અરે! મને કોઈ કહેશે કે આ ઢેફામાં પાણી ક્યાં સમાયેલું છે ?
બાળક
હંમેશાં તેની આસપાસના પર્યાવરણમાંથી અને તેની આસપાસના વ્યક્તિઓ પાસેથી શીખતો રહે
છે... મિત્રો..શાળા બહાર સમાજ પાસેથી બાળક ઘણું બધું શીખે છે અથવા તો એમ કહી શકાય
કે શાળા બહાર સમાજ બાળકને ઘણું શીખવે છે, પરંતુ આ રીતે આસપાસમાંથી મેળવેલ શિક્ષણને
વ્યવસ્થિત અથવા કહીએ તો ક્રમાંકમાં કરવાનું કામ અને પૂર્તતા કરવાનું કામ આપણું
એટલે કે શાળાઓનું છે. કારણ કે સમાજને બાળકના શિક્ષણની ક્ર્મીકતાનો ખ્યાલ હોતો
નથી... જેમ કે ઘરે જયારે વાલી બાળકને
દુકાને કોઈ વસ્તુ લેવા માટે મોકલે
છે,ત્યારે બાળકને સમજાવે છે કે ૩ રૂપિયાની ૨૫૦ ગ્રામ મોરસ આવશે..જા...લઇ આવ.અને
બીજી વખત વાલી બાળકને કહે કે ૧૫ રૂપિયાની ૧ કિલોગ્રામ અને ૨૫૦ગ્રામ મોરસ આવશે જા લઇ આવ....આવા કિસ્સાઓમાં
બાળક ૩ રૂપિયા અને ૨૫૦ ગ્રામ વચ્ચેનો સંબંધ જાણશે.....૧૫ રૂપિયા અને ૧ કિલોગ્રામ
૨૫૦ ગ્રામ વચ્ચેનો સંબંધ જાણશે પરંતુ ૩ માંથી ૧૫ થયા તો ૨૫૦ ગ્રામ માંથી ૧
કિલોગ્રામ અને ૨૫૦ ગ્રામ કેવી રીતે થઇ ગયા તે બાબતથી તે અજાણ હશે, ત્યારે આવી
ક્રમીકતા અથવા તો પૂર્તતા કરવાનું કામ આપણું છે, મિત્રો આપણે જોઈએ છીએ કે આપણા
દરેક ધોરણોમાં ઘણા એકમો એવા સામાન્ય હોય છે કે તેમાં આપણને થાય કે અરે ! આમાં શું
શીખવવાનું...આ તો આ બાળકોને ખબર જ હોય ને !!! આવું તો તેમની જાણમાં હોય જ ને...!!!
બાળકો પણ કહે કે અરે આ તો હું જાણું છું...જેમ કે ઉચ્ચાલનના પ્રકારની જાણકારી
આપતાં પહેલાં જો તમે બાળકોને પૂછો કે ચાની ભરેલી તપેલીને ઊંચકવા આપણે સાણસીનો
ઉપયોગ કેમ કરીએ છીએ...?? તો બાળકો તરત જ જવાબ આપશે કે સહેલાઈથી ઊંચકી શકાય તે
માટે... એટલે કે બાળક આટલે સુધી તો જાણે જ છે...એનો અર્થ એ થયો કે સમાજે/આસપાસના
પર્યાવરણે તેને આટલું તો શીખવ્યું છે/શીખ્યો છે.પરંતુ જો તમે બાળકોને પૂરક બીજો
પ્રશ્ન કરશો કે સાણસીથી તપેલી સહેલાઈથી કેમ ઊંચકી શકાય
છે...?..ત્યારે..???ત્યારે તે વિશેની માહિતીની પૂર્તતા કરી બાળકને સંપૂર્ણ
માહિતી-સભર કરવાનું કામ શાળાએ કરવાનું છે. બાળકોને આવી જ માહિતી આપતો એક એકમ “જમીનને જાણીએ”
ની જયારે મેં શરૂઆત કરતાં પ્રશ્ન પૂછ્યો કે જમીન શાની બનેલી છે??? ત્યારે તમામ
બાળકોએ બસ આ જ રીતે બૂમાબૂમ કરી મૂકી કે “અરે...આ તો હું જાણું છું...આ તો બધું
મને આવડે છે..” પંરતુ બાળકોને જયારે મેં કહ્યું કે આ માટીના ઢેફામાં પાણી છે,મને
કોણ બતાવશે ત્યારે બાળકોના ચહેરા કેવા નવાઈ-યુક્ત હતા, જોવા હોય તો ચાલો
જોઈએ...
![]() |
ખોદકામ કરતાં .... |
![]() |
ઢેફાંનો ભૂકો કરતાં... |



![]() |
જમીનના નમૂનાને ઘઉંની ચાળણી -લોટની ચાળણી-કાપડ વડે ચાળીને નીકળેલ નમૂનાઓ ... |

![]() |
નમૂનાઓનું નિરિક્ષણ કરી નોંધ કરતાં બાળકો .. |

![]() |
ઢેફામાં [જમીનમાં] પાણી સમાયેલું છે કે નહિ ?? તે જોવા માટેના પ્રયોગ માં બાળકો...એકાદ કલાક બાદ નીચે મુજબ... |




આમાં ઉમરો થાય તેવું આપની શાળાના વર્ગખંડમાં/કેમ્પસમાં થયું હોય તો અમને ચોક્કસ સૂચવશો....જેથી અમારા બાળકોને અને આ બ્લોગ રૂપી નવાનદીસરના ઈ-કેમ્પસ ધ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાના બાળકોને જાણવા તથા શીખવા મળે...
1 comment:
આજ રોજ નેટ ઉપર સરકારી પ્રાથમીક શાળાઓના બ્લોગની મુલાકાત લીધેલ.
શાળાનો ઈતીહાસ, શીક્ષકોની માહીતી, વીધ્યાર્થીઓની વીવીધ પ્રવૃતીઓ, ફોટાઓ, વગેરે જોયા.
મુલાકાત લીધેલ બધા શાળાઓના બ્લોગ ઉપર આ કોમેન્ટ લખેલ છે.
યુનીકોડ અને ઉંઝા જોડણીમાં આ ગુજરાતી લખાંણ ગમભન નામના નેટ પાટીયા ઉપર કરી કટીંગ પેસ્ટીંગ કરેલ છે.
મારું નામ વીકે વોરા છે. ડુમરાની બાજુમાં નારાણપર મારું ગામ છે અને ગામની પ્રાથમીક શાળામાં છ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે.
આઝાદી પહેલાં ગામમાં પ્રાથમીક શાળા હતી અને દેશ સ્વતંત્ર થયા પછી કચ્છ રાજ્ય અને પછી મુંબઈ રાજ્યની બીન સરકારી ખાનગી શાળા ગામમાં હતી.
સાતમું ધોરણ કચ્છ જીલ્લાના અબડાસા તાલુકામાં ગામ ડુમરામાં સરકારી પ્રાથમીક શાળામાંથી એપ્રીલ ૧૯૬૩માં પાસ કરેલ છે.
૧૯૬૨માં ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ રાજ્ય થતાં મારી શાળા ગુજરાત રાજ્યમાં આવી.
ડુમરા સરકારી હાઈસ્કુલમાંથી ૧૧મી પાસ કરી પછીનો અભ્યાસ મુંબઈમાં કરેલ છે.
ગુગલના બ્લોગ ઉપર ઘણાં સમયથી ખાતું છે અને ફેસ બુક ઉપર પણ ખાતું છે.
મારા બ્લોગનું સરનામું http://vkvora2001.blogspot.in/ છે.
Post a Comment