આજે વૈશ્વિક શિક્ષણ જયારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પ્રાથમિક શિક્ષણમાં આપણું બાળક પાછળ રહી જાય તે વાલી તરીકે આપણને કે આપણા સમાજને પોષાય તેમ નથી. આજે બાળકોની આસપાસ ઇનપૂટ માટેના સ્તોત્રોનો વ્યાપ એટલો બધો છે કે આપણે શીખવેલું શિક્ષણ થોડા સમયમાં જ તે બાળકની આસપાસ આવેલા પર્યાવરણ/સામાજ રૂપી શિક્ષણના સ્તોત્રોના ઢગલા નીચે દટાઈ જાય છે,પરિણામે આપણી ફરિયાદ બને છે કે “ મેં તો ઘણું જ શીખવ્યું પણ પરીક્ષામાં તો બાષ્પીભવન...., તેવું થવાનું એક કારણ એ પણ છે કે જો તમે બાળકને શિક્ષણ આપતા સમયે કોઈ ઘટનાને [પ્રવૃત્તિ]ને જોડો તો જ તમારૂ શિક્ષણ બાળક માટે ચિરસ્થાયી બનાવી શકાશે. આપણા વ્યાવસાયિક પૂર્વજો બાળકોને શીખવતા કે “ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે”. પછી ફરીથી પૂછતાં જો બાળકને ન આવડે તો કેટલીકવાર શિક્ષા પણ કરતા. પરિણામ એ આવતું કે પછી બાળકને જ્યારે પણ “ગુજરાતના પાટનગર” વિશે પૂછતાં જ પહેલાં તેને શિક્ષા વડે થયેલ શારિરીક પીડા યાદ આવતી અને પછી તેની સાથે-સાથે “ગાંધીનગર”. પણ આજે પ્રવૃત્તિઓના ધોધમાર પ્રવાહો પ્રમાણેની આજની કહેવત ‘ એકમ અનુરૂપ પ્રવૃત્તિઓ કરાવો જેમ-જેમ, વિદ્યા આવે તેમ-તેમ” પ્રમાણેની અનુરૂપ [અનુકુળ નહી ] જરૂરી શિક્ષણ પદ્ધત્તિઓનો ઉપયોગ કરશો તો જ બાળકોમાં ચિરસ્થાયી શિક્ષણનો ઉદેશ્ય પૂરો કરી શકાશે. તે માટેની મહત્વની પદ્ધત્તિઓમાંની એક પદ્ધત્તિ છે
“ પ્રવાસન પદ્ધત્તિ”.
હા,આ પદ્ધત્તિ દરેક વિષય કે એકમને અનુકુળ ન પણ હોય પણ જેટલો બને તેટલા એકમોમાં પ્રવાસનો અવકાશ શોધી શિક્ષણ આપવાનો પ્રયત્ન કરશો તો તે ચોક્કસ ૧૦૦% ફળદાયી નીવડશે તેવું અનુભવીઓ ધ્વારા પ્રમાણિત થયેલ બાબત છે.
Q આમારો “પંચામૃત ડેરી” નો પ્રવાસ
અમે પણ આવા જ શૈક્ષણિક ઉદેશ્ય સાથેનો “પંચામૃત ડેરી”નો પ્રવાસ કર્યો, હવે પંચમહાલમાં હોઈએ અને પંચામૃત ના જોઈ હોય તેને શું કહેવું? તમે પણ તમારા બાળકોને ઘર આગળના પશુપાલન ઉદ્યોગનું શિક્ષણ આપવા માટે નજીકની મોટી ડેરીની મુલાકાત ચોક્કસ લેશો તેવી આમરી આપને નમ્ર અરજ છે, પણ હા મોટી ડેરીની મુલાકાત પહેલાં ગામની કે ગામના નજીકની દૂધ ઉત્પાદક સહકારી મંડળી [તે ગામનું દૂધ જે દૂધ-સહકારી મંડળીમાં ભરાતું હોય] તેની મુલાકાત લઈ બાળકોને તેની કામગીરીથી વાકેફ ચોક્કસ કરજો, નહી તો મોટી ડેરીની મુલાકાત સમયે તમે બાળકોને પ્લાન્ટ વિશેની માહિતી આપતા હશો ત્યારે બાળકોના મનમાં એક જ પ્રશ્ન ચાલતો હશે કે, અરે યાર ! અહીં એક પણ ગાય કે ભેંશ દેખાતી નથી તો પછી આ ડેરીમાં આટલું બધું દૂધ આવ્યું ક્યાંથી ????
žવાચેલું- કલાકો સુધી યાદ રહેશે...Oસાંભળેલું- દિવસો સુધી યાદ રહેશે..— બોલેલું- મહિનાઓ સુધી યાદ રહેશે.........
પણ N જોયેલું - વર્ષો સુધી યાદ રહેશે.........
![]() |
કેવી રીતે લઈશું ડેરીની મુલાકાત ???? સમજ આપતા શિક્ષક શ્રી ત્યાર બાદ અલગ-અલગ ગૃપ પ્રમાણે ડેરીના પ્લાન્ટોની કામગીરીની જાણકારી મેળવતા અમારા બાળકો |







પ્રવાસ પછી,
ચિત્ર, અહેવાલ લેખન પોતાની
આગવી સુઝ અને રસના આધારે
OUT PUT આપતા બાળકો..
No comments:
Post a Comment