November 12, 2023

સંસ્થાકીય શોધખોળ !!!

સંસ્થાકીય શોધખોળ

વ્યક્તિ વડે સમાજ કે સમાજ વડે વ્યક્તિ બે વિચારધારાઓ વચ્ચેનો દ્વંદ્વ કદાચ યુગોથી ચાલતો આવ્યો છે. આ બંને પ્રકારમાં આપણે માનવું કે માનવું, તે માટે આપણા પોતાના તર્ક હોઈ શકે પરંતુ જ્યારે વાતને સંસ્થાકીય રીતે વ્યક્તિ વડે શાળા કે શાળા વડે વ્યક્તિ એના વિશે વિચાર કરીએ તો આપણી કાર્યશૈલી શી હોવી જોઈએ અને આપણે જે પણ કરીએ છીએ તે બધામાં મુખ્ય ઉદ્દેશ્ય શો છે ? તેનો ખ્યાલ આપણને સ્પષ્ટ રીતે મળી શકે.

      બંને બાબતોમાં આપણે સહમત થઈ શકીએ તેવા તર્ક છેજેમ કે જો વ્યક્તિઓ હોય તો શાળા જેને કહીએ છીએ તે અમૃત ખ્યાલને આપણે જોઈ શકીશું નહીં. કારણ કે આપણે શાળા જોઈ શકતા નથીશાળા આપણે બનાવેલો ખ્યાલ છે. શાળાની ઇમારત છે, શાળાનું મેદાન છે, શાળામાં આવતા માણસો છે તેમની ઉપર લાગેલા શિક્ષક વિદ્યાર્થી, મધ્યાહ્ન ભોજન રસોઈયા, સંચાલક, વાલીઓ એવા લેબલ છે પરંતુ શાળા એટલે શું એવું કંઈ આંગળી ચીંધીને કહી શકાય તેમ નથી. કદાચ ઉપર કહ્યું તે બધાંનો સરવાળો અથવા તો બધાંના સરવાળાથી વિશેષ કંઈક ઉમેરણ થઈ અને જે ભાવ આપણા મગજમાં ઉત્પન્ન થાય છે તેને આપણે શાળા કહીએ છીએહવે સવાલ એટલો છે કે, શાળા વ્યક્તિઓ માટે બનેલી છે અને એવા વ્યક્તિઓ માટે બનેલી છે કે જેઓ અહીંયાં આવીને પોતાની જાત વિશે પોતાના વલણો વિશે પોતાના વ્યક્તિત્વ વિશે વિચાર કરે, ઉમેરણ કરે, કંઇક બાદ કરે અને પોતે શું છે તેની એક ખોજ કરે ! હવે શાળાની કેટલીક બાબતો જો વ્યક્તિને રૂંધવાની કોશિશ કરતી હોય તો શું કરવું યોગ્ય છે? એક તરફ શાળા નામના ખ્યાલને પણ સાચવવાનો છે અને શાળા જેમના માટે અસ્તિત્વમાં છે તેના વ્યક્તિત્વને પણ સાચવવાનું છે. એક થોડુંક કદાચ વિચિત્ર લાગે તેવું પરંતુ ઉદાહરણ બાબતને સમજવા માટે ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. આપણું જે શરીર છે જુદા જુદા અવયવોનું બનેલું છે. હવે આમાં અવયવોના કારણે શરીર છે? કે શરીરના કારણે અવયવો છે? આપણે જુદું પાડી શકીશું નહીં ! કોઈક સંજોગો એવા ઊભા થાય છે કે જ્યારે ડોક્ટર કહે કે જો અવયવને દૂર નહીં કરો તો શરીર આખેઆખું નકામું થઈ જશે ત્યારે આપણા માટે પસંદગી કરવી સહેલી બની જાય છે કે હા, અંગને દૂર કરી દો. પરંતુ શાળા અને વ્યક્તિની વાતમાં વસ્તુઓ એટલી સહેલી હોતી નથી અને દરેક સંસ્થા દ્વંદ્વને જીવે છે. સંસ્થાને મહત્વ આપવું કે સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિઓના વ્યક્તિત્વને મહત્ત્વ આપવું જોઈએ ? અમને લાગે છે કે બંને વચ્ચેનું બેલેન્સ હોવું જરૂરી છે અને બેલેન્સ બનાવે છે, જે તે સંસ્થાએ પોતે ઊભી કરેલી પોતાની ફિલોસોફી !

હવે સંસ્થા એટલે શું? તો એમાં જોડાયેલા તમામ વ્યક્તિઓનો સમૂહઇમારતો બદલાઈ જશે જગ્યાઓ, સ્થળ બદલાઈ જશે, વ્યક્તિઓ પણ બદલાઈ જશે, પરંતુ જે લેબલ્સ ભેગા થયા છે તે બદલાવાના નથી. શાળાના સંદર્ભમાં બાબતમાં શિક્ષકો, વાલીઓ અને બાળકો ત્રણ બદલાવાના નથી. તો ત્રણેયને બેલેન્સ કરવું હોય તો એક ચોક્કસ પ્રકારની જે સંસ્કૃતિ શાળા વિકસાવી શકે તે શાળામાંથી દ્વંદ્વ વિદાય લઈ શકે છે. અમને અત્યાર સુધીમાં એવું લાગે છે કે શાળા તરીકે અમે વિકસાવેલી સંસ્કૃતિ બાળકો વડે રચાયેલા કેટલાક સમૂહશિસ્તના નિયમો અને બાળકોને ધ્યાનમાં રાખીને થતું શૈક્ષણિક કાર્ય ! જ્યાં  ગુણ માટેની પ્રેરણા તો હોય, પરંતુ તેના માટેનું દબાણ અનુભવાય અને કોઈ વિષયના લોભમાં આવીને તેનો આત્મવિશ્વાસ ખતમ થઈ જાય તે માટેની કાળજી લે



અલબત્ત  અમને અનુભવાતી ફિલોસોફી છેઆમાં અમારા સૌની શોધખોળ ચાલતી  રહે છે.  અમારી  શોધમાં મદદ કરશો?


No comments: