Q વાંચન....&..?..&..?...&...?....&..?...&....Q
વાંચન એટલે શું...?
તેની વ્યાખ્યા શું આપણે જાણીએ છીએ... સામાન્ય રીતે વાંચનનો અર્થ આપણે એવો કરીએ છીએ
કે કોઈ ભાષાના મૂળાક્ષરો/શબ્દો/વાક્યો સાથે ઓળખાણ. બાળક જે તે ભાષાના
મૂળાક્ષરો/શબ્દો/વાક્યોને જાણી વાંચી શકે તો તે બાળક વાંચી શકે છે તેવું આપણે
સામાન્યપણે માનીએ છીએ. વાંચનને જો સ્તર મૂજબના ભાગમાં વહેચવામાં આવે તો નીચે
મુજબના ભાગમાં વહેંચી શકાય
ø તૂટક વાંચન............જેમાં બાળકો વાક્યને પણ મૂળાક્ષરો બનાવીને જ વાંચે....
ø સ્પષ્ટ
ઉચ્ચારો સાથેનું આરોહ-અવરોહ યુકત વાંચન ....જેમાં સ્પષ્ટ ઉચ્ચારો સાથે બાળકો યોગ્ય જગ્યાએ અટકી
વાક્યોનું વાંચન કરે છે.
ø સમજ
પૂર્વકનું વાંચન.......જેમાં બાળકો વાંચનમાં આવતા શબ્દોના અર્થને જાણી સ્પષ્ટ
ઉચ્ચારો સાથે અરોહ-અવરોહ યુક્ત વાંચન કરે છે..
આપણે
જાણીએ છીએ કે બાળકમાં ત્રણ કૌશલ્યોના વિકાસ માટે આપણે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ...વાંચન.....ગણન.....લેખન......સૌ માનીએ છીએ કે
બાળકોમાં વાંચન કૌશલ્યનો વિકાસ કરવા માટે બાળક પાસે વારંવાર વાંચન કરાવવું એ સારો
ઉપાય છે,પંરતુ તેમાં એક વસ્તુ ઉમેરવાની રહી જાય છે કે બાળક પાસે વાંચનમાં પારંગત(!)
વ્યક્તિની હાજરીમાં જ વારંવાર મહાવરો કરાવવો. વાંચન દરમ્યાન બાળક જે ભૂલો કરે છે
તેની ભૂલને તરત જ તે જાણી અને સુધારી શકે તેવી પરિસ્થિતિમાં જ બાળક વાંચન કરે/મહાવરો કરે તે
અતિ મહત્વનું છે..કારણ કે આનાથી વિપરીત પરિસ્થિતિમાં જયારે બાળક વાંચન કરતો હોય છે, ત્યારે
વાંચનના મહાવરાની સાથે સાથે તે તેના
વાંચનમાં થતી ભૂલોનો પણ મહાવરો અજાણતાં કરતો હોય છે કારણ કે ભૂલ કરનાર બાળક પોતે
જાણતો હોતો જ નથી કે તે “ટ” ને “ડ” અથવા તો “ટી” ને “ટો” વાંચે છે, અને પરિણામે આવી
ભૂલોનો પણ મહાવરો થાય છે.માટે વાંચન એક એવી પ્રક્રિયા છે કે લેખન અને ગણનની જેમ દસ્તાવેજીક હોતા નથી કે
જેને તમે તમારી ફૂરસદે તપાસી સાચું-ખોટું પૂરવાર કરી સુધારી શકો...બાળકની વાંચન
શીખવાની પ્રક્રિયા દરમ્યાન બાળક પર સતત ધ્યાન રાખવું આપણા માટે જેટલી મહેનતનું કામ
છે, તેના કરતાં પણ
વધુ મહત્વનું કામ છે. કારણ કે માર્ગદર્શકની બેદરકારી અથવા
તો માર્ગદર્શનના અભાવે બાળકના મગજમાં “ટ” નું ચિત્ર “ડ” તરીકે અંકિત થઇ ગયું તો
તેને ભૂંસવા માટે મહા-જોર લગાવવું પડશે...અને આપણે એકની જગ્યાએ બે કામ કરવા પડશે...એટલે કે પહેલું
કામ બાળકમાં અંકિત થયેલ “ટ” તરીકેના “ડ” ના ચિત્રને ભૂસવાનું અને તેને પછી પાછું “ટ”
ના ચિત્રને યોગ્ય જગ્યાએ અંકિત કરવાનું... અને આમ આપણી અડધોઅડધ
શક્તિ ફક્તને ફક્ત ભૂંસવામાં ન વપરાય તે માટે આપણે બાળકની વાંચન પ્રક્રિયાની
શરૂઆતથી જ સચોટ માર્ગદર્શન સાથે સતત બાજ નજર રાખવી પડશે...આવો માણીએ વાંચન
વિશે વધુ માહિતી આપતી અમારી નીચેની પોસ્ટોને.....
No comments:
Post a Comment