February 26, 2023

એકવીસમી સદીની સ્કિલ : વાંચીને સમજવું !!

એકવીસમી સદીની સ્કિલ : વાંચીને સમજવું !!

પુસ્તકો આપણા સાચા મિત્રો- આવાં પુસ્તકોનું મહત્ત્વ સમજાવતાં કેટકેટલાંય વાક્યો- સૂત્રો આપણને વાંચવા મળતાં હોય છે. કેટલાંક વ્યક્તિઓ બાબતે અને ખાસ તો વિદ્યાર્થી જીવનકાળમાં પુસ્તક વાંચવું સૌથી મુશ્કેલ કાર્ય છે એવું માનતાં સૌને પુસ્તક વાંચવા માટે પ્રોત્સાહિત કરવા વળી તેના કરતાં પણ વધુ મુશ્કેલ કાર્ય છે. [ એમાંય જો પ્રોત્સાહિત કરનાર પોતે વાચક હોય તો તો તો અશક્ય ] ટેક્નોલોજીના વધુ વિકાસે પણ દરેક વ્યક્તિની ટેવમાં મોટો ફેરફાર સર્જ્યો છે. જેમાં સારી બાબતો સાથે નુકસાનકારક બાબત પણ છે કે વાંચવા પ્રત્યે અરુચિ અને જોવા [ વિઝ્યુલાઇજ ] અને સાંભળવા [ લિસનીંગ  ]  તરફ વધુ આકર્ષણ પેદા થયું છે. સાથે ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને પીરસનાર પક્ષ તરફથી પણ 'સારુંનરસું'ની તારવણી કરવાની જગ્યાએ ગમતું ગમતું ધ્યાનમાં લઈને પીરસાવવાનું શરૂ થયું. પરિણામ આવ્યું કે હવે મળે તેને જાણવાની જગ્યાએ સતત ગમતું શોધવાની લ્હાયમાં આપણે વાચક ને બદલે પ્રેક્ષક બની ગયા છીએ.

ઘણીવાર એવો પણ પ્રશ્ન થાય વાંચવાથી શો ફાયદો થાય ? – ત્યારે તરત કહેજો કે વાંચવાથી ફાયદો થાય જેટલોવિડિયો જોવાથી અને ઓડિયો સાંભળવાથી   થાયપરંતુ વધુ ફાયદો પણ છે કે વાંચવા સાથે વિચારોનું મંથન સતત ચાલતું રહે છે. વાંચવા સમયે આપણું મગજ એક સાથે ઘણીબધી પ્રક્રિયાઓમાં જોડાય છે. પ્રક્રિયા વડે જાણે કે મગજની મથામણ વધતી હોય છે. [ કદાચ એટલે વાંચવાથી વ્યક્તિ નહીં તેનું મગજ દૂર ભાગતું હશે ] મથામણ મગજને કસવાનું કામ કરે છે. કસાયેલું મગજ વધુ સારી રીતે તેને પ્રસ્તુત કરે છે.

અગાઉના અંકોમાં પણ સમજ્યા છીએ કે શિક્ષણ એટલે મગજની કસરત ! નાનપણથી બાળકોમાં આવી મથામણ કાં તો દાદાની વાર્તાઓ સાંભળવાથી અથવા જો તે ઉપલબ્ધતા હોય તો વાંચવાથી શક્ય બને છે. તમે ધ્યાનથી વિચારશો તો જાણશો કે કોઈ વીડિયો જોતા સમયે તમારા વિચારોનું મંથન એટલું બધુ પૂરપાટ નહીં હોય જેટલું  પુસ્તક વાંચતાં સમયે હશે. બાળકોનું પણ આવું હોય છેવિચારોના મંથન માટે પણ વાંચવું ફરજિયાત છે. પરંતુ શાળામાં ફરજિયાત વાંચવું એવું કહેવું બદલે બાળકો બાળકોને સતત વાંચતાં કરેમેં વાંચ્યું મને મજા આવીતું પણ વાંચજેતને પણ મજા આવશે એવું સંભળાય તેવી પ્રણાલી ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. મજા ત્યારે આવી જ્યારે ત્રીજા ધોરણનો હર્ષિત પુસ્તક વાંચીને તેની મમ્મીને જણાવતો હતો કે તે વટ  સાવિત્રીનું વ્રત કેમ ઊજવે છે? ચાલો માણી પુસ્તક વાંચતા સમયના બાળકોના મંથનની..  
















 
 




No comments: