September 30, 2022

ટ્વિનિંગથી શું ફાયદો ? – એવું તમને કોઈ પૂછે તો !

ટ્વિનિંગથી શું ફાયદો ? – એવું તમને કોઈ પૂછે તો !

સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામ અંતર્ગત એક શાળા બીજી શાળામાં જાય આખો દિવસ ત્યાંનાં બાળકો સાથે જીવે, જાણે , ભણે, સમજે અને શીખે. વખતે અમારી શાળાનું ટ્વિનિંગ નજીકની કબીરપુર શાળા સાથે હતું. નજીકનું ગામ એટલે સામાજિક , સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિબળો સમાન હોઇ શાળાકીય યુક્તિ પ્રયુક્તિઓ જાણવા સમજવા પર વધારે ભાર રાખ્યો. બે ફેઝમાં સમગ્ર આયોજન કર્યું. બંને શાળાનાં બાળકો એકબીજા સાથે જાણે વર્ષોથી સાથે ભળેલાં અને ભણેલાં હોય તેવું ક્લિક પરથી દેખાઈ આવે છે. સાથે સાથે તેમણે કાર્યક્રમના અંતે આપેલા અભિપ્રાય પરથી પાકું થયું કે તેઓને ટ્વિનિંગમાં ખરેખર મજા આવી છે અને એકબીજા સાથે સંવાદ વડે નવું જાણ્યું પણ છે.

આદાનપ્રદાન વર્ષોથી ચાલતી પરંપરા છે. પછી વાત દુનિયાના દેશોની હોય કે  એક સંસ્કૃતિની બીજી સંસ્કૃતિ સાથેની હોય ! આદાનપ્રદાનની પ્રક્રિયા દેશ, સમાજ, સંસ્કૃતિ કે પછી વ્યવસાય દરેકને વિકસવાની તક પૂરી પાડે છેપ્રગતિ માટેનું પહેલું પગથિયું છે જે તે વિષયમાં નિષ્ણાત બનીએ. નિષ્ણાત બનવાની પહેલી શરત છે વિચારોના વાડાને વિસ્તારવો. વિચારોના વાડા ત્યારે વિસ્તરે જ્યારે આદાનપ્રદાન વડે આપણે આપણા વાડા ઓળંગતા રહીએ. શૈક્ષણિક સંસ્થાનોમાં પણ આવા ઉદેશ્ય સાથે ટ્વિનિંગ કાર્યક્રમની શરૂઆત થઈ છે. શરૂઆતનાં વર્ષોમાં એક્ષપોઝર વિઝિટ અંતર્ગત ઘણી બધી શાળાઓ નવાનદીસર શાળાની કાર્યશૈલી અને ગામની ભાગીદારીની મુલાકાતે આવતી. સાથે પોતાની શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો પણ હોય. એટલે જાણે કે એક ગામ બીજા ગામની મુલાકાતે આવ્યું હોય તેવો માહોલ બને. કહેવા માટે તો  મુલાકાત ફક્ત એક સાથે શાળાની એક્ષપોઝર વિઝટ હોય પણ બની જતો ટ્વિનિંગ કાર્યક્રમ. કારણ કે સામસામે સંવાદમાં કાર્યશૈલીથી શરૂ થઈ શાળાના પડકારો, તેમાં થયેલા પ્રયત્નો, પ્રયત્નો વડે મળેલી સફળતાઓવગેરેનું બધી બાબતોનું અનૌપચારિક રીતે આદાનપ્રદાન થતું.

ધીમેધીમે તેમાં શિક્ષકોની સાથે વ્યવસ્થાપન સમિતિ , સાથે શાળા વ્યવસ્થાપન બાળ સંસદના બાળક લીડરોના જોડાવાની પણ શરૂઆત થવા લાગી. શિક્ષકો એકબીજાની સાથે 'શાળામાં સમાજની ભાગીદારી' વિશે સંવાદ કરે, જ્યારે બાળકો શાળા સંચાલનમાં પોતાની ભાગીદારી અને વ્યવસ્થા અંગે એકબીજાને આઇડિયા આપે. આવી પ્રક્રિયા એક ગામની શૈક્ષણિક પાંખની બીજા ગામની શૈક્ષણિક પાંખ સાથેની  ટ્રેનિંગથી કંઈ ઓછી કહેવાય!

        શાળાનાં બાળકો સહિત શાળા માટે ટ્વિનિંગ પ્રોગ્રામ હવે લગભગ રોજદરરોજ જેવો બની ગયો છે. શાળાની પ્રક્રિયા જાણવા આવતી ઉત્સાહિત શાળાઓ હવે ફક્ત શિક્ષકો એકલાં નહીં પોતાની શાળાનાં સંચાલનમાં અગ્રેસર બાળકોને પણ સાથે લાવે છે. એનો ફાયદો બંને પક્ષે છે , પરંતુ મોટો ફાયદો અમારાં બાળકોને છે કે તેમને અલગ અલગ શાળાના બાળકોની કાર્ય પદ્ધતિ વિશે જાણવા મળે છે. તેમાંથી નવું જાણી શાળામાં તેનું અમલીકરણ પણ કરે છે.

ફરી ઉપરના પહેલા ફકરાની છેલ્લી લીટી પર લઈ જાઉં કેવિચારોના વાડા ત્યારે વિસ્તરે જ્યારે આદાનપ્રદાન વડે આપણે આપણા વાડા ઓળંગતા રહીએ.” અને બાળકો અમને શીખવી રહ્યાં છે કે  પ્રગતિ ત્યારે સધાય જ્યારે વિસ્તરેલ વિચારોના વાડાનું પ્રત્યાયન પણ થાય. ખરેખર તો બાળકોમાં કેળવાઈ રહેલી ટેવ તેમના ભવિષ્યની સામાજિક જીવનશૈલીમાં પણ મહત્ત્વનો ભાગ ભજવશે તેની અમને આશા છે. “શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ” – નો સંકલ્પ પણ અમારી આશાને કારણે અમર છે. ચાલો, અમારી આશાઓનાં કિરણમાનાં એક કિરણ એવા અમારા બાળ પ્રમુખને સાંભળીએ તેની ટીમ કેવી રીતે સંચાલન કરી રહી છે !              















વિડીયો - શાળા સંચાલન ચર્ચા