“બાળકોનો શીખવાનો આનંદ બન્યો રહે”
શિક્ષક
તરીકે વર્ગખંડમાંની પળ એ સ્વર્ગ સમાન હોય. આવી પળો જેટલી વધુ મળે તેટલો આનંદ વધુ – એવો એક શિક્ષક
તરીકે આપણા સૌનો અભરખો સદાય રહ્યો છે. વર્ગખંડમાં જતાં જ આપણી
દુનિયા બદલાઈ જતી હોય છે. આપણી સામેના ચહેરા જોઈને જ આપણે પોતે
જ નવા રૂપ રંગમાં ફેરવાઇ જતાં હોઈએ છીએ. કેટલાક ચહેરા ફૂલ જેવા
જાણવા ઉત્સુક – તો કેટલાક ચહેરા ભમરા જેવા જણાવવા ઉત્સુક
! આવી દુનિયામાં જવાનું થાય ત્યારે સૌ આનંદમાં આવી જ જાય તે સ્વાભાવિક
છે !
વર્ગખંડમાં
ગયા પછી બાળકો સાથે શૈક્ષણિક કાર્ય કરવાનું થાય અને આપણે ધારીએ તેવો રિસ્પોન્સ ન મળે
ત્યારે આપણો સ્વભાવ બદલાઈ જતો હોય છે. બાળકોને બધું જ શીખવી દેવાનો અથવા તો આપણે ઈચ્છીએ ત્યારે આવો જ રિસ્પોન્સ મળવો
જોઈએ એવી અપેક્ષાઓ આપણા સ્વભાવમાં ઉત્તેજના પેદા કરી દેતી હોય છે. પરિણામે બગીચા જેવા વાતાવરણથી શરૂ થયેલો વર્ગખંડ જાણે કે થોડીક પળો પહેલાં
જ બોમ્બ પડ્યો હોય તેવા સન્નાટાવાળો બની જતો હોય છે. આવા ભા[રા]વરણમાં બાળકો આપણે કહીએ તે ધ્યાનપૂર્વક સાંભળશે તેની
કોઈ ગેરંટી નથી. સાંભળશે તે પૂરું સમજશે તેની પણ શક્યતાઓ નથી. અને સમજેલું
આપણે સમજાવેલું તે જ આકારમાં હશે તેવું માનવું પણ શક્ય નથી જ
! આવી પળોમાં આપણે તો ફક્ત આપણો ધર્મ બજાવ્યાનો સંતોષ માની - ભણાવ્યાનું માની લેતાં હોઈએ છીએ.
શીખવી કે
સમજાવી દીધા કરતાંય તેની પ્રક્રિયા મહત્ત્વની છે જે ખૂબ જરૂરી છે. એવામાં વર્ગખંડનો માહોલ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો
હોય છે. આપણે ત્યાં આવેલ એક કારીગર સ્ક્રૂ ડ્રાઈવર વડે સ્ક્રૂ
ફીટ કરવાને બદલે સ્ક્રૂને હથોડી વડે લગાવી રહ્યો છે. તેની આ પ્રક્રિયાથી
જે તે ફીટીંગ માટેનો તેનો ઉદેશ્ય ત્વરિત તો નભી જાય છે. પરંતુ
લાંબા ટાઈમ માટે આ ટકાઉ નથી તે આપણે સૌ જાણતાં જ હોઈએ છીએ. અને
હા,તે પણ આ વાત જાણતો જ હોય છે. ત્યારે બીજી બાજુ સ્ક્રૂની સ્થિતિ
વિચારતાં જ આપણને આપણાં બાળકોની માનસિક સ્થતિ યાદ આવી જશે. યોગ્ય
પ્રક્રિયા ન કરતો કારીગર સ્ક્રૂના હેડને હથોડી વડે ટીચે છે, અને
યુક્તિ પ્રયુક્તિઓ વિના બાળકોને ભણાવી દેવાના ઉદેશ્ય સાથે આપણે બાળકોના હેડને
Teachઇએ છીએ. ફીટીંગ સમયે સ્ક્રૂના આંટાની અને
બાળકને પિરસેલા જ્ઞાનની સરખી સ્થિતિ બનતી હોય છે.
શીખવી દેવાના
શોખ – ભણાવી દેવાની ભાંજગડમાં આપણે આપણી ટીમના એ
સભ્યનો પક્ષ ભૂલી જઈએ છીએ જેને આ શીખવાનું, સમજવાનું અને ભવિષ્યમાં
તેનો ઉપયોગ કરવાનું છે. જે તે પ્રક્રિયા જે તે યોગ્ય સહકારભર્યા
માહોલમાં થાય તો જ તે ઉદ્દેશ્ય સાથે કાર્ય સર્યું કહેવાય. એવામાં
બાળકોને સતત ટીચવાને [ ટીચવા – બાળક પર
શીખી લેવાનું જોર કરવું ] બદલે તેનો આનંદ શીખવા માટે બન્યો રહે
તેવો પ્રયત્ન કરીએ. શીખવવા
માટેનો માહોલ બને ન બને બાળકોને શીખવા માટેનો માહોલ બનાવવો એ જ દરેક શૈક્ષણિક સંસ્થાની
બાળકો પ્રત્યેની મૂળભૂત ફરજ છે..
– – એટલે જ અમે સદાય આ મંત્ર જપીએ છીએ કે “બાળકોનો શીખવાનો આનંદ બન્યો રહે” !
No comments:
Post a Comment