માટીની મજા સાથે
જમીનને જાણવું..
બાળકો હંમેશા જમીન સાથે જોડાયેલાં હોય છે. કારણ ?
રમવું, આળોટવું પડવું બધું જ એ અનુભવતાં હોય છે . એટલે જયારે જમીન વિષે બાળકોને
જાણકારી આપવા માટેના એકમની વાત આવે ત્યારે બાળકો ખુબ જ ઉત્સાહમાં હોય છે. જમીન
એટલે માટી અને માટી એટલે જમીન એનાથી વધારે ખ્યાલ તેઓના મનમાં હોતો નથી. જમીન શાની
બનેલી છે? તે પ્રશ્નના જવાબમાં મોટાભાગના
વર્ગખંડો માં બાળકોનો જવાબ માટીની એવો હોય છે અને જો થોડું વધારે પૂછો તો પથ્થર
જવાબ મળતો હોય છે. આ જ્ઞાન અથવા તો માહિતી તેણે રમતા રમતાં કોઇપણ જાતના પ્રોજેક્ટ
વિના મેળવેલી હોય છે એટલે આપણું હવે પછીનું કામ તેનું વર્ગીકરણ થી શરુ થતું હોય
છે. આવા પ્રોજેક્ટમાં મુખ્ય મુશ્કેલી એ અનુભવાય છે કે બાળકોને જયારે અલગ અલગ જગ્યાએથી જમીન નું
ખોદકામ કરી માટી લાવી તેના ઘટકો અને તત્વો અંગેનું વર્ગીકરણ કરવા કહેવામાં આવે
ત્યારે બાળકો તેમાં મળી આવતાં પ્લાસ્ટિક લોખંડ વગેરેને પણ જમીન ગણી લે છે. શિક્ષક
તરીકેનું કામ હવે શરુ થતું હોય છે જેમાં બાળકોની ભ્રાન્તિને દુર કરી તેની
સંકલ્પનાઓ ને સ્પષ્ટ કરવાનું હોય છે.. આવી ચર્ચા સાથે થયેલ એક પ્રોજેક્ટ ના કેટલાક
દ્રશ્યો..
No comments:
Post a Comment