August 18, 2012

શાળા સ્થાપના દિવસ....


બાળકોને મન-“મારી શાળા.....”
દોરો...લખો...અથવા તો વર્ણવો.....
            18મી ઓગષ્ટ એટલે અમારી શાળાનો સ્થાપના દિવસ..એટલે કે અમારી શાળાનો જન્મદિવસ ...દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં ઉજવણી કેવી રીતે કરવી તેનું આયોજન જયારે થતું હતું ત્યારે આનંદ એ વાતનો પણ હતો કે શાળાનો સ્થાપના દિવસ હતો તે સાથે સાથે તે દિવસે પતેતીનો તહેવાર પણ હતો...શાળા સ્થાપના દિવસની ઉજવણી માટેના આયોજનમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણેના હતા.જેમાં સ્થાપના દિવસની ઉજવણીથી....
Ø બાળકોની શાળા પ્રત્યેની લાગણીઓ અપડેટ થાય..
Ø બાળકો રસરૂચી મુજબના સ્ત્રોત વડે પોતાની લાગણીઓ પ્રગટ કરે....જે અંતર્ગત એક બેનર આપ્યું - દોરો----લખો----અથવા તો વર્ણવો---“મારી શાળા”  [જેમાં ચિત્ર દોરી અથવા નિબંધ લખી અથવા તો વક્તુત્વ ધ્વારા બાળક શાળા વિશેના પોતાના વિચારો વ્યક્ત કરે.... કોઈ સ્પર્ધા નહી હોં..]
Ø ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની શાળા પ્રત્યેની લાગણીઓ/અનુભવોને વર્તમાન વિદ્યાર્થીઓની  સાથે વહેંચવા.. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તે સમયે તેમણે આ શાળામાં પસાર કરેલ સમયગાળા દરમ્યાનના પ્રસંગોને બાળકો સાથે વહેંચે.
                 સાથે-સાથે શાળા પરીવારની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ  સાથે ચર્ચા..જેમાં આ શાળાના વિદ્યાર્થીકાળ  દરમ્યાન  શાળા વ્યવસ્થા/શૈક્ષણિક પ્રવૃત્તિ/શૈક્ષણિક પદ્ધત્તિ/સહભ્યાસિક પ્રવૃત્તિઓ દરમ્યાન શાળા પરીવારની જાણ બહાર તે વિદ્યાર્થીને કોઈ કડવો અનુભવ થયો હોય[પરંતુ કોઈ કારણસર કહી શકાયું ન હોય] તો તે મિત્રભાવે ચર્ચી શકે  માટેનું એક મંચ ઉભું કરી તે વિદ્યાર્થીની શાળા પ્રત્યેની લાગણીઓને મજબૂત બનાવવાનો એક પ્રયત્ન હતો...જેના વડે અગામી દિવસોમાં કોઈ બાળક તેવી વ્યવસ્થા/વર્તનનો ભોગ ન બને તે માટે શાળા પરીવાર સજાગ બને...
                 સાચું કહું તો ઘણી જ ચર્ચા અને લાગણીઓની અભિવ્યક્તિઓ સાથે  શાળા સ્થાપના દિન એટલો બધો આનંદમય રહ્યો કે જેને શબ્દો વડે વર્ણવી શકવા અસમર્થ છીએ....  















કાગળ કટિંગ વડે શાળાને શુભેચ્છાઓ પ્રગટ કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ...
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતાં બાળકો.... 


ચોકલેટ વિના તો જન્મદિવસની ઉજવણી અધૂરી જ ગણાય ને....!!!



શાળા પરીવાર તરફથી થયેલ બટાકા-પૌંઆની મિજબાનીનો લાભા લેતા બાળકો  


અમને મળેલ આઉટ પૂટની ઝલક...



ભૂતપૂર્વ વિદ્યાર્થીના મતે...



અમારા બાળકના મતે અમારી શાળા........
                     

August 15, 2012

આઝાદી એટલે ....



ઝાદી એટલે સમાન તક !

૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭ અને ૧૫ મી ઓગષ્ટ, ૨૦૧૨ વચ્ચે તમે કોઈ ફરક મહેસુસ કર્યો ?
    શાળાઓમાં આપણે સતત આપણા વકતવ્યોમાં (કારણ કે તે મોટાભાગે બાળકોના નથી બની શકતા !)  આજના દિવસે આપણને આઝાદી મળી હતી...ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ જેવા કેટલાય લોકોના પ્રયત્નોથી આપણને આઝાદી મળી છે...વગેરે... વગેરે..વગેરે..”  બોલ્યા કરીએ છીએ !
આપણે ક્યારેય વિચાર્યું છે... આજે આઝાદી અને આઝાદદિનનો મતલબ શું છે ?” આપણી આઝાદીને સાડા છ દાયકા થયા. ૧૪મી ઓગષ્ટ,૧૯૪૭ની મધરાતે દેશ આઝાદ થયો એ વખતથી જ આઝાદીનો મતલબ માત્ર અંગ્રેજ શાસનમાંથી મુક્તિ પૂરતો મર્યાદિત નહોતો ! તે સમયના આઝાદી માટેના લડવૈયાઓના મતે આઝાદી એટલે દરેક ભારતીયને વિકસવાની સમાન તક...[ વિચારો કે ગાંધીજીને રેલ્વેની અંદર બેસવા માટેની સમાન તક મળી હોત તો??? અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મેળવવા કરતાંય અંગ્રેજોની ભારતીયોને વિકસવા માટેની સમાન તક ન આપવાની નીતિ સામે ખરેખર તો ચળવળની શરૂઆત થઇ હતી અને તે ચળવળ પછીથી પૂર્ણ સ્વરાજમાં ફેરવાઈ ગઈ હતી....] આપણે આઝાદીનું સપનું જોયું ,સપનું હતું કે દેશ આઝાદ થશે તો આપણું પોતાનું સુશાસન આવશે,દરેકને રોજી-રોટી અને શિક્ષણ મેળવવાની અને વિકસવાની એક સરખી તક મળશે...શું એવું બની શક્યું છે ખરું..???
                               વાત કરીએ જો અમારી શાળાની અને ગામની...ત્યારે શાળા પરિવારને થાય કે આર્થિક વિષમતા એ બાળકોને સમાન તકો પૂરી ન પડવા માટેનું કારણ તો ન જ હોઈ શકે !!! અધધધધ ....ફીથી મળતી વિકસવાની તક અને આર્થિક રીતે પછાત બાળકોને વિકસવાની તકમાં એટલું બધું અંતર ન હોઈ શકે કે બંને આગળ જતાં ધ્રુવોમાં ફેરવાઈ જાય.. અને આવી જ ચર્ચાને અંતે શાળા પરિવારમાં એક નવો  વિચાર જન્મ્યો... અને શાળા પરિવારે સ્વખર્ચે બાળકોને એક સંગીત/ડાન્સ શિક્ષકની તક પૂરી પાડી... તક મળે તો શું ન કરે બસ આજ મુદ્રામાં અમારા બાળકોએ એવું કરી બતાવ્યું કે કાર્યક્રમની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી તેમના વાલીઓની આંખોમાં નવાઈ અને હાથમાં તાળીઓ છવાયેલી જ રહી....આવો આપ પણ સામેલ થાઓ..અને નિહાળો..અમારો ........ધ્વજવંદન સમારોહ...........

ગીત-: शिव शंकर को जिसने पूजा.........





ગીત-: जादू.....जादू...








ગીત-: ટરરરર....ટરરર...ઢમ....ઢમ....ઢમ..કરો રમકડાં કૂચકદમ








ગીત-: I love my india……




    ગીત-: देश हमारा सबसे न्यारा....प्यारा हिन्दुस्तान..











ગીત-: जलवा...तेरा....जलवा...तौबा...मेरी...तौबा...





ગીત-: चक दे चक इंडिया.......








 ગ્રામજનો સાથે વાર્તાલાપ....










भामाता की जय.........