February 28, 2023

ઉજવણીની ઉપજ – રાષ્ટ્રીય વિજ્ઞાનદિવસની ઉજવણી

ઉજવણીની ઉપજ – રાષ્ટ્રીય વિજ્ઞાનદિવસની ઉજવણી


શાળામાં ઊજવાતી દરેક ઊજવણી બાળકોને નવું નવું શીખવતી હોય છે. વર્ગખંડમાં થતી પ્રક્રિયા જે તે ધોરણના બાળકો પૂરતું લર્નિંગ મટિરિયલ હોય છે. જ્યારે કેમ્પસમાં થતી સામૂહિક પ્રક્રિયા આખી શાળાને શીખવતી પ્રક્રિયા છે. ઊજવણી દરમિયાન વાતાવરણ એવું થતું હોય છે કે જાણે દરેક બાળક શીખવા અને સમજવા શીખવાકે સમજવા સ્વતંત્ર હોય છે. તે સમયે ઊજવણીનો ઉદ્દેશ્ય વિશેષ માહિતીવિગતો અને તે માટેના સ્રોતો બાળકો સામે ઊભા કરવામાં આવે. જેમ શાળા બાળકને સામૂહિક જીવનના પાઠ શીખવે છે, એવી રીતે શાળામાં થતી ઊજવણી બાળકોને સામૂહિક સમજણ કેળવવાના પાઠ શીખવે છે. આવી સામૂહિક પ્રવૃત્તિમાં જોડાઈને શીખવાની સમજવાની ટેવ વિકસાવતી શાળાનાં બાળકો શૈક્ષણિક કારકિર્દીના છેલ્લા  વર્ષ સુધીમાં જાતે શોધી શીખી લેવાની આવડત કેળવી લેતાં હોય છે.

ઊજવણી અંગેની તૈયારીઓ માટેનો સમય બાળકોની લર્નિંગ પ્રોસેસનો સુવર્ણ સમય હોય છે. રોજેરોજ બાળકો વર્ગખંડમાં શીખતાં હોય ત્યારે તેઓ વિદ્યાર્થીના રોલમાં હોય છે. જ્યારે કોઈ વિષય અંતર્ગત શાળામાં થનાર ઊજવણીમાં બાળકો પ્રેઝન્ટરના રોલમાં હોય છે. માટે વર્ગખંડમાં અપાતી માહિતી શીખવા માટે છે એવું વર્તનાર બાળકો જ્યારે પ્રેઝન્ટરના રોલમાં આવે ત્યારે તેઓ જે વિગતો મેળવતાં હોય છે તે ફક્ત જાણવા નહીં સમજવાના મૂડમાં હોય છે. આપણી જેમ તેઓને પણ ખબર છે કે  “વિગતો સમજીશું તો ઉજવણીમાં સમજાવી શકીશું” –  માટે ઉપરના લખાણમાં ઉજવણીની તૈયારીના સમયગાળાને સુવર્ણ સમય કહ્યો.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ માટે મહિના પહેલાંથી ઊજવણીનું આયોજન શરૂ કરી દીધું હતું. વર્ષનો વિજ્ઞાન દિવસ એટલે બાળકો માટે આખું વર્ષ વિજ્ઞાનમાં શું શું શીખ્યા? – તેને રજૂ કરવાની ચેલેન્જ આપી. અમારો સ્વાર્થ હતો કે વર્ષના અભ્યાસક્રમનો મહાવરો થઈ જાય. બાળવૃંદના ગ્રુપ પોતપોતાની રજૂઆતના આયોજન અને તૈયારીઓ શરૂ કરી દીધી. કેટલાંક વિદ્યાર્થીઓએવિજ્ઞાન વક્તવ્ય”  માટેની તૈયારીઓ શરૂ કરી તો કેટલાંક બાળકોએ  ચિત્ર માટે અને કેટલાંક બાળકોએ અવનવા પ્રયોગો માટે તૈયારીઓ શરૂ કરી.

      બસ, ઊજવણી તો ખૂબ જોરદાર રહી, ફરી કહીએ કે એનો અમને આનંદ છે, પરંતુ શાળા તરીકેની સફળતા છે જે બાળકોએ તે માટે કરેલી મહેનત છે! ખરું શૈક્ષણિક કાર્ય પણ છે ! જાણે કે બાળકોએ આખા વર્ષનું વિજ્ઞાન મહિનામાં યાદ કર્યું અને આખી શાળાને એક દિવસમાં શીખવી દીધું ! થોડી નવી રીતે ગોઠવાયેલી અને  ગણિતની ક્વિઝ પણ હવે અમારો હિસ્સો બની.. – ચાલો બધુ વાંચીને જાણીએ તેના કરતાં ફોટોગ્રાફ અને વીડિયો વડે માણીએ..