February 02, 2023

નેચર વોક 🌳🌲🌴🍁

નેચર વોક 🌳🌲🌴🍁

આમતો મોટા ભાગના બધા બાળકોએ ખેતરતો જોયેલુ હોય પણ ત્યાં બધાની સાથે જવાની મજા કઈ અલગ હોય.  મધ્યાન ભોજન જમીને ખેતરે જવા માટે નીકળી પડ્યા. જેમના ખેતરમાં જવાનું હતું તે ખેતરમાં પહોંચ્યા. ખેતર વાળા ભાઈ  ઘરે જવા માટે નીકળ્યા હતા. અમારી પહેલા અને બીજા ધોરણના ટાબરિયા સેના જોઈ કોઈ કેવી રીતે ઘરે જઈ શકે…! અમને જોઈને પાછા ખેતરમાં ગયા અને અમારા બેસવા માટે પાથરણા પાથરી દીધા. સૌ ખેતરમાં બધું જોવામાં મશગુલ. ખેતરમાં મુકેલ સોલર પ્લેટ જોઈ પ્રશ્ન કરવા લાગ્યા કે શું છે ?

તો જે જાણતા હતા તે કહેવા લાગ્યા કે આનાથી આપણને લાઈટ મળે ! સાંભળીને  ખુશી થઈ કે બાળકો વાતચીત વડે વધુ શીખી રહ્યા છે! કેટકેટલું જોયું….રાયણ, કણજ, લીંબુડી ,ગોરસઆમલી, દિવેલા ,ઘઉં અને દુધી વાવવા માટે તૈયાર કરેલ ખેતર. બધા ભેગા મળીને નાસ્તો કરવા માટે બેઠા. કેટલાક નાસ્તો લાવ્યા હતા. જે લાવ્યા હતા એમણે બીજા સાથે નાસ્તો શેર કર્યો. પાણી પણ..

કેટલાકે પડીકા ત્યાં ફેંક્યા..અમારી નજર પડી કે પહેલા ધોરણમાં ભણતો યુવરાજ અને ધોરણ બીજામાં ભણતો મેહુલ રેપર ભેગા કરવા માંડ્યો જોઈને સમજાય કે બાળકો વાતોથી નહિ એમને મળતા અનુભવો અને ફિડબેક વડે શીખે છે અને વર્તે છે.

ટુંકમાં, મનુષ્ય તરીકેનો આનંદ આવી કુદરતી જગ્યાઓ પર મળે છે બીજે ક્યાંય અનુભવી શકાતું નથી….

અમારી નેચર વોક પછી કેટલાક બાળકો વધુ બોલકા પણ થયા

એની અસરમાં ધોરણ 1 અને 2 માં ચિત્ર પર ચર્ચામાં દર વખત ચિત્ર વિશે ચર્ચા કર્યા પછી અમે બાળકોને પ્રશ્નો પૂછતા હતા. એના બદલે ફેરફાર કર્યો કે બાળકોને કહ્યું કે તમે ચિત્ર જુઓ અને તમને જે પ્રશ્ન થાય તે લખો અને પછી મને પૂછો. તો તેમણે જાતે પ્રશ્નો બનાવ્યા અને  પૂછ્યા. પ્રશ્નો પણ કેવા સરસ બનાવ્યા કે માહિતીના, સમજ આધારિત, અનુભવ આધારિત, તર્ક વાળા અને કલ્પના કરવાવાળા અને અનુમાન લગાવવા વાળા પ્રશ્નો પૂછ્યા.  શિક્ષકને પ્રશ્ન પૂછવાના થાય એમાં મજા તો પડે ચર્ચા પણ વધુ થઈ. બાળકો બોલતા કરવા માટેના બંને રસ્તા બીજા ઘણા રસ્તા ખોલશે…. તમે પણ આપજો નવા નેવિગેટર



















No comments: