November 09, 2023

“જવાબવહીઓ” બોલે તો?

જવાબવહીઓ બોલે તો?

શાળાઓમાં પ્રથમ સત્રનો અંત ચાલી રહ્યો છે. સત્રના અંતે સત્રાંત કસોટીઓનું વાતાવરણ બની ગયું છે. સરસ વાત પરીક્ષા સમયે પહેલાંનાં વર્ષો જેવુ બાળકો માટેનું ડરામણું વાતાવરણ હવે મોટાભાગે ક્યાંય જોવા મળતું નથી

અગાઉના અંકો અથવા તો શાળાનો બ્લોગ વાંચશો તો ખ્યાલ આવશે કે અગાઉ પણ પરીક્ષા અંગેની ચર્ચામાં કહ્યું છે કે પરીક્ષા આપણું એજ્યુકેશનલ ઓડિટ છે. પરીક્ષા આમ તો શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મોટો તહેવાર છે. એને માણવો કેવી રીતે તે દરેકની પોતાની રીતિ-નીતિ પર નિર્ભર છે.

શિક્ષણની પ્રક્રિયા ખેતી સાથે શબ્દશ: જોડાય છે. તેવી રીતે ખેડૂતનું  જીવન પણ શિક્ષકની જીવનશૈલી જેવું રહ્યું છે ! બંને એટલે કે ખેડૂત અને શિક્ષક માનવજાતને કુદરત તરફથી મળેલ સૌથી મોટી અમૂલ્ય ભેટ સાથે કામ કરવાનું હોય છે. માનવ સમાજ માટે બાળ એટલો મહત્ત્વનો છે, જેટલો પૃથ્વી પરના પર્યાવરણ માટે છોડ ! બીજી એક બંને સાથે થનારી પ્રક્રિયામાં પણ મોટું સામ્ય છે. વાવણીથી લઈને લણણી સુધીની પ્રક્રિયામાં દરેક સમયે ખેડૂત પોતાનું બેસ્ટ આપવા સતત પ્રયત્નશીલ હોય છે ! કારણ કે ખેડૂત પોતે પણ જાણે છે કે લણણીમાં સમૃદ્ધિ ત્યારે દેખાશે જ્યારે વાવણીથી શરૂ થઈને દરેક પ્રક્રિયામાં જરૂરિયાત મુજબની સારસંભાળ સાથેની મહેનત કરીશું. શિક્ષણ પ્રક્રિયામાં પણ બાબત ખૂબ અસરકારક બનતી હોય છે. બાળકોને શાળા સાથે જોડવાની પ્રક્રિયાને વાવણી સાથે સરખાવી પરીક્ષાના પરિણામ ને લણણી માનીએ તો તેની વચ્ચે આવતી દરેક પ્રક્રિયાઓ એટલી મહત્ત્વની જેટલું મહત્ત્વ ખેતીમાં ઉત્પાદનનું  અને શિક્ષણમાં મેળવેલ અધ્યયન નિષ્પત્તિનું હોય 

બીજું એક સામ્ય પણ છે કે ખેતીમાં છોડ ઉપર જેટલાં પરિબળ અસર કરતાં હોય છે, તેટલી સંખ્યામાં બાળક પર પણ અસરકર્તા હોય છે. એટલે બંનેમાં ચેલેન્જ વધુ જોવા મળે છે. એવામાં આપણે સૌએ પણ પેલા ખેડૂતની જેમ પ્રક્રિયામાં આપણું બેસ્ટ આપવા પ્રયત્ન કરવો રહ્યો. પરીક્ષા અંતે મળતું પરિણામ પણ આપણે બાળકમાં કેટલું પોષી શક્યા તે બતાવે છે. અલગ અલગ છોડની અલગ અલગ મુશ્કેલીઓ  અને તે મુજબના ભિન્ન ભિન્ન ઉપાયો આપણને સારું પરિણામ અપાવે છે. અને તે માટે દરેક બાળકને જાણવુંસમજવું અને તે દરેકને જરૂરિયાત મુજબનું પોષણ મળે તે મુજબ કરવું શિક્ષણકાર્ય પદ્ધતિ છે ! અને બાળમાવજત પદ્ધતિ પણ !

થ્રી ઈડિયટમાં જ્યારે રેન્ચોને પ્રોફેસર પૂછે છે કે अब तू मुझे इंजिनीयरिंग सीखाएगा ?  ત્યારે રેન્ચોનો જવાબ હોય છેनहीं ! वो तो आप हमसे भी ज्यादा जानते हैं , मैं तो ये बता रहा हूँ कि पढ़ाते कैसे हैं !   એક ડાયલોગ શિક્ષણ જગત માટે ઘણું બધું કહી જાય છે. હાલ ચાલતી પરીક્ષામાં આવનારાં પરિણામ પત્રકોમાં એક એક બાળકના ગુણ જોતાં જઈશું ત્યારે બાળકોની જવાબવહીઓ સૌને બૂમો પાડી પાડીને કહેતી હશે કે..  – અઢળક માહિતી અને જ્ઞાનથી તમે ભલે ભરેલાં હશો  “ मगर पढ़ाते कैसे हैं ? હું તમને સમજાવું છું !   > ચાલો ક્લિક કરી શાળા બ્લોગ પર પરીક્ષા અંગેની ચર્ચાને વાંચીએ >  પરીક્ષા ??






















No comments: