ અને રમતોત્સવ એટલે શારિરીક કસરત સાથેની મોજ-મજા.
તમને ખબર છે તમે જ્યારે બાળકોને કહો છો કે આપણી શાળામાં ફલાણી તારીખે રમતોત્સવ છે, ત્યારથી જ બાળકને તેનું પોતાનું મગજ તેની પોતાની પ્રિય રમતમાં વિજેતા બનાવવાની કાર્યવાહી શરૂ કરી દે છે.પરંતું પ્રેક્ટિસ અને માર્ગદર્શનના અભાવે તે બાળક પોતાની પ્રિય રમતમાં સારો દેખાવ કરી શકતો નથી,
કેમ ખબર છે?,
મોટાભાગની શાળાઓમાં રમતોત્સવની જાહેરાત રમતોત્સવના આગલા દિવસે જ અને તે પણ બાળકોને ઘરે જવાના સમયે કરવામાં આવે છે, જ્યાં જાહેરાત વહેલી[બે કે ચાર દિવસ]  કરવામાં આવે છે ત્યાં આ રીતે કહેવામાં આવે છે કે  “રમતોત્સવમાં “ગોળા-ફેંક”ની રમત પણ છે. કોણ-કોણ ભાગ લેશે?”
 હવે તે બાળકોને તેના વિષય શિક્ષકશ્રીએ શાળામાં ચાલુ વર્ષે ગોળા-ફેંકની રમત ક્યારે રમાડી અથવા તો પ્રેક્ટિસ કરાવી હશે તેનો તો અંદાજ પણ મેળવવો મુશ્કેલ છે. [ઘણી જગ્યાએ તો બાળકોને ગોળા-ફેંકના ગોળાના સ્પર્શનો  અનુભવ ગયા વર્ષના રમતોત્સવમાં થયો હશે અને કેટલીક જગ્યાએ તો બાળકોને મન ગોળાફેંકનો ગોળો..... ગોળ...... કે....... ચોરસ....]
   ટૂંકમાં કહીએ તો કોઇ પણ કારણસર આપણે બાળકોને રમતોત્સવ પૂર્વેના સમયમાં રમતોની પ્રેક્ટિસ કરાવવામાં કરકસર ચોક્કસ કરીએ છીએ,અને સરવાળે તેનું ઉપલી કક્ષાના રમતોત્સવથી વંચિત રહેવાનું નુકશાન બાળકોએ વગર વાંકે ભોગવવું પડે છે. રમતોત્સવ આપણા માટે સામાન્ય દિવસની જેમ હોય છે પણ બાળકો માટે તો તે પોતાની તાકાત બતાવી દેવાનો સુવર્ણ અવસર હોય છે. બાળક તે અવસર આપણી પ્રેક્ટિસ કરાવવાની આળસને કારણે ગુમાવી બેસે છે.
તમે જોશો તો તમે તમારી શાળામાં બધા જ પ્રકારનું દૈનિક –માસીક કે વાર્ષિક આયોજન કર્યુ હશે પણ કઇ ઋતુમાં કેવી-કેવી રમતો રમાડીશું તેનું આયોજન અથવા તો આ રીતના આયોજનનો વિચાર પણ કર્યો છે ખરો? જો કે આ બાબતમાં તો અમે પણ હજુ પરફેક્ટ નથી, પણ જેવા “વાર્ષિક રમતાયોજન” માં પરફેક્ટ થઇશું આપની સામે સ્ક્રીન પર હોઇશું ,
 ત્યાં સુધી આમારી શાળાએ “સ્વર્ણિમ ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત રમેલ [ઉજવેલ] રમતોની તથા વિવિધ સ્પર્ધાઓની એક ઝલક..............

 વકૃત્વ સ્પર્ધા 
વેસ્ટમાંથી બેસ્ટ 
 


રંગોળી હરીફાઈ
  રંગોળી નિહાળતા કેળવણી નિરિક્ષકશ્રી આર.કે.પરમાર 
 રંગોળી નિહાળતા શ્રી ચૌહાણ સર!
લાવ મહેંદી મૂકી દઉં!

મારી મહેંદીનો રંગ ઉડી જાય રે ...સૂરજ  ધીમા તપો!

 યે કૌન હૈ?- યે કોન હૈ!(ગોપાલ-ધ મહેંદીવાલા!)

ચિત્ર સ્પર્ધા  
સંગીત ખુરસી 

માટલા ફોડ!
કોથળા દોડ!
ઢીંગલી મારી કેવી રૂપાળી!-સાંસ્કૃતિક સભા!

સૌથી રોમાંચક બનેલ રસ્સા ખેચ!



બાળમેળો- વર્ષ -:2009-2010


નવાનદીસર પ્રાથમિક શાળા
તા-:ગોધરા [પંચમહાલ]
                       તા-:15-02-2010

અહેવાલ

[બાળમેળો- વર્ષ -:2009-2010]
મેળો એટલે
ભરપુર આનંદ મેળવવાનું સ્થળ,પરંતું શાળા બાળમેળો એટલે આનંદની સાથે-સાથે શિક્ષણ પણ !                             રોજ બાળકોને પ્રાર્થના કરવામાં વધારે મજા આવતી પણ આજે બાળકોને પ્રાર્થના વહેલી પૂરી કરવામાં રસ હતો તે તેમના ભજન-ધૂન ગાવાના ઢાળમાં ચોક્કસ તરી આવતો હતો. જેવો પ્રાર્થનાનો કાર્યક્રમ પૂરો થયો તરત જ  બાળમેળાના કન્વિનર શિક્ષકશ્રી રાકેશ પટેલ ધ્વારા ગ્રુપ આયોજન અને સ્ટોર વ્યવસ્થાની જાહેરાત કરી.. જેમાં અમે અમારી શાળામાં ચાલતી નાગરીક ઘડતર પ્રવ્રુત્તિના જૂથોનો ઉપયોગ કર્યો. જૂથવાર સ્ટોરનું આયોજન બનાવ્યું. જેમાં નીચે મુજબની કામગીરી ફાળવવામાં આવી


ગ્રુપનું નામ
ફાળવેલ સ્ટોલ
માર્ગદર્શક શ્રી
1.     ધ્રુવ
માટીકામ
શ્રીમતિ નિલોત્તમા પટેલ
2.    સરદાર
કાતરકામ-કાગળકામ
શ્રી ચંદુ બામણિઆ
3.    વેલકમ
લાઈફ્સ્કીલ થ્રુ ડ્રામા
શ્રી રાકેશ પટેલ   
4.    આર્યભટ્ટ
ચિત્રકામ
શ્રી પ્રકાશ પટેલ
5.    હિંદુસ્તાન
ગીત-સંગીત
શ્રી શાંતિલાલ માલીવાડ
6.   મેઘાણીગ્રુપ
ભાષા અને ગણિતની રમતો
શ્રી ગીરીશ વાળંદ
7.  ન્યુટનગ્રુપ
પ્રયોગના સાધનોની ઓળખ [સમજ]
શ્રી રાકેશ પ્રજાપતિ    
 
દરેક  ગ્રુપના બાળકોને દરેક સ્ટોરની પ્રવ્રુત્તિ [ફક્ત જોવા મળે તેવું નહી] કરવા મળે તે માટે 40-40 મિનીટની ફાળવણી કરવામાં આવી. પ્રથમ માત્રુગ્રુપના બે બાળકો તથા  માર્ગદર્શક શ્રી ફરતા –ફરતા આવતા તમામ ગ્રુપના બાળકોને પ્રવ્રુત્તિનું મહત્વ અને કાર્યની રૂપરેખા વિશે સમજ આપે, ત્યારબાદ ગ્રુપના તમામ બાળકો તે પ્રવ્રુત્તિનો અનુભવ મેળવે તે રીતે હરતાં-ફરતાં શિક્ષણ તે અમારો ધ્યેય રહ્યો હતો.  
આ બાળમેળામાં બાળકોને અમે આપણા સહવાસી પક્ષીઓનું અને તેમના રહેઠાણનું જતન કરવાની પ્રેરણા આપવા માટે અમારી શાળા અને બાળમેળાને ચકલી બચાવો અભિયાન સાથે જોડ્યો. કાતરકામ અને કાગળકામ દરમ્યાન સરદારગ્રુપના બાળકો તેમજ માર્ગદર્શકશ્રી ચંદુ બામણિઆએ તેમની પ્રવ્રુત્તિ દરમ્યાન ચકલીના માળા બનાવ્યા. [જે તમે ફોટોગ્રાફમાં જોઇ શકશો] જેમાં ચકલી નિશ્ચિંત વસવાટ કરી શકે. આ પ્રવ્રુત્તિ એ અમારા પ્રાણી અને પક્ષીપ્રેમના પૂરાવા રૂપે હતો.
         બાળમેળાની પૂર્ણાહૂતિ ગીત-સંગીતના સ્ટોરમાં થઇ, જેમાં તમામ ગ્રુપના બાળકો તેમજ માર્ગદર્શક શ્રીઓ તમામે દેશીતાલમાં ધોરણ-3 થી 7 ના કાવ્યો ગાઇને અભિનય અને હીંચ લઇ બાળકોને મેળાના થાકનો અનુભવ કરાવ્યો.
 અંતમાં કહીએ તો  દરેક પળે બાળકોને મન મેળાનો  અને અમારે મન  શિક્ષણ આપવાનો ધ્યેય સિધ્ધ થતા અમે સફળ બાળમેળાની ઉજવણી કરી.
ચાલો જોઈએ કેટલીક ઝલક!
                                  ચિત્રકામ
                         
                            ભાષા અને ગણિતની રમતો
                            
                              પ્રયોગના સાધનોની ઓળખ [સમજ]
                          
                                    ગીત-સંગીત
                           
                              કાતરકામ-કાગળકામ

માટીકામ

લાઈફ્સ્કીલ થ્રુ ડ્રામા

તાક ધીન તાક ધીના ધીન તાક!

March 02, 2010

ચક્કીબેન ...ચક્કીબેન

ગયા માસમાં યોજાયેલા બાળમેળાની એક પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ ચકલી માટે ૬ ઘર બનાવ્યા હતા...તે વખતે તો મને ખાત્રી નહોતી કે આવો ફોટો ઝડપવાની તક મળશે કે હું..કેટલીક અતિ મહત્વની..જેવીકે અમારો સાયન્સ સીટી નો પ્રવાસ પછી મારો છત્તીસગઢ નો શૈક્ષનિક્ અભ્યાસ નો પ્રવાસ બધું બાજુ પર મુકીને આ પોસ્ટ કરીશ....ફોટો જોઈને તમેજ કહો છે ને..Worth wile.....
વધુ...ઘર બનાવવાની રીત વગેરે તમારા ફીડ બેક જાણ્યા પછી!