September 20, 2012

વાંચન પર્વ – વિજ્ઞાનકથા !

ફોટોગ્રાફ-સાયન્સ સિટીની મુલાકાત સમયનો !

મેં ઓછી વાંચી છે કે- ઓછી લખાઈ છે - પણ વિજ્ઞાન કથાઓ ગુજરાતીમાં ખૂટે તો છે !
ધોરણ સાતમાં એક કથા છે, “વલયની અવકાશી સફરકદાચ પહેલીવાર કોઈ વિજ્ઞાનકથા સાથે મારા વિદ્યાર્થીઓનો પનારો પડવા જઈ રહ્યો હતો...મેં આગલા દિવસે વાંચી તો હું થોડો મુઝાયો પણ ખરો કે...આ વાત કેવી રીતે સમજાશે...અથવા તો શું કરીશ તો સમજાશે ? પાત્રોના નામ પણ એવા કે જે નવાનદીસરમાં પહેલીવાર સાંભળવા મળે ! વલય, વિસ્મય, વિરાટ  (જો કે ‘વિરાટ’ તો કોહલી ના કારણે હવે જાણીતું છે ! )
      હિંમત રાખી એક દાવ ખેલ્યો... વાતો કરતા કરતા થોડાક થોડાક અંશો.. “બીજા ગ્રહ પર લોકો રહેતા હશે કે કેમ ?” “કેવા દેખાતા હશે ? “શું ખાતા હશે ? થેન્ક્સ ટુ રાકેશ રોશન-જેમને ‘કોઈ મિલ ગયા’ જોયું હતું...તેમને કહ્યું...ચાર્જ થતા હશે... મેં મમરો મુક્યો...આવું બીજું પિચ્ચર (હા, ફિલ્મને પિચ્ચર જ કહેવાય !)  જોઈએ...બધાને યાદ હતું..ગયા વર્ષે..રામસિંહ માલમ ની વાત પણ અમે આવી રીતે જ માણી હતી...
      અને પછી શરૂ થયું...નવાનદીસરનું નવલું નજરાણું...રંગીન ગુજરાતી ફીચર ફિલ્મ, કિશોર અંધારિયા લિખિત વલયની અવકાશી સફર..સફર.......” આ રીતે ચક્ર પૂરું કરી...કેટલાક પ્રશ્નો-જવાબ પણ થયા....
ઉપર કહી એ મજેદાર બાબત નથી...મજા ત્યારે પડી કે જયારે આજે સાંજે છૂટતી વખતે સંધ્યાસભામાં ...મેં કહ્યું વાર્તા સાંભળવી છે ? જવાબ હાજ હોવાનો ! કુલદીપ (ધો-) ને  કહ્યું આપણા પિચ્ચર વાળી વાર્તા કહી દે !
      તેને શરૂ કરી..હું પણ આશ્ચર્યચકિત કે કેટલી ઝીણવટપૂર્વક તે વાર્તા કહી રહ્યો છે... વચ્ચે વચ્ચે આવતો સંવાદ કે - વગર દિવાળીએ આ રોકેટ કોને છોડ્યું ?” અને તેની પર બીજા વિદ્યાર્થીઓએ ખડખડાટ હસીને રિસ્પોન્સ પણ આપ્યો ! થોડુક નવું સુઝ્યું તો જેવા તેઓ યાનમાં બીજા ગ્રહ પર પહોચ્યા કે વાર્તા અટકાવી દીધી- બાકીની વાર્તા હવે કાલે...અને પછી તો હોકારા-દેકારા ...આજે...હમણાં...જ થોડીક વાત આગળ કહો...તો મેં કહ્યું..”અરે...તેઓ જેવા ગ્રહ પર ઉતર્યા તો તેમને જોયું કે સામે કોઈક આવી રહ્યું છે... “અરે... માણસ નથી...પ્રાણી પણ નથી...આ તો....!!!!” બસ એ શું હતું એ કાલે ! (ધોરણ-૭ ના વિદ્યાર્થીઓને સુચના...તમારી ચોપડી કોઈનેય વાંચવા આપવી નહિ...)
      અસર...વિપુલ (ધોરણ-) ખાસ ભલામણ કરાવી ગયો કે મને - ફક્ત મને ખાનગીમાં રઘુની ચોપડી અપાવી દોને !
કહેવાની જરૂર છે કે આ રીતે ખાનગીમાં ચોપડી મેળવાઈ પણ હશે અને આ વાર્તા વંચાઈ પણ હશે !
તો મારી પ્રથમ નજરની તમામ માન્યતાઓ આ વિજ્ઞાનકથાએ તોડી નાખી...છે આપના ધ્યાનમાં કોઈ અન્ય આવી જ રસપ્રદ જે મોનોટોનસ ના થઇ જાય તેવી વિજ્ઞાનકથાઓ છે ?...જરૂરથી જણાવજો !
અને વાંચનપર્વને ઉલ્લાસથી ઉજવજો !
- એક ભાષા શિક્ષક  

4 comments:

હરિવાણી said...

નવા નદીસરમાં હંમેશા કશુક નવું થતું રહે છે અને અમને મળતું રહે છે. અભિનંદન... શ્રી મૂળશંકર ભટ્ટ આ અગાઉ ઘણી સાહસ કથાઓ અને વિજ્ઞાન કથાઓ લખી ગયાં છે. જુલે વર્નની Around the world in 80 days નું ભાષાંતર પણ છે જ...રોજ થોડી થોડી કહી શકાય એવી એ વાર્તા દસેક દિવસ ચાલે એવી છે...બાકી રૂબરૂમાં...

હરિવાણી said...

નવા નદીસરમાં હંમેશા કશુક નવું થતું રહે છે અને અમને મળતું રહે છે. અભિનંદન... શ્રી મૂળશંકર ભટ્ટ આ અગાઉ ઘણી સાહસ કથાઓ અને વિજ્ઞાન કથાઓ લખી ગયાં છે. જુલે વર્નની Around the world in 80 days નું ભાષાંતર પણ છે જ...રોજ થોડી થોડી કહી શકાય એવી એ વાર્તા દસેક દિવસ ચાલે એવી છે...બાકી રૂબરૂમાં...

Abdulkadar said...

... Great.

Kartik Mistry said...

યુગયાત્રા - યશવંત મહેતા. કદાચ ગુજરાતી ભાષામાં લખાયેલું બેસ્ટ સાયન્સ ફિક્શન પુસ્તક. તારકજંગ (સ્ટારવોર પરથી) અને સત્યજિત રે ની અનુવાદિત વાર્તાઓ (સુકન્યા ઝવેરી) પણ સરસ છે. દુર્ભાગ્યે આ પુસ્તકો દુર્લભ છે.