March 13, 2013

બાળ [આનંદ] મેળો-૨૦૧૩...


જવાબદારી નિભાવવાનો આનંદ-: બાળમેળાનું સંચાલન

                        શાળાના સૌથી ખુશખુશાલ વર્ગખંડો અને સૌથી વધુ કિલકીલારીઓ યુક્ત કેમ્પસવાળો દિવસ એટલે   જ શાળાનો બાળમેળો... આમેય મેળો શબ્દ હોય એટલે આનંદ અને ઉલ્લાસ હોય તે સ્વાભાવિક છે પરંતુ જયારે તે મેળાની આગળ બાળ શબ્દ લાગે ત્યારે તે દિવસ બાળકોનો ન હોય તે કેવી રીતે બને??? દર વર્ષની જેમ આ વર્ષે પણ જયારે બાળમેળાના વિવિધ વિભાગના કાર્યક્રમના આયોજનની વાત આવી ત્યારે અમે [શિક્ષક મિત્રોએ] હાથ પાછા ખેંચ્યા એટલે કે જો પ્રત્યક્ષરૂપે આ ઘટનાનું નિરૂપણ કરો તો તમે એમ પણ કહી શકો કે ...“ અરે!! તમે તો જવાબદારીમાંથી છટક્યા !!   નાપણ એવું નહોતું...પ્રત્યક્ષ ભલે આમ લાગતું હોય પરંતુ પરોક્ષ અમારો ઉદેશ્ય ધોરણ ૮ ના બાળકો કે જે હવે ૧૪ વર્ષ પૂર્ણ કરવાના આરે હતા અને અગામી શૈક્ષણિક કારકિર્દી પ્રત્યેના નિર્ણયો કરવા સક્ષમ બનવાના હતા, તેઓ માટે જવાબદારી નિભાવવાનું એક પ્લેટફોર્મ ઉભું કરવાનો હતો
દરેક સ્ટોર પર બે થી ત્રણ સ્ટોર માસ્ટરો 

તે માટે અમે આનંદમેળાનો પ્રસંગ જ ખૂબ અનુકૂળ લાગ્યો. અમે આ બાળકો સમક્ષ સ્પષ્ટ કહી દીધું કે બાળમેળો કેવી રીતે ઉજવવો- કયા-કયા સ્ટોર અને સ્ટોરની અનુકૂલન મુજબની જગ્યા, જરૂરિયાત મુજબની સામગ્રી- આ બધું તમારે જે તે સ્ટોરના “ સ્ટોર-માસ્ટરો એ જ નક્કી કરવાનું છે.અમે શિક્ષકમિત્રો તો તે દિવસે મેળો માણવા જ આવવાના છીએ. [આ બધી વાત બાળકો સમક્ષની હતી, પરંતુ બાળકોની જાણ બહાર પરોક્ષ પણ અમારૂ એક આયોજન હતું, જેમાં દરેક સ્ટોર દીઠ અઘોષિત એક-એક  શિક્ષક માર્ગદર્શક તરીકે રહેશે અને બાળકોની ગૂંચવણ સમયે એ ભાવે મદદ કરે કે જાણે બાળક પર ઉપકાર કરતાં હોય ] કાગળકામ હોય કે કોલાર્જવર્ક માટી કામ હોય કે રંગમંચ દરેક બાળકને જે તે સ્ટોરની પ્રવૃત્તિ માટેનું મટીરીયલ મળી રહે તેની દેખરેખ રાખવાનું કામ સ્ટોર માસ્ટરોનું હતું. આવા આયોજનના ફાયદા એ હતા કે 

બાળકો પણ પોતે જવાબદાર બની સ્ટોરનું સંચાલન કરતાં હતા,વ્યવસ્થા જળવાતાં અન્ય બાળકો ટોળું નહિ પણ જૂથ બની બદલાતાં રહેતાં જેથી દરેક બાળકોને દરેક સ્ટોરનો લાભ અને અનુભવ મળતો  અને અમે પણ બાળકો સાથે જવાબદારી વહેંચાઈ જતાં દરેક પોતાને ફરજ-યુક્ત હોવા છતાં ફરજ-મુક્તની જેમ મેળાનો આનંદ અનુભવતા... 

જે બાળકોને  ફક્તને ફક્ત મેળાને માણવાનો જ હતો તેવા ધોરણ-૮ સિવાયના બાળકોના આનંદનું વર્ણન તો અશક્ય છે..કદાચ આ ફોટોગ્રાફ્સ તે બાળકોના આનંદ-દર્શનની પૂર્તતા કરે...,પણ હા, અમે પૂર્તતાની ગેરંટી નથી આપતાં હો. તમે જ આ ફોટોગ્રાફ્સ જોઇને નક્કી કરોને..                                        

સ્ટોર-૧-: કલ્પનાઓનો કાગળ... 
ચિત્ર-રંગપૂરણી - કોલાર્જ-કાગળ કટિંગ-ચીટક કામ વગેરે..







સ્ટોર-૨ -:  Play with clay.....

માટીમાંથી સરસ મજાની પ્રતિકૃતિ બનાવો - સમય ફક્ત-૩૦ મિનીટ 







 સ્ટોર-૩-: રંગમંચ...
એકપાત્ર અભિનય - અભિનય ગીત - જોક્સ - ટૂંકી વાર્તા - ઉખાણાં- વેશભૂષા અને ઘણુબધું ...




 સ્ટોર-૪-: minute.....to Win it...
એક મીનીટમાં - ડોલમાં વધુ દડીઓ કોણ નાખી શકે છે?? વધુ દોરડાં કોણ કૂદી શકે છે ???




એક મીનીટમાં- મોટો પત્તા-મહેલ કોણ બનાવી શકે છે?? 



સ્ટોર -૫ જોવા માટે ક્લિક કરો -: "જાતે શીખીએ"