ø શાળા- “બાળ-સ્વરાજ્ય”ની સંસ્થા ÷
ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ ખૂબ જ ઉજ્વળ રહ્યો છે, આપણા ઇતિહાસની રાજ-શાસન વ્યવસ્થાઓની વાત હોય કે સમાજ વ્યવસ્થાની,
વેપાર વ્યવસ્થાની વાત હોય કે પછી વિદ્યાભ્યાસ વ્યવસ્થાની, દરેક પ્રકારની વ્યવસ્થા
માટે આપણે જે તે સમયમાં દુનિયાના ખૂણે-ખૂણે અનુસરવા રૂપ પ્રેરણાદાયી સાબિત થયા
છીએ. પરંતુ આઝાદી પહેલાનાં લગભગ બસો થી ત્રણસો વર્ષ સુધી આપણા કેટલાંક રાજ્યના શાસકોની
ભૂલ અથવા તો ભોળપણને કારણે અંગ્રેજોએ આપણને ગુલામીમાં જકડી લીધા. જેના કારણે આપણી
ઓછામાં ઓછી બે પેઢીએ આ ગુલામીને વેઠી છે. જો આપણી પેઢીઓનો ઈતિહાસ આપણે ચકાસીએ તો
તેઓ કાંતો રાજાશાહી શાસકોની વ્યવસ્થામાં જીવ્યા છે અથવા તો અંગ્રેજો જેવી ગુલામીયુક્ત
શાસકોની આંખો હેઠળ !
આ બંને વ્યવસ્થાઓમાં [ગણરાજ્યો જેવા કેટલાંક રાજ્ય વ્યવસ્થાઓને છોડી] મોટેભાગે પ્રજાને પોતાના પ્રતિનિધિઓ ચૂંટાવા માટેનો કોઈ હક આપવામાં આવતો ન હતો. દેશને આઝાદી મળ્યા પછી આપણો દેશ સૌથી મોટા લોકતંત્ર તરીકે ઉભરી આવ્યો. પરંતુ આ આપણે માનીએ છીએ તેટલું સરળ ન હતું . પોતાના પ્રતિનિધીઓને ચૂંટવા માટેનો આપણો અનુભવ અને પ્રક્રિયા પણ નવીન હતી. આજે અમારી શાળામાં થયેલ શાળાપંચાયતની ચૂંટણી સમયે અમારા બાળકોનો અનુભવ પણ આવો જ હતો. શાળાપંચાયતની ચૂંટણી કરાવવા માટેનો બાળકોનો ઉત્સાહ અનેરો હતો,પણ અમારા ઉદેશ્યો તેટલાં જ ખાસ હતા. જેમાંના મુખત્વે....

ü બાળકો શાસન વ્યવસ્થાને જાણે.
ü આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીશું ત્યારે કઈ બાબતો
ધ્યાનમાં રાખીશું...
ü આપણે મતદાન શા માટે કરવું જોઈએ ...
ü મતદાનની ગુપ્તતાનું મહત્વ...
ü મતદાન પ્રક્રિયા દરમ્યાનની લાગણીઓનો અનુભવ કરાવવો...
ü ચૂંટણીપંચના મતદાન અને મતદાન મથકના નિયમોથી
માહિતગાર કરવા..
ü ઉમેદવારો
અને ટેકેદારોની સમજ..
ઉપરોક્ત મુદ્દાઓને અગ્રીમતા આપી શાળા-પંચાયતની ચૂંટણીનું આયોજન
કરવામાં આવ્યું. શાળા પરિવારે ચૂંટણી-પંચની ભૂમિકા નિભાવી, બાળકોમાંથી જ સર્વમાન્ય
ચૂંટણી-અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી. બકાયદા તે બાળ-અધિકારીઓને પણ તેમની કામગીરીથી
તાલીમબધ્ધ માર્ગદર્શિત કરવામાં આવ્યા. આ જ બાળ-અધિકારીઓએ પણ પોતાની કામગીરી બાળ-મતદાર જણાવી. ઉમેદવારોને પણ ઉમેદવારી પ્રક્રિયા અને ટેકેદારોને પણ ટેકેદારોની જરૂરિયાત વિષે સમજાવ્યું. અમારો ખાસ પ્રયાસ એ હતો કે જે બાળક ઉમેદવાર બને તેનો અનુભવ ફકતને ફક્ત
ઉમેદવારી પ્રક્રિયા પૂરતો સીમિત ન રહેતાં ચર્ચા સભા દરમ્યાન પ્રસ્તુત કરે, જેથી દરેક બાળક
દરેક પ્રક્રિયા અને તેમાંના દરેક રોલને અનુભવે. માર્ગદર્શક શિક્ષક ધ્વારા મતદાન મથકમાં ઉભી થતી હોય છે તેવી ખરેખરી મુશ્કેલીઓ/અડચણો નાખી બાળકોને મુંજવણ ઉભી કરી અને સાથે-સાથે તેના ઉકેલ આપી તે માટેના કાયદાઓથી વાકેફ પણ કર્યા. બાળકોએ મનોરંજન સાથે મતદાન પણ
કર્યું. અને અમે તેમના મનોરંજનની આડમાં લોકશાહીની એક મોટી લોકતાંત્રિક પ્રક્રિયા
સાથે બાળકોને રૂબરૂ પણ કરવી દીધા.. ચાલો, જાણીએ અને માણીએ..... જય લોકશાહી
1 comment:
મોટાભાગે શાળાઓમાં નોંધમાં પણ ના લેવાતી માત્ર નામની ચૂંટણીને નવાનદીસર શાળાએ ખરા અર્થમાં ઉજવી બતાવી...બાળકોને(સાચા નાગરીકોને )આ રીતે તૈયાર કરવા બદલ આખી ટીમને અભિનંદન...
એક નોંધનીય કાર્ય....
તારે ઝમીં પર...best wishesh to all the students...bravo team navanadisar...hhhhhuuuuurrrraaaaaaaaa.......
Post a Comment