એસિમિલેશનથી એકોમોડેશન: શીખવાની અદભૂત દુનિયા !
બાળકોની દુનિયા
ખરેખર અજબ-ગજબની હોય છે. ક્યારેક આપણે સમજી શકતા નથી કે તેઓ કેવી રીતે અને કોની
પાસેથી શું શીખે છે. Jean
Piagetએ આ રહસ્યને ઉકેલતા જણાવ્યું કે બાળકો
નિષ્ક્રિય રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાને બદલે, પોતાના પર્યાવરણ સાથે સક્રિયપણે
ક્રિયા-પ્રતિક્રિયા કરીને શીખે છે. આ પ્રક્રિયામાં, તેઓ કોઈ વસ્તુ સાથે પ્રયોગ કરે છે, તેને તોડીને ફરીથી
જોડે છે, અને નકામી ગણાતી વસ્તુઓ, જેમ કે ખાલી બોટલ કે કાગળના ટુકડા, વડે કંઈક નવું બનાવે
છે. આ પ્રવૃત્તિઓ તેમને બે મુખ્ય પ્રક્રિયાઓ દ્વારા શીખવામાં મદદ કરે છે:
એસીમીલેશન (Assimilation) અને એકોમોડેશન (Accommodation). એસીમીલેશનમાં, બાળક નવી માહિતીને
પોતાના હાલના માનસિક માળખાં (સ્કીમા)માં ફિટ કરે છે. જ્યારે એકોમોડેશનમાં, તે નવી માહિતીને
સમાવવા માટે પોતાના સ્કીમામાં સુધારો કરે છે અથવા તો નવા સ્કીમા બનાવે છે. આ સતત
ચાલતી પ્રક્રિયાઓ બાળકોમાં જિજ્ઞાસા કેળવે છે અને તેમને પોતાની રીતે જ સમસ્યાઓનું
નિરાકરણ કરતા શીખવે છે.
આ વખતે આપણી નવા નદીસર પ્રાથમિક શાળાના બાળકોના સ્કીમાનો વિસ્તાર કરવાની એક અનોખી તક ઊભી થઈ. ટૂંકું સત્ર, રજાઓ અને અન્ય કાર્યોની વચ્ચે જ્યારે વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનો પત્ર આવ્યો, ત્યારે અમે પણ થોડા દિવસ માટે અચકાયા. જોકે, શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખે તાત્કાલિક એક ખાસ કેબિનેટ બોલાવી, જેમાં બધા ગ્રુપના લીડર અને સચિવો હાજર રહ્યા. આ બેઠકમાં જૂની કૃતિઓની યાદી, રાજ્યકક્ષાના પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓ અને ક્લસ્ટર કક્ષા માટેની પાંચ મુખ્ય કૃતિઓ વિશે ચર્ચા થઈ. એક લેખિત માર્ગદર્શિકા તૈયાર થઈ: દરેક ગ્રુપ એક-એક કૃતિ બનાવશે અને જો કોઈ ગ્રુપ કૃતિ ન બનાવે તો તેના પોઈન્ટ્સ માઇનસ કરવામાં આવશે. સૌથી મહત્ત્વનો નિર્ણય એ લેવાયો કે કૃતિના વિચારથી લઈને તેના નિર્માણ સુધી શિક્ષકોનો કોઈ સહયોગ લેવો નહીં. તેમાં થોડી (કે ઘણી) માથાકૂટ થઇ તો શિક્ષકોને ચાર્ટ બનાવી આપવાની છૂટ મળી. શિક્ષકોની ભૂમિકા ફક્ત કૃતિને રજૂ કરવા માટેનો ચાર્ટ બનાવવા પૂરતી સીમિત રહી.
આટલું નક્કી થયા બાદ, બાળકોએ જાતે જ કામ
કરવાનું શરૂ કરી દીધું. શિક્ષકોને ખબર પણ ન હતી કે તેઓ શું કરી રહ્યા છે. એક દિવસ
પ્રદર્શન રૂમમાં જતાં જણાયું કે તે કોઈ કબાડખાનું હોય તેમ વસ્તુઓ વેર-વિખેર હતી.
જૂની કૃતિઓ તોડીને નવી કૃતિઓ બનવા લાગી હતી. બાળકોએ પોતે જ ઓનલાઈન વસ્તુઓ મંગાવી
લીધી હતી.
જ્યારે ક્લસ્ટર
કક્ષાના પ્રદર્શન માટે રજિસ્ટ્રેશનનો સમય આવ્યો, ત્યારે અમે આશ્ચર્યચકિત થઈ ગયા. પાંચ ગ્રુપની
પાંચ કૃતિઓને બદલે, તેમણે કુલ ૧૫ કૃતિઓ તૈયાર કરી હતી! તે પણ જુદા જુદા આઈડિયા, રો મટીરીયલ અને સાવ
નજીવા ખર્ચ સાથે.
આ સમગ્ર
પ્રક્રિયામાં, બાળકો તો શીખ્યા જ પરંતુ, આપણા માટે શીખવાનું જો કંઈ હોય તો તે એ હતું
કે જો મોટેરાઓ તરીકે આપણે તેમની વિચારવાની પ્રક્રિયામાં દખલ ન કરીએ, તો તેઓ આપણા કરતાં
પણ વધુ સારી અને નવી રીતે વિચારી શકે છે. હવે તમે જ વિચારો કે જો શિક્ષકોએ દખલગીરી
કરી હોત, તો કૃતિઓની સંખ્યા ૧૫ હોત? એક હોત કે પછી……??
રીડિંગ રીલ્સ v સ્વયં-શોધ દ્વારા શિક્ષણ (Self-discovery Learning): બાળકોને જાતે જ પ્રયોગ કરવા અને સમસ્યાઓ ઉકેલવાની તક આપવાથી, તેઓ વધુ સારી રીતે શીખી શકે છે. v શિક્ષકોની સીધી દખલગીરી વગર બાળકોએ જૂની કૃતિઓ તોડીને ૧૫ નવી અને જુદા જુદા આઈડિયા વાળી કૃતિઓ તૈયાર કરી, જે તેમની સ્વયં-શીખવાની ક્ષમતા દર્શાવે છે. v Jean Piagetનો સિદ્ધાંત: એસિમિલેશન અને એકોમોડેશન: બાળકો નવા જ્ઞાનને તેમના હાલના માનસિક માળખામાં સમાવીને (એસીમીલેશન) અથવા તેમાં સુધારો કરીને (એકોમોડેશન) શીખે છે. |
વિજ્ઞાન-ગણિત
પ્રદર્શન માટે જૂની વસ્તુઓ અને વિચારોનો ઉપયોગ કરીને બાળકોએ નવી કૃતિઓ બનાવી, જે પિયાજેટના આ બંને સિદ્ધાંતોનું ઉદાહરણ છે. >> આગળ માણો > પ્રદર્શન !
VIDEO -:
No comments:
Post a Comment