July 24, 2016

આપણી પીડા – આપણો ઉપચાર - ઉપચારાત્મક કાર્ય !!


આપણી પીડા આપણો ઉપચાર !
            કોઈક શબ્દ જરૂરથી વધુ વખત વપરાય પછી તે એનો ખરો અર્થ ગુમાવી દે છે. આવું કૈક બન્યું છેઉપચારાત્મકશબ્દ સાથે ! શાળાને શબ્દ કૌરવોએ અભિમન્યુ માટે રચેલા ચક્રવ્યૂહ જેવો લાગે છે. અભિમન્યુ જેવી અવસ્થાના ઉત્સાહમાં કાર્ય આરંભ થાય તોય અંત સુધી ટકવાની અડગતા ગુમાવી દે છે.
                કારણો અનેક છે મુખ્ય કારણ છે મૂંઝવણ અભ્યાસક્રમ ( સંદર્ભે પાઠ્યપુસ્તકપૂરો કરું કે વાંચન લેખન કરાવું ? અને મૂંઝારા વચ્ચે કાર્ય સરકારી રીતે થતું જાય.. જો કોઈકવાર નિરાંતે વિચારીશું તો ખ્યાલ આવશે કેપ્રાથમિક શિક્ષણકોને કહીશું? બાળકને કોઈક માહિતી નહિ પ્રાપ્ત થાય તો શું આભ તૂટી પડશે ? વાંચતો થઇ જશે તો એવી તો કઈ કેટલી માહિતી જાતે મેળવી લેશે. પણ વર્ગમાં માહિતી પ્રદાન કરવી આપણું મન ગમતું અને પ્રમાણમાં સરળ કામ છે. અટપટું કાર્ય છે, દરેક બાળકની જરૂરિયાત મુજબ શીખવાનો મોકો આપવો ! દરેક શિક્ષક ઈચ્છે તો છે કે તેના વર્ગના બધા બાળકો અર્થસભર વાંચે, લખે અને પ્રાથમિક ચાર ક્રિયાઓ કરી શકે. એવું ના થાય ત્યારે અમારા સૌની જેમ દરેક  શિક્ષક સતત એકગીલ્ટતો અનુભવે છે છતાં તે એમાંથી નીકળવાના રસ્તા શોધવાને બદલે વર્ગમાં જઈ જે સુજ્યું કરાવવા માંડવાની સ્થિતિમાં આવી જાય છે આ વખત ઉપચારાત્મક કાર્યની શરૂઆત કરતા પહેલા વિષે વિચાર્યું તેમને વાંચતા-લખતા-ગણતા આવડવાના ઘણા કારણો છે. તે દરેક વર્ગે વર્ગે અને દરેક બાળકે જુદા જુદા છે. જે પૈકી આપણે કેટલા એડ્રેસ કરી શકીએ આપણું પહેલું કામ હોવું જોઈએ. દર વર્ષે વર્ગ શિક્ષક વાંચન-લેખન કરાવે એટલે જેમની શીખવાની ઝડપ વધુ છે તે ઝડપથી આગળ વધે છે- સામે છેડે જેમની ઝડપ પ્રમાણમાં ઓછી છે તેમના સ્વાભિમાનના ફુરચા ઉડતા રહે છે. એક પ્રયોગ રૂપે એક માસ ઉપચારાત્મક માટેના કલાકોમાં થી ના તમામ વિદ્યાર્થીઓને તેમની શીખવાની ગતિ અનુસાર વહેચ્યા અને સૌને તેમને અનુરૂપ કાર્ય સોપ્યું. એનાથી જે તે ધોરણમાં જે કાર્ય થતું તેમાં જેમની બાદબાકી રહેતી તેમનો વિશ્વાસ બન્યો કારણ વર્ગનું કાર્ય અને તે માટેની ઝડપ તેમને અનુરૂપ હતી. મુજબ કાર્ય પછી હવે, તેઓ ફરી તેમના વર્ગમાં છે. જોઈએ હવે તેઓ વર્ગમાં કેવું પ્રદર્શન કરી શકે છે !
                આ વખતના અનુભવે** પણ સમજાયું છે કે આખું વર્ષ કે વર્ષોવર્ષ પણ આપણી શાળાના તમામ બાળકો અર્થસભર વાંચે માટે જે પણ પ્રયત્નો થાય તે બધા આપણા અભ્યાસક્રમનો હિસ્સો રહેશે.
** અનુભવ
           એક શિક્ષક રજા પર હતા ધોરણ છઠ્ઠા અને આઠના વિદ્યાર્થીઓને એક શનિવારે ભેગા મેદાનમાં જુથમાં બેસાડી એક એક ફકરો મોટેથી વાંચવાનું કાર્ય સોપ્યું. એવામાં  વર્ષે અન્ય શાળામાંથી આપણી શાળામાં આવેલી એક ધોરણ ની વિદ્યાર્થીની રડમસ અવાજેસાયેબ મને ચોપડી વાંચતા નથી આવડતી !” “ઓહો, એમાં શું? જા તું તારી નોટબુક લઇ આવ એમાં લખી આપું વાંચજે.” દોડીને નોટબુક લઇ આવીએમાં કેટલાક શબ્દો લખાયા અને વાંચવાનો પ્રયત્ન થયો...માત્ર બીડેલા હોઠ વડે ! શબ્દો બદલાયા – “નમ, મન, મગન, જગ,” “હવે વાંચ !” અને હવે છુટ્ટા મોઢે રડવાનો અવાજ ! આખે આખો શિક્ષક બળે એવા આંસુ એને વાંચવું છે અને વાંચી શકતી નથી ! પ્રયત્નો પછી હજુ પણ સ્થિતિમાં ફેરફાર એટલો કે હવે રડતી નથી. અનેનમના યાદ આવે તો અટકીને પૂછે છે – “નમ છે ?”  સામે એક સ્મિત ( અને અંદર એક ફફડાટ કે આને ક્યારે આવડી રહેશે ?) સાથે  “યસ- એક દમ સાચુંનમલખેલું છે !”
જરા ધ્યાનથી જોજો, એકાદ કિસ્સો નથી ઘટના બીજા કોઈ પણ વર્ગનો હિસ્સો હોઈ શકે !
દોસ્તો, આપણી પીડા છે અને આપણો ઉપચાર છે. આપે આપના વર્ગમાં કરેલા પ્રયત્નો અમને કહેશો તેવી અપેક્ષા સાથે बाल स्मिताय नम:

9 comments:

Ramesh Patel said...

શ્રી, રાકેશભાઈ
ઉપચારાત્મક શબ્દ કદાચ શિક્ષણ ક્ષેત્રે અત્યારે સૌથી વધારે વપરાતો શબ્દ હોઈ શકે ! આ ' ઉપચારાત્મક ' નો કોઈ ઉપચાર ખરો ? નવું નવું - તાજું તાજું શરૂ થયેલું આ શૈક્ષણિક વર્ષ - નવા આયોજનો - નવા વિચારો - નવા માઈલસ્ટોન - નવી દિશા અને ઘણું બધું ? અને છતાં મૂંઝવણ તો પેલી જ આ કરું કે આ કરું ? હવે આપણે એટલા તો સ્પષ્ટ છીએ કે બાળક પોતાની ગતિએ શીખે છે સાથે એ પણ સ્વીકાર્યું છે કે દરેક બાળકની શીખવાની ગતિ અલગ હોય છે. ક્યારેક એવું બને કે જે ભૂલ સુધારવા ખુબ મહેનત - ચિંતા કરી હોય એ બીજા કે ત્રીજા વર્ષે આપોઆપ સુધરી જાય ! આ એક બાળકની શીખવાની ગતિનો ભાગ ન હોઈ શકે ? કદાચ મને જે વિદ્યાર્થી કાળમાં ન આવડ્યું કે સમજાયું તે અંતે શિક્ષક કાળમાં સમજાયું ! આવું બની શકે ? આપણો વર્ગ અનેકવિધ વિવિધતાઓથી અને સંભાવનાઓથી ભરેલો છે. એક જ સમયે, એક જ પ્રકારનો કરવામાં આવેલો ઉપચાર કારગર ન નીવડે એમાં ઝાઝું આશ્ચર્ય ન હોવું જોઈએ ! અનેક સમસ્યાઓ વચ્ચે શિક્ષક ઝઝૂમતો હોય ત્યારે એ સમસ્યાઓ પણ હવે ઉજાગર થાય તો હતાશા - ગીલ્ટીપણાનો ભાવ એનો પણ ઉપચાર થાય !
પ્રાથમિક શિક્ષણમાં – આ ક્ષેત્ર સાથે જોડાયેલા રાજ્યક્ક્ષાએથી લઈ શાળાકક્ષા સુધી હાલમાં સૌથી વધુ જે મુદ્દો ચર્ચાની એરણે રહ્યો છે, તે છે પ્રાથમિક કક્ષાએ બાળકોમાં જોવા મળતી વાચન – લેખન અને ગણનની કચાશ ! આ નબળી ગુણવત્તાના નિવારણ માટે અત્યારે સૌ કોઈ ચિંતિત છે. અનેક પ્રકારનાં ઉપાયો – તજજ્ઞોના અભિપ્રાયો – વહીવટી સુધારાઓ – સઘન તાલીમો વગેરે હાલ અમલમાં છે. આમ છતાં જે પ્રકારનાં પરિણામો મળવા જોઈએ તે મળતાં નથી.
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું ફલક અતિ વિશાળ અને દુર્ગમ પણ છે. વિકસિત ગામોથી લઈ અંતરિયાળ ગામડાઓમાં કામ કરતી આપણી પ્રાથમિક શાળાઓમાં પણ બહુવિધ વિવિધતાઓ સાથે પાસ – પાસની એક બીજી શાળાઓના વાતાવરણ વચ્ચે પણ નોંધપાત્ર અસમાનતાઓ જોવા મળે છે. આ હકીકત સ્વીકારવી રહી કે આપણે ત્યાં પ્રાદેશિક લોકબોલીનો જે તે વિસ્તારમાં આગવો પ્રભાવ છે. આ પ્રભાવની ઘેરી અસર બાળકોમાં જોવા મળે તે એટલું જ સ્વાભાવિક છે. તેનું એક કારણ આપણા વાલીઓ પોતે અશિક્ષિત છે તે સ્વીકારવું રહ્યું. ઘરમાં શિક્ષણનું કોઈ વાતાવરણ નથી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે વાલીઓ સમાજના મુખ્યપ્રવાહથી દૂર છે. તેમણે પોતાની આ પ્રવર્તમાન પરિસ્થિતિને જ પોતાનું ભવિષ્ય સમજી જીવવાનું સ્વીકારી લીધું હોય, તેમ બાળકોના ભણતરની, સ્વાસ્થ્યની કે વિકાસની તેમને તમા નથી. આશ્ચર્યની બાબત એ કે ઘણીવાર બાળકને શાળાએ મોકલવા વાલી પોતે જ તત્પર નથી, બલ્કે ભારે ઉદાસીન છે !
બેરોજગારી અને આવકનો કોઈ વિકલ્પ ન હોવાને કારણે ઘરકામથી માંડીને અન્ય જુદા જુદા પ્રકારની મજુરી એ જ તેમના જીવન નિર્વાહનું સાધન બની રહે છે. પોતે વહેલી સવારથી કામધંધે જતા હોવાથી શાળાએ જતાં બાળકોની દેખરેખના અભાવે, પશુઓ ચરાવવા કે નાના બાળકો સાચવવા, વૃદ્ધોની દેખરેખ રાખવા કે પછી ઘરનાં નાના – મોટા કામોની જવાબદારી નિભાવવા, કામના સ્થળે સાથે લઈ જવા ઉપરાંત માતાપિતા વચ્ચેના કે પછી અન્ય કૌટુંબિક ઝઘડાઓને કારણે પણ બાળકો શાળામાં લાંબા સમય સુધી અનિયમિત કે સતત ગેરહાજર રહે છે. બાળકોની અનિયમિતતા કે સતત ગેરહાજરી તેમનાં અભ્યાસ ઉપર નકારાત્મક અસર કરે છે. શિક્ષકોનાં પ્રયત્નો – મહેનત એળે જાય છે. જે બાળકો નિયમિત છે તેમના અભ્યાસ ઉપર પણ થોડીઘણી અસર થાય તે સ્વાભાવિક છે.
વાચન – લેખન – ગણન ઉપચારાત્મક કાર્ય બે મહિના માટે ચલાવાય છે. બાળકોમાં રહેલી વાચન – લેખન – ગણન સબંધી સમસ્યાઓને નિવારવા સામૂહિક ધોરણે ચલાવાતું આ અભિયાન - તેની વ્યાપકતા – અસરકારકતા વિશે જાતજાતની ચર્ચા – મંતવ્યો પણ આવી રહ્યા છે. શાળાકક્ષાએ પણ જવાબદાર કોણ ? એવો પ્રશ્ન આંતરિક ચર્ચાનો વિષય બને છે. આ સમસ્યા ઉપરછલ્લી નથી. તેથી એકલદોકલ પ્રયત્નો અહી કામ લાગવાનાં નથી. સમસ્યાનાં મૂળમાં જઈએ તો ધોરણ – ૧ અને ૨ માં બાળક ગુજરાતીમાં મુળાક્ષરની ઓળખ – બારાક્ષરીની સમજ – બારાક્ષરીના જ ક્રમે શબ્દરચના અને શબ્દવાચન કરતા શીખે એવી માઈક્રો ચોકસાઈ શિક્ષક રાખે તે ખૂબ જ આવશ્યક છે. નાના કે જેને આપણે પાયાનાં ધોરણો ગણીએ છીએ તે ધોરણોમાં ક્રમિકતા અસરકારક રોલ ભજવે છે. અહી ક્રમિકતા છોડીને કરેલો પરિશ્રમ એળે જશે. મોટાભાગનાં અથવા નાના બાળકોનું બાળમનોવિજ્ઞાન ન સમજનારા શિક્ષકો ટ્રેક છોડી સીધા વાચન કે લેખનને રસ્તે જાય છે. મારા મત મુજબ અહી શિક્ષકે શબ્દરચનાનો પ્રયોગ કરવો જોઈએ. નમ, જમ, મગ, વગેરે. સાદા શબ્દોના મહાવરા પછી બારાક્ષરીના ક્રમે કાનાવાળા શબ્દોની રચના (પ્રજ્ઞા શિક્ષક આવૃત્તિ – ગુજરાતી ધોરણ – ૧/૨) શીખવવી જોઈએ. બાળકો જ શબ્દ રચે તેવું વાતાવરણ શિક્ષક વર્ગમાં ઊભું કરી શકે તો ક્રાંતિ થાય. આગળ જતાં અર્થગ્રહણ સાથેનાં વાચનની વાત આવશે ત્યારે આ નવતર પ્રયોગ ઉપયોગી બનશે.
રમેશ પટેલ - અંકલેશ્વર

mukund said...

Sachu chhe. Ghanu karavu padatu hoy pan chhe upacharatmk kary ma. Samasyao padkaro ane naviny badhu chhe ahi. Karata rehshu, rasta jadashe, jetalu vadhare karashu aetali pakatata aavshe.

mukund said...

Sachu chhe. Ghanu karavu padatu hoy pan chhe upacharatmk kary ma. Samasyao padkaro ane naviny badhu chhe ahi. Karata rehshu, rasta jadashe, jetalu vadhare karashu aetali pakatata aavshe.

bhupendra solanki said...

Rajesh Bhai good work..

bhupendra solanki said...

Rajesh Bhai good work..

mayank patel said...

!!!!!!!!!!!

Akshay Patel said...

Good inspayaring

Denish Hirpara said...

શિક્ષકો અને આપણો પોતાનો આત્મા જાગી જાય કે મારે આ કામ કરવાનું છે અને હું આ કામ કરીશ....
તો પછી કોઈ સમસ્યા નહીં નડે..આપો આપ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાશે...

Unknown said...

ભાઈ અત્યારસુધી આપણે થોડી મહેનત કરી હોત તો આ મિશન વિદ્યા ના આવી હોય, આના માટે આપણેજ જવાબદાર છે.... સરકાર નહિ