March 31, 2012

ઇકો ક્લાસ - ઋષિઓની કોન્ફરન્સ !



જરૂરિયાત શોધખોળની જન્મદાતા છે.. 


અમારો “ઈકોક્લાસ”




વર્ગખંડો જ્યારે સિમેન્ટનાં પતરાંના ઢંકાયેલા હોય ત્યારે કોઈ કંપનીનો પંખો વર્ગખંડોમાંથી ગરમી દૂર કરી શકેશે નહી તેવી નિરાશા એ અમારા આ ઇકોક્લાસના જન્મનું મૂળ કારણ હતું...ગરમીના દિવસોમાં પતરાંવાળા વર્ગખંડોમાં જયારે ગરમીનું જ સામ્રાજ્ય હોય અને તે પણ કેવું ?... કે જેની સામે ભલભલા પંખાઓએ પણ શરણાગતિ સ્વિકારી ગરમીની સાથે ભળી જઈ હવા પણ ગરમ ફેકતાં હોય અને આવા વાતવરણમાં જયારે આપણે બાળકોને કહીએ કે ચાલો,આજે આપણે વિષુવવૃત્તના પ્રદેશો વિશે જાણીશું....ત્યારે કદાચ બાળકોમાં જન્મજાત રહેલ સહનશીલતા અને શાળાએ શીખવેલ શિસ્તના ગુણોને કારણે જો વર્ગકાર્ય ક્રમશઃ ચાલી જાય....તો નવાઈ નહી,અને આવા જ વિચારો તેમજ, કહેવાય છે ને કે “જરૂરીયાત એ શોધખોળની જન્મદાતા છે.” તે સૂત્રની સાર્થકતા રૂપે અમારા ઇકોક્લાસના નિર્માણની યોજના બની..અને તેમાં પહેલી શરત એ હતી કે તે માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો નહી...અમે તે બનાવતાં પહેલાં શાળા છુટતાં સમયની સમૂહ પ્રાર્થનામાં બાળકો સાથે ચર્ચા કરી અને તે ચર્ચા દરમ્યાન બાળકો તેમજ શિક્ષકમિત્રોના ઘણાં સૂચનો  મળ્યા.. 
આવા સૂચનોના અંતે નીચે મુજબનું આયોજન બન્યું.......
v ઇકોક્લાસની જગ્યા એવી પસંદ કરવામાં આવી કે જે વર્ગખંડોથી થોડી દૂર હોય અને જ્યાં શાળા સમયમાં મોટાભાગે  છાંયડો રહેતો હોય..
v ઇકોક્લાસની બેઠક એવી બને કે તે ચર્ચાપદ્ધત્તિ તેમજ નિદર્શનપદ્ધત્તિમાં ખૂબ ઉપયોગી નીવડે...દરેક બાળક શિક્ષક સાથે અને શિક્ષક દરેક બાળક સાથે નિકટતાથી ચર્ચા કરી શકે... અને તે માટે શિક્ષકને બેસવાની જગ્યાનો ભાગ સહેજ ઉંચો રાખવાનું નક્કી થયું.
v ઇકોક્લાસનું બાંધકામ પાકું[સિમેન્ટ વડે બનેલું] ન હોય જેથી જે તે સમયે કોઈ કારણસર જયારે ખસેડવા માટે વધારે મહેનતની જરૂર ન પડે..
v ઇકોક્લાસ બનાવવા માટે સિમેન્ટ નહી તો શું??...વિકલ્પોમાંથી અમે છાણ અને માટી વડે લીંપણનો વિકલ્પ પસંદ કર્યો..અને તેમાં પણ ગાયના છાણનો જ ઉપયોગ કરવાનું નક્કી કર્યું કે જેની જવાબદારી અમારી શાળામાં ભણતાં ભરવાડ જાતિના બાળકોએ લીધી...
v જરૂરી ઈંટોની જવાબદારી ૩ થી ૭ ના તમામ બાળકોએ લીધી જેમાં ઘરેથી અથવા તો શાળામાં આવતાં સમયે રસ્તા પર જે કાંઈ ઈંટો કે પથ્થરના ટૂકડા મળે તે લેતાં આવવાનું નક્કી થયું.
v વાત મધ્યાહન ભોજનરૂમના કાને પહોંચી ......રસોઇયા રાજેશભાઈએ “ગોરમટી” [લીંપણ માટે છાણમાં ભેળવવાની એકજાતની લાલ માટી] લાવી આપવાનું કહ્યું અને તેમનાં પત્ની અને મદદનીશ જુગાબેને લીંપણ માટેની જવાબદારી સ્વીકારી...મોટી છોકરીઓએ અને શિક્ષિકાબેને તેમાં મદદ કરવાની જવાબદારી આયોજન પાસેથી છીનવી લીધી....
v અને છેલ્લે નક્કી કર્યો બનાવવાનો સમય..જરૂરી તમામ ચીજવસ્તુ આવી જાય પછીના શનિવારે શાળા સમય પછી...
                                 સૌએ મળીને એટલા દિલથી મહેનત કરી કે ઇકોક્લાસનું ધાર્યા કરતાં પણ વધારે સુંદર સર્જન અમે કરી શક્યા. જેના ઉપર બેસી અમે અને બાળકો પ્રાચીનકાળમાં રૂષિમુનીઓના સમયની આશ્રમશાળાઓનો અને આધુનિક જમાનાની ટેબલ કોન્ફરન્સનો પણ અહેસાસ મેળવી શકીએ છીએ...      













"ઇકોક્લાસ"-"ઋષિઓની કોન્ફરન્સ"-વિશેના આપના અભિપ્રાયો સહ...

17 comments:

uday desai said...

wow..!!! tamaro vichar tamaro ecco class khoob saras...banavava mate pan thayeli prakriya balakone khub shikhavi gai....lajavab..
amara kni vegada saheb bajuma besi saras coment appe chhe...tamone chare dishaomathi shubh vicharo prapt thao aj shubhechha.....

Sbpatel said...

Dhanyawad!!!

Markand Dave said...

ખૂબ આનંદ થયો છે. બાળકોના ચહેરા પર જે આનંદ છે તે અવિસ્મરણીય છે.આજ પ્રકારે લીલા તાજા બાવળને એકઠા કરીને માટીની પાણીની કોઠીની આસપાસ ગોર માટી સાથે એક વધારાનું લેયર બનાવીને કુદરતી ફ્રિઝ બનાવી બાળકોને ઠંડા પાણીની વ્યવસ્થા કરી શકાય..!!

માર્કંડ દવે.
નિવૃત્ત શાળાસંચાલક.
http://markandraydave.blogspot.com

Anuj Thakkar said...

You guys are doing amazing work! :)

I really appreciate it! Never thought such a school exists in Gujarat.

Unknown said...

Wonderful :)

You all are doing great job :)

Really appreciate your work ... I would love to meet you all :)

kashmira kachhadiya said...

ખુબજ સરસ , તમારો આઈડિયા જોરદાર છે, પણ છોકરા ઓ એ ગળામાં ટાઈ પહેરી છે એ થોડું ખૂંચે છે , આપણી આવી ગરમી માં સ્કૂલો માં બાળકો ને શા માટે ટાઈ પહેરાવાય છે તેજ સમજાતું નથી . બાકી તમારી વ્યવસ્થા ખુબ સરસ છે , પાછા ભણવા બેસી જવાનું મન થઇ જાય તેવું છે !!!

Unknown said...

ખુબ જ સરસ.

હુ પર્યાવરણ પ્રેમી છુ.

આપની પ્રવ્રુત્તિઓ ખુબ ગમી.

શિક્ષકો ની કામગીરી સારી.

KEEP IT UP !

Unknown said...

Eco class faqt kagalni pasti par onpepar j nahi parntu vastvik prishithino anubhav karave chhe.khub khub dhanyvad

Siyada main primary school said...

Superb thought . I really impressed

Unknown said...

Wonderful idea

रोपडा प्राथमिक शाला said...

Nice idea ... And your work fabulous.. Keep it up.. All the best

techno said...

આપના આ બ્લોગ પરથી ટેકનોલોજીના આ યુગમાં પોતાની શાળામાં કાંઇક નવું અને સર્જનાત્મક કરવાનો વઇચાર ધરાવતા એવા શિક્ષકો અને આચાર્યશ્રીઑને ખૂબ સરસ માર્ગદર્શન અને પ્રેરણા મળી રહેશે..આ શાળાના બાળકો,શિક્ષકો અને આચાર્શ્રી અને તમામ શાળા પરિવારને અભિનંદન
પુરણ ગોંડલિયા - www.pgondaliya.com

Unknown said...

WOw Jordar Planning,Ideas,Team Work, New Creation, Ane Sathe Sathe Adbhut Nirman Problem Solving Kala Ek sathe Ketlu badhu Shikhvadi didhu.....

Detroj said...

આ છે પૂજ્ય બાપુની હૈયા ઉકેલ કેળવણી.

MEHUL JAIN said...

tamari pravruti khub j saras ane tarifne patr chhe.

જ્ઞાન કી પાઠશાલા બાકરોલ said...

ખૂબ સરસ

VIJAY CHAUDHARI said...

ખૂબ સરસ કાર્ય.
અભિનંદન સર્વેને

from.. માલીસરાવાંઢ પ્રાથમિક શાળા, ભીમાસર તા.રાપર કચ્છ