August 11, 2018

સાચું તીર્થ - બાળકો નું નાટક - શાળાનું શિક્ષણ !



સાચું તીર્થ - બાળકો નું નાટક !


        નાટક એ હંમેશા તમામ વયના લોકોને ગમતી પ્રવૃત્તિ છે.  જેમ ફિલ્મો જોઈએ અને આપણને તેમાંથી મળતો મેસેજ અથવા  તેમાંનાસંવાદો અથવા તો તેનું ચિત્ર લાંબા સમય સુધી આપણા માનસપટ પર છવાયેલું રહે છે, તેમ અથવા તો એમ કહી શકાય કે તેના કરતાં પણ વધુ અસરકારકતા ધરાવતી કોઇ પ્રવૃત્તિ હોય તો તે નાટક છે. અત્યારના જમાનામાં નાટકો સીમિત થતાં જાય છે તેનું એક મોટું કારણ ચલચિત્ર ગણાય છે !  પરંતુ હજુ પણ નાટકની અસરકારકતા સીમિત નથી થઇ ! ચલચિત્ર જોવામાં અને નાટક જોવામાં મોટો ફરક પડે છે ! તેનું સૌથી મોટું આધુનિક ઉદાહરણ આપીએ તો ફેસબુક વિડીયો અને ફેસબુક live – મીડિયા પર સમાચાર સતત ચાલતાં હોય છે પણ live હોય ત્યારે અનુભવ જુદો હોય છે !આવી જ રીતે આપણી રૂબરૂમાં અને સામે ભજવાતું નાટક આપણને મનોરંજનની સાથે સાથે માહિતી અને કૌશલ્ય પણ શીખવી જાય છે, બાળકો માટે  નાટક  એ બધાને ખૂબ  આનંદ આપનારી અને જો  ભજવનાર તરીકે હોઈએ તો કૌશલ્ય વધારનારી અને  પ્રેક્ષક તરીકે હોઈએ તો કૌશલ્ય શીખવનારી પ્રવૃત્તિ રહી છે!  ત્યારે ચાર ક્યારે પણ ન ભૂલી શકાય તેવી યાદો આપનારી કોઈ પ્રવૃત્તિ હોય તો તે વર્ગખંડમાં ભજવાતા નાટકો હોય છે યાદ કરોગે તમે જ્યારે ભણતા હતા ત્યારે તમે ભજવેલો તે રોલ આજે પણ તમને એવો ને એવો જ યાદ હશે ! એના ડાયલોગો તમે આજે પણ ભૂલી નહિ શક્યા હોવ ! આજે પણ તે નાટકનો મેસેજ તમારી સમજણમાં હશે જ ! જૂના જમાનામાં મનોરંજનના સાધનોની સાથે સાથે નાટક એ સમાજમાં જાગૃતિ માટેના મેસેજ છોડવા માટે રાજાઓ તેનો ભરપૂર ઉપયોગ શા માટે કરતા?  એ તમે આ લિંકમાં જોઈ જાણી શકો છો > નાટક ! એવી જ નાટ્ય કરણ પદ્ધતિ ને વર્ગખંડની જીવંત પદ્ધતિ તરીકે  માની શકાય ! આ પદ્ધતિનો વિકલ્પ આજદિન સુધી કોઈ શિક્ષણ શાસ્ત્રીઓ શોધી શક્યા નથી અથવા એમ કહી શકાય કે તેનો વિકલ્પ શોધવો અશક્ય બાબત છે. નાટ્યકરણ પદ્ધતિના ફાયદા ગણવા બેસીએ તો જેમ ખોરાકમાં દુધના જેટલાં ગુણગાન ગાવામાં આવે છે તેટલી વર્ગખંડો માટે આ ગુણકારી શૈક્ષણિક પદ્ધતિ છે ! બધી પદ્ધતિઓને અલગ અલગ પ્રાણીઓના પગલાં તરીકે જોવામાં આવે તો નાટ્યકરણ પદ્ધતિ એ હાથીનું પગલું કહી શકાય કે જેમાં બીજા બધાંજ પગલાં સમાઈ જાય ! બાળકોને અંતર્મુખી થી બહિર્મુખી તરફ કરવા માટે માટે નાટક એ બહુ મોટો ભાગ ભજવે છે.  સાસ્કૃતીક કાર્યક્રમોમાં ભજવાયેલ નાટક જોઈને – તેમાં બાળકોએ પાત્રો તરીકે કરેલ ડાયલોગબાજી બાદ જ કેટલાંક બાળકો આપની નજરમાં આવતાં હોય છે. આપણે એટલા પ્રભાવિત થઈ જતા હોઈએ છીએ કે “અરે યાર આ બાળક આટલું સારું બોલી શકે છે આપણને કલ્પના પણ નહોતી !” આવી સર્વાંગી કૌશલ્ય વિકસાવતી આ પદ્ધતિઆજે વર્ગખંડોમાં જાણે કે શેષ બનતી જાય છે !  કેવર્ગખંડોમાં નાટ્યરૂપાંતર  શેષ થવાનું એ મોટું કારણ એ પણ છે કે દરેક ને એમાં વધુ મહેનત અથવા તો કહીએ તો વધુ તૈયારી માગી લે છે એવો પૂર્વગ્રહ છે ! હા ફરીથી કહીએ છીએ કે એવો પૂર્વગ્રહ છે, કારણ કે દરેક પરફેક્શન પર ધ્યાન રાખી નાટકની તૈયારીમાં લાગે છે, પરિણામે બધું જ જોઈએ જ નહિ તો મજા ન આવે એવું માન્યા રાખી જેટલું થઇ શકે એટલું પણ નથી કરી શકતાં. પરંતુ વર્ગખંડોની એટલે કે બાળકોની બાબતમાં પરફેક્શન એટલું મહત્વનું નથી જેટલું પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત મહત્વની છે. બીજી રુકાવટ એ નાટક માટેની બધી જ તૈયારીઓનો ટોપલો માથા પર લઈને, અને આપણા જુના અનુભવો રહ્યા છે કે બાળકોને કહો તો આપના કરતા પણ વધુ ઝડપથી અને વધુ સારી તૈયારીઓ એ લોકો કરતાં હોય છે. કારણ કે એમાં એમનો ઉત્સાહ સહીત જૂનુન સામેલ હોય છે !એમાં પણ જ્યારે વર્ગખંડમાં અન્ય પદ્ધતિ દ્વારા કોઈ એકમ શીખવવામાં આવતો હોય ત્યારે ફક્ત અને ફક્ત એ વર્ગ ખંડ ના બાળકો પૂરતો સીમિત રહે છે જ્યારે નાટક દ્વારા તૈયાર કરેલ એકમને સમૂહમાં ભજવવામાં આવે ત્યારે જાણે કે આખી શાળા શીખતી હોય એવું લાગે છે ! ચાલો ત્યારે જોઈએ અમારા ધોરણ 3 ના બાળકો ને જેમણે  ગુજરાતી ના એકમ સાચું તીર્થ  ને  ભજવીને  શીખ્યા અને ભજવીને  શાળાને શીખવ્યું !  







નાટકનો વિડીયો 📹 જોવા નીચે ક્લિક કરો 



No comments: