December 29, 2019

ભાષાનો દીપ જલતો રહે


ભાષાનો દીપ જલતો રહે
જયારે વાંચીએ છીએ ત્યારે –
૧. માત્ર છાપેલા/લખેલા શબ્દો/વાક્યો/અક્ષરોઉકેલીએ છીએ ?
૨. જે ઉકેલીએ તે જ અર્થો આપણા મગજમાં બને છે ?
૩. લખનારે જે ઉદેશ્યથી લખ્યું હોય એ ઉદેશ્ય આપણે શોધી કાઢીએ છીએ ?
૪. છાપેલા/લખેલા શબ્દો પૈકી બધા શબ્દોના અર્થ આપણે તારવીએ છીએ ?
૫. ક્યારે અટકીને એક-એક શબ્દ છૂટોપાડીએ છીએ ને ક્યારે આખા ફકરા પર માત્ર નજર કરીએ છીએ ?
આ પ્રશ્નો વિષે વિચારશો તો યાદ આવશે કે આ બધા સિવાય પણ એમાં કૈક ઉમેરાય છે અને તે છે તે લખાણ વિશેના આપણા પૂર્વાનુંભવો.
          આ અગાઉ બાયોસ્કોપમાં “અરે ભાઈ કહેના ક્યા ચાહતે હો? લેખમાં આપણે સમજણપૂર્વક વાંચવું એટલે શું તેના ઉદાહરણો જોયા હતા. અને હવે આપણી પાસે ભાષાદીપપણ છે.
ભાષાદીપની શરૂઆત કરી ત્યારે શાળાને અત્યાર સુધી જૂથ અને જોડી કાર્ય નિયમિત કરાવવાનો ફાયદો શું છે તેનો પણ અહેસાસ થયો. પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃતિઓમાં કામ એસાઈન કરવામાં આવતું. તેમાં કાર્ય શરૂ થતા પહેલા શું કરવાનું છે ? કેવી રીતે કરશો? જેવા પ્રશ્નો વડે ચોક્કસ કરી લેવાતું કે તેઓ એ સમય મર્યાદામાં પુસ્તકમાં કહ્યું છે તે મુજબ કાર્ય કરે.
           ભાષાદીપે એ મર્યાદા પણ હટાવી દીધી. દરેક ધોરણમાં એક જ વખત સમજાવ્યું કે વર્ગની શરૂઆત જુથકાર્યથી જ થશે. શિક્ષક માત્ર એક જ સુચનાઆપશે, “પ્રવૃત્તિ ૭, પાન નંબર ૧૭, સાડા પાંચ મિનીટ.” (કારણકે “બે મિનીટ, પાંચ મિનીટ, દસ મિનીટ જેવા “સમય દર્શાવતા શબ્દો” તેમના અંગેનાસમયસુચકતાનામાપદંડો ગુમાવી ચુક્યા છે.)
         સમય પૂરો થયા પછી દરેક જૂથમાંથી શાંતિલાલ વડે અપાયેલા સંકેતો મુજબ એક એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ પોતાનું જુથકાર્ય રજુ કરે. તેમાં બીજા જૂથ અસહમત થાય તો દરેક જૂથમાંથી એક એક વ્યક્તિ એક નવું જૂથ બનાવી, પોતાના જુથે એ ઉકેલ કેમ આપેલો તેની ચર્ચા કરે અને કોઈ એક ઉકેલ પર સહમતી સાધે. (અને આ ચર્ચા એ તેમના શીખવાની ઉત્તમ તક સાબિત થઇ રહી છે.)
          પ્રવૃત્તિ જો વ્યક્તિગત હોય અને ગૃહકાર્યમાં આપી હોય ત્યારે પરસ્પર કોને શું લખ્યું છે તે વાંચી જઈ, પોતાના જૂથમાંથી કોણ રજુ કરશે તે નક્કી કરે. (ફરી,અહિયાં તેમણે પસંદ કરેલું શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ હોય તે નહિ, પણ તેમનામાં ભેદ પારખવાનો જે ગુણ વિકસે તે મહત્વનો છે.)
        આ બધામાં શિક્ષક તરીકે આપણે શું કરવાનું ? એક શબ્દમાં કહેવું હોય તોએ શબ્દ છે – “જલસા” વર્ગમાં ફરીએ, તેમની વાતો સાંભળીએ, એમની વાતોનાવડામાં વચ્ચે વચ્ચે આપણી વાતનાભજીયાંમુકીએ, અને જે જુથમાં ચર્ચા સળગે નહિ ત્યાં આડા તેડા સવાલ કરી ભડકો કરીએ.
તેઓ રજુ કરતા હોય ત્યારે ભૂલ સુધારવાનાં કામ કરવાને બદલે બીજા ઉદાહરણો આપીએ. તેમણે રચેલાવાક્યોને વર્ગના સંદર્ભમાં મૂકી રમૂજ કરીએ.
આ બધું વર્ગમાં થતું રહે અને તેમની અને આપણી ભાષાનો દીપ જલતો રહે તેવી શુભેચ્છા અને આ દીપમાં તેલ પૂરવા બીજું શું કરીએ તે જાણવાની કોમેન્ટમાં અપેક્ષા ! 




video 

December 21, 2019

Virtual Tour Of nvndsr



Virtual Tour Of nvndsr
મિત્રો ની ઈચ્છા હતી કે આખી શાળા જોવી છે.. તો ચાલો જોઈએ અને સમજીએ કેમેરાની નજરે..

December 15, 2019

માટીની મજા સાથે જમીનને જાણવું..



માટીની મજા સાથે જમીનને જાણવું..

બાળકો હંમેશા જમીન સાથે જોડાયેલાં હોય છે. કારણ ? રમવું, આળોટવું પડવું બધું જ એ અનુભવતાં હોય છે . એટલે જયારે જમીન વિષે બાળકોને જાણકારી આપવા માટેના એકમની વાત આવે ત્યારે બાળકો ખુબ જ ઉત્સાહમાં હોય છે. જમીન એટલે માટી અને માટી એટલે જમીન એનાથી વધારે ખ્યાલ તેઓના મનમાં હોતો નથી. જમીન શાની બનેલી છે? તે પ્રશ્નના જવાબમાં  મોટાભાગના વર્ગખંડો માં બાળકોનો જવાબ માટીની એવો હોય છે અને જો થોડું વધારે પૂછો તો પથ્થર જવાબ મળતો હોય છે. આ જ્ઞાન અથવા તો માહિતી તેણે રમતા રમતાં કોઇપણ જાતના પ્રોજેક્ટ વિના મેળવેલી હોય છે એટલે આપણું હવે પછીનું કામ તેનું વર્ગીકરણ થી શરુ થતું હોય છે. આવા પ્રોજેક્ટમાં મુખ્ય મુશ્કેલી એ અનુભવાય છે કે  બાળકોને જયારે અલગ અલગ જગ્યાએથી જમીન નું ખોદકામ કરી માટી લાવી તેના ઘટકો અને તત્વો અંગેનું વર્ગીકરણ કરવા કહેવામાં આવે ત્યારે બાળકો તેમાં મળી આવતાં પ્લાસ્ટિક લોખંડ વગેરેને પણ જમીન ગણી લે છે. શિક્ષક તરીકેનું કામ હવે શરુ થતું હોય છે જેમાં બાળકોની ભ્રાન્તિને દુર કરી તેની સંકલ્પનાઓ ને સ્પષ્ટ કરવાનું હોય છે.. આવી ચર્ચા સાથે થયેલ એક પ્રોજેક્ટ ના કેટલાક દ્રશ્યો..    









December 11, 2019

સંવાદ : અક્ષીર ઈલાજ



સંવાદીય શૈક્ષણિક આયોજન- નીરસ શૈક્ષણિક વર્ગકાર્યથી પીડાતા વર્ગખંડો માટેનો અક્ષીર ઈલાજ
" સંવાદ "
બાળકો સાથે સંવાદ એ શિક્ષક માટે સૌથી વધારે પ્રસન્નતા અપાવનારી પળ હોય છે. બાળકો સાથે વાતો કરવાથી શિક્ષક તરીકેનો આપણો જીવ મજા અનુભવતો હોય છે અને તેને કારણે જ જે દિવસે બાળકો સાથે શિક્ષક વધારે વાતચીત કરે તે દિવસે પોતાને વધુ રીલેક્ષ અનુભવતો હોય છે. શૈક્ષણિક પ્રક્રિયામાં ભણાવવું એ શિક્ષકો માટે કામની દ્રષ્ટીએ દેખાઈ રહ્યું છે સને તેથી જ સામે ભણવું એ પણ કામ છે એવું બાળકોના મગજમાં ઘર કરી ગયું છે પરિણામે બંને તરફ કામ કર્યાનો થાક અનુભવાય છે. એટલે વિચારો કે જે પ્રક્રિયામાં થાક અનુભવાય તે કરવામાં કોને અને કેટલો રસ પડે?પરિણામે શાળામાં દિવસને અંતે થતો અનુભવ નીચેના જોક જેવો હોય છે.
એક થીયેટરમાં એક ફિલ્મનો પ્રિમીયર શો ગોઠવવામાં આવ્યો.. વિવિધ ફિલ્મવિદોને અને ફિલ્મી રસીયાઓને જોવા આમંત્રણ આપવામાં આવ્યું. શો પૂરો થતાં નિર્માતાએ સૌને પૂછ્યું “આખા ફિલ્મમાં તમને વધારે શું ગમ્યું ? બધાએ એક સાથે ફિલ્મનો એન્ડ અમને બહુ ગમ્યો ? નિર્માતા એ કહ્યું, “અરે એન્ડમાં તો મેં કોઈ એવું ખાસ ક્રિએશન કર્યું જ નથી તો પછી કેવીરીતે ગમે ?”– બધાએ સુધારીને કહ્યું, “સોરી, એન્ડ ગમ્યો મતલબ ફિલ્મનો એન્ડ આવ્યો એ જ અમને બહુ ગમ્યું !”
આખોને આખો શૈક્ષણિક દિવસ પૂરો થાય અને આપણે તેને શૈક્ષણિક કાર્યના દિવસમાં ગણી તે મુજબનું પરિણામ ની આશા રાખીએ તો નિરાશા સિવાય કંઈ જ હાથ ન લાગે. હવે વિચારો કે શૈક્ષણિક દિવસ અથવા તો આપણો શૈક્ષણિક તાસ પુરા થયાનો આનંદ થાય એવું વાતાવરણ નિર્માણ થયું કેવીરીતે ?
ધારો કે તમને લોન આપવાવાળો એજન્ટ અડધો કલાક તમારી સામે ફક્ત લોનના નિયમો જ વર્ણવ્યા કરે છે અને છેલ્લે ઘરેથી ટૂંકમાં લખવા આપી દે છે. શું થાય તમારું ? લોનની ગરજ હોવા છતાં આપણને એમ થાય કે આ જાય તો સારું. બીજું ઉદાહરણ વકતવ્ય રસિક ન હોય અને ફક્ત સાંભળ્યા કરવું જ પડે એવી જગ્યાએ કેટલો સમય તમને ટકવું ગમશે? અરે આપણી તાલીમની જ વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે કે જો તજજ્ઞોમાં તમને ચર્ચામાં જોડી રાખવાની આવડત ન હોય તો આપણા માટે પણ શીખવું કેટલું કંટાળાજનક બની રહે છે.
ઉપરોક્ત ત્રણેય ઉદાહરણમાં જોઈએ તો...
·         લોન એજન્ટે તમારી સાથે સંવાદ કરવાની જરૂર હતી તેને ફક્ત નિયમાવલી ની જગ્યાએ તેના બેનીફીટ પણ સંભળાવ્યા હોત તો તમને તેનામાં રસ પડત.
·         ફક્ત સાંભળવું પડે તેમાં સંભળાવનારે પોતાની રસિકતા બનાવી રાખવી જ પડે. એ ન હોય તો સાંભળનારા ગુમ થઇ જ જાય..
·          તાલીમ વર્કશોપમાં પણ તજજ્ઞો પક્ષે જવાબદારી વધારે હોય છે કે દરેકને રસ પડે અને તાલીમાર્થી શીખવાની પ્રક્રિયામાં જોડાયેલા રહે તેવું આયોજન કરવું રહ્યું.
        આપણા સૌ માટે ઉપરોક્ત ઉદાહરણોમાં સામ્યતા એ છે કે વાતાવરણની રસિકતાની મોટી જવાબદારી તજજ્ઞ પક્ષે જ છે. અને યાદ કરાવી દઉં કે વર્ગખંડમાં તજજ્ઞ આપણે જ છીએ. બાળકોને પણ આપણા જેવું જ છે કે જો વેતન મળવાની ખાતરી હોવા છતાં ભણાવવાની પ્રક્રિયામાં કેટલીકવાર કંટાળો કરતાં હોઈએ અને થાક અનુભવતાં હોઈએ તો બાળકોને તો એવી કોઈ અપેક્ષા જ નથી. તેમને તો ખ્યાલ પણ નથી કે આજે આ શીખી રહ્યા છીએ તેની ક્યારે જરૂર પડવાની છે. એવા વાતાવરણમાં સૌથી મદદ કરી શકે છે બુનિયાદી પ્રવિણ અધ્યાપન સમયે શીખેલ એકમ પ્રવેશ વાળો મુદ્દો. બાળકો સાથે સહજ ચર્ચાથી શરૂઆત કરો અને તેમાં અભ્યાસક્રમ એવી રીતે પીરસો જાણે કે નાના બાળકોને કડવી દવા. ફાયદા અનેક થશે તેમાં મોટો ફાયદો એ કે તમને બાળક ને  સમજવાનો મોકો મળશે અને બાળકોને તમારા તાસમાં રસ પડશે.
અને હા, ન બાળકોને ભણ્યાનો થાક અનુભવાશે, કારણ કે બાળક જાણતો જ નથી કે તે વાતોમાં ને વાતોમાં  ભણ્યો. અને બાળકોના સાથે વાતોથી એક શિક્ષકના જીવને તો આનંદ જ આનંદ... 
 




અખબારી નોંધ અંતગર્ત બાળકોએ કરેલ ઇન્ટરવ્યૂ ...
रिपोर्टर प्रियंका ... केमरामैन तरुण के साथ चेनल नवानदीसर..😅😍

December 08, 2019

કાવ્યની સાથે બાળકોના ભાવાર્થને સમજીએ....


કાવ્યની સાથે બાળકોના ભાવાર્થને સમજીએ....
કોઇપણ વિષયવસ્તુમાં બાળકોને મનગમતું પાસું શોધવું એ શિક્ષકની ફરજ નહિ મૂળભૂત ફરજ છે. પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, ક્ષમતાઓ આ બધું બાળકની કેળવણી માટેના વિટામિન્સ છે. અને તે જેમાંથી મળે એ બધાના સ્વાદ બધાને ગમતા નથી હોતા.
આ વિટામિન્સની યાદી બનાવીએ....
·         વિટામીન W Writing - લખવું   
·         વિટામીન L Listening સાંભળવું 
·         વિટામીન  P  Playing રમવું
·         વિટામીન D Drawing દોરવું 
·         વિટામીન S SInging ગાવું વગેરે વગેરે  [ બીજા ઉમેરજો ]
વાત ત્યાંથી શરુ થઇ હતી કે બધું કરવું બાળકોને ગમતું નથી હોતું પરંતુ બાળકોને બધું જ કરાવી તેનો સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરવો એવું આપણને લાગે છે.
બાળકોને ભાષા અંતર્ગત કાવ્ય અને તેની સાથે જોડાયેલી પ્રવૃતિઓની..
એક એકમ માટે આપણી પાસે સરેરાશ  દશ થી બાર દિવસનો સમય ગાળો હોય છે. જયારે કાવ્ય માટે પ્રવૃત્તિઓ ઓછી અને સમય વધારે હોય..(એવું સામાન્યપણે લાગે.) કાવ્યનું ગાન કરવું ત્યારબાદ કાવ્ય સમજાવવું અને પછી દરેક બાળકને કાવ્ય તૈયાર કરી જોઇને અથવા મોંઢે ગાવા કહેવું.. એમાં બાળકોને વારંવાર ગાવાનું કહીએ તો પછી તેમાંથી તેમનો રસ ઉડી જતો આપણે અનુભવીએ છીએ.. એમાંય જે બાળકો ને ગાવામાં રસ છે એવા બાળકો સિવાયના બાળકો તો એટલે ધ્યાન આપતાં હોય છે કે શિક્ષક તરીકે તમે હાજર છો હા..હા...હા...
બાળકોનો શીખવામાં રસ જળવાઈ રહે તો જ શીખવાની પ્રક્રિયા થઇ રહી છે તે કહી શકાય. હવે આવા સમયે શિક્ષક તરીકે આપણી પ્રથમવાર ગાન અને સમજાવટ વડે ૨૫ % બાળકો પહેલા પ્રયત્ને જ શીખી અને સમજી જતાં હોય છે. બાકીના ૭૫% માટે ફરી મથામણ. અને તેમાંથી બીજું ૪૦ થી ૫૦ ટકા પરિણામ મળતું જોવા મળતું હોય છે. માનવ સહજ સ્વભાવથી આપણો રસ પણ ત્રીજા પ્રયત્ન માટે હા” “ના કરતો અનુભવાય છે. હવે બધા જ બાળકો માટે જરૂરીયાત મુજબનો પ્રયત્ન કરવો જ એ શિક્ષક માટેની અઘોષિત મૂળભૂત ફરજ છે.
કાવ્યના શિક્ષણ માટે બધા બાળકો ભાગ લે તેવો એક પ્રયત્ન ધોરણ ચોથાની કવિતા હું તો પૂછુંમાટે કર્યો
      પ્રોજેક્ટ ની વિગતો અને તે કરવાના કારણો....
પ્રક્રિયાની વિગતો
ઉદેશ્યો
બાળકોના જુથકાર્ય માટે પાડેલા જુથનો જ ઉપયોગ કર્યો
દરેક જુથમાં એવા બાળકોનો સમાવેશ છે જે બાળકો આપણા એક જ પ્રયત્નમાં શીખી ગયા છે.
દરેક જૂથ પોતાનું નામ અને કામ નક્કી કરશે જેમકે
·         કાવ્ય લખનાર
·         કાવ્ય ગાનાર
·         કાવ્ય સમજાવનાર
·         કાવ્ય અંતર્ગત ચિત્ર દોરનાર
·         રંગ પૂરનાર

દરેક બાળકના ભાગે તેઓના કૌશલ્યો અને રસ મુજબ લીડર કામગીરી સોંપે છે. એટલે દરેક બાળકની ભાગીદારી તો ખરી જ ગમતું કામ અને તેથીય વધરે કહું તો ગમતા કામમાં ધ્યેયકેન્દ્ર કાવ્ય જ બની રહે છે
દરેક જૂથ ઉભું થઇ સોંપેલ કામ મુજબ રજૂઆત કરશે
જેમકે ગાયક કવિતા ગાશે ત્યારે સમજાવનાર તે લીટીઓ સમજાવશે.
જે જૂથ રજૂઆત કરતુ હશે ત્યારે બાકીના ગ્રુપ લીડર આ ગ્રુપનું માર્કિંગ કરતાં હશે..
 જેટલાં ગ્રુપ એટલી વાર બાળકો ને કાને સંભળાશે,સમજાશે પોતાને સંભળાવવાની હોય અથવા જેણે સમજાવવાની હોય તે ખુબ ધ્યાનથી સંભળાશે અને સમજશે. ચિત્ર કલાકારો નું પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત થશે
વિજેતા જૂથ પ્રાર્થના સભામાં રજુ કરશે..
ફરીથી એકવાર પ્રાર્થના સંમેલનમાં હાજર તે ધોરણના બાળકો ને મહાવરો થશે અને અન્ય તમામ બાળકો સમક્ષ રજુ થવાનો આનંદ પણ.
 આપણને મજાતો ત્યારે આવી જયારે પાછલી હરોળમાં બેસી એ બધું જોયું જે શિક્ષક તરીકે કરવાનું હતું. બાળકોએ સરસ અક્ષરે લખ્યું, બાળકોએ સરસ રીતે ગાયું, બાળકોએ આપણા કરતાં પણ વધુ સારી રીતે સમજાવ્યું, કાવ્યને દોર્યું, કાવ્યમાં રંગ પૂર્યા... છેલ્લે કહું તો દરેક બાળકને દરેક લીટીનો ભાવાર્થ ખબર છે.... અને બોલે પણ છે કે આમાં કવિ નરોત્તમ વાળંદ પૂછે છે કે.... ચાલો જોઈએ વાંચ્યું એ વરતાયું હતું કેવી રીતે...      



 


   
 
 


📢 📹 Video