August 26, 2018

વાંચન : ગામની વાટે !!!



વાંચન : ગામની વાટે !!!
આપણે સૌ આપણા બાળકોના વાંચન અને લેખનથી સંતુષ્ટ નથી. વર્ષોવર્ષ તેની ગુથ્થી ઉકેલવા મથી રહ્યા છીએ. વાંચન વિશેના આપણા ખ્યાલોને પહેલા અહીં એકવાર જોઈએ લઈએ. >>પહેલો પ્રયત્ન > વાંચવું એટલે? બીજો પ્રયત્ન > બાળકોમાં વાંચનનો મહાવરો ? અને ત્રીજો પ્રયત્ન > ઉપચારાત્મક કાર્ય !
આ બધું કરી જોવા છતાં હજુ કૈક એવું ખૂટતું હતું કે જે અમારી નજરમાં નહોતું આવતું. આ ઉનાળુ વેકેશનમાં અમારી શોધનો વિષય એ જ હતો કે બાળકને વાંચન આવડી જવા ને ના આવડવા વચ્ચે કયા કયા પરિબળો કામ કરે છે. જેમને આવડી જાય છે તેનું કોઈ પણ પ્રકારે ટ્રેકિંગ નથી થતું કે તેને કઈ ક્ષણે વાંચન આવડી ગયું. એ તો કળીમાંથી ફૂલ બનવા જેવી ઘટના છે.... થાય છે પણ દેખાતી નથી ! વાંચન ના આવડવાના ઘણા કારણો પૈકી અમારું ધ્યાન હજુ સુધી નહોતું ગયું એવા એક કારણ પર ગયું. ... કે આ બાળકો પાસે વાંચવા માટે છે શું  ? પુસ્તક ! એ પોતાનું પાઠ્યપુસ્તક હોય કે વાર્તાનું પણ વાંચવાનું એટલે પુસ્તક ! તેમને મન વાંચવા માટેના અન્ય કારણો ગેરહાજર છે. જેમના ઘરમાં બીજું કઈ જ વાંચવાનું ના હોય તેમને મન ભણવું હોય એ વાંચે ! વાંચનના અન્ય ઉપયોગો એમને ખબર નથી.
બીજું કે શિક્ષકે બાળકોને ઘરેથી વાંચવા માટે કહ્યું એ ઘરે જઈ વાંચશે જ નહિ ! તો ?
        ઉપાય ? એ જ ફરી “ગામ શીખવે ગણિત” ની જેમ “વાંચન ગામની વાટે” ! જુના ટી.એલ.એમ. પર રંગ વેકેશનમાં જ કરી દીધો હતો તેની પર ક્રમશ: વાંચન માટેના શબ્દો, વાક્યો અને ફકરા લખી દીધા ! વીસેક આવા વાંચન બોર્ડ તૈયાર થયા. અને દરરોજ શાળા છૂટવાના સમયે ફળિયામાં એક લેખે આપવાના. હવે આપવાના કોને ? જે વાંચનમાં ગાડી બ્રેક મારતો હોય તેને ! શું થયું ? બીજું કૈક આપ્યું હોત તો દફતરમાં લઇ જાત કોઈ ના જુએ ! પણ આ તો બોર્ડ – ઉભા ફળીયે જે જુએ તે પૂછે, ”શું લાવ્યો લ્યા?” “સાહેબે વાંચવા આલ્યું !” “એમ, તો ચાલ વાંચ !” આમ, ઘરે પહોચતા સુધીમાં જ બોર્ડ ત્રણ ચાર વાર વંચાય જાય. વળી, એનાથી અમારા (અ)ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સક્રિય થયા અને તેમની આજુબાજુમાં બોર્ડ સાથે આવે તેમને ઘરે વાંચવા અને લખવામાં મદદ કરવા લાગ્યા.
ખૈર, આ તો ચેપી છે, જેણે અડકી જાય એ શીખી જાય ! આપણું તો કામ જ છે આ ચેપ ફેલાવવો !

August 15, 2018

મો.ક.ગાંધી - અમારી દીકરીઓના મુખે !



મો.ક.ગાંધી - અમારી દીકરીઓના મુખે !

 અમારી મલ્લિકા....
👇📺

અમારી ભૂમિકા...
👇📺

અમારી નેહા....
👇📺


AWARD FROM MHRD !



માનવ સંશાધન વિકાસ મંત્રાલય ધ્વારા શાળાને મળેલ સ્વાતંત્ર્યદિનની ભેટ !!
સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર- વર્ષ-૨૦૧૭ 




August 14, 2018

ગમે તે રીતે – પણ શીખવું તો પડશે જ ને...😜



ગમે તે રીતે – પણ શીખવું તો પડશે જ ને...😜

            બાળકોને હંમેશા રમવું ગમે છે અને શિક્ષકને હંમેશા ભણાવું ગમે છે ! હવે મુશ્કેલી એ છે કે ભણાવવા માટે મથતો અને રમવા માટેનો ચાન્સ શોધ્યા કરતો બંને વર્ગખંડમાં કે મેદાનમાં સાથે આખો દિવસ કાઢે છે. ત્યારે દેખાય કે નાદેખાય, પણ વર્ગખંડ કુસ્તીના મેદાન હોય સમાન હોય તેવું જ વૈચારિક દ્રષ્ટિએ ભાસે છે.  વર્ષોથી કહેતા આવ્યા છે કે જ્યારે “તારે આ શીખવું છે એવું કહીએ ત્યારે મોટાભાગની તમામ વ્યક્તિઓ નો જવાબ નકાર માં હોય છે.  કારણ કે મોટાભાગની તમામ વ્યક્તિઓને જ્યાં સુધી ગમતી પ્રવૃત્તિ સાથે શીખવાનું ન મળે ત્યારે કોઈ ચાહીને શીખવા માટે મથતો નથી. જેમાં અપવાદરૂપે ચાર પાંચ ટકા હોઈ શકે છે. બાકીના બધા મારા તમારા જેવા આપણા જેવા હોય છે કે મજા આવે તો જ વાંચીએ છીએ .[ જેમ અત્યારે તમે વાંચી રહ્યા છો] બાળકોનો પણ એવું જ છે જે મજા આવે તે કરવું અથવા તો કરવું અને તેમની મજા ની વ્યાખ્યા છે રમવું કૂદવું ગાવું નાચવું અને આપણે જયારે વર્ગખંડોમાં બેસી ભણવાની વાત કહીએ છીએ ત્યારે તો તેમને મન મજા મસ્તી એ આ બધામાં નથી આવતું  માટે એમને મન ભણવું લખવું-વાંચવું એ સાથે દૂર દૂર જાણે કે લેવા દેવા ન હોય તેવું જ લાગ્યા કરે. બાળકોને હર હંમેશ માટે મજા જ કરવી હોય છે અને આ તેમની મજામાં આપણે ભણવાનું લખવાનું-વાંચવાનું અને શીખવાનું જો પરોક્ષ રીતે ઉમેરી શકતા હોઈએ તો જ આપણે એક સફળ શિક્ષક તરીકે પ્રસ્થાપિત થઇ શકીએ ! બાળકો સાથેની શૈક્ષણિક પદ્ધતિઓ કેવી અપનાવી તે આપણે ફાર્મસી કંપનીઓની લેબમાં સંશોધન કરતાં ફાર્માવૈજ્ઞાનિક જોડેથી શીખવાની જરૂર છે. તેઓ જયારે દવા બનાવે છે ત્યારે ભલે દર્દીને ગોળી લેવાની ગરજને નહિ પણ બને તેટલી ઓછી કડવી બને વધુ કડવી ડ્રગ્સ હોય તો દર્દીને સાજા થવાની ગરજ છે છતાં દવા લેવામાં આનાકાની કરશે તેથી તે ડ્રગ્સની કડવાશ ઓછી કરવા અને શક્ય ન હોય તો કેપ્સુલ વડે કોટિંગ કરે છે. આપણે પણ આ શીખવાની જરૂર છે. બીમારી સામે લડવા માટે જે દવા ની ગોળીઓ બનાવવામાં આવે છે તે ગોળી પણ ઓછામાં ઓછી કડવી અને સરળતાથી ગળી શકાય તેવા આકારની અને બને તો આકર્ષક કલરની હોય તેઓ ધ્યાન રાખતા હોય છે મનમાં સહેજ પણ એવો સંશય અથવા તો એવો વિચાર નથી હોતો કે બીમારી મટાડવી હશે તો લેશે ભલે કડવી હોય તો પણ લેવી જ જોઈએ ગમે તેટલી શરદી સામે પણ તે લોકો જેમ બને તેમ મીઠી દવા બનાવવાનો પ્રયત્ન કરતા રહેતા હોય તેનો ફક્ત અને ફક્ત એક જ કારણ છે કે ભલે બીમારી મટાડવા માટેની દવા છે પરંતુ દર્દીને દવા પીવી ગમે અથવા તો ગોળી ગળવી ગમે તે બાબત ઉપર વધારે ધ્યાન આપતા હોય છે. એટલે કે તેઓ ડ્રગના કન્ટેન્ટ સાથે અન્યાય નથી કરતા હોતા પરંતુ તે કન્ટેન્ટની સાથે સાથે તે સરળતાથી દર્દી કેવી રીતે અપનાવે તેનું ધ્યાન રાખતા. શિક્ષણકાર્ય પણ આવું જ કંઇક છે. માની લઈએ તો બાળકને અગામી જીવનમાં આવનાર ચઢાણમાં સશક્તિકરણ માટે શિક્ષણ એક દવા તરીકે જ છે. પરંતુ જેમ દવા ગોળી ના સ્વાદના પ્રતીકુલનને કારણે દર્દી જીવના ભોગે પણ દવાથી દુર ભાગતો હોય તો આ તો બાળકો છે. એમના મન શિક્ષણનું મહત્વ ન જ હોય અને તે પણ પાછું જો કડવા એટલે કે ન ગમતાં સ્વાદમાં લેવાનું હોય તો પછી બાળકોના વર્ગખંડોને દુરથી રામ રામ જ હોય ને ? છોડી પાસેથી ખરેખર તો શીખવાની જરૂર છે તેમને પણ આપણા જેટલી અને આપણા જેમ જ ધ્યાન રાખવાનું હોય છેમાટે જ જ્યાં આપણા હાથમાં બાળકોનું જીવન છે તેવા શિક્ષણને આપણે તેમના ગમતાં ટેસ્ટ વડે કોટિંગ કરી ગળાવીએ . આવા જ પ્રયત્નરૂપે બાળકોને છોડ-વૃક્ષ અને વેલાના વર્ગીકરણ માટેની રમત રમાડી.. કારણ એમને રમવું છે અને મારે શીખવવું છે – તો વચલો ઉપાય આ એકમાત્ર હતો કે તેમને ગમે તેમ – પણ શીખીવું તો પડશે ! જોઈએ આ વિડીયો ધ્વારા ...👇
Classification plans- trees and vines !
🎥 video 



August 11, 2018

સાચું તીર્થ - બાળકો નું નાટક - શાળાનું શિક્ષણ !



સાચું તીર્થ - બાળકો નું નાટક !


        નાટક એ હંમેશા તમામ વયના લોકોને ગમતી પ્રવૃત્તિ છે.  જેમ ફિલ્મો જોઈએ અને આપણને તેમાંથી મળતો મેસેજ અથવા  તેમાંનાસંવાદો અથવા તો તેનું ચિત્ર લાંબા સમય સુધી આપણા માનસપટ પર છવાયેલું રહે છે, તેમ અથવા તો એમ કહી શકાય કે તેના કરતાં પણ વધુ અસરકારકતા ધરાવતી કોઇ પ્રવૃત્તિ હોય તો તે નાટક છે. અત્યારના જમાનામાં નાટકો સીમિત થતાં જાય છે તેનું એક મોટું કારણ ચલચિત્ર ગણાય છે !  પરંતુ હજુ પણ નાટકની અસરકારકતા સીમિત નથી થઇ ! ચલચિત્ર જોવામાં અને નાટક જોવામાં મોટો ફરક પડે છે ! તેનું સૌથી મોટું આધુનિક ઉદાહરણ આપીએ તો ફેસબુક વિડીયો અને ફેસબુક live – મીડિયા પર સમાચાર સતત ચાલતાં હોય છે પણ live હોય ત્યારે અનુભવ જુદો હોય છે !આવી જ રીતે આપણી રૂબરૂમાં અને સામે ભજવાતું નાટક આપણને મનોરંજનની સાથે સાથે માહિતી અને કૌશલ્ય પણ શીખવી જાય છે, બાળકો માટે  નાટક  એ બધાને ખૂબ  આનંદ આપનારી અને જો  ભજવનાર તરીકે હોઈએ તો કૌશલ્ય વધારનારી અને  પ્રેક્ષક તરીકે હોઈએ તો કૌશલ્ય શીખવનારી પ્રવૃત્તિ રહી છે!  ત્યારે ચાર ક્યારે પણ ન ભૂલી શકાય તેવી યાદો આપનારી કોઈ પ્રવૃત્તિ હોય તો તે વર્ગખંડમાં ભજવાતા નાટકો હોય છે યાદ કરોગે તમે જ્યારે ભણતા હતા ત્યારે તમે ભજવેલો તે રોલ આજે પણ તમને એવો ને એવો જ યાદ હશે ! એના ડાયલોગો તમે આજે પણ ભૂલી નહિ શક્યા હોવ ! આજે પણ તે નાટકનો મેસેજ તમારી સમજણમાં હશે જ ! જૂના જમાનામાં મનોરંજનના સાધનોની સાથે સાથે નાટક એ સમાજમાં જાગૃતિ માટેના મેસેજ છોડવા માટે રાજાઓ તેનો ભરપૂર ઉપયોગ શા માટે કરતા?  એ તમે આ લિંકમાં જોઈ જાણી શકો છો > નાટક ! એવી જ નાટ્ય કરણ પદ્ધતિ ને વર્ગખંડની જીવંત પદ્ધતિ તરીકે  માની શકાય ! આ પદ્ધતિનો વિકલ્પ આજદિન સુધી કોઈ શિક્ષણ શાસ્ત્રીઓ શોધી શક્યા નથી અથવા એમ કહી શકાય કે તેનો વિકલ્પ શોધવો અશક્ય બાબત છે. નાટ્યકરણ પદ્ધતિના ફાયદા ગણવા બેસીએ તો જેમ ખોરાકમાં દુધના જેટલાં ગુણગાન ગાવામાં આવે છે તેટલી વર્ગખંડો માટે આ ગુણકારી શૈક્ષણિક પદ્ધતિ છે ! બધી પદ્ધતિઓને અલગ અલગ પ્રાણીઓના પગલાં તરીકે જોવામાં આવે તો નાટ્યકરણ પદ્ધતિ એ હાથીનું પગલું કહી શકાય કે જેમાં બીજા બધાંજ પગલાં સમાઈ જાય ! બાળકોને અંતર્મુખી થી બહિર્મુખી તરફ કરવા માટે માટે નાટક એ બહુ મોટો ભાગ ભજવે છે.  સાસ્કૃતીક કાર્યક્રમોમાં ભજવાયેલ નાટક જોઈને – તેમાં બાળકોએ પાત્રો તરીકે કરેલ ડાયલોગબાજી બાદ જ કેટલાંક બાળકો આપની નજરમાં આવતાં હોય છે. આપણે એટલા પ્રભાવિત થઈ જતા હોઈએ છીએ કે “અરે યાર આ બાળક આટલું સારું બોલી શકે છે આપણને કલ્પના પણ નહોતી !” આવી સર્વાંગી કૌશલ્ય વિકસાવતી આ પદ્ધતિઆજે વર્ગખંડોમાં જાણે કે શેષ બનતી જાય છે !  કેવર્ગખંડોમાં નાટ્યરૂપાંતર  શેષ થવાનું એ મોટું કારણ એ પણ છે કે દરેક ને એમાં વધુ મહેનત અથવા તો કહીએ તો વધુ તૈયારી માગી લે છે એવો પૂર્વગ્રહ છે ! હા ફરીથી કહીએ છીએ કે એવો પૂર્વગ્રહ છે, કારણ કે દરેક પરફેક્શન પર ધ્યાન રાખી નાટકની તૈયારીમાં લાગે છે, પરિણામે બધું જ જોઈએ જ નહિ તો મજા ન આવે એવું માન્યા રાખી જેટલું થઇ શકે એટલું પણ નથી કરી શકતાં. પરંતુ વર્ગખંડોની એટલે કે બાળકોની બાબતમાં પરફેક્શન એટલું મહત્વનું નથી જેટલું પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત મહત્વની છે. બીજી રુકાવટ એ નાટક માટેની બધી જ તૈયારીઓનો ટોપલો માથા પર લઈને, અને આપણા જુના અનુભવો રહ્યા છે કે બાળકોને કહો તો આપના કરતા પણ વધુ ઝડપથી અને વધુ સારી તૈયારીઓ એ લોકો કરતાં હોય છે. કારણ કે એમાં એમનો ઉત્સાહ સહીત જૂનુન સામેલ હોય છે !એમાં પણ જ્યારે વર્ગખંડમાં અન્ય પદ્ધતિ દ્વારા કોઈ એકમ શીખવવામાં આવતો હોય ત્યારે ફક્ત અને ફક્ત એ વર્ગ ખંડ ના બાળકો પૂરતો સીમિત રહે છે જ્યારે નાટક દ્વારા તૈયાર કરેલ એકમને સમૂહમાં ભજવવામાં આવે ત્યારે જાણે કે આખી શાળા શીખતી હોય એવું લાગે છે ! ચાલો ત્યારે જોઈએ અમારા ધોરણ 3 ના બાળકો ને જેમણે  ગુજરાતી ના એકમ સાચું તીર્થ  ને  ભજવીને  શીખ્યા અને ભજવીને  શાળાને શીખવ્યું !  







નાટકનો વિડીયો 📹 જોવા નીચે ક્લિક કરો