November 20, 2023

દિવાલી ઈઝ ધ ફેમિલી ટાઈમ !

દિવાલી ઈઝ ધ ફેમિલી ટાઈમ !

દિવાળીનું બીજું નામ ભેગાં થવું, મળવું એમ કહી શકાય છે !

આધુનિક સમયમાં વ્યવસાયિક કારણોને લીધે આપણે રોજ રોજ રૂબરૂમાં મળી શકે તેવું થાય નહીં ! અલબત્ત પણ  સાચું છે કે ટેક્નોલોજીને કારણે આપણે રૂ - - રૂ - એટલે ચહેરા સામે ચહેરો કરી શકીએ કે કરી શકીએ પરંતુ કોઈકથી વિખૂટા પડી ગયા છીએ તેવી અનુભૂતિ ખાસ થતી નથી. પરંતુ જે તહેવાર છે તહેવાર આપણા સૌના સંબંધોને ફરીથી મળવા, ભેટવા અને ઝળહળવા માટેનો પ્રકાશ પૂરો પાડે છે. એક કુટુંબ , સંસ્થા, મહોલ્લો, ફળિયું, ગામ, શહેર કે રાષ્ટ્ર : સૌને માટે દિવાલી ઈઝ ફેમિલી ટાઈમ એવી લાગણી જન્માવે છે.

ગામની પરંપરા તો વર્ષોથી રહી છે કે શાળાના ગોખમાં એક દીપક તો પ્રગટાવાય . સરસ્વતી માતા માટેનું એક નાનકડું મંદિર તૈયાર થયા પછી ત્યાં દિવાળીના તમામ દિવસોમાં દીવો પ્રગટે તે ગામના યુવાનો ધ્યાન રાખતાછેલ્લા પાંચેક  વર્ષથી દિવાળી અમને સૌને એક નવું કારણ આપે છે શાળામાં ભેગા થવા માટેનું.

જ્યારે ઘરના ગોખલામાં અને આંગણામાં, ખેતીના ઓજારો મૂકવાના હોય ત્યાં, ખેતરના કૂવા પર, ગાય ભેંસના તબેલામાં અરે, ઉકરડે પણ દીવો પ્રગટાવાય છે. આની તર્જ પર ગામના યુવાનો સમગ્ર શાળા પરિસરને ઝળહળતું કરે છેતેના માટે આયોજન કરવું, સમયસર શાળામાં પહોંચવું, બધાએ ભેગા મળીને ત્યાં જ્યોત સે જ્યોત જલે તેમ દીવા પ્રગટાવવા અને હા; નવા યુગ મુજબ ઝળહળતી શાળાની સાથે  ફોટોગ્રાફી કરવીઅહીંયાં શાળામાં થતો ઝળહળાટ ગામના હૃદયમાં શાળા પ્રત્યેના પ્રેમનો પ્રતીક છે કે જ્યારે ભારતનો ખૂણેખૂણો ઝળહળતો હોય (માત્ર ભારત નહીં જ્યાં જ્યાં કોઈ ભારતીય વસતો હોય ત્યાંનો ખૂણેખૂણોત્યારે જ્યાંથી ગામ અને સમાજનું ઘડતર થાય છે, સમજણ બને છે, વલણો કેળવાય છે એવી જગ્યાને ઝળહળતી જોવાની ચમક સૌની આંખોમાં ચમકે છે.

ફોટોગ્રાફ્સ સાથે સૌને પ્રકાશપર્વ આપણા સૌનાં કાર્યોને પણ પ્રકાશમય કરે તેવી શુભેચ્છા