February 28, 2014

મહોલ્લા પ્રાર્થનાસભા....

-સફળતા વચ્ચે પણ એક આશાનું કિરણ– "મહોલ્લા પ્રાર્થનાસભા"
શાળામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી એટલે જાણે પતંગિયા વિહોણો બગીચો !!!
                          વર્ષોથી શાળા પરિવારે આ સમસ્યા માટે સંઘર્ષ કર્યો છે-  જે હજુ ચાલુ જ છે. ગેરહાજરી માટે શાળાનું વિષમ પરિસર અથવા તેમાં રહેલી નાની વિષમતાઓ દૂર કરવી એ સંપૂર્ણ અમારા હાથમાં હતું. તે તો સમય જતાં નિવારી શકાયું, શાળા સંપૂર્ણ વિદ્યાર્થી કેન્દ્રી રહે તે માટે અમે સૌ બરાબર જાગૃત છીએ.પણ આ સિવાયના સામાજિક,આર્થિક,કૌટુંબિક અને ભૌગોલિક પરિબળોમાંની વિષમતાઓ ધ્વારા ઉભી થતી બાળકોની અનિયમિત હાજરી સહિતની ઘણી સમસ્યાઓ ઉકેલવામાં ધારી સફળતાઓ હજુ સુધી અમે મેળવી શક્યા નથી.  
જો અમારા આજદિન સુધીના મુખ્ય પ્રયત્નોને યાદીએ બાંધીએ તો....

Ø શાળાના કમ્પાઉન્ડમાં વોલ પર બહારની બાજુએ ગ્રામજનોને અરજ કરતું બોર્ડ
Ø વાલી સંપર્ક જેવી લેખિત મુલાકાત....
Ø બે-ત્રણ દિવસ ગેરહાજર બાળકના ઘરે બીજા દિવસે ચા પીવા જવાનો નુસ્ખો....
Ø સતત ગેરહાજર રહેતાં બાળકોના વાલીઓને પ્રિન્ટેડ પત્ર....
Ø ફળિયા મુજબ બાળકોની યાદી અને એક-મેકને સોંપેલ જવાબદારી...

Ø વર્ગમાં બાળકોની યાદીની સામે વાલીઓના ફોન નંબર અને તેના ધ્વારા રોજેરોજનો E-વાલીસંપર્ક અને ગેરહાજરીનું કારણ જાણી લેવું....
Ø   નાગરિક ઘડતરમાં “મિત્ર સંપર્ક” કરવાની કામગીરી અન્વયે એક ગ્રુપ અનિયમિત અને સતત ગેરહાજર બાળકોની મુલાકાત કરી ગેરહાજરીના કારણોની ખબર સાથે શાળામાં આવે...
Ø ધોરણવાર શાળાની વર્ગવાર હાજરીના ટકાવારીની સ્પર્ધાનું ડિસ્પ્લે જેનું વર્ગવાર હાજરી મોનીટર ધ્વારા સંચાલન.... જેમાં વધુ હાજરી ધરાવતાં વર્ગના હાજરી મોનીટરનું બીજા દિવસની પ્રાર્થના સભામાં સમ્માન...
Ø વાલીઓના અન્ય  સગાં સબંધી સાથે રાખી બાળકને નિયમિત શાળામાં મોકલવા માટેની ભલામણસહની સમજાવટ કરાવવી....
Ø પોતાના ઘરનું કામ પૂર્ણ કરી શાળામાં મોડા આવતાં ધોરણ-7-8- નાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પણ  હુંફ ભર્યો આવકાર     
                       આવા તો હજુ કેટલાય નિષ્ફળ પ્રયાસો શાળા પરિવાર ધ્વારા થઇ ગયા છે/થઇ રહ્યા પણ છે. નિષ્ફળ એટલા માટે કે એ બધામાં અમને ધારેલી સફળતા મળી નથી. ગામમાં જાગૃતતા ફેલાવી શક્યા અને કેટલાકને નિયમિત બનાવી પણ શક્યા – એ મુજબ જોઈએ તો હા, દરેક પ્રયાસ અમને કઇંક નવું શીખવી ગયો. આ કડીમાં આ મહિનાથી એક નવો પ્રયાસ શરૂ કર્યો મહોલ્લા પ્રાર્થના સભા” નો. શાળાની શરૂઆતની સમૂહ-સભા શાળામાં કરવાને બદલે અઠવાડિયામાં એક દિવસ એવા મહોલ્લામાં કરવી જે મહોલ્લાનાં બાળકો ગત સપ્તાહમાં વધુ ગેરહાજર રહ્યા હોય.

§      “મહોલ્લા પ્રાર્થના સભા” આગલા દિવસે વિસર્જન સભામાં સભાનું સ્થાન જાહેર કરવામાં આવે છે.
§      સભાના દિવસે શાળા સફાઈ પૂર્ણ થાય એટલે સંગીતના સાધનોથી સજ્જ થઇ શાળા આખીય જે તે માહોલ્લામાં જવા માટે રેલી સ્વરૂપે ઉપડે છે.
§       જે તે ફળિયામાં એક ખૂણો સાફ કરીએ [ પ્રથમ પ્રયાસમાં અમારે સાફ કરવું પડ્યું, પરંતુ બીજા પ્રયાસમાં અમે પહોંચ્યા કે તરત જ આજુબાજુમાંથી “ ટાટ પતરી ” [મોટું પાથરણું] અમને મળી ગયું.
§      બીજા પ્રયાસમાં તો પ્રાર્થનામાં કેટલાંક વાલીઓ, SMC સભ્યશ્રી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા...
                     પાછાં વળતી વેળાએ ગામમાં શાળાની ખૂશ્બુ વેરતાં-વેરતાં એ આશાએ કે આ શાળા સુમન પર તે સુગંધથી કોઈ ભટકી ગયેલું પતંગિયું પાછું વળે...અને અમે પણ પ્રયત્ન કરતાં જ રહીશું કારણ કે...
Ü चन्द्रगुप्त=: किस्मत पहेले से ही लिखी जा चुकी है, तो कोशिश करने से क्या मिलेगा ?
Ü चाणक्य=: क्या पता किस्मत में लिखा हो की ज्यादा कोशिश से ही मिलेगा !!!!

 




February 15, 2014

“બાળ-સ્વરાજ્ય”ની સંસ્થા...


 ø શાળા- “બાળ-સ્વરાજ્ય”ની સંસ્થા ÷
 ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ ખૂબ જ ઉજ્વળ રહ્યો છે, આપણા ઇતિહાસની રાજ-શાસન વ્યવસ્થાઓની વાત હોય કે સમાજ વ્યવસ્થાની, વેપાર વ્યવસ્થાની વાત હોય કે પછી વિદ્યાભ્યાસ વ્યવસ્થાની, દરેક પ્રકારની વ્યવસ્થા માટે આપણે જે તે સમયમાં દુનિયાના ખૂણે-ખૂણે અનુસરવા રૂપ પ્રેરણાદાયી સાબિત થયા છીએ. પરંતુ આઝાદી પહેલાનાં લગભગ બસો થી ત્રણસો વર્ષ સુધી આપણા કેટલાંક રાજ્યના શાસકોની ભૂલ અથવા તો ભોળપણને કારણે અંગ્રેજોએ આપણને ગુલામીમાં જકડી લીધા. જેના કારણે આપણી ઓછામાં ઓછી બે પેઢીએ આ ગુલામીને વેઠી છે. જો આપણી પેઢીઓનો ઈતિહાસ આપણે ચકાસીએ તો તેઓ કાંતો રાજાશાહી શાસકોની વ્યવસ્થામાં જીવ્યા છે અથવા તો અંગ્રેજો જેવી ગુલામીયુક્ત શાસકોની આંખો હેઠળ ! 
આ બંને વ્યવસ્થાઓમાં [ગણરાજ્યો જેવા કેટલાંક રાજ્ય વ્યવસ્થાઓને છોડી] મોટેભાગે પ્રજાને પોતાના પ્રતિનિધિઓ ચૂંટાવા માટેનો કોઈ હક આપવામાં આવતો ન હતો. દેશને આઝાદી મળ્યા પછી આપણો દેશ સૌથી મોટા લોકતંત્ર તરીકે ઉભરી આવ્યો. પરંતુ આ આપણે માનીએ છીએ તેટલું સરળ ન હતું . પોતાના પ્રતિનિધીઓને ચૂંટવા માટેનો આપણો અનુભવ અને પ્રક્રિયા પણ નવીન હતી.  આજે અમારી શાળામાં થયેલ શાળાપંચાયતની ચૂંટણી સમયે અમારા બાળકોનો  અનુભવ પણ આવો જ હતો. શાળાપંચાયતની ચૂંટણી કરાવવા માટેનો બાળકોનો ઉત્સાહ અનેરો હતો,પણ અમારા ઉદેશ્યો તેટલાં જ ખાસ હતા. જેમાંના મુખત્વે....
ü  બાળકો શાસન વ્યવસ્થાને જાણે.
ü  આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીશું ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખીશું...
ü  આપણે મતદાન શા માટે કરવું જોઈએ ...
ü  મતદાનની ગુપ્તતાનું મહત્વ...
ü  મતદાન પ્રક્રિયા દરમ્યાનની લાગણીઓનો અનુભવ કરાવવો...
ü  ચૂંટણીપંચના મતદાન અને મતદાન મથકના નિયમોથી માહિતગાર કરવા..
ü  ઉમેદવારો અને ટેકેદારોની સમજ..

                       ઉપરોક્ત મુદ્દાઓને અગ્રીમતા આપી શાળા-પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. શાળા પરિવારે ચૂંટણી-પંચની ભૂમિકા નિભાવી, બાળકોમાંથી જ સર્વમાન્ય ચૂંટણી-અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી. બકાયદા તે બાળ-અધિકારીઓને પણ તેમની કામગીરીથી તાલીમબધ્ધ માર્ગદર્શિત કરવામાં આવ્યા. આ જ  બાળ-અધિકારીઓએ પણ પોતાની કામગીરી બાળ-મતદાર જણાવી. ઉમેદવારોને પણ ઉમેદવારી પ્રક્રિયા અને ટેકેદારોને પણ ટેકેદારોની જરૂરિયાત વિષે સમજાવ્યું. અમારો ખાસ પ્રયાસ એ હતો કે જે બાળક ઉમેદવાર બને તેનો અનુભવ ફકતને ફક્ત ઉમેદવારી પ્રક્રિયા પૂરતો  સીમિત ન રહેતાં ચર્ચા સભા દરમ્યાન પ્રસ્તુત કરે, જેથી દરેક બાળક દરેક પ્રક્રિયા અને તેમાંના દરેક રોલને અનુભવે. માર્ગદર્શક શિક્ષક ધ્વારા   મતદાન મથકમાં ઉભી થતી હોય છે તેવી  ખરેખરી મુશ્કેલીઓ/અડચણો નાખી બાળકોને મુંજવણ ઉભી કરી અને સાથે-સાથે તેના ઉકેલ આપી તે માટેના કાયદાઓથી વાકેફ પણ કર્યા. બાળકોએ મનોરંજન સાથે મતદાન પણ કર્યું. અને અમે તેમના મનોરંજનની આડમાં લોકશાહીની એક મોટી લોકતાંત્રિક પ્રક્રિયા સાથે બાળકોને રૂબરૂ પણ કરવી દીધા.. ચાલો, જાણીએ અને માણીએ..... જય લોકશાહી  

ચૂંટણી પ્રક્રિયા વિષે ચર્ચા .....









પોતાનો  મત આપવાની રાહમાં લાઈનમાં ઉભેલ બાળ-મતદારો...



પોતાના મતાધિકારનો ઉપયોગ કરતી અમારી દીકરી દેવાંશી......
મતપેટીમાં મત નાખતો જયપાલ..
બાળ-એજન્ટ મિત્રો...


મતદાન મથકના બાળ-અધિકારીઓ...
મતપત્રકોનું શોર્ટિંગ અને ત્યારબાદ ગણતરી....





પરિણામ ...