December 31, 2010

પ્રવાસ અને પ્રાથમિક શિક્ષણ


આજે વૈશ્વિક શિક્ષણ જયારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પ્રાથમિક શિક્ષણમાં આપણું બાળક  પાછળ રહી જાય તે વાલી તરીકે આપણને કે આપણા સમાજને પોષાય તેમ નથી. આજે બાળકોની આસપાસ ઇનપૂટ માટેના  સ્તોત્રોનો વ્યાપ એટલો બધો છે કે આપણે શીખવેલું શિક્ષણ થોડા સમયમાં જ તે બાળકની આસપાસ  આવેલા પર્યાવરણ/સામાજ રૂપી   શિક્ષણના સ્તોત્રોના ઢગલા નીચે દટાઈ જાય છે,પરિણામે આપણી ફરિયાદ બને છે કે “ મેં તો ઘણું જ શીખવ્યું પણ પરીક્ષામાં તો બાષ્પીભવન....,  તેવું થવાનું એક કારણ એ પણ છે કે જો તમે બાળકને શિક્ષણ આપતા સમયે કોઈ ઘટનાને [પ્રવૃત્તિ]ને જોડો તો જ તમારૂ શિક્ષણ બાળક માટે ચિરસ્થાયી બનાવી શકાશે. આપણા વ્યાવસાયિક પૂર્વજો બાળકોને શીખવતા કે “ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે”. પછી ફરીથી પૂછતાં જો બાળકને ન આવડે તો કેટલીકવાર શિક્ષા પણ કરતા. પરિણામ એ આવતું કે પછી બાળકને જ્યારે પણ “ગુજરાતના પાટનગર” વિશે પૂછતાં જ પહેલાં તેને શિક્ષા વડે થયેલ શારિરીક પીડા યાદ આવતી અને પછી તેની સાથે-સાથે  “ગાંધીનગર”. પણ આજે પ્રવૃત્તિઓના ધોધમાર પ્રવાહો પ્રમાણેની આજની કહેવત એકમ અનુરૂપ પ્રવૃત્તિઓ કરાવો જેમ-જેમ, વિદ્યા આવે તેમ-તેમ” પ્રમાણેની અનુરૂપ [અનુકુળ નહી ] જરૂરી શિક્ષણ પદ્ધત્તિઓનો ઉપયોગ કરશો તો જ બાળકોમાં ચિરસ્થાયી શિક્ષણનો ઉદેશ્ય પૂરો કરી શકાશે. તે માટેની મહત્વની પદ્ધત્તિઓમાંની એક પદ્ધત્તિ છે
“ પ્રવાસન પદ્ધત્તિ”.
હા,આ પદ્ધત્તિ દરેક વિષય કે એકમને અનુકુળ ન પણ હોય પણ જેટલો બને તેટલા  એકમોમાં પ્રવાસનો અવકાશ શોધી શિક્ષણ આપવાનો પ્રયત્ન કરશો તો તે ચોક્કસ ૧૦૦% ફળદાયી નીવડશે તેવું અનુભવીઓ ધ્વારા પ્રમાણિત થયેલ બાબત છે.
Q આમારો પંચામૃત ડેરી” નો પ્રવાસ


અમે પણ આવા જ શૈક્ષણિક ઉદેશ્ય સાથેનો પંચામૃત ડેરીનો પ્રવાસ કર્યો, હવે  પંચમહાલમાં હોઈએ અને પંચામૃત ના જોઈ હોય તેને શું કહેવું? તમે પણ તમારા બાળકોને ઘર આગળના પશુપાલન ઉદ્યોગનું શિક્ષણ આપવા માટે નજીકની મોટી ડેરીની મુલાકાત ચોક્કસ લેશો તેવી આમરી આપને નમ્ર અરજ છે,  પણ હા મોટી ડેરીની મુલાકાત પહેલાં ગામની કે ગામના નજીકની દૂધ ઉત્પાદક સહકારી મંડળી [તે ગામનું દૂધ જે દૂધ-સહકારી મંડળીમાં ભરાતું હોય] તેની મુલાકાત લઈ બાળકોને તેની કામગીરીથી વાકેફ ચોક્કસ કરજો, નહી તો મોટી ડેરીની મુલાકાત સમયે તમે બાળકોને પ્લાન્ટ વિશેની માહિતી આપતા હશો ત્યારે બાળકોના મનમાં એક જ પ્રશ્ન ચાલતો હશે કે, અરે યાર ! અહીં એક પણ ગાય કે ભેંશ દેખાતી નથી તો પછી આ ડેરીમાં આટલું બધું દૂધ આવ્યું ક્યાંથી ????

žવાચેલું- કલાકો સુધી યાદ રહેશે...Oસાંભળેલું- દિવસો સુધી યાદ રહેશે.. બોલેલું-  મહિનાઓ સુધી યાદ રહેશે.........     
પણ N જોયેલું - વર્ષો  સુધી યાદ રહેશે.........
કેવી રીતે લઈશું ડેરીની મુલાકાત ???? સમજ આપતા શિક્ષક શ્રી
ત્યાર બાદ અલગ-અલગ ગૃપ પ્રમાણે ડેરીના પ્લાન્ટોની કામગીરીની જાણકારી મેળવતા અમારા બાળકો   
                
                    
                      


                          


  
પ્રવાસ પછી,
ચિત્ર, અહેવાલ લેખન પોતાની 
આગવી સુઝ અને રસના આધારે 
OUT PUT આપતા બાળકો..

December 29, 2010

લોકસભાની કામગીરી -અમારા બાળકોની હાજરીમાં !

વિચારો કે બાળકોને Íસંસદ બતાવી હોય તો કેટલો ખર્ચ કરવો પડે ?


 છેલ્લા ઘણા સમયથી સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે હોવા છતાં આજે પણ બાળકોની સામે ‘સંસદ’ નું ચિત્ર ખડું કરવાનું મુશ્કેલ લાગે છે, જે બાળકોને ગ્રામ-પંચાયતભવન જોવા માટે બે કિલોમીટર જવું પડતું હોય તે બાળકોના  સંસદ-ભવનની મુલાકાત અને તેની કાર્યવાહીનું રૂબરૂ નિદર્શનનો  તો હાલ પુરતો તો  વિચાર આવવો પણ અશક્ય છે.[સાચું કહું તો આજ દિન સુધી મેં પણ સંસદભવન અને તેની કાર્યવાહી ફક્ત ટેલીવિઝન પર જ જોઈ છે] પણ દૂરદર્શનનો T.L.M. તરીકે ઉપયોગ કરીને અમે અમારૂ આ કામ ઘણું સરળ બનાવી દીધું છે. બાળકોને સંસદની મુલાકાત અને કામગીરીની સમજ આપવા અમે સંસદના ચોમાસું સત્રનો ઉપયોગ કર્યો. [  હા,પણ જ્યારે-જયારે અધ્યક્ષશ્રીએ સંસદની કાર્યવાહી રોકવી પડતી હતી, ત્યારે હું બાળકોને “શિસ્ત” નું મહત્વ જરૂર  સમજાવતો હતો બાળકો જ્યારે સંસદની કાર્યવાહીનું નિરીક્ષણ કરતા હતા ત્યારે મારી અને બાળકો બંનેની સમજમાં ન આવતું અંગ્રજી ટ્રાન્સલેશન કરવાનું કામ કરવા માટે તે બાળકોના અંગ્રેજીના વિષય શિક્ષકશ્રી પણ અમારી સહાયે હતા  
                     
 Å આ સમયે આપણા કેન્દ્રીય મંત્રીશ્રીને  ખબર પણ નહી હોય કે તેઓ પોતાની ફરજની સાથે-સાથે પંચમહાલ જીલ્લાના નવાનદીસર પ્રાથમિક શાળાના ધોરણ સાતના બાળકોને ‘સંસદ’ એકમ શીખવી રહ્યા છ



ધોરણ ૭ ના સામાજિક વિજ્ઞાન પાન નંબર ૯૨ અને ૯૫ ના આધારે વડાપ્રધાનશ્રીઓ અને રાષ્ટ્રપતિશ્રીઓના ફોટોગ્રાફ્સ-


December 20, 2010

રમતા રમતા !

અરે યાર! નીચે ક્યારે આવશે આ દડો?
કહો તો, કોણે ફેક્યો અને કોની પાસે જાય છે આ દડો?

કહો તો કયાં છે દડો?

December 12, 2010

ઉત્સાહિત નિયામક સાહેબશ્રીની પ્રોત્સાહિત મુલાકાત!

· ઉત્સાહી નિયામક સાહેબશ્રીએ લીધેલ પ્રોત્સાહીત મુલાકાત

પ્રથમ સત્રનો છેલ્લો દિવસ એટલે કે તા-: ૩૦/૧૧/૨૦૧૦ના રોજ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર.સી.રાવલ સાહેબશ્રીએ અમારી શાળાની પ્રોત્સાહિત મુલાકાત લીધી હતી. સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.પટેલ સાહેબશ્રી [પંચમહાલ], તાલુકા કેળવણી નિરિક્ષક એમ.એસ.ચૌહાણ સાહેબશ્રી [ગોધરા]  તથા બી.આર.સી. રાજેશભાઈ નાયક સાહેબશ્રી [ગોધરા] પણ સાથે  હતા.  અમારી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને શાળાનું પર્યાવરણ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર.સી.રાવલ સાહેબશ્રીને કેવું લાગ્યું તે તો અમે અત્રે મુકેલ મુલાકાત-નોંધપોથીના ફોટોગ્રાફમાં  તમે જોઈ શકશો. પણ હા,સાથે પધારેલ અધિકારીશ્રીઓનું કહેવું હતું કે  “ નિયામકશ્રી ક્ક્ષાના સાહેબશ્રીની  પ્રાથમિક શાળાની મુલાકાત દરમ્યાન તે સમયે તે શાળાનું વાતાવરણ આટલું હળવાસ ભર્યું  હોય, આ  એક આશ્ચર્યજનક ઘટના છે.”

પ્રજ્ઞા વર્ગમાં શ્રી ચંદુભાઈ સાથે પ્રજ્ઞા પધ્ધતિ વિષે ચર્ચા..

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સર વિદ્યાર્થીઓને વાંચન કરાવતા.. 

ઓફિસની ચાર દીવાલોને બદલે અમારા ઇકો-ક્લાસની નજીક બેસી શાળા વિશેની ચર્ચા.
નિયામક સાહેબશ્રી પ્રજ્ઞા વર્ગખંડમાં વપરાતા સાહિત્યનું અવલોકન અને ચર્ચા.
શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ અને નાગરિક ઘડતર પ્રવૃત્તિ વિષે ચર્ચા.
શાળાની વિદ્યાર્થીની સાથે "મને ગમતું પુસ્તક" વિષય પર વાતચીત...

શાળાની મુલાકાત પોથીમાં નિયામકશ્રીના પ્રોત્સાહક નિરિક્ષણો અને માર્ગદર્શન!

November 01, 2010

૫૦૦ નહિ ૫ લાખનું Teaching learning Material!


ચુંટણી પ્રક્રિયાએ લોકશાહીના દસ્તાવેજ સમાન છે અને  દરેક બાળક ચુંટણી પ્રક્રિયાથી વાકેફ બને તે માટેના પ્રયત્નો ચોકકસ સારી બાબત છે,[હા મત કોને અને શા માટે તે તો ૧૮વર્ષની ઉમર  પછીની વાત છે] પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનના એકમોમાં જ્યારે બાળકોને ગ્રામ-પંચાયત, નગરપાલિકા-મહાનગરપાલિકા, તાલુકા-જીલ્લ્લા પંચાયત વગેરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને કામગીરી  અંગેના એકમો, વિધાનસભા, સંસદ વગેરેની રચના-કાર્યો વગેરેની બાળકોને સમજ આપવાની હોય ત્યારે જાણે બાળકોને હવાના દર્શન કરાવવા જેટલું અઘરું લાગે છે,

[અને આપણે પણ ગ્રામપંચાયતનો જ આશરો લઈને વિધાનસભા કે સંસદની સમજ આપીએ છીએ,પરિણામ એ આવે છે કે જ્યારે મુલાકાતી અધિકારી મુખ્યમંત્રીનું કે વડાપ્રધાન વિષેનું  પૂછતાં બાળક સરપંચની જ વાત કરે છે]    

                              આવા એકમો હોય છે જ વર્તુળાકાર !  ક્યાંથી શરૂઆત કરવી તેની આપણને જ જો મુંઝવણ થતી હોય તો બાળકની સમજમાં તે ચિત્ર લાવવું મુશ્કેલ અથવા તો અઘરૂ છે જ,માટે જ મોટેભાગે આપણે તેવા એકમોની  શરૂઆત ચુંટણી પ્રક્રિયાની સમજ આપીને જ કરતા હોઈએ છીએ,પરંતુ જ્યારે ચુંટણીપંચ જ આપણા આંગણે ચુંટણી કામગીરી અંગેની તમામ સામગ્રી સાથે પધારેલ હોઈ તો હું માનું છું ત્યાં સુધી આવી સુવર્ણ તકનો લાભ લઈ કોઈ સાધનને નુકશાન ન થાય અથવા તો કામગીરી માટે આવેલ ઓફીસરશ્રીઓને કામ કરવામાં અડચણ રૂપ ન બનીએ તે રીતે આપણા બાળકોને બુથની મુલાકાત લેવડાવી મોક-મતદાન પ્રક્રિયાનો અનુભવ કરાવવો જોઈએ જ !

સ્થાનિક-સ્વરાજ્યની સંસ્થાઓની રચના માટેની ચુંટણી માટેનું બુથ પોતાની કે નજીકની શાળામાં હોય,અને જે ધોરણનાં બાળકોને તે સંસ્થાઓ વિશે અભ્યાસક્રમમાં શીખવાનું હોય તેવા ધોરણ-૪ના માટે તો આ સ્થાનિક-સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ તો જીવતું-જાગતું અને સોને મઢેલું  ટી.એલ.એમ. ગણીએ  તો પણ સાચું જ  છે! અમે પણ આ ચુંટણી પ્રક્રિયાનીનો લાભ આ રીતે જ લીધો અને બાળકોને ચુંટણીની આગલી સાંજે ચુંટણી પ્રક્રિયાની જાણકારી અને મોક વોટિંગ તેમજ મોક ગણતરીનો અહેસાસ કરાવ્યો. તેમને સમજાવ્યું કે આ રીતે ચુંટાય છે આપણા પ્રતિનિધિ. સમગ્ર પ્રક્રિયામાં બાળકોમાંનો ઉત્સાહ વર્ણવીને નહિ પણ કેમેરાની આંખે જોઈને જ સમજી શકશો.
બાળકોને પ્રાથમિક સમજ આપતા ચુંટણી પ્રમુખ અધિકારીશ્રી.

મતદાર  યાદી શું છે? તેમાં તેમના માતા-પિતાના નામ બતાવવામાં આવ્યા...
ચુંટણી અધિકારી તથા શિક્ષકશ્રી ગીરીશભાઈ!

ઈ.વી.એમ ની સમજ
 મોક વોટિંગ માટે તૈયાર!
તેનો  પહેલો મત- શું તે ભૂલાઈ જશે?


મતદાન પછી રીઝલ્ટ કેવી રીતે જોવા મળે?- તેની સમજ
આ  પછી શાળામાં
  • કોણે શું જોયું? 
  • આ  રીતે ચુંટણી પ્રક્રિયા વિષે તેઓ શું સમજ્યા હતા?
  • હવે તેમને શું જાણ્યું?
  • ધારોકે આપણી શાળામાં બે બૂથ હોત તો આપણે આ મોક પોલ કરવામાં શું નવું કરત?
  • હવે તમારે ચુંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિષે વધુ શું જાણવું છે?
જેવા પ્રશ્નો આપી...તેમને સમજ બનાવવાનો મોકો આપ્યો.
શું કહો છો? કેવું લાગ્યું અમારું આ શૈક્ષણિક ઉપકરણ?
તો આવતી ચુંટણીમાં તમે પણ આનો ઉપયોગ કરી જો જો  અને જોઈ શકશો સાચા શિક્ષણની એક ઝલક!


Project conducted by:  શ્રી ગીરીશભાઈ વાળંદ, વ.શિ. ધો-૪

October 21, 2010

પ્રાથમિક આરોગ્યધામની મુલાકાત

પરિણામલક્ષી પ્રોજેક્ટ કરવા માટેનું આયોજન કેવી રીતે કરીશું ?

આમ તો દરેક ધોરણમાં અને મોટાભાગના વિષયના અભ્યાસક્રમના ઘણા એકમોમાં એવા છે જેને આપણે પ્રોજેક્ટ પધ્ધતિ ધ્વારા જ બાળકોને ખૂબ સારી રીતે સમજ આપી શકીએ . પરંતુ આપણે પ્રોજેક્ટ પદ્ધતિને એટલા માટે પ્રાધાન્ય આપતા નથી કેમકે તેના માટે વર્ગખંડની બહાર અથવા તો શાળા બહાર જવાની જરૂર પડે છે. જો આપણે ધોરણ -૩-૪ ની વાત કરીએ તો આપણે આપણા બાળકોને “ કરો રમકડાં કૂચકદમ” અથવા તો “મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ ! “ શીખવવા માટે જેટલી મથામણ કરીએ છીએ તેટલી આપણે “ આપણા વ્યવસાયકારો” અથવા તો “આપણા સમાજસેવકો” એકમ શીખવવા માટે નથી કરતા, પરિણામે બને છે એવું કે બાળકોને જે જાણવાનું હોય છે તે માણે છે અને જે માણવાનું હોય છે તે જાણે છે. એટલે કે “ કરો રમકડાં કૂચકદમ” અથવા તો “મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ !” માણવાની જગ્યાએ પરીક્ષામાં કોઈ પણ કવિતાની પાંચ પંક્તિ વાળા પ્રશ્નને ધ્યાનમાં રાખી બાળક તેને મોઢે બોલતો ન થાય એટલે કે જાણતો ન થાય ત્યાં સુધી ધમા-ધમ.........જ્યારે “ આપણા વ્યવસાયકારો” અથવા તો “આપણા સમાજસેવકો” જેવા એકમો કે જેની સાથે બાળકને આખી જિંદગી કામકાજ કરવાનું છે તે એકમ બાળક ફક્ત માણે જ છે. [વર્ગખંડની અંદર જ વ્યવસાયકારો કે સમાજસેવકોના T.L.M. બતાવવા કે ગ્રામપંચાયત અથવા તો પ્રાથમિક આરોગ્યધામના મકાનોને બહારથી જ બતાવવા.......આ બધાને માણ્યું જ કહેવાય! ] આપણા ઘણા મિત્રો એવા છે કે તેઓ આવા એકમોને પૂરેપૂરો ન્યાય મળી રહે તે માટે પ્રયત્ન કરવાના ઈચ્છુંક હોય છે પણ માર્ગદર્શનના અભાવે તેઓ પરિણામલક્ષી પ્રોજેક્ટ કરી શકતા નથી તેવા આપણા મિત્રોના માર્ગદર્શન તેમજ અમારી રહી ગયેલી કોઈ ઉણપ પ્રત્યેના આપના સૂચનો મળે તે હેતુસર અમે કરેલ “ પ્રાથમિક આરોગ્યધામની મુલાકાત” પ્રોજેક્ટની રૂપરેખા અત્રે રજૂ કરીએ છીએ.
· પ્રોજેક્ટનો હેતુ નક્કી કરવો.
· આરોગ્યધામની મુલાકાત માટેના હેતુઓ
· બાળકો આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવે.
· બાળકોનો ડોક્ટર તથા દવાખાના પ્રત્યેનો ડર દૂર થાય.
· આરોગ્યધામ ધ્વારા અપાતી આરોગ્ય માટેની સેવાઓથી માહિતગાર બને.
· બાળકો આરોગ્યધામમાં ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરીનો સ્વાનુભવ મેળવે.
· બાળકો વાલી કે શિક્ષક વિના પોતાના સ્વાસ્થ્ય અંગેની તકલીફ માટે પોતે આરોગ્યધામની મુલાકાત લેતા થાય.
· પ્રોજેક્ટ માટેની તૈયારી
· મુલાકાત માટેના દિવસ અને સમય માટે ત્રણ-ચાર દિવસ પહેલા પરવાનગી મેળવી લો. [બને ત્યાં સુધી આરોગ્યધામના કામકાજ સિવાયના કલાકોમાં મુલાકાત માટેનો સમય પસંદ કરો, જેથી દર્દીઓની સારવારમાં આપણે અને આપણા પ્રોજેક્ટમાં દર્દીઓ અડચણરૂપ ન બને.]
· મુલાકાતના બે દિવસ પહેલાથી જ વર્ગના વાતાવરણને તે વિશેની મુંજવણો અને ચર્ચાઓ વડે જીવંત બનાવો.
· બાળકોને પોતાની ઘરેથી કે આસપાસથી પ્રાથમિક આરોગ્યધામ વિશેની માહિતી મેળવવા અને ત્યારબાદ તેની નોંધ કરવા ક્હો. આમ બાળકો પાસે મુલાકાત પૂર્વે [બાળક પાસે ખરી-ખોટી જે માહિતી હોય તેને સુધાર્યા વિના] પ્રાથમિક આરોગ્યધામ નામે નિબંધ તૈયાર કરાવો.
· સંખ્યા પ્રમાણે બાળકોના ગ્રુપ પાડવા અને દરેક ગ્રુપમાં એક-એક [નાની-મોટી] બિમારી ધરાવતા બાળકોને ફરજિયાત સમાવવા.
· બિમારીને કારણે વધુ ગેરહાજર રહેનાર બાળકોની યાદી બનાવી તેમને પ્રોજેક્ટ દરમ્યાન પાડેલ ગ્રુપના લીડર બનાવવા.
· મુલાકાતના સમયે......
· આરોગ્યધામમાં ગયા પછી બાળકોને ગૃપમાં બેસાડી મેડિકલ ઓફિસર ધ્વારા દવાખના અને ડોક્ટરનો ડર બાળકોમાંથી દૂર થાય તે માટે વાર્તાલાપનું આયોજન કરવું, સાથે-સાથે કર્મચારીઓની ઓળખ અને તેમની કામગીરીની વિગત બાળકો નોંધી શકે તેવી રીતે અથવા તો તેવા શબ્દોમાં આપવી/અપાવવી.
· ત્યારબાદ દરેક ગૃપમાંના બિમાર બાળકને સારવાર કેશ કઢાવવા કહેવું અને ગ્રુપના અન્ય તમામ બાળકોને કેશ કઢાવવાથી માંડી દવા લેવા સુધીની તમામ કામગીરીનું નિદર્શન અથવા જો કોઈ એક બાળક ધ્વારા શક્ય હોય તો નોંધ કરવા કહેવું.

જઈએ આરોગ્ય્ધામમાં અને જોઈએ કેમેરાની નજરે....
 
Project conducted by: મહેન્દ્રભાઈ પટેલ, વ.શિ. ધોરણ-૩
બાળકોનો ડર દૂર કરતા અને પ્રા.આ.ની કામગીરી વિશે વાર્તાલાપ કરતા મેડીકલ ઓફિસર શ્રી

ગ્રુપમાંના બિમાર બાળકનો સારવાર અર્થે કેશ કાઢતા કર્મચારી મિત્ર અને પ્રત્યક્ષદર્શી બાળકો

બિમાર બાળકની તપાસ અને સહાદ્યાયિઓનું નિરીક્ષણ

જરૂરી લોહી તપાસ એટલે કે લેબોરેટરીની મુલાકાત

લોહી તપાસના આધારે દવા સારવાર આપતા બેન શ્રી
મેડીકલ ઓફિસર શ્રી ધ્વારા સુચવેલ દવાઓ ફાર્માસીસ્ટ પાસેથી મેળવતા બાળકો
વોર્ડ અને ઓપરેશન થિયેટરની વિગતે માહિતી આપતા મેહુલભાઈ

September 19, 2010

પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?

હાલમાં ગુજરાતના ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમનું પુન:ગઠન થઇ રહ્યું છે.

તેમાં એક  વધુ વિચારવા જેવો મુદ્દો છે...

પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?

SSA ના શિક્ષણ સલાહકાર શુબીર શુક્લાએ ચર્ચાનો દોર સંભાળ્યો..જી.સી.ઈ.આર.ટી.ના નિયામક શ્રી ભાડ સાહેબ, અભ્યાસક્રમ કમીટીના સચિવ શ્રી ટી.એસ.જોશી સાહેબ, શ્રી હરેશભાઈ ચૌધરી અને જી.સી.ઈ.આર.ટી.ના રીસર્ચ એસોસીએટ્સ બધાએ સાથે મળી વિચાર કર્યો ..નિર્ણય લેવાનો તો હજુ બાકી જ છે...એટલે ઘરે આવી કેટલાક સંદર્ભો જોઈ ગયો તેમ મારી જે સમજ તો બની સાથે એક ઉપયોગી બાબત મળી તે વિનોબાજી ભાષાઓના શિક્ષણ વિષે શું માને છે? 

(અમદાવાદમાં ગાંધીઆશ્રમમાં આવેલી વિનોબાજીની કુટીર)


પૂજ્ય વિનોબાજી....

આપ પણ ભાષા અંગેની આ ચર્ચામાં જોડવા માગતા હો તો સાઈડમાં વિગતે અહી વાંચો ટેબ જુઓ..ક્લિક કરો અને આપના વિચારો જણાવો- આપણી આ નાનકડી ગોષ્ઠી ગુજરાતના ભાષા શિક્ષણને નવી દિશા આપી શકે!

September 06, 2010

Freedom- Gujarat to Global via Vanche Gujarat!

ખરેખર 15મી ઑગષ્ટ એ આપણા માટે ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવા માટેનો રાષ્ટ્રીય તહેવાર છે, આ દિવસ આપણા માટે  એ લોકોને યાદ કરવા માટેનો છે જેમણે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે પોતાનું તન-મન-ધન ન્યોછાવર કરી દીધું હતું. તે સમયે આ લોકોને આજે  જેમ કોઇને ઇચ્છિત હોદ્દો મેળવ્યા પછી  જેટલો ગર્વ હોય છે  તેટલો ગર્વ તે સમયના લોકોમાં “ સ્વાતંત્ર્ય-સેનાની બનવાનો હતો,દેશ માટે ફૂલ નહી તો ફૂલની પાંખળી જેટલું પણ કરનાર પોતાને ભાગ્યશાળી માનતા હતા, ટુંકમાં કહું તો કીડીનું  કણ અને હાથીનું  મણ દેશ માટે ન્યોછાવર થતું.

                                              (ધ્વજવંદન)

 આ સ્વાતંત્ર્ય-દિને આમારા શાળા પરિવારે “ સ્વાતંત્ર્ય-સેનાની “ બનવાનું નક્કી કર્યુ,  તે માટે અમે દુનિયાને ગુલામ બનાવનાર “ગ્લૉબલ વૉર્મિંગ“અને સામાજિક વિકાસને ગુલામ બનાવનાર સમાજમાંની બદીઓ જેવી કે અસમજતા, અજ્ઞાનતા, અજાગૃતતા વગેરેને દૂર કરવા માટેના કાર્યક્રમ  “વાંચે ગુજરાત” માટે ભલે કીડીના કણ જેટલો તો કીડીના કણ જેટલો  પણ પરિણામલક્ષી  પ્રયત્ન શરૂ કર્યો છે.


અમારી શાળાએ “ સ્વાતંત્ર્ય દિન” નિમિત્તે શાળામાં પધારેલ ગ્રામજનો સમક્ષ  ધોરણ-4ના ગુજરાતીમાં આવતા એકમ  “વાડીમાં થયો ઝગડો”-   (જેની સ્ક્રીપ્ટ તમે   શાળાની સાઈટ પરથી મેળવી શકશો) નું નાટ્ય રૂપાંતર કરી બાળકો ધ્વારા રજૂ કર્યુ, ત્યારબાદ શાળા પરિવાર ધ્વારા  ગ્રામજનોને સમજાવ્યું કે ઉનાળામાં ખૂબ જ ઠંડક આપનાર લીમડો અને આંબો “ગ્લૉબલ વૉર્મિંગ” ના કારણે પોતાનો મિજાજ ગુમાવી દેશે તો? આ ગ્લૉબલ વૉર્મિંગ માટેનો એક જ ઉપાય છે... “વૃક્ષારોપણ”.  અમે 64મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે શાળામાં પધારેલ તમામ ગ્રામજનોને એક-એક રોપો આપ્યો સાથે-સાથે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દરેક રોપાને   “સ્વાતંત્ર્ય -સેનાની “ નું નામ આપ્યું , તેમજ તે રોપો અને ભવિષ્યમાં તેમાંથી થનાર વૃક્ષ તે જ નામે ઓળખાય તે માટેનો આગ્રહ રાખ્યો. આ નાનો એવો પ્રયત્ન હતો અમારો દુનિયાને   “ગ્લૉબલ વૉર્મિંગ” રૂપી ગુલામીમાંથી બચાવવાનો.  બીજો મુદ્દો હતો સમાજિક  વિકાસને ગુલામ બનાવનાર સમાજમાંની બદીઓ અસમજતા, અજ્ઞાનતા, અજાગૃતતા  વગેરેને દૂર કરવા માટેના કાર્યક્રમ “વાંચે ગુજરાત” નો. તે માટે અમે ગ્રામજનોને જે રોપાઓ  આપી તેનું નામકરણ કર્યુ તે “સ્વાતંત્ત્ર્ય-સેનાની “ વિષેનું પુસ્તક પણ તે ગ્રામજનને આપ્યું જેથી ફક્ત તે “સ્વાતંત્ર્ય-સેનાની “ ના નામનું વૃક્ષ જ નહી પણ તે “સ્વાતંત્ર્ય-સેનાની “ વિષેની જાણ પણ હોય !  સાથે-સાથે તેની વાંચન પ્રવૃત્તિઓનો પણ વિકાસ થાય તે તો ખરૂ જ !


              (અમે સોપડી લઇ જઈએ મુને તો નથી આવડતું પણ રતીયો વાંચી હંભળાવશે!-)


                                     (આવતીકાલનું નવા નદીસર)

તમે પણ આજના  આધુનિક અંગ્રેજ એવા “ગ્લૉબલ વૉર્મિંગ” ની ગુલામીમાંથી આ પૃથ્વીને છોડાવવા માટે આધુનિક  “સ્વાતંત્ર્ય-સેનાની” બની પ્રયત્ન કરશોને ?  અમને પણ  એમ જ થતું હતું કે મારા એક વૃક્ષ રોપવાથી શું ફરક પડવાનો છે? પણ જેમ એક-એક ટીપા વડે જેમ સરોવર ભરાય છે,એક-એક કાંકરા વડે પાળ બંધાય છે તેમ એક-એક વૃક્ષ વડે જ  જંગલ બને છે, એક નાના એવા સૈનિક [મંગલપાંડે] વડે થયેલ  સ્વાતંત્ર્ય-સંગ્રામની શરૂઆત  કદાપી સૂરજ ન આથમતો હોય તેવા બ્રીટીશ સામ્રાજ્યનો ભારત દેશમાંથી અસ્ત કરી નાખે છે, તો આશા રાખીએ કે  આપણો નાનો પ્રયત્ન પણ એક દિવસ ચોક્કસ રંગ લાવશે.
        

  •  જો વૃક્ષને ઉગવાની આશા છે તો આપણે પણ કેમ થોડો પ્રયત્ન ન કરીએ?