વિચારો કે બાળકોને Íસંસદ બતાવી હોય તો કેટલો ખર્ચ કરવો પડે ? |
છેલ્લા ઘણા સમયથી સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે હોવા છતાં આજે પણ બાળકોની સામે ‘સંસદ’ નું ચિત્ર ખડું કરવાનું મુશ્કેલ લાગે છે, જે બાળકોને ગ્રામ-પંચાયતભવન જોવા માટે બે કિલોમીટર જવું પડતું હોય તે બાળકોના સંસદ-ભવનની મુલાકાત અને તેની કાર્યવાહીનું રૂબરૂ નિદર્શનનો તો હાલ પુરતો તો વિચાર આવવો પણ અશક્ય છે.[સાચું કહું તો આજ દિન સુધી મેં પણ સંસદભવન અને તેની કાર્યવાહી ફક્ત ટેલીવિઝન પર જ જોઈ છે] પણ દૂરદર્શનનો T.L.M. તરીકે ઉપયોગ કરીને અમે અમારૂ આ કામ ઘણું સરળ બનાવી દીધું છે. બાળકોને સંસદની મુલાકાત અને કામગીરીની સમજ આપવા અમે સંસદના ચોમાસું સત્રનો ઉપયોગ કર્યો. [ હા,પણ જ્યારે-જયારે અધ્યક્ષશ્રીએ સંસદની કાર્યવાહી રોકવી પડતી હતી, ત્યારે હું બાળકોને “શિસ્ત” નું મહત્વ જરૂર સમજાવતો હતો ] બાળકો જ્યારે સંસદની કાર્યવાહીનું નિરીક્ષણ કરતા હતા ત્યારે મારી અને બાળકો બંનેની સમજમાં ન આવતું અંગ્રજી ટ્રાન્સલેશન કરવાનું કામ કરવા માટે તે બાળકોના અંગ્રેજીના વિષય શિક્ષકશ્રી પણ અમારી સહાયે હતા.
No comments:
Post a Comment