સંવાદીય શૈક્ષણિક આયોજન- નીરસ શૈક્ષણિક
વર્ગકાર્યથી પીડાતા વર્ગખંડો માટેનો અક્ષીર ઈલાજ
" સંવાદ "
બાળકો સાથે સંવાદ એ શિક્ષક માટે સૌથી વધારે
પ્રસન્નતા અપાવનારી પળ હોય છે. બાળકો સાથે વાતો કરવાથી શિક્ષક તરીકેનો આપણો જીવ
મજા અનુભવતો હોય છે અને તેને કારણે જ જે દિવસે બાળકો સાથે શિક્ષક વધારે વાતચીત કરે
તે દિવસે પોતાને વધુ રીલેક્ષ અનુભવતો હોય છે. શૈક્ષણિક પ્રક્રિયામાં ભણાવવું એ
શિક્ષકો માટે કામની દ્રષ્ટીએ દેખાઈ રહ્યું છે સને તેથી જ સામે ભણવું એ પણ કામ છે
એવું બાળકોના મગજમાં ઘર કરી ગયું છે પરિણામે બંને તરફ કામ કર્યાનો થાક અનુભવાય છે.
એટલે વિચારો કે જે પ્રક્રિયામાં થાક અનુભવાય તે કરવામાં કોને અને કેટલો રસ પડે?પરિણામે
શાળામાં દિવસને અંતે થતો અનુભવ નીચેના જોક જેવો હોય છે.
એક થીયેટરમાં એક ફિલ્મનો પ્રિમીયર શો ગોઠવવામાં
આવ્યો.. વિવિધ ફિલ્મવિદોને અને ફિલ્મી રસીયાઓને જોવા આમંત્રણ આપવામાં આવ્યું. શો
પૂરો થતાં નિર્માતાએ સૌને પૂછ્યું “આખા ફિલ્મમાં તમને વધારે શું ગમ્યું ? બધાએ એક
સાથે ફિલ્મનો એન્ડ અમને બહુ ગમ્યો ? નિર્માતા એ કહ્યું, “અરે એન્ડમાં તો મેં કોઈ
એવું ખાસ ક્રિએશન કર્યું જ નથી તો પછી કેવીરીતે ગમે ?”– બધાએ સુધારીને કહ્યું, “સોરી,
એન્ડ ગમ્યો મતલબ ફિલ્મનો એન્ડ આવ્યો એ જ અમને બહુ ગમ્યું !”
આખોને આખો શૈક્ષણિક દિવસ પૂરો થાય અને આપણે તેને
શૈક્ષણિક કાર્યના દિવસમાં ગણી તે મુજબનું પરિણામ ની આશા રાખીએ તો નિરાશા સિવાય કંઈ
જ હાથ ન લાગે. હવે વિચારો કે શૈક્ષણિક દિવસ અથવા તો આપણો શૈક્ષણિક તાસ પુરા થયાનો આનંદ થાય એવું વાતાવરણ નિર્માણ થયું
કેવીરીતે ?
ધારો કે તમને લોન આપવાવાળો એજન્ટ અડધો કલાક તમારી
સામે ફક્ત લોનના નિયમો જ વર્ણવ્યા કરે છે અને છેલ્લે ઘરેથી ટૂંકમાં લખવા આપી દે
છે. શું થાય તમારું ? લોનની ગરજ હોવા છતાં આપણને એમ થાય કે આ જાય તો સારું. બીજું
ઉદાહરણ વકતવ્ય રસિક ન હોય અને ફક્ત સાંભળ્યા કરવું જ પડે એવી જગ્યાએ કેટલો સમય
તમને ટકવું ગમશે? અરે આપણી તાલીમની જ વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે કે જો
તજજ્ઞોમાં તમને ચર્ચામાં જોડી રાખવાની આવડત ન હોય તો આપણા માટે પણ શીખવું કેટલું
કંટાળાજનક બની રહે છે.
ઉપરોક્ત ત્રણેય ઉદાહરણમાં જોઈએ તો...
·
લોન
એજન્ટે તમારી સાથે સંવાદ કરવાની જરૂર હતી તેને ફક્ત નિયમાવલી ની જગ્યાએ તેના
બેનીફીટ પણ સંભળાવ્યા હોત તો તમને તેનામાં રસ પડત.
·
ફક્ત
સાંભળવું પડે તેમાં સંભળાવનારે પોતાની રસિકતા બનાવી રાખવી જ પડે. એ ન હોય તો
સાંભળનારા ગુમ થઇ જ જાય..
·
તાલીમ વર્કશોપમાં પણ તજજ્ઞો પક્ષે જવાબદારી
વધારે હોય છે કે દરેકને રસ પડે અને તાલીમાર્થી શીખવાની પ્રક્રિયામાં જોડાયેલા રહે
તેવું આયોજન કરવું રહ્યું.
આપણા
સૌ માટે ઉપરોક્ત ઉદાહરણોમાં સામ્યતા એ છે કે વાતાવરણની રસિકતાની મોટી જવાબદારી
તજજ્ઞ પક્ષે જ છે. અને યાદ કરાવી દઉં કે વર્ગખંડમાં તજજ્ઞ આપણે જ છીએ. બાળકોને પણ
આપણા જેવું જ છે કે જો વેતન મળવાની ખાતરી હોવા છતાં ભણાવવાની પ્રક્રિયામાં
કેટલીકવાર કંટાળો કરતાં હોઈએ અને થાક અનુભવતાં હોઈએ તો બાળકોને તો એવી કોઈ અપેક્ષા
જ નથી. તેમને તો ખ્યાલ પણ નથી કે આજે આ શીખી રહ્યા છીએ તેની ક્યારે જરૂર પડવાની
છે. એવા વાતાવરણમાં સૌથી મદદ કરી શકે છે બુનિયાદી પ્રવિણ અધ્યાપન સમયે શીખેલ એકમ
પ્રવેશ વાળો મુદ્દો. બાળકો સાથે સહજ ચર્ચાથી શરૂઆત કરો અને તેમાં અભ્યાસક્રમ એવી
રીતે પીરસો જાણે કે નાના બાળકોને કડવી દવા. ફાયદા અનેક થશે તેમાં મોટો ફાયદો એ કે
તમને બાળક ને સમજવાનો મોકો મળશે અને
બાળકોને તમારા તાસમાં રસ પડશે.
અને હા, ન બાળકોને ભણ્યાનો થાક અનુભવાશે, કારણ કે
બાળક જાણતો જ નથી કે તે વાતોમાં ને વાતોમાં ભણ્યો. અને બાળકોના સાથે વાતોથી
એક શિક્ષકના જીવને તો આનંદ જ આનંદ...
અખબારી નોંધ અંતગર્ત બાળકોએ કરેલ ઇન્ટરવ્યૂ ...
रिपोर्टर प्रियंका ... केमरामैन तरुण के साथ चेनल नवानदीसर..😅😍
No comments:
Post a Comment