December 23, 2009

વિઝીટબુક ની નકલ


ગુણોત્સવ -વિઝીટબુક ની નકલ-

કે જે અમને સતત વધુ સારું કાર્ય કરવા પ્રેરણાદાયી બનતી રહેશે!

અવલોકનોના બે પ્રકાર હોય છે!

-રચનાત્મક અને નકારાત્મક!

આ એક ઉદાહરણ છે રચનાત્મક અવલોકનનું કે વધુ સારા કામની પ્રેરણા કેવી રીતે આપી શકાય!

November 23, 2009

ગુણોત્સવ -૨૦૦૯

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ આયોજિત ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત...આપણી નવાનદીસર  પ્રાથમિક શાળામાં પણ તારીખ ૨૩મી નવેમ્બર ,૨૦૦૯ ના રોજ..ગાંધીનગરના નાણા વિભાગના સચિવશ્રી અનંત પટેલે શાળાની મુલાકાત લીધી..સાથે લાયઝન અને સહોયોગી તરીકે સી.આર.સી.કો.ઓ.શ્રી નાનાભાઈ માછી પણ જોડાયા..
શાળાના મેદાનમાં તેઓશ્રીનું આગમન સવારે ૧૦:૦૦ વાગ્યે થયું...ત્યાર પછી..ની તેમની સાથેની શાળાની ગતિવિધિઓનો ફોટોગ્રાફિક અહેવાલ રજુ કરું છું..
તથા જો આમ જ બધી શાળાઓમાં ગુણોત્સવ ઉજવાયો હોય તો તે આપણા રાજ્યની શ્રેષ્ઠ પહેલ છે...અને આપના સૌના પ્રયત્નો...સમયના બલિદાનો વ્યર્થ નથી તેમ કહી શકાય.
હવે કી-બોર્ડની કટ કટ બંધ કરી ..ને કેમેરાની આંખે ...બતાવું તો...
પ્રાર્થના સંમેલન...





























અદભુત ....શાળાના આચાર્યશ્રી, સચિવશ્રી તથા શ્રી નાનાભાઈ ...બાળકો સાથે ભારત ના વિકાસની પ્રતિજ્ઞા લેતા!


દફતરી કામની ચકાસણી.

 વિધાર્થીઓનું લેખન ચકાસતા મહેમાન શ્રી.

  
 મારો દાખલો સાચો છે?

મધ્યાહન ભોજન લેતા પહેલા...


  
વિદ્યાર્થીઓ સાથે મેનુ મુજબ ખીચડી અને શાક.

 
ભોજન બરાબર  હતું હો!-અમારા મધાહન ભોજનના સંચાલક (અને અમારા સૌના વડીલ) શ્રી બાબુભાઈ રાવળ સાથે.


વાંચન કરાવતા...ધોરણ-૫ માં -વર્ગ શિક્ષક  સાથે  વિષય શિક્ષક ...


શાળા તરફથી ધોરણ -૧ ના વિધાર્થીઓ વડે માટીમાંથી બનાવેલ કાચબો (એ બનાવતી વખતનો ફોટોગ્રાફ વગેરે પછી) તથા શાળાન કેટલાક સ્નેપના કોલાજ વર્કની ભેટ આપતા ગ્રામપંચાયતના સભ્યશ્રી દશરથભાઈ મહેરા. 
 
શિક્ષકોની શ્રેષ્ઠ શાળા બનાવવાની નેમ ને પૂર્ણ કરવામાં સહયોગની  ગામલોકોને અપીલ કરતા શ્રી અનંત પટેલ સર.


 શાળાની વિદ્યાર્થીનીઓ ...
 

દરેક ઉત્સવની જેમ વધુ સંખ્યામાં (પિતાઓની સરખામણીએ) હાજર રહેલી માતાઓ....
આબધા ઉપરાંત સચિવશ્રી એ શાળાની વિઝીટ બુકમાં કરેલી નોધ...સૌને પ્રોસ્તાહિત કરશે...જે અક્ષર  સહ .હવે પછી....

November 01, 2009

દીપાવલી સ્નેહ મિલન

દરેક વર્ષે તો દિવાળી પછી કાં તો શાળામાં વિદ્યાર્થીઓ સાથે મળવાનું થાય કે પછી ગામમાં  છૂટક છૂટક ...મળાય..  આ વર્ષે કૈક નવું કરવાનું વિચાર્યું...ને શાળાને બદલે બીજે ક્યાંક મળવાનું નકી થયું.બધા જૂથ સાથે ચર્ચા થઇ ને અંતે સ્થળ નક્કી થયું.-ચામુંડા માતાના મુવાડા( નવા નદીસરથી ૩-૪ કિમી )
મહીસાગર ને આરે!
તારીખ માટે વિદ્યાર્થીઓના આગ્રહના  કારણે બધા શિક્ષકોને વેકેશનની વચ્ચે એક દિવસ વતનમાંથી આવવું પડ્યું.(સાચો શબ્દ વાપરું તો આવ્યા!)
તેમને તેનો જરાય અફસોસ ના જ થાય -
કારણ ખબર છે?
કેટલીક તસ્વીરો તમે જોશો એટલે સમજી જશો કે કેવા પ્રેમથી અને મસ્તીથી અમે અમારું  દિવાળી મિલન ઉજવ્યું...


તારીખ ૨૬ મી ઓક્ટોબર
સ્થળ-  ચામુંડા માતાના મુવાડા

બોલો   ચામુંડા માતાની જય!


મહીસાગર જોવામાં મશગુલ




હરેશભાઈ ચૌધરી (યુનિસેફ) મને છોકરીઓને ક્રિકેટ રમાડવાની સલાહ આપી હતી...તે વખતે મહત્વ નહોતું સમજાયું પણ ....પરિણામ શું આવે જોવું હોય તો તમારી શાળાની કન્યાઓને ક્રિકેટ રમાડી જોજો.



પ્રકાશભાઈ ક્યારેય ફ્રી  હોય? ગોપાલ સાથે ગામના નકશાને આખરી ઓપ આપતા!



ફૂટ બોલ


આઉટ છે!!!!!!!!!!!!!


ચાલો વાર્તા કહું!


        ભૂખ...લાગી છે!.આવી રીતે નાસ્તાનો આનંદ !




           ચાલો સચિન તેંદુલકર હવે પાછા...આપણે ઘેર!.....

October 19, 2009

નુતન વર્ષાભિનંદન



નવા નદીસર પ્રાથમિક શાળા
આપ સૌને નવા વર્ષે આપ સૌ નવી ક્ષિતિજો સર કરો તેવી શુભકામનાઓ પાઠવે છે!
આપ સૌના જીવનમાં પણ અંધકાર થી ઉજાસ તરફ પ્રગતી થાય તેવી શુભેચ્છા!

October 04, 2009

સી આર સી- બી આર સી સર નો ક્લાસ



અચાનક બની બેઠેલા કોર્ડીનેટર અને શિક્ષન્ સાથે જીવવા બનેલા કોર્ડીનેટર વચ્ચે શું ફર્ક હોય છે તે આ તસ્વીરો જ કહી જાય છે
હજુ વિદ્યાર્થીઓને શીખવું તેવો ઉત્સાહ જેમને હૈયે છે તે સૌને અમારા સી આર સી અને બી આર સી ની બેવડી જવાબદારી સંભાળતા શ્રી હરિશ્ચંદ્ર રાહુલજીની આ તસ્વીરો સપ્રેમ ભેટ!

September 20, 2009

અમારું ગામ ...અમારો ઈતિહાસ

ગામનું નામ નદીસર....
વર્ષ હતું..૧૯૭૩...ભાદરવા સુદ તેરસ ..
ગામની જીવાદોરી સમાન મહીસાગર નદી માં આવ્યું પૂર!
જે દીવાલ રક્ષણ માટે હતી તેજ તૂટી પડી...
ગામ આખું પાણી પાણી..

તાત્કાલિક તો ગામના તમામ લોકોને નજીકના ઉચાણવાળા ગામ મોરવામાં આશરો આપવામાં આવ્યો પણ લાંબાગાળાના ઉકેલ માટે શું? કુદરત ફરી રુઠી શકે!
લોકો ડરી ગયેલા હતા...
તે સમયે નિર્ણય લેવાયો કે ગામના તમામ લોકો માટે નવી જગ્યાએ ગામ વસાવવું...
ગામ વસાવવા માટે જગ્યા પસંદ કરી નદીસર ગામની નજીક આવેલી ગોચર તરીકે વપરાતી..પડતર જમીન.
યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરાઇ..
ટાટા બિરલા કંપની ને ગામનું બંધારણ અને નવા મકાનો બનાવવાનું કામ આપવામાં આવ્યું.
૧૯૭૪ માં પડતર જમીનમાં જાણે પ્રાણ ફુકાયો.. જ્યાં ઝાડી ઝાંખરા હતા ત્યાં આજે આધુનિક ઢબે બનેલું ...કાટખૂણે ડીઝાઇન કરેલું ગામ હતું.
અને તે ગામ એટલે અમારું નવાનદીસર..
તે જ વર્ષે શ્રી કે. કે. વિશ્વનાથન દ્વારા અહી પ્રતીતાત્મક રીતે ઉદઘાટન થયું.
નદીસરના જે લોકોના ઘર તૂટી ગયા હતા તેમના માટે સિમેન્ટના નાના ક્વાટર્સ અને જેમના ઘર સારી હાલતમાં હતાં તેમને અહી મકાન બનાવવા માટે જમીન ફાળવવામાં આવી..
૧૫૦ જેટલા મકાનો ફાળવ્યા પણ નદીસર જે અહીંથી લગભગ બે કિલોમીટર દુર આવેલું છે...વળી ખેતીથી ગુજરાન ચલાવતા લોકોને પોતે ખેતીથી દુર થઇ જશે એમ લાગ્યું એટલે કેટલાય લોકો અહી રહેવા જ ન આવ્યા..!!
ફક્ત જેમની પાસે નદીસરમાં ખેતી લાયક જમીન ન હતી તેવા કુટુંબો અને શેરોના મુવાડા ગામના લોકો કે જેમના ખેતરો અહીંથી નજીક પડી શકતા હતાં..તેવા ૬૦ કુટુંબોએ અહી રહેવાનું શરુ કર્યું..
એમ શરુ થયું અહી લોકોનું જીવન..
શિક્ષણનો પણ વિચાર થયો જ હોય..વળી જયારે,જ્યારે ૧૦૦૦૦ જેટલી વસ્તી અહી રહેવા આવશે એવી ગણતરી પણ હતી, ગામની નજીકમાં આંગણવાડી, પ્રાથમિકશાળા તથા હાઇસ્કૂલ બને તેટલી જમીન ફાળવી પણ..જયારે,જ્યારે બધા લોકો જ રહેવા ના આવ્યા ત્યાં એટલા મોટા સંકુલનું શું?
ફક્ત ૬ ઓરડાવાળી નવાનદીસર પ્રાથમિક શાળા અસ્તિત્વમાં આવી.
શરૂઆતમાં ગામમાં પીવાના પાણી સ્ત્રોત તરીકે ત્રણ કુવા હતા...વીજળી નહોતી પહોચી, ખેતી અને ખેત મજુરી સિવાય કોઈ રોજગાર નહોતો!
સુંદર આયોજન કરી ઉભું કરેલું ગામ હતું,
પણ લોકોમાં આ સુંદર ગામને જાળવી રાખવા જેટલી જાગૃતિ નહોતી...
ગામ ૧૦ ધોરણ પાસ કરેલ ફક્ત ૧ યુવાન..
સરકારી કર્મચારી કહેવાને માટે બે પ્રાથમિક શિક્ષકો જે વફાની પરીક્ષા પાસ કરી શિક્ષક બન્યા હતા..
બાજુના ગામ શેરોના મુવાડાથી પછી સ્થળાંતર કરી આવેલા પટેલ ભગુભાઈ નાથાભાઈએ પોતાના કેટલાક પ્રયત્નો કરી વીજળીના થાંભલા ઉભા કરી પોતાના લાકડા વહેરવાના ડેમચો સ્થાપ્યો..ગામમાં વીજળી અને તેની સાથે એક નવું રોજગારનું સાધન મળ્યું. ભગુભાઈના જ પ્રયત્નોથી શાળાને ફરતે તારની વાળ પણ થઇ.
કૈક વિકાસ ની લહેરખી જણાઈ..
પણ લોકો પર કોઈ અંકુશ નહોતો.. સૌ પોતાના ક્વાટર્સ છોડી બીજી જગ્યાઓ પર મકાન બનાવવા લાગ્યા..કોઈ રોકનાર તો હતું નહિ.
થોડા વર્ષોમાં જ ગામનું સ્વરૂપ બદલાઈ ગયું.
આયોજનપૂર્વક બનેલું ગામ હતું પણ હવે ફક્ત કેટલાક સારા મકાનો અને બાકીના ઝૂપડા એવો ઘાટ ઘડાઇ ગયો!
એજ ગાળામાં નજીકના ખજૂરી ગામમાંથી ભરવાડ જાતીના કુટુંબો પણ અહી દેરા બનાવી રહેવા લાગ્યા!
આમ વસ્તી થઇ પણ સવાર પડતા સૌ પોતાના મૂળ ગામે જાય અને આ ગામ ફક્ત રાતવાસા માટે હોય તેવો ઘાટ થયો..ટુંકમાં કોઈને આ ગામ મારું ના લાગ્યું, સૌ અહી જાણે આજે અહી રહી પછી બીજે જતાજ રહેવાનું છે એવા વિચારથી રહેતા..ગામની જમીન પર કોઈ પણ ગમે ત્યાંથી આવીને મકાન બનાવી દે..રહે કોઈ તેને પૂછનાર નહોતું, જમીન પર ગેરકાયદેસર દબાણ થાય કોઈને પડી નહોતી!!
આ બધાની વચ્ચે કેટલાક માઈલસ્ટોન કહેવાય તેવી ઘટનાઓ માં …..
• બે- ત્રણ નાની દુકાનો શરુ થઇ..
• ગામમાં બે બસો આવતી થઇ ...નદીસર-ગોધરા અને નદીસર - વડોદરા
• ૧૯૮૦ થી ધીમે ધીમે ઘરોમાં વીજળી પહોચી..
• નાનસિંહ ત્યાં રેડીઓ વાગ્યો..
• ગામના શ્રી નાથુસીહ પરમાર પંચાયતના સભ્ય તરીકે ચુંટાયા અને ડેપ્યુટી સરપંચ પણ બન્યા..
• શ્રી બાબુભાઇ રાવળને ત્યાં સાઇકલ આવી...
હા!
• એજ બાબુભાઈ ૧૯૯૧ માં ગામનું પ્રથમ ટ્રેક્ટર વસાવનાર પણ થયા
• સરદાર આવાસ યોજન હેઠળ ફરી કેટલાક ક્વાટર્સ બન્યા..

• શ્રીમતી મધુબેન સુથારે "મધુ મસાલા" નામથી વિવિધ મસાલા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો...જેનાથી પણ નવા નદીસરની એક નવી ઓળખ ઉભી થઇ.
• ગામના શિક્ષક્ શ્રી બાબરભાઈ સોમાભાઈ કે,જેમના નામથી આજે ગામમાં "માસ્તરવાળું ફળિયું" છે...તેમને યોગેશ્વર સ્વાધ્યાયની પ્રવૃતિથી ગામના લોકોને સંગઠિત અને જાગૃત કરવાના પ્રયાસો કર્યા.
• ૧૯૯૩ માં ઓરિસ્સા બાજુથી રમતા જોગી ગૌરાંગદાસ બાપુ નામના સાધુએ અહી મંદિર બનાવવાની પ્રેરણા આપી.
• મંદિર બન્યું..અને ગામમાં શિવ નાદ વહેતો થયો!
• ૧૯૯૩ માં જ ટીવીની દુનિયા નવા નદીસરમાં ખુલી.. શ્રી સુભાષભાઈ સુથારના ઘરે નવા નદીસરનું પ્રથમ ટેલીવિઝન આવ્યું.

• પાનમ નહેરનું પાણી મળતા અને ત્યારબાદ ગામની નજીક જતી પાનાઈ નામના કોતર પર બાંધેલ ચેકડેમથી ખેતી કરતા અને ખેતરોમાં મજુરી કરી જીવન ગુજારતા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો.. જેમ જેમ ચેક ડેમોની સંખ્યા વધી તેમ પાણીનું સ્તર ઉચું આવ્યું...તેનો પણ ફાયદો થવા લાગ્યો!

• જેમની પાસે પોતાની જમીન નહોતી તેમને પણ સુથારી કામ ને કડિયા કામ શીખવાનું શરૂ કર્યું.
• સૌ પોતાના રીતે કોઈને કોઈ વ્યવસાયમાં જોડતા ગયા...ગામ હવે વિકાસના પંથે છે ...એમ લાગવા લાગ્યું છે!
આ બધાની વચ્ચે અત્રેની નવા નદીસર પ્રાથમિક શાળાના વિકાસ ક્રમનો એક અલગ જ ઈતિહાસ છે પણ અહી તે અસ્થાને છે.
અંતે તો શાળાનો વિકાસનું અંતિમ લક્ષ્ય ....સમાજનો ....ગામનો વિકાસ છે....
અમારું લક્ષ્ય છે....
શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ ગામ,
અને
શ્રેષ્ઠ ગામ વડે શ્રેષ્ઠ ગુજરાત...
આભાર

નવાનદીસર શાળાપરિવાર,

September 05, 2009

ઓગસ્ટ માસના કસોટી પત્રો


પ્રતિ,
આદરણીય શિક્ષક્ મિત્રો તથા તે તમામ શુભેચ્છકો કે જે અમારા બ્લોગ ની સતત મુલાકાત લઇ અમને જીવંત રહેવાનું બળ પૂરું પડે છે -
સૌને નવા નદીસર પ્રાથમિક શાળા પરિવારની શિક્ષક્ દિન નિમિત્તે શુભેચ્છાઓ!
મિત્રો આજે અહીં ઓગષ્ટ માસનું પ્રથમ પ્રશ્નપત્ર રજુ કરું છું, આજ post ને edit કરી બીજા પ્રશ્નપત્રો ઝડપથી મુકવાનો પ્રયાસ કરીશું.
માસિક કસોટી બાબતના તમારા અભિપ્રાયો મળશે તો આનંદ થશે.
Email us on- gitansh2007@gmail.com
or
call us 9979209505 (Gopal Patel)
9974598817 (Rakesh patel)


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@



માસ- ઓગસ્ટ ........................................................................................................ધોરણ-7

વિષય- અંગ્રેજી ...................................................................................................કુલ ગુણ- 20


પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના જવાબ આપો. ............(6)

  1. How old was the king's son?

__________________________________________________________________

  1. Where was the young courtier sitting?

_________________________________________________________________

  1. Is Chunni a cat?

_________________________________________________________________


પ્રશ્ન-2 નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.................(4)

  1. Chunni is Munni's sister. [ ]
  2. Munni plays on piano at night. [ ]
  3. The diamonds were as big as an almond. [ ]
  4. The king had a serious illness. [ ]


પ્રશ્ન-3 નીચેના વિધાન કોણ બોલે છે તે લખો.....................(2)

  1. Am I a wise and a good king? ___________
  2. These diamonds are not real. ___________


પશ્ન-4 યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય ફરી લખો.....................(5)

  1. Gopal like/likes cricket.

___________________________________________________________________

  1. We go/goes to school every day

___________________________________________________________________

  1. He gets up/get up early in the morning.

___________________________________________________________________

  1. The boys play/plays on the ground.

___________________________________________________________________

  1. Munni does/do her home work.

___________________________________________________________________


પ્રશ્ન-5 નીચેના શબ્દોને Dictionary ક્રમમાં ગોઠવો.........(3)

almond, reply, false, milk, house

1._______________ 2._______________ 3.________________

4. ________________5.________________6. ________________



nvndsr.blogspot.com


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@



માસ- ઓગસ્ટ ..............................................................................................ધોરણ-6

વિષય- અંગ્રેજી.............................................................................................કુલ ગુણ- 20

પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના જવાબ આપો. (6)

  1. Who can run fast?

__________________________________________________________________

  1. Can Appu climb on tall trees?

_________________________________________________________________

  1. Who can save the environment?

_________________________________________________________________


પ્રશ્ન-2 નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. (4)

  1. Chimpu is a horse. [ ]
  2. Appu is a baby elephant. [ ]
  3. Chimpu is funny. [ ]
  4. Mowgli is a monkey. [ ]


પ્રશ્ન-3 નીચેના વિધાન કોણ બોલે છે તે લખો. (2)

  1. I am funny. __________
  2. I can do many things.___________


પશ્ન-4 TEACHER શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી પાંચ શબ્દો અંગ્રેજીમાં લખો. (5)

1. _____________________

2. _____________________

3. _____________________

4. _____________________

5. _____________________


પ્રશ્ન-5 નીચેના શબ્દોને Dictionary ક્રમમાં ગોઠવો. (3)

Busy, garden, storybook, album, welcome

1._______________ 2._______________ 3.________________

4. ________________5.________________

nvndsr.blogspot.com

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@



માસ-ઓગષ્ટ .................................................................................. ધોરણ-૫

વિષય-ગુજરાતી ............................................................................... કુલ ગુણ- ૨૦

પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના જવાબ આપો. (6)

  1. ટેકરા પર બેસનારો છોકરો કેવો ચુકાદો આપતો હતો?
  2. ગાડીના ડબ્બાને લોકો કેવી રીતે બગાડે છે?
  3. યશગાથા ગુજરાતની કાવ્યના કવિનું નામ લખો.


પ્રશ્ન-2(અ) નીચેના વિધાનો કોણ બોલે છે તે લખો. (2)

  1. "ગોવાળિયાના દિલ વધારે ચોખ્ખા હશે."
  2. "લોકો મારાં ફૂલ પાંદડા તોડે છે."

(બ) સુટેવ અને કુટેવમાં વર્ગીકરણ કરો. (3)

  1. ગમે ત્યાં થુંકવું.
  2. પાણીનો બગાડ કરવો.
  3. વ્રુક્ષોને પાણી પાવું.


પ્રશ્ન-3 (અ) વિરુદ્ધાર્થી શબ્દો લખો. (3)

  1. ધર્મ
  2. ન્યાય
  3. પવિત્ર

(બ) વચન લખો. (3)

  1. મહેમાન
  2. શિક્ષકો
  3. બચ્ચું

(ક) વાક્યમાંથી નામાપડ અને ક્રિયાપદ શોધીને લખો. (3)

  1. રાજાએ ચોરને પૂછ્યું.
  2. મેં બગીચામો ગુલમહોર વાવ્યો છે.

nvndsr.blogspot.com



@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ધોરણ-૪ .................................................................................... વિષય-પર્યાવરણ

માસ- ઓગષ્ટ................................................................................કુલ ગુણ -૨૦

પ્રશ્ન-૧ યોગ્ય વિકલ્પ પસંદ કરો અને ક્રમ અક્ષર [ ] માં લખો. (8)

(1)કયા પદાર્થમાં મોટા ભાગના પોષક દ્રવ્યો હોય છે? [ ]

(અ)દૂધ (બ) મધ (ક)ભાખરી (ડ) ખીચડી

(2)મચ્છર ક્યાં ઈંડા મુકે છે? [ ]

(અ) ઘોડારમાં (બ) ઝાડના પણ પર (ક) દીવાલની તડમાં (ડ) ખાબોચિયામાં

(3) પીવાના પાણીને કેવી રીતે જંતૂરહિત કરી શકાય? [ ]

(અ) નીતારીને (બ) ગાળીને (ક) ઉકાળીને (ડ) ફટકડી નાખીને

(4) ગામના કુવાનું પાણી જંતુરહિત કરવા તેમાં શું નાખવામાં આવે છે? [ ]

(અ) ફટકડી (બ) નીર્મલીના બી (ક) ક્લોરીન (ડ) પોટેશિયમ પરમેંગેનટ

પ્રશ્ન-2 વિધાનો ખરા હોય તો ખરાની અને ખોટા હોય તો ખોટાની નિશાની કરો. (8)

  1. ઋતુ, ઉમર અને કામના પ્રકાર પ્રમાણે પચે તેવો આહાર લેવો જોઇઍ. [ ]
  2. શાકભાજી અને ફળો પર જંતુનાશકો છાંટવામાં આવે છે. [ ]
  3. તાંબાના વાસણમાં રાખેલું પાણી ઝેરી બને છે. [ ]
  4. ડહોળા પાણીને પાત્રમાં ઠરવા દેવાથી કચરો નીચે બેસી જાય છે. [ ]
  5. પાણીને ગળણા વડે ગાળવાથી રોગના જંતુઓ દૂર થાય છે. [ ]
  6. પાણીને ઉકાળવાથી પાણી સ્વચ્છ બને છે. [ ]
  7. શરીરના પોષણ અને વિકાસ માટે ખોરાક જરૂરી છે. [ ]
  8. ડહોળા પાણીમાં ફુલાવેલી ફટકડી નાખવાથી પાણી ગંદુ બને છે. [ ]

પ્રશ્ન-૩ટુંકમાં જવાબ આપો. (4)

  1. સમતોલ આહાર એટલે શું?

______________________________________________________________________

  1. મચ્છર કરડવાથી કયો રોગ થાય છે?

______________________________________________________________________

nvndsr.blogspot.com



@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

માસ- ઓગસ્ટ .............................................................................ધોરણ-5

વિષય- અંગ્રેજી ....................................................................................કુલ ગુણ- 20


પ્રશ્ન-1 ચિત્રના આધારે પ્રશ્નોના Yes અથવા No વડે જવાબ આપો. (4)

(1)

........................... (2)

Is it a cat? ___________ Is it a door? ___________

(3)

..................... (4)

Is it a donkey? ________ Is it a bicycle? __________


પ્રશ્ન-૨ નીચેના શબ્દો વાંચો અને વર્ગીકરણ કરો (12)

Pencil, lion, table, elephant, cart, bag, mango, scooter, apple, car, donkey, banana

Vehicle(વાહનો)

Fruits(ફળ)

Animals(પ્રાણીઓ)

Things (વસ્તુ)














પ્રશ્ન-૩ યોગ્ય જોડકા જોડો

A .................... B

5 ............... three

4 ................ r

D ................ e

M ................ nine

3 ................ five

R ................ four

E ................ d

9 ................ m

nvndsr.blogspot.com



@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


માસ-ઓગષ્ટ ................................. ધોરણ-6

વિષય-ગુજરાતી ......................................... કુલ ગુણ- ૨૦


પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના જવાબ આપો. (6)

  1. તાઓ સિક્કાની કેવી કાળજી લેતી હતી?
  2. આપને સૌ કઈ એક માતાના સંતાનો છીએ?
  3. નાના ભાઈએ અંતે શું કર્યું?


પ્રશ્ન-2(અ) નીચેના વિધાનો કોણ બોલે છે તે લખો. (3)

  1. "ભાઈ તમે મરસો નહિ, તમારે બદલે હું દરિયામાં ઝંપલાવીશ"
  2. "મહરાજ, મારી પાસે એક સિક્કો છે."
  3. "તારી ભેટ વિના ભગવાનની સુંદર મૂર્તિ તૈયાર થઇ શક્શે નહિ."


(બ) નીચેના વાક્યોમાંથી નામ અને વિશેષણ શોધીને લખો. (2)

  1. આ સુંદર બગીચો છે.
  2. તાઓ અનાથ બાળા હતી.


પ્રશ્ન-3 (અ) વિરુદ્ધાર્થી શબ્દો લખો. (3)

શુદ્ધ, નુકસાન, ધીમું


(બ) રૂઢીપ્રયોગોના અર્થ લખો. (3)

1. એકના બે ના થવું.

2. ભાગીને ભુક્કો થઇ જવું.

3. દિલ જીતી લેવું.

(ક) પૂર્ણવિરામ અને અલ્પવિરામ વાપરી વાક્યો ફરી લખો. (3)

1. કનુ મનુ અને જનુ ભાઈઓ છે

2. મારી પાસે પેન રબર અને પેન્સિલ છે

3. ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે

nvndsr.blogspot.com



@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

માસ-ઓગષ્ટ ....................... ................................ ધોરણ- ૪

વિષય-ગુજરાતી ............................ .......................... કુલ ગુણ- ૨૦

પ્રશ્ન-1 કોઈ પણ એક વિશે પાંચ વાક્યો લખો. 5

(1) આંબો (2) લીમડો (૩) કાગડો

______________________________________________________________

______________________________________________________________

______________________________________________________________

______________________________________________________________

______________________________________________________________

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો. 10

(૧)આંબાનો ગોટલો શા કામમાં આવે છે? ______________________________________________________________

______________________________________________________________

(૨) લીબોળીના તેલની વાસ કેવી હોય છે? ______________________________________________________________

______________________________________________________________

(૩) નભમાં શું ચમકે છે?

_____________________________________________________________

______________________________________________________________

(૪) ક્યાં ક્યાં પક્ષીઓનો રંગ કાળો હોય છે? ______________________________________________________________

______________________________________________________________

(૫) કાગડો માળો ક્યાં બાંધે છે? ______________________________________________________________

______________________________________________________________

પ્રશ્ન-૩ ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. 5

ઉદાહરણ: કામ- કામદાર

(૧) સમજ: _________________

(૨) વજન: _________________

(૩) દુકાન: _________________

(૪) માલ: _________________

(૫) જવાબ: _________________

nvndsr.blogspot.com



@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

માસ--ઓગષ્ટ ...................................................... ધો-૪


નામ:___________________________________________________


પ્રશ્ન-૧ નીચેની ખાલી જગ્યા પૂરો.

(૧) ૬૦૦ - ૨૦૦ = _____________

(૨)૭૦૧ - ૪૩૫ માટે ___________ સ્થાનેથી દશકો લેવો પડે.

(૩) ૭ x ૮ = ____________

(૪) ૧૭ x ૨૦ = ૩૪૦ માં________ગુણ્ય, _______ગુણાંક અને ________ગુણાકાર છે.

(૫) ૪ x ૫ = ૫ x ___________


પ્રશ્ન-૨ (અ) નીચેની બાદબાકી કરો. (બ) સાદું રૂપ આપો.

(૧) ૭૬૮૫ ૨૧૭૫

(૨) ૬૫૦૦ - ૪૧૮૯

૨૮૪૫ + ૬૭૨૩ - ૧૫૫૦

પ્રશ્ન-૩ ગુણાકાર કરો.

૨૨ x ૧૪

૧૨૫ x ૨૫

પ્રશ્ન- ૪ (અ) એક કિલોગ્રામ ખાંડની કીમત ૩૬ રૂપિયા છે, તો ૨૫ કિલોગ્રામ ખાંડની કીમત કેટલી થાય?

(બ) દીપકભાઈ પાસે ૯૫૨૫ રૂપિયા હતા. તેમાંથી ૫૬૮૦ રૂપિયાનો પલંગ ખરીદ્યો. હવે તેમની પાસે કેટલી રકમ બાકી રહી?

nvndsr.blogspot.com