July 23, 2012

ઐતિહાસિક સ્મારકો અને આપણા બાળકો-1



ઐતિહાસિક સ્મારકોની મુલાકાતે......

બાળકો ઐતિહાસિક સ્થાપત્યોને જોવે જાણે અને તેનું મહત્વ સમજે તે માટે બાળકોને આપણે  ઐતિહાસિક સ્થાપત્યોની મુલાકાતે લઇ જઈએ છીએ. પરંતુ આમાં હવે વધારે એક કડી ઉમેરવી જોઈએ કે....બાળક જોવે-જાણે અને તેની સાથે સાથે તે ઐતિહાસિક સ્થાપત્યને અનુભવે અને પછી આપણે નહિ કહેવું પડે કે બાળક તેનું મહત્વ સમજે. બાળક જ્યાં સુધી તમે મુલાકાત લેવડાવેલ સ્થાપત્યને અનુભવી નહિ શકે ત્યાં સુધી તે તે સ્થાપત્ય સાથે સંકળાયેલ ઈતિહાસને જાણવા માટેની ભૂખ તેનામાં નહિ જાગે. હવે તમને થશે કે સ્થાપત્યને અનુભવવાની વાત..... કેવી રીતે???
બાળપણનો ફોટોગ્રાફ્સ જોતાં તમારું રીફ્લેક્શન્સ કેવાં હોય છે? શું તે ફોટોગ્રાફ્સ જોઈ-જાણી અને પછી તેનું મહત્વ સમજો છો? ના તમારા માટે તે ફોટોગ્રાફ્સ એટલાં માટે મહત્વનો બની જાય છે કે તે તમારા ઇતિહાસ સાથે સીધો જોડાયેલો છે, અને તેને કારણે તમારી લાગણીઓ તેની સાથે જોડાયેલી છે અને પરિણામે તમે ફક્ત તેને જોતાં નથી ....તે ફોટોગ્રાફને અનુભવો પણ છો.હવે વિચારો કે તમારા દાદાના દાદાના દાદાના દાદાની લાકડી તમને જોવા મળે તો...???
 મિત્રો સ્થાપત્યોને જોવાથી કે જાણવાથી બાળકો થોડો સમય તેનાથી વાકેફ થઇ શકશે પરંતુ બાળકોને તે અનુભવાવવા માટે તો તે સ્થાપત્યનો ઇતિહાસમાં આપણા સાથે કેવી રીતે જોડાયેલાં હતાં તેની સમજ આપવી પડશે...એટલે કે તે સ્થાપત્યના ઇતિહાસનો એક છેડો જેટલો બને તેટલો બાળકના ગામના/જીલ્લાના/રાજ્યના કે દેશના ઈતિહાસની નજીક લાવવો પડશે. એટલે કે તે સ્થાપત્યનો ઇતિહાસ તે બાળકના ગામના/જીલ્લાના/રાજ્યના કે દેશના ઈતિહાસ સાથે કેવી રીતે જોડાયેલો છે તેની સમજ આપવી પડશે. પછી આપણે સ્થાપત્ય વિષે બાળકને મહત્વ સમજાવવું નહિ પડે,બાળક માટે તે સ્થાપત્ય જ મહત્વનું બની જશે...અને તેની જાળવણી પણ કરતાં થશે...તે માટે બાળકોને ફક્ત એક જ પ્રશ્ન કરવો પડશે કે બાળકો,વિચારો કે તમારા પહેલાં જે લોકો આ સ્થાપત્ય જોવા આવ્યા તેઓએ મહત્વનું સમજી જાળવણી ન કરી હોત તો શું આ સ્થાપત્ય આપણને અનુભવવા મળત???  મિત્રો,૬૦ વર્ષની આઝાદી પછી પણ આપણા સ્થાપત્યોને નુકશાન ન પહોંચાડીએ તેવી જાહેરાતો આપવી પડે છે તેનું કારણ આ જ છે કે મોટાભાગના લોકો પોતાના સ્થાનિક ઇતિહાસ અને સ્થાપત્યોના ઇતિહાસથી અજાણ છે,અને પરિણામે તેમને ખબર નથી કે સ્થાપત્યો તેમની સાથે કેવી રીતે જોડાયેલાં.....માટે જ બાળકો સ્થાપત્યોની મુલાકાત લઇ આનંદ માણે પણ સાથે-સાથે તેનું મહત્વ સમજાવવા એક આવો પ્રયત્ન કરવો જ રહ્યો .....





















ઐતિહાસિક સ્મારક “રત્નેશ્વર” વિશે ધાર્મિક માન્યતા 

ભારત સરકારશ્રી ધ્વારા રક્ષિત આ સ્મારક પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના રતનપુર[કાંટળી]ગામની નજીક આવેલું છે.કહેવાય છે કે તે સમયે રત્નેશ્વર- ગળતેશ્વર[ઠાસરા,ખેડા]-નંદકેશ્વર[નદીસર,પંચમહાલ]-કલેશ્વરી [પંચમહાલ] આ ચાર સ્થાનના દર્શન ચારધામ સમાન ગણાતાં... 







ઐતિહાસિક સ્મારકો અને આપણાં બાળકો -૨


"નંદકેશ્વર"-નદીસર ગામમાં આવેલ પૌરાણિક સ્થાપત્ય







 બાળકોની સમજ માટે શિલાલેખની ગરજ સારતા લખાણનું નિદર્શન....


નજીકના ગામ કબીરપૂર પાસે આવેલ પૌરાણિક વાવની મુલાકાતે...  








ગરમ પાણીના કૂંડ-ટૂવા [તા-:ગોધરા,જી-પંચમહાલ] 







 બાળકોને વૈજ્ઞાનિક ઢબે કૂંડ બતાવતા વિષય શિક્ષક- સલ્ફરનું પ્રમાણ વધારે હોવાથી પાણી ગરમ હોય છે.....સલ્ફર ચામડીનાં રોગોમાં રાહતકારક હોઈ......અહિં કૂંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગોમાં રાહત મળવાની માન્યતા  છે... 




ઈન્ટરનેટ પરથી અન્ય સ્થાપત્યોને ડાઉનલોડ કરી બાળકોને માહિતગાર બનાવવાનો એક પ્રયત્ન 




July 19, 2012

બાળક...સમાજ...અને... સામાજિક વિજ્ઞાન



બાળક અને સમાજ વચ્ચે સેતુરૂપ વિષય એટલે જ
"સામાજિક વિજ્ઞાન"
        સમાજ સાથે સંવાદ કરતું ગ્રુપ........... 
                          
બાળક...અને ....સમાજ....વચ્ચે સેતુરૂપ વિષય એટલે જ સામાજિક વિજ્ઞાન.
જે વિષયના એકમોની પ્રવૃત્તિઓ વડે બાળકને સમાજને ઓળખવાની, સમજવાની તક મળે તે વિષય એટલે જ ‘સામાજિક વિજ્ઞાન’. સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આવતાં એકમો/એકમોની પ્રવૃત્તિઓની સમજ/માર્ગદર્શનને આધારે બાળક સમાજ સાથે લયબધ્ધતા સ્થાપવાનો પ્રયત્ન કરે છે અને વિષય શિક્ષક તરીકે આપણો પણ પ્રયત્નનો હેતુ તે તરફનો જ હોવો જોઈએ.આ વિષય અંતર્ગતની પ્રક્રિયા/પ્રવૃત્તિઓ દરમ્યાન બાળક સમાજના ભૂતકાળથી માહિતગાર બની  સામાજિક ઈતિહાસને જાણે છે,બાળક સમાજની આર્થિક વ્યવસ્થા/શાસન વ્યવસ્થા/પર્યાવરણીય ભૌગોલિક વ્યવસ્થા વગેરેની સમજ મેળવી હક અને ફરજ માટે પોતાની  હિસ્સેદારી પ્રત્યે સભાન બને છે.ધોરણ-૫ થી જેમ-જેમ બાળક સામાજિક વિષયનું માર્ગદર્શન મેળવતો જાય છે તેમ તેમ તેની પોતાની દુનિયામાં કે જે ફક્ત દાદા-દાદી-માતા-પિતા-ભાઈ-બહેન-કાકા-કાકી વગેરે પૂરતી સિમિતિ હતી  તે વિસ્તરવા લાગે છે....
એટલે કે તેનું કૌટુંબિક માનસ સામાજીકતા તરફ આગળ વધે છે. ત્યારે ધોરણ-૫માં સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે આપણા પ્રયત્નોનું મહત્વ ખૂબ જ વધી જાય છે, આવા સમયે આપણે પ્રવૃત્તિ/પ્રોજક્ટ વડે એવી પરિસ્થિતિ પેદા કરવી પડશે કે બાળકે પોતાની ઓળખ સાથે સમાજ વચ્ચે જવાની જરૂર પડે...એવી કોઈ પ્રક્રિયા કાર્યવન્તિત કરવી પડશે કે બાળકે સમાજ સાથે સંવાદ કરવાની ફરજ પડે અને જેના આધારે બાળક અને સમાજ એકરસ થવાની ક્રિયા ઝડપી બને...અને જેના પરિણામ રૂપે સામાજીક વિજ્ઞાન વિષયના વિવિધ ધ્યેયોમાંનો એક ધ્યેય “બાળકમાં સામાજિકતા કેળવાય”ની સાર્થકતામાં વધારો થશે... . 
આવા જ એક પ્રયત્ન રૂપે નવાનદીસર શાળાએ ધોરણ-૫માં સામાજિક વિજ્ઞાન વિષયમાં  “ગામનો ઇતિહાસ” પ્રોજેક્ટ અંતર્ગત આવો જ એક પ્રયત્ન કર્યો કે જેમાં ગામના ઇતિહાસથી વાકેફ થવા માટે બાળકોને સમાજ વચ્ચે જવાની  અને ફક્ત સમાજ વચ્ચે જવાની જ નહી સમાજ વચ્ચે જઈને સમાજ સાથે સંવાદ કરવાની પણ ફરજ પડે.એક વાત ચોક્કસ કહું કે તમે જેમ જેમ આ પ્રોજેક્ટ માટે શાળાએ કરેલ પ્રયત્નોના  ફોટોગ્રાફ્સ જોતાં જશો તેમ-તેમ તમે પણ કાંતો સમાજ અથવા કાંતો બાળક બની પ્રોજેક્ટને અનુભવતાં જશો.
 "PROJECT" ફોર્મેટની સમજ......
Page-1
Page-2












ગ્રુપ વિભાજન 
ગ્રુપ પ્રમાણે માર્ગદર્શન 
 નમૂના-રૂપ મૂલાકાત ધ્વારા બાળકોને સમજ આપતા વિષય શિક્ષકશ્રી 
ગાંધી-ગ્રુપ 
કમળ -ગ્રુપ 
અર્જુન ગ્રુપ 
ક્રિશ્ના-ગ્રુપ
ત્યારબાદ ગ્રુપ પ્રમાણે પોતે મેળવેલ માહિતીની જાણકારી એકબીજા ગ્રુપને આપતાં બાળકો