February 28, 2014

મહોલ્લા પ્રાર્થનાસભા....

-સફળતા વચ્ચે પણ એક આશાનું કિરણ– "મહોલ્લા પ્રાર્થનાસભા"
શાળામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી એટલે જાણે પતંગિયા વિહોણો બગીચો !!!
                          વર્ષોથી શાળા પરિવારે આ સમસ્યા માટે સંઘર્ષ કર્યો છે-  જે હજુ ચાલુ જ છે. ગેરહાજરી માટે શાળાનું વિષમ પરિસર અથવા તેમાં રહેલી નાની વિષમતાઓ દૂર કરવી એ સંપૂર્ણ અમારા હાથમાં હતું. તે તો સમય જતાં નિવારી શકાયું, શાળા સંપૂર્ણ વિદ્યાર્થી કેન્દ્રી રહે તે માટે અમે સૌ બરાબર જાગૃત છીએ.પણ આ સિવાયના સામાજિક,આર્થિક,કૌટુંબિક અને ભૌગોલિક પરિબળોમાંની વિષમતાઓ ધ્વારા ઉભી થતી બાળકોની અનિયમિત હાજરી સહિતની ઘણી સમસ્યાઓ ઉકેલવામાં ધારી સફળતાઓ હજુ સુધી અમે મેળવી શક્યા નથી.  
જો અમારા આજદિન સુધીના મુખ્ય પ્રયત્નોને યાદીએ બાંધીએ તો....

Ø શાળાના કમ્પાઉન્ડમાં વોલ પર બહારની બાજુએ ગ્રામજનોને અરજ કરતું બોર્ડ
Ø વાલી સંપર્ક જેવી લેખિત મુલાકાત....
Ø બે-ત્રણ દિવસ ગેરહાજર બાળકના ઘરે બીજા દિવસે ચા પીવા જવાનો નુસ્ખો....
Ø સતત ગેરહાજર રહેતાં બાળકોના વાલીઓને પ્રિન્ટેડ પત્ર....
Ø ફળિયા મુજબ બાળકોની યાદી અને એક-મેકને સોંપેલ જવાબદારી...

Ø વર્ગમાં બાળકોની યાદીની સામે વાલીઓના ફોન નંબર અને તેના ધ્વારા રોજેરોજનો E-વાલીસંપર્ક અને ગેરહાજરીનું કારણ જાણી લેવું....
Ø   નાગરિક ઘડતરમાં “મિત્ર સંપર્ક” કરવાની કામગીરી અન્વયે એક ગ્રુપ અનિયમિત અને સતત ગેરહાજર બાળકોની મુલાકાત કરી ગેરહાજરીના કારણોની ખબર સાથે શાળામાં આવે...
Ø ધોરણવાર શાળાની વર્ગવાર હાજરીના ટકાવારીની સ્પર્ધાનું ડિસ્પ્લે જેનું વર્ગવાર હાજરી મોનીટર ધ્વારા સંચાલન.... જેમાં વધુ હાજરી ધરાવતાં વર્ગના હાજરી મોનીટરનું બીજા દિવસની પ્રાર્થના સભામાં સમ્માન...
Ø વાલીઓના અન્ય  સગાં સબંધી સાથે રાખી બાળકને નિયમિત શાળામાં મોકલવા માટેની ભલામણસહની સમજાવટ કરાવવી....
Ø પોતાના ઘરનું કામ પૂર્ણ કરી શાળામાં મોડા આવતાં ધોરણ-7-8- નાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પણ  હુંફ ભર્યો આવકાર     
                       આવા તો હજુ કેટલાય નિષ્ફળ પ્રયાસો શાળા પરિવાર ધ્વારા થઇ ગયા છે/થઇ રહ્યા પણ છે. નિષ્ફળ એટલા માટે કે એ બધામાં અમને ધારેલી સફળતા મળી નથી. ગામમાં જાગૃતતા ફેલાવી શક્યા અને કેટલાકને નિયમિત બનાવી પણ શક્યા – એ મુજબ જોઈએ તો હા, દરેક પ્રયાસ અમને કઇંક નવું શીખવી ગયો. આ કડીમાં આ મહિનાથી એક નવો પ્રયાસ શરૂ કર્યો મહોલ્લા પ્રાર્થના સભા” નો. શાળાની શરૂઆતની સમૂહ-સભા શાળામાં કરવાને બદલે અઠવાડિયામાં એક દિવસ એવા મહોલ્લામાં કરવી જે મહોલ્લાનાં બાળકો ગત સપ્તાહમાં વધુ ગેરહાજર રહ્યા હોય.

§      “મહોલ્લા પ્રાર્થના સભા” આગલા દિવસે વિસર્જન સભામાં સભાનું સ્થાન જાહેર કરવામાં આવે છે.
§      સભાના દિવસે શાળા સફાઈ પૂર્ણ થાય એટલે સંગીતના સાધનોથી સજ્જ થઇ શાળા આખીય જે તે માહોલ્લામાં જવા માટે રેલી સ્વરૂપે ઉપડે છે.
§       જે તે ફળિયામાં એક ખૂણો સાફ કરીએ [ પ્રથમ પ્રયાસમાં અમારે સાફ કરવું પડ્યું, પરંતુ બીજા પ્રયાસમાં અમે પહોંચ્યા કે તરત જ આજુબાજુમાંથી “ ટાટ પતરી ” [મોટું પાથરણું] અમને મળી ગયું.
§      બીજા પ્રયાસમાં તો પ્રાર્થનામાં કેટલાંક વાલીઓ, SMC સભ્યશ્રી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા...
                     પાછાં વળતી વેળાએ ગામમાં શાળાની ખૂશ્બુ વેરતાં-વેરતાં એ આશાએ કે આ શાળા સુમન પર તે સુગંધથી કોઈ ભટકી ગયેલું પતંગિયું પાછું વળે...અને અમે પણ પ્રયત્ન કરતાં જ રહીશું કારણ કે...
Ü चन्द्रगुप्त=: किस्मत पहेले से ही लिखी जा चुकी है, तो कोशिश करने से क्या मिलेगा ?
Ü चाणक्य=: क्या पता किस्मत में लिखा हो की ज्यादा कोशिश से ही मिलेगा !!!!

 
2 comments: