શાળામાં કે સમાજમાં આપણે કદાચ અજાણતાં જ અનુભવીએ છીએ કે, બાળકને કોઈ પણ ભાષા શીખવા/શીખવવા માટે તેની આસપાસનું ભાષાકીય વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે,બાળકને કોઈ પણ ભાષા શીખવતાં પહેલાં તેની પાસે તે બાબતનું ઓડિયો અને શબ્દ ઓળખ માટે વિડિયો ઇન-પૂટ કરવું ખૂબ જ મહત્વનું છે,.બાળક તે ભાષા વિશે જે કંઈ પણ અને જેટલું પણ જાણે છે તેનો ઉપયોગ કરી બાળકોમાં તે ભાષાનું ભાથું આપવામાં આવે તો બાળક તે ભાષાને વધારે સારી રીતે શીખવા-જાણવા અને બોલવા તત્પર બને છે,અને આમ કરવાથી જ બાળક તરફથી તે ભાષા શીખવાની જરૂરીયાત વધે છે.અને જયારે શિક્ષણની જરૂરીયાત વધે છે ત્યારે તે શીખવવા માટેની પદ્ધત્તિની અસરકારકતા પણ વધે છે અને માર્ગદર્શક તરીકેની આપણી મહેનત પણ રંગ લાવે છે. આપણે જોઈએ છીએ કે મોટેભાગે આપણી ખૂબ જ મહેનત/પ્રયત્ન છતાં આપણી પ્રાથમિક શાળાઓમાં વધારે પડતાં બાળકોમાં અંગ્રેજી વિષયનું પાસુ ઓછું પ્રભાવી જોવા મળે છે.તેના માટેના ઘણા કારણોમાંનું એક કારણ એપણ છે કે બાળકોને શાળામાં કે શાળા બહાર અંગ્રેજી વિષયના તાસ સિવાયના સમયમાં જવલ્લેજ આ ભાષા માટેનું જરૂરી ઇનપૂટ મળી રહે છે.અને તે પણ નહિવત પ્રમાણમાં!! અને આવા તાસ બહારના સમયમાં પણ જેટલી બાબતોમાં તેને આ ભાષાનો ઉપયોગ કરવો પડતો હોય તેમાં પણ તે અજાણતાં જ ઉપયોગ કરતાં જોવા મળે છે,એટલે કે તે બાળકને ખ્યાલ પણ નથી હોતો કે જે તે વસ્તુ માટે તે જે શબ્દોનો ઉપયોગ કરે છે તે અંગ્રેજી ભાષાનો જ છે.....
જેમ કે PenTableTicketT.v.stationpacket વગેરે.
.........આવા શબ્દો બાળક એટલા માટે જાણતો હોય છે કે આવા શબ્દો તેના રોજિંદા કાર્યમાં વાંરવાર તેના કાને સંભાળતો હોય છે...વારંવાર બોલાતો હોય છે..અથવા તો તેના વાંચન દરમ્યાન તેની આસપાસના પર્યાવરણમાં આવા શબ્દો તેની સામે વારંવાર આવ્યા કરતો હોય છે.પરિણામે વારંવારના પુનરાવર્તનને કારણે જ બાળકો આવા શબ્દોને સરળતાથી ઓળખી શકે છે-જાણી શકે છે અને ભાષામાં સરળતાથી તેનો ઉપયોગ પણ કરી શકે છે.બસ આ જ રીતે જો આપણે આપણી શાળામાં અને આપણી આસપાસના પર્યાવરણમાંથી એવી વસ્તુઓ કે જે શાળામાં બાળકની નજરમાં વારંવાર આવતી હોય તેવી તમામ વસ્તુઓને અંગ્રેજી ભાષામાં શું કહેવાય/લખાય તે સાથેનું એક લેબલ લગાવીએ તો બાળકને જે તે ભાષાના શબ્દોનું પુનરાવર્તન સાથેનું વધારે ઇનપૂટ મળશે તે ચોક્કસ બાબત છે.જે અંતર્ગત શાળામાંની મોટાભાગની તમામ ચીજ વસ્તુઓને બાળક અંગ્રેજી ભાષામાં જાણે,આમ કરવાથી તેની અંગ્રેજી ભાષાને જાણવા/શીખવા માટેની તત્પરતામાં વધારો થશે અને તે બાબતનું માર્ગદર્શન આપવા માટેનું આપણુંય કામ સરળ બનશે.
અમારી શાળાએ પણ “આવો,શાળાને અંગ્રેજીમય બનાવીએ”નામે આવી જ એક પ્રવૃત્તિ હમણાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ શરૂ કરી છે; તે અંતર્ગત વિદ્યાર્થીઓને આપણે કઈ કઈ વસ્તુઓ ટેગ કરવી જોઈએ તે નક્કી કરવા કહ્યું. તેમને ગુજરાતીમાં એક લાંબી યાદી બનાવી. એમાંથી મહત્વની કેટલીક વસ્તુઓ શોર્ટ આઉટ કરી. તેમના માટેના અંગ્રેજી શબ્દો ડીક્ષનરીમાંથી શોધવાનું કામ ધોરણ આઠના વિદ્યાર્થીઓને સોપ્યું. પછી ના દ્રશ્યો તો હવે તમારી સામે છે. જો કે આ એક નાનકડો પ્રયાસ છે. તે માટેના સુધારા-વધારા માટે આપ સૌના સુચનો પણ આવકાર્ય છે.આ પ્રવૃત્તિથી બાળકોને અંગ્રેજી ભાષાના શિક્ષણમાં કેટલો લાભ કરશે તે તો સમયાંતરે જ જાણી શકાશે અને તે અમે આપને પણ ચોક્કસ જણાવીશું.
[“લાભ” એટલા માટે કે “ખોટ” તો નહી જ થાય તેની અમને ખાત્રી છે]
સૌપ્રથમ તો બધાને વિશ્વના સૌથી મોટા પ્રજાસત્તાક દેશના નાગરિક હોવાના ગૌરવની યાદ...
પણ ૬૦ વર્ષથી આપણને એક પ્રશ્ન સતત નડતો આવ્યો છે અને તે છે કે ખરેખર આપણે પ્રતિનિધિઓની પસંદગી યોગ્ય રીતે કરીએ છીએ?
શું પ્રજા જે તે ઉમેદવારને તેને કરેલા કામથી જ મુલવે છે કે પછી તેની પર બીજા પરિબળો અસર કરે છે?
હજુ પ્રજા પોતાના મતાધિકાર માટે ગંભીર નથી.
કારણ?
આપને ક્યારેય પ્રજા જાગૃતિનું કાર્ય કર્યું જ નથી. વોટ આપવાની જાહેરાતો ચુંટણી ટાણે આવીને ચાલી જાય છે...પણ તે તો કઈ કાયમી ઉકેલ નથી..ખરેખર આટલી મહત્વની પ્રક્રીયાથી દેશના ભાવી ઘડવૈયાઓને શાળામાંથી જ પરિચિત કરાવવા જોઈએ. કેટલાક ના મત છે કે ચુંટણી આવવાથી શાળામાં રાજકારણ આવે..પણ તેય તેમના ઘડતરનો એક હિસ્સો છે. તમે તેને કશું શીખવ્યા વગર જ ૧૮ વર્ષ થાય અને દેશ માટે નેતા ચુંટવાની છૂટ આપી દો છો ત્યારે તો તે પોતાના મતનો ઉપયોગ કરવાને સમજ ધરાવે છે કે નહિ તેની પરવા જ થતી નથી....
એક સામાન્ય કર્મચારીની નિમણુંક કરવા તેનું ક્વાલિફિકેશન પુછાનારા આપને સૌ દેશ ચલાવવા અને તેમને ચુંટનારા બંનેના શિક્ષણ વિશે નીરસ હોઈએ છીએ..આ બધા વિચારોને અંતે અમારી શાળા બે વર્ષથી એક પ્રોજક્ટ કરી રહી છે તે છે- નાગરિક ઘડતર. આ પ્રવૃત્તિ શરૂ કર્યા પછી ઘણા ફેરફારો આવતા ગયા..તેનું સ્વરૂપ પણ બદલાતું ગયું...હવે તે સ્થિર છે ત્યારે વિચાર આવ્યો કે નવા નદીસર પ્રાથમિક શાળાની તમામ બાબતોને બદલી નાખનારી આ પ્રવૃતિને વિશ્વ સમક્ષ મુકીએ અને તેને માટે આજનો પ્રજાસત્તાકદિન સિવાય બીજો કયો યોગ્ય દિવસ હોઈ શકે...??!!!!
આ પ્રવૃતિનો અભ્યાસ કરો..યોગ્ય લાગે તો તમારી શાળામાં પ્રયોજો...અમને તેના વિષે તમારા મંતવ્યો જણાવો...હજુ વધુ શું કરી શકાય આપણા આવતીકાલના નાગરિકોના ઘડતર માટે..તે ખાસ અમારા સુધી પહોચાડો. તો અમે આપ સૌના આભારી રહીશું. nvndsr1975@gmail.comતમારા ફીડબેકની રાહ જોઈ રહ્યું છે.
વંદે માતરમ
નાગરિક ઘડતર
વિદ્યાર્થીઓમાં :
નેતાગીરી
સહયોગથી કામ કરવાની વૃતિ
જવાબદારી સ્વીકારવાનું વલણ
સ્વયંશિસ્ત
શાળા સંચાલનમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારતી
તથા
શાળામાં લોકશાહીયુક્ત વાતાવરણ
નિર્માણ કરતી પ્રવૃત્તિ
આયોજન
શાળાના ધોરણ ૩ થી ૭ સુધીના તમામ વિદ્યાર્થીઓને સાત(શાળાની સંખ્યા અનુસાર) જૂથમાં વહેચીએ.(જુથ વહેચણી ચિઠ્ઠી ઉપાડથી કરીએ.)
દરેક જૂથમાં કન્વીનર તરીકે એક શિક્ષક રહેશે.
જૂથ બની જાય પછી શિક્ષકે પોતાના જૂથમાં ચુંટણી કરાવીને
નેતા અને ઉપનેતા#
ચુંટવાના રહેશે.
#જો નેતા તરીકે વિદ્યાર્થી ચુંટાય તો વધુ મત મેળવનારી વિદ્યાર્થીની ઉપનેતા બનશે. જો નેતા તરીકે જૂથ વિદ્યાર્થીનીને ચુંટે તો વધુ મત મેળવનાર વિદ્યાર્થી ઉપનેતા બનશે.
જૂથ પોતાના માટે નામ નક્કી કરશે. (જેવાકે..આર્યભટ્ટ, સરદાર, મેઘાણી , વેલકમ વિ.)
શાળાની કામગીરી તથા જવાબદારીઓ તબક્કાવાર અલગથી સોપવામાં આવશે.
કામગીરીની વહેચણી શાળાના બોર્ડ પર મુકવામાં આવશે
પોતાના ફાળે આવેલી કામગીરી દરેક જૂથ એક પખવાડિયા સુધી કરશે.
શાળા સંચાલનની કામગીરી (નમુનારૂપ)
1.પ્રાર્થના સંમેલન
2.ઓફિસની સફાઈ
3.ધો-૧ થી ૭ ની સફાઈ
4.મિત્ર સંપર્ક
5.પાણીની વ્યવસ્થા
6.બાગકામ
7.સેનીટેશનની સફાઈ
8.મધ્યાહન ભોજનની કામગીરી
9.મેદાનોની સફાઈ
જૂથ મુજબ કામગીરીનું વર્ગીકરણ
જૂથ:-૧ : પ્રાર્થના સંમેલન તથા પાછળના મેદાનની સફાઈ
જૂથ:-૨ : ઓફિસની સફાઈ તથા ગોઠવણી, પાણીની વ્યવસ્થા તથા બાગકામ
જૂથ:-૩ : ધો-૧ અને ૨ ની સફાઈ તથા શેડની આસપાસના મેદાનની સફાઈ
જૂથ:-૪ : ધો-૩ અને ૪ ની સફાઈ તથા બંને સેનિટેશનની સફાઈ
જૂથ:-૫ : ધો-૫ અને ૬ ની સફાઈ તથા આગળના મેદાનની સફાઈ
જૂથ:-૬ : ધો-૭ની સફાઈ તથા બાજુના મોટા મેદાનની સફાઈ
જૂથ:-૭ : મિત્ર સંપર્ક, મધ્યાહન ભોજનની કામગીરી તથા મુખ્ય દરવાજાની આગળની સફાઈ
કામગીરી મળ્યા બાદ શું કરવું?
જૂથ નેતા દરરોજ શાળા છુટવાના સમયે આવતીકાલે કોણ ક્યાં કામ પર ધ્યાન આપશે-તેનું આયોજન કરશે તથા પોતાના જૂથને જણાવશે.
આ કામગીરીને અસરકારક અથવા વિશેષ બનાવવાનું માર્ગદર્શન કન્વીનર શિક્ષક આપશે.
પખવાડિયા દરમ્યાન શાળાનો કોઈ પણ વિદ્યાર્થી અન્ય જૂથને સોપયાલી કામગીરીમાં રહેતી ક્ષતિ તરફ જે તે જૂથના નેતાનું ધ્યાન દોરી શકે છે.
બાળસભા
પખવાડિયાના અંતે (શક્ય હોય ત્યાં સુધી પહેલા અને ત્રીજા શનિવારે) બાળસભા યોજાશે.
બાળસભાના અગાઉના દિવશે શાળા છુટવાના સમયે દરેક જૂથ નેતા અથવા જૂથ પ્રતિનિધિ શાળાના બધા વિદ્યાર્થીઓને પોતાના જુથે ગત પખવાડિયામાં કરેલી કામગીરીની માહિતી આપશે.
તેમાં તેમને કરેલી વિશેષતાઓને વર્ણવશે...તથા પોતાના જૂથને જ મત આપવાની અપીલ કરશે.
( દરેક જૂથ નેતાને પોતાની રજૂઆત કરવા માટે વધુમાં વધુ બે મિનિટનો સમય મળશે.)
·આ પછી દેક જૂથના સભ્યો કન્વીનર શિક્ષકનિ હાજરીમાં એક મીટીંગ કરશે. જૂથન સભ્યો મતદાનથી ક્યાં જૂથની (પોતાના જૂથ સિવાયની) કામગીરી શ્રેષ્ઠ હતી તે નક્કી કરશે. જૂથના તમામ સભ્યો પોતાના વતી બાળસભામાં “શ્રેષ્ઠ જૂથ” નો મત આપવાનો અધિકાર પોતાના જુથનેતાને આપશે.
કન્વિનરની ભૂમિકા
જૂથના સભ્યો મિત્રભાવ કરતા જે જુથે યોગ્ય કામગીરી કરી હોય તેને મતદાન કરે તેવી સમજ આપશે.
આ દરમિયાન જૂથની રચના – ચુંટણી પ્રક્રિયાને ગ્રામપંચાયતના માળખા તથા તેના વડે દેશના માળખામાં નાગરિક તરીકે આપણી શું ફરજો છે? મતાધિકારનો સુયોગ્ય ઉપયોગ ના થાય તો કેવી સમસ્યાઓ સર્જાઈ શકે..વગેરે ચર્ચાઓ કરતા રહેવી..( આ બધી ચર્ચા આ પ્રવૃતિના જ યોગ્ય ઉદાહરણોથી કરવી.)
બાળસભા
બાળસભામાં દરેક જૂથનેતા “ પખવાડિયાનું શ્રેષ્ઠ જૂથ” ચુંટશે.
અહીં દરેક જૂથના સભ્યો અન્ય જૂથની કામગીરીઓની ક્ષતિઓની ચર્ચા કરી શકશે.
દરેક જૂથ પોતાના જૂથની કામગીરીમાં રહેલી ક્ષતિઓની માફી માગી શકે તેવું વાતાવરણ ઉભુ કરવાના પ્રયાસો કરવા.
-મતદાનને અંતે જે જૂથને વધુ મત મળ્યા હોય તેને તમામ વિદ્યાર્થીઓ તાળીઓથી બહુમાન કરશે. તે જૂથનું નામ શાળાના બુલેટીન બોર્ડ પર “ ગત પખવાડિયાનું શ્રેષ્ઠ જૂથ” શીર્ષક થી સ્થાન આપવામાં આવશે.
આ જૂથ બીજું શું કરી શકે?
વિવિધ કાર્યક્રમો,રાષ્ટ્રીય પર્વોની ઉજવણી, વિજ્ઞાન પ્રદર્શન, બાળમેળા, રમતોત્સવ તથા પ્રવાસ – પર્યટનનું આયોજન કરી શકે.
પોતાના જૂથન સભ્યને નવી પ્રાર્થના,ગીતો,કાવ્યો શીખવવા.
જુથમાં જેમનું વાંચન કૌશલ્ય નબળું હોય તેમને મદદ.
જૂથના સભ્યને પરિક્ષા અને અન્ય સ્પર્ધાઓની તૈયારીમાં મદદ.
જૂથના તમામ સભ્યો નિયમિત શાળાએ આવે તેવા પ્રયત્નો.
જૂથના સભ્યોને ઘરે ગયા પછી ગૃહકાર્ય અથવા અઘરા મુદ્દાઓની સમજ.
ધોરણવાર સોપતા પ્રોજેક્ટમાં માહિતી એકત્રીકરણમાં મદદ કરવી જેવા કામ કરી શકે.
કામગીરીની વ્યાખ્યા
દરેક જૂથને કામગીરી સોંપતી વખતે તેમને જે કામગીરી કરવાની છે તેની વ્યાખ્યા પણ સોપવી જેથી તે પોતાની કામગીરીને યોગ્ય ન્યાય આપી શકે.
જેમકે.
1.પ્રાર્થના સંમેલન :- પ્રાર્થના શરુ કરતા પહેલા પાથરણા પાથરવા,સરસ્વતી માતાનો ફોટો ગોઠવવો, માઈકસેટની ગોઠવણી કરવી,સંગીતના સાધનો,આજના દિવસની પ્રાર્થના પોથી મેળવી લેવી, પ્રાર્થના સંમેલનના બોર્ડ પર આજના પ્રાર્થના સંમેલનની વિગતો લખવી.( જેમ કે...આજની પ્રાર્થના-ભજન-ધૂન-સુવિચાર-જાણવા જેવું-ઘડીયો-વાર્તા-પ્રાણાયામ-આસન-મુદ્રા-વિ.)
૧૦:૫૫ મીનીટે પ્રાર્થના સંમેલનમાં બેસવા માટેના પાંચ ટકોરા મારવા, ધો-૧ અને ૨ ના વિદ્યાર્થીઓને હરોળમાં બેસવામાં મદદ કરાવી, ત્યારબાદ ૧૧:૦૦ કલાકે બે ટકોરા મારી પ્રાર્થના માટે તૈયાર અને એક ટકોરો મારી પ્રાર્થના શરૂ કરાવવી. પ્રાર્થના પૂર્ણ થયા પછી યોગ અને પ્રાણાયામની સૂચનાઓ આપવી. આજના ગુલાબની પસંદગી કરવી,આજના દીપક માટે ભેટ તૈયાર રાખવી અને તેમને કાર્ડ આપી “Happy Birthday to you…” નું ગાન કરવું,પ્રાર્થના સંમેલનના વિસર્જન વખતે “સાગ...સાગ...સાગ..મગ રે સા...” નું ગાન કરાવવું. તથા પ્રાર્થના સંમેલન બાદ તમામ સામગ્રી યોગ્ય સ્થાનોએ પરત મુકવી.
2.ઓફિસની સફાઈ અને ગોઠવણી:- ઓફીસ રૂમની સફાઈ કરવી, બોલતો અરીસો, ગામનો નકશો,પક્ષીચણ અને સ્વર્ણિમ ગુજરાત કળશ યોગ્ય જગ્યાએ ગોઠવવા.મુખ્ય ટેબલ પર મુકેલી તમામ વસ્તોની યોગ્ય ગોઠવણી, ખુરશીઓ ગોઠવવી, પ્રયોગશાળાના ટેબલની સફાઈ કરવી તથા તોરણ બાંધવું.
3.પાણીની વ્યવસ્થા:- પાણી ભરવાના અને પાણી પીવાના વાસણો સાફ કરવા, ગાળીને પાણી ભરી લાવવું, પાણીની ટાંકીની સફાઈ રાખવી, ગ્લાસની યોગ્ય ગોઠવણ કરવી. નાના બાળકો પાણીનો બગાડ ના કરે તેની સમજ આપવી.
4.બાગકામ:- શાળામાં પ્રાર્થના શરૂ થાય તે પહેલા અને વિશ્રાંતિના સમયમાં બગીચામાં પાણી પીવડાવવું. દરેક છોડની કાળજી રાખવી. કિચન ગાર્ડનમાં નિદામણ કરવું.ખાતર આપવું, ગોડ મારવો, સરૂના છોડ અને મહેંદીની યોગ્ય કાપ કૂપ કરવી, આ કામમાં અન્ય જૂથના મિત્રોની મદદ મેળવી શકાય છે.
5.વર્ગખંડોની સફાઈ :- વર્ગની સફાઈ,કરોળીયાના જાળાં પાડવા, અઠવાડિયામાં એક વખત પાણીથી પોતું કરી શકાય, ધો-૪ થી ૭ માં બેન્ચીસની ગોઠવણી તથા ધો:-૧ થી ૩ માં પાથરણ પાથરવા, ટેબલ પરની વસ્તુઓ ગોઠવવી, રીડીંગ કોર્નર પરના પુસ્તકોની ગોઠવણી, ગ્રીન બોર્ડ સાફ કરી તારીખ લખવી,બારીઓ- બારણાં સાફ કરવાં, જે તે વર્ગની કચરા ટોપલી ખાલી કરી આવવી,
*૧ અને ૨ ની સફાઈ વખતે તેની આગળનો મોટો ઓટલો પણ સાફ કરવાનો રહેશે.
6.મિત્ર સંપર્ક:- દરરોજ ગામમાં જઈ અનિયમિત અથવા સમયસર ના આવતા મિત્રોનો તેમના ઘરે જઈ સંપર્ક કરવો. જે તે વર્ગ શિક્ષક પાસેથી ત્રણ દિવસ કે તેથી વધુ સમયથી શાળામાં ના આવતા વિદ્યાર્થીઓની યાદી મેળવી લેવી અને તેમની ગેરહાજરીનું કારણ શોધી તેમને જણાવવું.
7.સેનિટેશનની સફાઈ:- બંને સેનીટેશનની પાણીથી સફાઈ કરવી, નાના વિધાર્થીઓ સેનિટેશનનો યોગ્ય રીતે ઉપયોગ કરતા થાય તેની સમજ આપવી, જરૂર પડે તો શિક્ષકની મદદથી અઠવાડિયે એક વખત એસિડથી પાયખાનાની સફાઈ કરવી.
8.મધ્યાહન ભોજન:- વિદ્યાર્થીને હરોળમાં ગોઠવી ડીશ ધોવડાવવી, ટુવાલથી સાફ કરાવડાવીને યોગ્ય જગ્યાએ બેસાડવા, ભોજન લેતા પહેલા પ્રાર્થના બોલાવડાવવી. જમતી વખતે ટેપ પર ધોરણવાર કાવ્યોની કેસેટ(અથવા બીજું હળવું સંગીત) વગાડવું,. ભોજન પછી બધા ડીશ ધોઈ કોરી કરી પરત મુકે તેની કાળજી રાખવી, ઉપયોગમાં લેવાયેલા ટુવાલ સાબુ ધોઈ સુકવી દેવા,સાંજે ઓફીસરૂમમાં વાળીને મૂકી દેવા.
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની મિજાજે “मस्ती की पाठशाला” એવી નવાનદીસર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. જો આપ એક શિક્ષણ રસિક હો તો "આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે સાથે-સાથે તે એક ‘‘સમાજ ઉપયોગી’’ નાગરિક પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં અમે બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રાખ્યો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપશ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે. Contact us on : nvndsr1975@gmail.com આ ઉપરાંત આપ અમારી શાળાને ફેસબુક https://www.facebook.com/navanadisar પર પણ નિહાળી સુચનો આપી શકો છો. અમારી મુલાકાત બદલ આભાર સહ – નવાનદીસર પ્રાથમિક શાળા પરિવાર !!!! શાળાના મિજાજને જાણવા માટે લોગો પર ક્લિક કરો !!
જો તમે શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !
શિક્ષકમિત્રો, બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ[આજ્ઞા] માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટે કોઈપણ જાતની ગરણી વિના સીધી જ મગજ [માન્યતા]માં ઉતારી દેતાં હોય છે.અને તે જ કારણે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે “ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.” મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું એવું જ માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે. આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. મિત્રો,બાળકે આપણા પર મૂકેલ આ વિશ્વાસ તથા વર્તમાન સમાજે “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ તેમનો “અંધવિશ્વાસ” નથી- તે હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું .
અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"
૧ લી મે, ૨૦૧૦ (ગુજરાત સ્થાપનાદિન) થી આપણી નવા નદીસર પ્રાથમિક શાળાએ તેનું ઈ-મુખપત્ર શરૂ કર્યું છે. જેનું નામ છે બાયોસ્કોપ. જેને અમે દર માસની પહેલી તારીખે પ્રકાશિત કરીશું.-અમારા માટે બાયોસ્કૉપનો ઉદ્દેશ શાળામાં ચાલતી પ્રવ્રુત્તિઓને પ્રોત્સાહન મળે, શાળાની પ્રવ્રુત્તિઓમાં રહેતી ત્રુટિઓ અને શિક્ષણકાર્યમાંની કોઇ મુંઝવણોમાં આપશ્રી જેવા અનુભવીશ્રીઓનું માર્ગદર્શન મળી રહે તેમજ કોઇ શાળાને પ્રેરણાત્મક સ્ત્રોત મળી રહે તે માટેનો છે. જો આપ આ અંકને આપના મેઈલ બોક્ષમાં ઇચ્છતા હો તો “Get Bioscope” લખી અમને મેઈલ કરો .. અમારું ઈ- સરનામું છે- nvndsr1975@gmail.com [ મિત્રો, અમારા અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના સંગ્રહસ્થાને પહોંચવા ઉપરોક્ત ફોટોગ્રાફ પર ક્લિક કરો .]
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉજવાતા ગુણોત્સવના બેનર પર આપણી શાળાની બાળાઓને મળેલું સ્થાન.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...
"જો તમે મુખ્યમંત્રી નહિ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોત તો?
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?
દિવ્યભાસ્કરના શાળા વિશેના લેખને વાંચવા ઉપરના image પર ક્લિક કરો
" मस्ती की पाठशाला " વિશે ...
"ભેલપૂરી" - ઈ-મેગેજીનમાં શાળા વિશેનો આ આર્ટિકલ વાંચવો તમને ગમશે [image પર ક્લિક કરો ]
શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે
શાળાએ અનુભવેલી સંવેદનાઓના લેખને વાંચવા ઉપરોક્ત image પર ક્લિક કરો.
બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?
'બાળ-સ્વચ્છતાં" - વિગતે વાંચવા IMAGE પર ક્લિક કરો
નાગરિક ઘડતર
અમારી શાળાને સ્વયં-સંચાલિત બનાવી બાળકોમાં એક જવાબદાર નાગરિકનો ગુણ વિકસાવતી પ્રવૃત્તિને જોવા ઈમેજ પર ક્લિક કરો.
આઝાદી એટલે સમાન તક !!!
શાળામાં ઉજવાયેલ ઉજવણીને માણવા IMAGE પર ક્લિક કરો
શાળા પહોંચે સમાજ સુધી !
શાળાનું પ્રાર્થના સંમેલન ગામમાં જ [ વિગતો માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો ]
ઇકોક્લાસ
જાણે કે ઋષિઓની કોન્ફરન્સ [વિગતે જાણવા ઉપરોક્ત image પર ક્લિક કરો ]
A Model School
BALA [A Model School ] ને વિગતે જાણવા ઈમેજ પર ક્લિક કરો
ચક્કીબેનનું ઘર
પ્રજ્ઞા શિક્ષણ
વિગતે વાંચવા માટે image પર ક્લિક કરો
સાયમન ગો બેક!
ઇતિહાસ શિક્ષણ..આ રીતે પણ...તે વખતે ખરેખર તેમને શું અનુભવ્યું હશે..?? જરા અનુભવી લઈએ!
ગાંધીહાટ
"ગાંધીહાટ" અન્વયે બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી જેમ કે પેન-પેન્સિલ-નોટબુક-રબર-સંચા વગેરે દરેક ખાનામાં વ્યવસ્થિત ગોઠવી તેના પર સ્પષ્ટ વંચાય તેમ તે વસ્તુની કિંમત લખેલી હોય છે.કોઈ બાળકને જયારે,જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તે બાળક જાતે જ ત્યાંથી જરૂરી વસ્તુ લઇ તેની બાજુમાં રહેલા ખુલ્લા ખાનામાં તે વસ્તુની કીમત પ્રમાણેના પૈસા મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. દર પંદર દિવસે જયારે,જ્યારે જૂથોની કામગીરી બદલાય ત્યારે તે બાળકો ગાંધી હાટનો હિસાબ જે તે જૂથના નેતાને સુપ્રત કરી દે છે. ગાંધીહાટમાં ખૂટતી વસ્તુઓ લાવવા માટે જવાબદારી સંભાળતા જૂથના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીનો સંપર્ક કરે છે. આવી નાનકડી પ્રવૃત્તિથી બાળકોમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થાય છે. જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરતા શીખે છે. જાણે અજાણે સૌ સહકારથી જીવવાનો ગુણ કેળવે છે.
આજના ગુલાબ
બાળકો માં સ્વચ્છતાનો ગુણ વિકસાવવો એ ખુબ જ અઘરી બાબત છે. કારણકે દોડવું,કુદવું ,ધૂળમાં રમવું,પડવું વગેરેની કોઈ વાત કરે કે તરત જ આપણને બાળકો જ દેખાય. બાળકોની આવી સ્વાભાવિક રમીતિયાળ અને તોફાની પ્રવૃતિઓ ન અવરોધાય અને સ્વચ્છતાનો ગુણ વિકસાવવો તે જરૂરી છે. "આજના ગુલાબ " પ્રવૃતિથી અમે તેમ કરવામાં અમે લગભગ સફળ રહ્યા છીએ. રોજ પ્રાર્થના સમયમાં બે મીનીટનો સમય ફાળવી...ધોરણવાર બાળકોને ઉભા કરવામાં આવે છે. જે જૂથને પ્રાથના સંમેલનની કામગીરી ફાળવેલ હોય તે જૂથના બાળકો અન્ય વિધાર્થીઓને તપાસે છે. જેમાં *વાળ ઓળેલા છે કે નહિ?*તેલ નાખેલું છે કે નહિ?*નાખ કાપેલ છે કે નહિ?*યુનિફોર્મ ધોયેલો છે કે નહી?* શરીર પર નો મેલ સાફ કરેલ છે કે નહિ? જેવી બાબતો ધ્યાનમાં રખાય છે. તપાસનાર જૂથ ધોરણવાર એક -એક બાળકનું નામ જાહેર કરે છે. તેને ઢોલકની ત્રણ તાલ - બધાની ત્રણ તાલીનું માન અપાય છે. શિક્ષક્ તે બાળકોના નામ ધોરણવાર શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર નોધે છે.આનાથી કેટલક સુખદ પરિણામો અમને મળ્યા છે તેમાં બાળકો સમયસર શાળાએ આવે છે...સ્વચ્છ રહેવાની તંદુરસ્ત હરીફાઈ .... રોજ સ્નાન કરવાની ટેવ..હાથ ધોઈનેજ જમાય તેવી ટેવ...મળ્યા તે ઉપરાંત વાલીઓમાં પણ પોતાના બાળકની સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે તે વધારાનો ફાયદો.
ખોયા-પાયા
"ખોયા-પાયા" નું હાર્ડબોર્ડનું ખોખું અમે ઓફીસ રૂમની બહાર લગાવેલ છે. જેમાં બાળકોને વર્ગ ખંડ કે મેદાનમાંથી કોઈ વસ્તુ મળશે તો તે ખોયા -પાયમાં મૂકી દેશે. જ્યારે કોઈ બાળકની વસ્તુ ખોવાઈ ગઈ હશે તો પણ તે અન્ય જગ્યાએ શોધવાનો સમય વેડફ્યા વગર ખોયા-પાયામાંથી જ મેળવી લેશે. અહી બાળકો પોતાના સિવાયની બીજાની વસ્તુ પોતાની પાસે ના રખાય તેવી સમજ કેળવશે ..ચોરીની કુટેવ હશે તો દુર થશે ...વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળશે. અહી વિધાર્થીઓમાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ સમજાવવો. તેમને સમજાવવું કે ફક્ત જરૂરી વસ્તુઓ જ "ખોયા-પાયા "ના બોક્ષમાં મુકવી
ઉત્સવો
બાળકો તહેવારોની ઉજવણી હમેશા પોતાના ઘરના -શેરી-મહોલ્લાના રસ્તાઓ પર કરવાનું પસંદ કરે છે.પરંતુ જો તહેવારના દિવસે શાળાનું વાતાવરણ તેમના ઘર જેવું બનાવી દઈએ તો?