January 25, 2019

અનિર્ણિત કાર્યક્રમ, નક્કી છે માત્ર “મોજ” !



અનિર્ણિત કાર્યક્રમ, નક્કી છે માત્ર મોજ !

     વર્ષ દરમિયાનની કેટલીક ઈવેન્ટ્સ હવે નક્કી જ હોય છે. એ પૈકી એક એટલે “મતદાર જાગૃતતા માટેની ક્વિઝ” દર વર્ષે ટીમ એમાંથી નવું નવું શીખી લઇ કૈક ને કૈક ઉમેરી લેતી હોય છે. (બાદબાકી પણ થાય)
આ વર્ષે વિચાર્યું કે આ ક્વિઝ અંગ્રેજીમાં કરીએ તો ? થોડી કાનાફૂસી થઇ કે એક તો એમાં આવતા પ્રશ્નોના જવાબ યાદ રાખવા અને ઉપરથી હવે અંગ્રેજી ! રહેવા દઈએ... વળી થયું કે “ટ્રાય કરવામાં શું જાય છે ?” પ્રશ્નો અને તેના જવાબ પહેલેથી તેમને આપી દેવાયા કે આટલામાંથી જ પૂછીશું. શરૂઆતની કેટલીક મીનીટસ તેમના અને અમારા પક્ષે અટપટી રહી. પ્રશ્ન પૂછાય પછીની વચ્ચે આવતી દસેક સેકન્ડનો બાળકો કરતા અમને ભાર લાગે કે આ પહેલો પ્રયાસ નિષ્ફળ જાય તો ફરી બાળકો આવો ટ્રાય નહિ કરે... ધીમે ધીમે પીક અપ પકડાઈ ગઈ. (એ વાત જુદી છે કે અમે ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નોનો બેક અપ પ્લાન બનાવેલો જ હતો !)
ક્વિઝ પૂરી થયે સ્પર્ધકોને તેમના  અનુભવો શેર કરવા કહ્યું. તેમાં બઝર રાઉન્ડના પોઈન્ટ્સ સ્કોર કરવા માટે ભૂમિકાએ વાપરેલી ટ્રીક અને જવાબ આપવાનું તેમનું મીકેનીઝમ; એ બધા માટે નવું હતું. ઓડીયન્સ ઓપીનીયન એવો આવ્યો કે આવી ક્વિઝ વધુ થવી જોઈએ.. દરેક વિષય માટે ! હવે બોલ અમારા પક્ષે હતો – અમે ફરી દડો ઉછાળી માર્યો એમના પક્ષે કે તેઓ જાતે આયોજન કરે પછી રીવ્યુ કરી લઈશું.
બીજા દિવસે અમને મળેલું આયોજન કૈક આવું છે. “એમ પણ દરેક શનિવારે ટેસ્ટ હોય છે એટલે શુક્રવારે બપોર પછી એ વિષયનું રિવિઝન કરી લેવાનું હોય. એવામાં એ દિવસે એ વિષયની ક્વિઝ રાખીએ. અમે દરેક ધોરણમાંથી બે બે વિદ્યાર્થીઓ પ્રશ્નો અને તેની ચાવીઓ બનાવીને તૈયાર રાખીશું. બે વ્યક્તિ જજ રહેશે અને એક એન્કરનો રોલ કરશે. આ વ્યક્તિઓ ક્વિઝમાં ભાગ નહિ લઇ શકે. બાકીના જેમને ભાગ લેવો હોય તે દરેક ધોરણમાંથી પોતાનો એક એક સાથીદાર પસંદ કરી ટીમ બનાવી લે. !”
અમે બધા વિદ્યાર્થીઓ વારાફરતી ભાગ લઇ શકે તે માટે નાનકડો સુધારો સૂચવ્યો છે કે આપણા નાગરિક ઘડતરના જૂથ કે જેમાં ત્રીજા થી લઇ આઠમા સુધીના વિદ્યાર્થીઓ છે જ તો એ જ ટીમ હોય. એ જૂથમાંથી એક વિદ્યાર્થી એક વિષયની ક્વિઝમાં ભાગ લઇ શકે !
     અમારી દરખાસ્ત મંજુર થઇ ગઈ છે. હવે આ આયોજન મુજબ ક્વિઝ થાય છે કે નહિ ? થાય છે તો અસરકારક રહેશે કે નહિ ? આ કશું ય નક્કી નથી – હા એક વાત નક્કી છે અને એ છે અમારી “મોજ” – આનંદ સાથે જીવ્યાનો, સાથે વિચાર્યાનો, સાથે શીખવાનો !















January 23, 2019

🔨🔧 પ્રોડક્ટ નહિ પણ,જ્યાં પ્રક્રિયા મહત્વની છે !! 📌📐



🔨🔧 પ્રોડક્ટ નહિ પણ,જ્યાં પ્રક્રિયા મહત્વની છે- TLM નિર્માણ !! 📌📐
        તમારી ઉંમર કેટલી ? એવું કોઈ પૂછે એટલે આપણે આપણા જન્મદિન થી સર્ચિંગ શરુ કરી દઈએ છીએ ! કોઈ તમને પૂછે કે તમારા શરીરની ઉંમર કેટલી તો તો પણ એ જ સર્ચિંગ..  ખરેખર તો તેમાં ૯ માસ ઉમેરવાનું આપણને યાદ પણ નથી આવતું. આજ ભૂલ કરીએ છીએ આપણે આપણી શીખવાની ઉંમરમાં ! મોટાભાગના લોકો માને છે કે આંગણવાડી થી આપણે શીખતાં થઈએ છીએ, તો શિક્ષણવિદો કહે છે કે ના .. જન્મતાં જ શીખવાની શરૂઆત થઇ જાય છે... જ્યારે વિજ્ઞાનીઓ એક કદમ આગળ કહે છે કે મા ના ઉદરમાંથી જ આપણે સાંભળીને શીખવાનું શરુ કરી દઈએ છીએ. જેના ઉદાહરણ રૂપે અભિમન્યુને વારંવાર આપણે યાદ કરીએ છીએ. બની શકે કે  આ બધી જ વાતોમાં એક વાત માની લઈએ કે શીખવાની મુસાફરીની શરૂઆત મા ના ઉદરથી થતી હોવી જોઈએ અને આ મુસાફરીમાં કેટલાંક બાળકો શરૂઆતથી જોડાતાં હોય તો કેટલાક બાળકો જન્મ પછી શીખવાની મુસાફરીમાં જોડાતાં હશે ! પરંતુ આ બધી વાત સાબિત કરવાની આપણી કેપીસીટી નથી અને અહીં એ મુદ્દો પણ નથી . 

         મુદ્દો છે TLM નિર્માણ નો ! એટલે કે વર્ગખંડમાં શૈક્ષણિક વિષયવસ્તુને સરળતાથી શીખી શકે તેવા ટીચિંગ લર્નિંગ મટીરીયલ બનવાવવા અંગેનો. હંમેશા એક શિક્ષકના જીવ તરીકે આપણા સૌની એવી અપેક્ષા રહી છે કે બાળકો સરળતાથી સમજી શકે અને ઝડપથી શીખી શકે તેવી TLM નામની જાદુ કી છડી મળી જાય ? બાળકો જોવે અને તરત જ જ્ઞાન પોઠે અને વિષય વસ્તુ મોંઢે (હા..હા ...હા.. આમાં પણ આપણું સર્ચિંગ પેલા ઉપરના જન્મદિન જેવું જ છે ! આપણને એવું જ છે કે TLM બનાવી દીધા પછી વર્ગખંડમાં બાળકો સામે મૂકી.. તેના વિશે ચોકસાઈપૂર્વક કહીએ..ત્યારબાદ બાળક શીખવાનું શરુ કરે છે ! અને આ વર્ગખંડમાંના આપણા ઘણા  ભ્રમ પૈકીનો એક ભ્રમ છે ! 
 પ્રાથમિક શિક્ષણ જગતમાં  ટીચિંગ લર્નિંગ મટીરીયલ એવો શબ્દ વપરાવવાનો શરુ થયો ત્યારે આગ્રહ રાખવામાં આવ્યો હતો કે વર્ગખંડોમાં શિક્ષક જાતે બાળકો સાથે મળીને જ ટીચિંગ લર્નિંગ મટીરીયલ નું નિર્માણ કરશે. અને તે અંગેના વર્કશોપ પણ એટલા માટે જ કરવામાં આવ્યા હશે. પરંતુ આપણે સૌએ તેને અલગ અલગ બે ભાગમાં વહેંચ્યું TLM બનાવવા માટેનો સમય અને બતાવવા માટેનો સમય એટલે કે તાસ ! પરિણામ કામ વધ્યું હોવાની ફરિયાદો શરુ થઇ ! પરંતુ હવે જુદી રીતે વિચારીએ તો જો આપણે આપણા TLM નિર્માણમાં બાળકોને જોડી દઈએ તો અભિમન્યુ વાળો નિયમ લાગુ પડતો હોય છે. TLMના  નિર્માણ કાર્યમાં જ બાળકો મોટાભાગનું જાણી અને વિગતે સમજી લેતાં હોય છે. કેટલાંક બાળકો તો તે મટીરીયલ્સને  કેવી રીતે વર્ગખંડમાં પ્રદર્શિત કરવાના છો તે સાથેના આઈડીયાઝ સાથે સજ્જ થઇ જાય ! એટલે કે માની લો હવે એક નહિ જેટલાં બાળકો એટલા શિક્ષકો ! અને મોટો ફાયદો જેટલાં બાળકો એટલા હાથ પણ ! હવે આપણા હાથમાં છે કે બાળકોને સાથે રાખી શીખવતાં શીખવતાં TLMનું સરળતાથી નિર્માણનું સ્માર્ટ વર્ક કરવું છે, કે પછી TLM નિર્માણની મજૂરી અને પછી વર્ગખંડમાં બાળકોને તે સમજાવવા માટેનો બેવડું મજૂરીકામ

     ધોરણ ચારના બાળકોને જયારે હિન્દીમાં ગિનતી માટેનું ટીચિંગ લર્નિગ મટીરીયલ્સમાં જોડ્યા ત્યારે બાળકોનો તેમાં જોડાવાનો ઉત્સાહ જાણે કે અભિમન્યુથી કમ નહોતો જ  ! ચાલો જોઈએ કેટલીક પળોને ક્લિક વડે...