પરિભ્રમણ અને પરિક્રમણ
બાળકોને પૃથ્વીનું "પરિભ્રમણ" અને "પરિક્રમણ"
વિશે જણાવવા અને તેને બાળકો સ્પષ્ટપણે સમજે તે માટે ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ,અને આવી પ્રવૃત્તિઓ વડે બાળકો જાણી અને કદાચ સમજી પણ લે છે કે
“પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની
જેમ ફરે છે જેને પરિભ્રમણ કહે છે,અને તે સૂર્યની આસપાસ પણ
ફરે છે.જેને પરિક્રમણ કહે છે” છતાં પણ અમે અનુભવ્યું છે કે
કેટલાંક બાળકોમાં પરિભ્રમણ અને પરિક્રમણ શબ્દના અર્થની સમજ વિના આ પ્રવૃત્તિઓ ધ્વારા
મેળવાતી સમજ આ પ્રવુત્તિ પૂરતી સિમિત રહે છે, તે માટે બાળકોને પહેલાં તો પરિભ્રમણ એટલે શું.....અને પરિક્રમણ....એટલે શું? તેમાં તેમની સમજને સ્પષ્ટ કરવી પડશે, જેમકે બાળકોને “ભ્રમણ” માટે ભમરડો,ફૂંદરડી
ફરવી વગેરે રમતો/પ્રવૃત્તિઓ વડે અને “ક્રમણ” માટે
ગોળ-ગોળ ગાડી દોડાવવી,એકબીજાના હાથની સાંકળ બનાવી ગોળ ફરવું વગેરે રમતો/પ્રવૃત્તિઓ/ક્રિયાઓ વડે સમજ
આપી....અને ત્યારબાદ એક રમત વડે શાળાએ એવો પ્રયત્ન કર્યો કે જેમાં બાળકોની સંકલ્પનાઓના સ્પષ્ટીકરણનું
મૂલ્યાંકન થાય...અને આમ બાળકોમાં પરિભ્રમણ અને પરિક્રમણની સંકલ્પનાઓ સ્પષ્ટ થયા
બાદ જ પૃથ્વી કેવી રીતે આ ક્રિયા કરે છે તે સમજાવ્યું.....જેમાં શાળાએ “રામ-રાવણ”ની
રમતનો ઉપયોગ કેટલાંક ફેરફાર સાથે કર્યો....જેનું આયોજન નીચે મુજબની
પ્રક્રિયા વડે થયું.
· શિક્ષકશ્રી પોતે મધ્યમાં ઉભા રહી સૂર્ય તરીકેની ભૂમિકા નિભાવશે અને આસપાસ ગોળમાં બાળકો ઉભા રહેશે
શિક્ષકશ્રી રામ-રાવણ રમતની જેમ “પરિભ્રમણ-પરિક્રમણ’ નો આદેશ આપશે.
જે આદેશ તે “પરિરિરિરિરિરિરિરિ.ભ્રમણ” અથવા “પરિરિરિરિરિરિરિરિ.ક્રમણ” ઉચ્ચારમાં કરશે.
વિજેતા બાળકને “પૃથ્વી”નું બિરુદ મળશે. અને ત્યારબાદ પૃથ્વીની “પરિભ્રમણ” અને ‘પરિક્રમણ’
ની ક્રિયાને બાળકો નીચેની પ્રવૃત્તિથી જાણશે....
પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે....
પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે.....
પૃથ્વી પરિભ્રમણ કરતાં કરતાં પરિક્રમણ કરે છે....
આપની પાસે અન્ય કોઈ પ્રવૃત્તિઓ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અથવા તો અમારા સરનામે મેઈલ કરો.
1 comment:
V.good work
Post a Comment